naam me kya rakkha hai - 10 books and stories free download online pdf in Gujarati

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૦



નામ મેં ક્યાં રખ્ખા હૈ - 10



ભૂમિ આ બધુ જોઈ રહી હતી કે હું અને નાનકી શુ શુ વાત કરી રહ્યા હતા.. ભૂમિ ને ખબર હતી કે હું અંદર થી કેટલો બધો તૂટી ગયો હતો..છતાં પણ એની સામે ખુશ રહેવા ના નાટક કરતો હતો. એટલી વાર માં ભૂમિ ના મમ્મી નો આવાઝ આવે છે કે નીચે આવો તો અમે બધા નીચે જઈએ છીએ અને એમના મમ્મી ને મળી ને હોટેલ પર જવા નીકળુ છુ.. રસ્તામાં બસ એક વિચાર ચાલી રહ્યા હતા કે ભૂમિ વિના મારું શું થશે.... મનમાં તો એ જ વિચારતો હતો કે કઈક ચમત્કાર થાય અને બધુ કેન્સલ થાય.. પણ સાથે સાથે ભૂમિના મમ્મી નો ચહેરો યાદ આવતો હતો.


રસ્તામાં જતા જતા એ ખબર ન હતી કે આંસુ છે એ દર્દ ના છે કે પછી બાઇક પર લાગતા ઠંડા પવનના....


થોડી વારમાં હોટેલ પર પહોંચી જાવ છુ. ફ્રેશ થઈ ને મારા બેડ પર લાંબો થાવ છુ. હાથમાં ફોન લઈને વિચારું છું કે ભૂમિને મેસેજ કરું પણ પછી એમ થાય છે કે ના......... બસ આમ ભૂમિ વિશે વિચારતા વિચારતા નીંદર આવી જાય છે....


આ બાજુ ભૂમિ પણ મારા વિચાર કરતી હોય છે અને એ પણ મારા વિશે વિચાર કરતા કરતા સુઈ જાય છે પણ ભૂમિની બહેન નાનકી ને નીંદર નથી આવતી. એ સતત એ જ વિચાર્યા કરે છે કે Drecu મારી બહેનને કેટલો બધો પ્રેમ કરે છે . એ વ્યક્તિ એનો પ્રેમ ખુશ રહે એ માટે કેટલું બધુ કરવા તૈયાર છે. આવું તો નાજ થવું જોઈએ. મારે ગમે તેમ કરીને એ બંને ને મળાવવા જ પડશે. એ બંને ને હું અલગ નહીં જોઈ શકું. પણ યાર હું શું કરીશ...???


બસ આમ વિચારતા વિચારતા એને પણ નીંદર આવી જાય છે અને સુઈ જાય છે.


સવાર નો સમય છે. હું બસ ઉભો થાવ છું અને ફોન હાથમાં લવ છું. જોવ છું તો ભૂમિનો મેસેજ હોય છે. " ગુડ મોર્નિંગ અને ટેક કેર " વાળો.. પણ હું એ મેસેજ ને ઇગ્નોર કરું છું. કેમ કે મને ખબર છે કે હવે એ વ્યક્તિ મારી નથી થવાની તો શા માટે એ વ્યક્તિને મારી સાથે રાખીને એને હું કન્ફ્યુઝ કરું. થોડા દિવસ થશે તો એ બધુ ભૂલી જશે અને જે વ્યક્તિ એમને મળ્યું છે એ એને મારા કરતા પણ વધુ ખુશ રાખશે.


બસ આમ વિચારીને હું ભૂમિના મેસેજ ને ઇગ્નોર કરું છું. ફ્રેશ થઈને મારી ઓફીસ પર જવા માટે નીકળું છુ. હું મારા પોતાના કામ માં વ્યસ્ત થઈ જાવ છું પણ બોસ કામ માં મન ક્યાંથી લાગે , જ્યારે પોતાનો પ્રેમ બીજા કોઈ પાસે જતો હોય. બસ આમ તેમ કરી ને બપોરના ત્રણ થયા. મન હળવું કરવા અને ફ્રેશ થવા માટે બાજુમાં આવેલી કોફી શોપ પર ગયો.


કોફી શોપમાં જઈને ટેબલ પર બેઠો. મેં મારી ફેવરિટ કોફી મંગાવી અને રાહ જોવા લાગ્યો કે ક્યારે મારી કોફી આવે.પણ એટલી જ વાર માં બે ગર્લ મારા પાછળ ના ટેબલ પર આવી. એ બંને કઈક વાત કરતી હતી તો મને એનો આવાઝ સંભળાયો. એમાંથી એક ગર્લ નો આવાઝ સાંભળતા જ દિલની હાર્ટ બીટ વધી. કેમ કે એ આવાઝ મારી ભૂતનો હતો... ઓહ સોરી મારી ભૂત નો નહીં પણ ભૂમિ નો.


ભૂમિ અને એની ફ્રેન્ડ જ્યાં બેઠી હતી ત્યાંની પાછળ ના ભાગમાં હું હતો એટલે આમ તો અમે બંને બાજબાજુમાં હતા પણ અમારા મોઢા એક બીજાની વિરુદ્ધમાં હતા.


મારી કોફી તો આવી ગઈ. મેં ધીરે ધીરે કોફી પીવાનું સ્ટાર્ટ કર્યું અને સાથે ભૂમિ ની વાતો પણ.ત્યાં જ ભૂમિની ફ્રેન્ડ બોલી કે તારો પેલો Drecu શુ કરે ? ક્યાં છે આજ કાલ ?


ભૂમિ - મને શું ખબર ક્યાં હોઈ એ.. હશે ક્યાંક...


આ સાંભળતા જ મને મનમાં આ વાત એ રીતે ચુભી કે જાણે કોઈએ સોંય મારી હોય મને..


ભૂમિની ફ્રેન્ડ - કેમ એવું કહે છે ? તું તો એને લવ કરતી હતી ને ?


ભૂમિ - લવ અને હું ... અને એ પણ એવા વ્યક્તિ જોડે ... ના કોઈ દિવસ નહીં....


આ સાંભળતા જ કોફી તો કપ મારા હાથ માંથી છૂટતા છૂટતા રહી ગયો. થોડી વાર તો એવું લાગ્યું કે જાણે આ વાત જે કરે છે એ મારી ભૂમિ તો ના જ હોઈ શકે..


ભૂમિ ની ફ્રેન્ડ - પણ ભૂમિ તું એને લવ નહોતી કરતી તો શું કરતી હતી ? ટાઈમપાસ ? તમે કેટલું સાથે રહ્યા , કેટલી કેટલી વસ્તુઓ Drecu એ તને આપી , તારા માટે એને કેટલું કર્યું છે , તને કેટલી બધી ચાહી છે , તને કેટલો બધો પ્રેમ કર્યો છે અને આજે તું આવું બોલે છે ??? તને કઈ થયું છે કે શું ? Drecu એ તને કઈ કીધું છે ??


ભૂમિ - ના હવે મને કશું નહીં થયું. અને તું શા માટે એની એટલી બધી ફિકર કરે છે. તને તો વળી બોવ ચિંતા છે એની...હે..... અને હા છોકરાઓની આદત જ હોય છે કે કંઈક ને કઈક કરવું અને છોકરીઓને એની જાળમાં ફસાવી લેવી. તો બસ કદાચ એને પણ એટલે જ એવું બધું કર્યું હશે. આમ પણ લવ ખાલી કેવાનો જ હોય છે બાકી એવું કંઈ હોતું નથી..બધા બસ ખાલી મોટી મોટી વાતો કરે..


ભૂમિની ફ્રેન્ડ - તો ...... તું શું Drecu જોડે ટાઈમ પાસ કરતી હતી એમ...??..


ભૂમિ - હા જ તો .... એમા શુ... સાચું કહું તો મને એ ગમતો જ નહીં પણ એની ફીલિંગ મારા માટે બોવ હતી એટલે બસ એને થોડોક પ્રેમ આપ્યો...બાકી છોકરો તો કાલે જે મને જોવા આવ્યો હતો ને એ હતો. એક દમ મસ્ત , હેન્ડસમ , એની વાતો.. હાય હાય મેં મરજાવા......


ભૂમિ ની ફ્રેન્ડ - યાર તારે આવું ન કરવું જોઈએ હો એ બિચારા સાથે ...


ભૂમિ - અરે યાર છોડ ને એને.. એને જવા દે . આપણે અહીં મન હલકું કરવા માટે આવ્યા છીએ ના કે તારૂ ભાષણ સાંભળવા.....


બસ આવી વાતો હું સાંભળતો હતો. થોડી વાર તો મારી આંખ ભીની થઈ. મનમાં ગુસ્સો પણ ઘણો આવ્યો કે જેની સાથે મેં એટલો લવ કર્યો એને મારા સાથે આવું શા માટે કર્યું ? શુ પ્રોબ્લેમ થયો હશે.. બસ આવો વિચાર હું કરતો જ તો ત્યાં જ ભૂમિ બોલી..


ભૂમિ - એ બિચારા ને ખોટું ના લાગે એટલે સવારે મેં મેસેજ કર્યા હતા. આમ જ બે ત્રણ દિવસ વાત કરી લઈશ..હમણાં ઘરે જઈને એને કોલ કરવો છે. અત્યારે તો એ ઓફીસમાં હશે એટલે એને ડિસ્ટર્બ નહીં કરવો..


ભૂમિની ફ્રેન્ડ - યાર .. આખિર તું કરવા શુ માંગે છે ?


ભૂમિ - કઈ નહીં બસ એને હવે છોડી દેવો છે . એ એની રીતે અને હું મારી......


બસ હવે મારો મગજ ગયો. ઉભો થઈ ભૂમિની સામે ઉભો રહી ગયો. ભૂમિ અને એની ફ્રેન્ડ બંને ચોકી ઉઠયા... અને....


ક્રમશઃ


આગળના ભાગ જલ્દી લખવાની ખૂબ ટ્રાય કરીશ.


બસ તમેં આમ જ સપોર્ટ કરતા રહો...

ઘણી વાર વાંક કોનો હોય એ ખબર નથી હોતી પણ ક્યારેય પુરી વાત જાણ્યા સિવાય કોઈ સાથે સંબંધ ન તોડવો....

આભાર.

ઈંસ્ટાગ્રામ આઈડી - @dhaval_limbani_official