મારા જીવનમાં આવેલી સહુથી વિચિત્ર યુવતી એટલે અમી આજે હું પાછો આવી ગયો હતો. એ વાતને સાત દિવસ થઇ ગયા હતા.અમારી વચ્ચે કોઈ જ સંવાદ નોહતો થયો. મેં આજદિન સુધી આ ક્ષણ સુધી વાત કરવાના પ્રયત્ન કર્યા! મેં ફરી એક વખત કોલ મળાવ્યો, અફસોસ કે તેણે ફરી કોઈ પ્રત્યુતર ન આપ્યું ! મેં અમારી છેલ્લી મુલાકાત વિશે વિચાર્યું! મને કંઈ ખાસ યાદ નોહતું આવી રહ્યું. હા યાદ આવ્યું એ ચમક્યો, અમી ઘરે ફરતી વખતે આખા રસ્તા દરમિયાન ચૂપ હતી. પહેલા દિવસે વોટ્સએપ પર મોકલેલા મેસજ ડબ્લ્લ રાઈટ થતા હતા. પણ હવે તે મેસજ ડિલિવર થતા પણ બંધ થઈ ગયા.તેનું ડિસ્પ્લે પિક્ચર પણ દેખાતું બંધ થઈ ગયું હતું. હજુ પણ તેણે મને બ્લોક કર્યો હશે કે કેમ તે અંગે મારુ મન માની નોહતું રહ્યું અથવા સ્વીકારી નોહતું રહ્યું. મારી આદત મુજબ દરેક વખતની જેમ આ વખતે પણ મારી જ ભૂલ હશે! હું બપોરના જ હમીરસરની પાળીએ બેઠો હતો. મારા સિવાય ખેંગારબાગની અંદર એકલ દોકલ લોકો સુતા હતા. મારુ આખું બપોર વિચારોમાં ગયું, સાંજ થઈ સાંજે અહીં લોકોની કતાર લાગતી હતી.કોઈ અહીં વોક માટે તો કોઈ ટહેલવા માટે આવતા હતા.બાળકો ગાર્ડનમાં રમવા મટે આવતા હતા. અહીં હીંચકાઓ , લપસણીઓ ગાર્ડનની લોન પર બાળકોની રમતો બાળકોની હમીરસર તળાવની રંગીન લાઈટો ખેંગારબાગની પાળીએથી આકર્ષિત લાગતી હતી.બપોરના દેખાતો ઐતિહાસિક પ્રાગમેહલનું રાત થતા સુધી અંધકારમાં ગરકાવ થઈ ગયું. પાર્થિવ હવે છતરડી તરફ જવા વળ્યો! શરીર એકદમ અકળાઈ ગયું હતું. પગ પણ પ્રયત્ન પૂર્વક ચાલતા હતા. જાણે જીવતી લાશ જ જોઈ લ્યો!
બસ હજુ હું ખેંગારબાગની અંદર પ્રવેશ્યો ન જાણે કેમ મને પાણી પીવાની ઈચ્છા થઈ! પાણીના કુલર પાસે અમી ઊભી હતી. તે મારી તરફ જોઈ રહી હતી. મને નીચેથી ઉપર તરફ તેણે જોઈ લીધો જાણે મારા શરીરને સ્કેન કરતી હોય, મેં તેની આંખો તરફ જોયું નિસ્તેજ હતી શાંત હતી. તેણે મારી સામે કઈ બોલવાની ઈચ્છા જતાવી નહિ, હું કઈ બોલ્યો નહિ, જાણે તેનું મારા માટે કઈ અસ્તિત્વ જ ન હોય! કોઇ સામાન્ય છોકરી હોય એમ હું પાણી પીને ખેંગારબાગની બહાર આવી ગયો. મેં એક પણ વખત ફરીને ન જોયું! બાઈક ચાલુ કરી, હું તેની સામેથી દૂર બહુ જ દૂર ભાગવાનો પ્રયત્ન કર્યો પણ એવું હું ન કરી શક્યો! હું હમીરસરનો સર્કલ પણ પાર ન કરી શક્યો! મેં બાઇક ત્યાંથી યુટર્ન લીઘું! ફરી હું ખેંગારબાગ પાસે આવી ગયો.દિવાર કૂદીને પાણી કુલર પાસે ગયો પણ ત્યાં તે ન હતી. મેં અહીં આવીને કોઈ ભૂલતો નોહતી કરીને? મારુ મગજ મારુ મન તો એ વાતને ભૂલ સમજી રહ્યો હતું કે અમી આટલી નઝદીક હતી તો વાત કેમ ન કરી? મેં આસપાસ જોયું પણ તે ત્યાંથી જઈ ચુકી હતી અથવા મને દેખાઈ નોહતી રહી
હું પથારી પર એક જીવતી લાસની જેમ પળ્યો હતો. અનેક વિચારો મગજ પર આક્રમણ કરી રહ્યા હતા. આખેર કેમ મેં તેની સાથે વાત ન કરી, વાત કરી હોત તો કારણ તો ખબર પળી હોત કે તેણે કેમ મને બ્લોક કર્યો છે? કેમ તે મારાથી દૂર જતી રહી, આખેર કેમ? મારા બધા જ સવાલોના જવાબ મળી ગયા હોત પણ મારી ભૂલ જ્યારે તે સામે આવી તો મેં તેને ઇગ્નોર કરવાના ચક્કરમાં તેની સાથે વાત કરવાની સુવર્ણ તક જતી કરી! હું મૂર્ખ છું. મારા જેટલો મૂર્ખ આ દુનિયામાં કોણ હશે?
સવાર ફીકી ગઈ, રાતે મોડે સુધી જાગવા છતા સવારે હું વહેલો જાગી ગયો. આજે કોલેજ જવું જોઈએ, હું મહિનાઓ કોલેજ નોહતો ગયો! આજે મને કોલેજ જવાની ઈચ્છા થઈ આવી, નવું ફિલા કંપનીનું ટી-શર્ટ મને ખુદને ખૂબ આકર્ષિત લાગતું હતું. મેં હાથને વાળી અને બોડીબિલ્ડરની જેમ પોઝ આપ્યું? બાયસેફસ તરફ નઝર ગઈ, લબડી ગયા છે. હું ઘણા ટાઇમથી જિમ પણ નથી જઈ રહ્યો. મનમાં વિચાર્ય સાલું અમી તો જીવનમાં ભાવ નહિ આપે કોલેજમાં જઈને કોઈને મળું લાઇફમાં કોઈ તો જોઈએ સાલું અમીના આવા ઓરમાન ભર્યા વર્તનથી મને એકલુ એકલું લાગે છે.
હું કોલેજ પોહચ્યો ગુજરાતીના લેક્ચર ચાલુ હતા. મારો પરમમિત્ર પંકજ ગોપીઓની વચ્ચે લેકચર ભણી રહ્યો હતો. મેં દરવાજામાં ડોકિયું કરી તેની તરફ જોયું! તેણે મને અંદર આવવાનું ઈશારો કર્યો!
આજે મહિનાઓ પછી હું મારા બેસ્ટ ફ્રેન્ડને મળી રહ્યો હતો. હું અતિ ઉત્સાહિત થઈને અંદર ઘૂસી ગયો.
મને પંકજ તરફ આવતા જોઈને મીતલ આગળની તરફ રેખા પાસે બેસી ગઈ. ઉષા હજું પણ પંકજની બાજુમાં જ બેઠી રહી હતી.
"આજે વાયવા છે."તેણે હળવેકથી મને કાનમાં કહ્યું.
"સાલા મરાવવાના ધંધાઓ કરે છે?" પાર્થિવ કહ્યું.
" ફાઇનલ રીઝલ્ટમાં દસ માર્કંની ગણતરી થશે. સાલા ઈમોર્ટન છે. તો ગંભીરતાથી લેજે, અને ક્યાંય જવા વગર અહીં છાનોમુનો બેસી જા તો તારા માટે સારું રહેશે! " પંકજે કહ્યું.
"દસ માર્ક્સની તારી હમણાં કહુંએ !"
ત્યાં જ અમરા અઘ્યાપકની દ્રષ્ટિ મારી પર પળી
"શું ચાલી રહ્યું છે? પાર્થિવ આવી જા અહીં."
"શું બોલું ત્યાં જઈને મને કંઈ જ સૂઝતું નથી!" મેં પંકજને કહ્યું.
"કોઈ પણ વિષય પર બે પાંચ શબ્દ બોલી આવ ચાલશે!" પંકજે કહ્યું.
"શું ચાલી રહ્યું છે? તમે બને અમારું સમય વેળફી રહ્યા છો. પાર્થિવ તું આવે છે કે હું તારા નેગેટીવ માર્ક્સ કરું?" અઘ્યાપકે કહ્યું.
"નમસ્તે, મારુ નામ પાર્થિવ છે.
આજે હું બેરોજગારી વિશે વાત કરીશ. આજકાલ એજ્યુકેટેડ બેરોજગારોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે.લોકોને તેની ગમતી જોબ નથી મળી રહી, દેશ દુનિયામાં પસંદગીની જોબ મળવી ખૂબ અઘરું છે.
આજે કોઈ નાની એવી સરકારી નોકરી માટે પણ સ્પર્ધા વધારે છે. લોકો ઇનજીનયરિંગ કરીને પટ્ટાવાળા,કલાર્ક જેવી પોસ્ટ માટે નામાંકન ભરે છે. શિક્ષિત લોકો જ વધારે ભૂખે મરે છે. તે કોઈ પણ જાતનું કામ કરવામાં રસ નથી લેતા, જેથી તે સારી જોબની રાહમાં બેસી રહે છે. ભારત એક યુવા દેશ છે આપણું યુવા વર્ગ આવી રીતે બેરોજગાર બેઠું રહેશે તો અસર આપણા અર્થતંત્રને થવાની છે. આપણે ઓરડામાં ટી.વી સામે બેસી બજેટ, જી.ડી.પી પર સરકારને કઈ જ ન કહી શકીએ! આપણે કોઈ અધિકાર નથી કે આપણે સરકાર સામે સવાલ કરીએ, આપણે ભણીગણી અને ફક્ત અને ફક્ત દેશની ઉપર બોજ બનીને બેઠા છીએ.
न सम्मान का मोह,
न अपमान का भय
આપણો યુવના આ બે પંક્તિને કંઠસ્ત કરી લેવી જોઈએ અને દેશની માટે કરી બતાવું જોઈએ. અસ્તુ"
કહેતા હું બેંચ તરફ ભણી ગયો બધા મારો ચહેરો વિચિત્ર રીતે જોઈ રહ્યા હતા.
"પાર્થિવ સ્પીચ સારી હતી પણ આપણે અહીં દરેકને અલગ અલગ વિષય પહેલાથી જ આપ્યા હતા લાગે છે આજકલ તમેને અમારા લેક્ચરમાં આવવામાં કોઈ રસ નથી!" અધ્યાપકે કહ્યું.
સાલો ખડુંસ મારી સાથે આવું જ ઓરમાન ભર્યું વર્તન કરશે! સાલાને જોઈને મને હસું આવે છે. પોપટલાલનો કુંભના મેળામાં ખોવાઈ ગયેલો ભાઈ વાંઢો હું મનમાં બબડ્યો.
"મહાશય, તમે મને મનમાં એક હજાર વખત પોપટલાલ,જેઠાલાલ, કે પછી ચંપકલાલ કહી દીધું હોય તો તમે હવે મારા આ વર્ગખંડમાંથી જઇ શકો છો"
મેં પંકજ તરફ કરડી નઝરે જોયું! તે મારી સામે હસ્યો
" અવશ્ય સાહેબ શ્રી, આપે મને સાંભળ્યો, આપે મને બોલવાનો મોકો આપ્યો એ માટે હું આપનો ખુબ ખુબ આભારી છું." કહેતા જ હું બહાર નીકળી ગયો. વર્ગમાં બેઠેલા તમામ માટે હું આજે મજાકનો વિષય બની ગયો.
વર્ગખંડની થોળી દૂર હું પંકજની રાહ જોઇને ઊભો હતો. લેક્ચર ખતમ થતા એક ટોળું નીકળ્યું અને જોરથી કહ્યું " એ બેરોજગાર" અને પછી તેઓ બધા જોરજોરથી હસવા લાગ્યા.
સાલા આ પિન્ટુળાની આજે ખેર નથી. એ લુખેશના કારણે જ મારી આજે મંત્રાઇ છે. સાલો હરામી મિત્ર છે કે દુશ્મન! તે હજુ બહાર નોહતો આવ્યો એટલે મેં વર્ગખંડની અંદર જાક્યું અઘ્યાપક ફરી મને જોઈ ગયા!
"બેટા, પાર્થિવ શું જોઈ રહ્યો છે?"
"કઈ નહિ સર, બસ આપની માફી માંગવા આવ્યો હતો. મારો વર્તન આપની સાથે અસભોનિય હતો!"
"આટલી શુદ્ધ ગુજરાતીમાં માફી માંગવા બદલ આભાર,એમ પણ તું મારા બાળક જેવો છે આ ઉંમરમાં ભૂલો થાય! આવ બેસ!" હું આ વખતે પંકજથી દશ ફિટ દૂર બેઠો, ક્લાસનો એક ભાગમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓ જતા રહ્યા હતા.તેમ છતાં હજુ ત્રીસ ચાલીસ જણા બેઠા હતા. પંકજ ત્રણ ચાર છોકરીઓથી ઘેરાયેલો બેઠો હતો.
અઘ્યાપક વન ડે પીકનીકમાં કરવાની વાત કરતા હતા.
"પાર્થિવ તું આવવાનો છે ભાઇ?"
"જી સાહેબ, ચોક્કસપણે!"
"કઈ નવલકથા વાંચી રહ્યો છે આજકલ?"
આ વાત સાહેબ અહીં કલાસમાં છેડશે તેની પાર્થિવને એપક્ષા નોહતી.
" સિડની શેલ્ડનની રેંજ ઓફ એન્જલસ વાંચી રહ્યો છું."
"શું તું મને એ નવલકથા વિશે થોળી વાત આપણા વિદ્યાર્થીઓને કહી શકીશ?"
"ચોક્કસ પણે!"
"તને કોઈ જ વાંધો ન હોય તો તું અહીં મારી પાસે આવીને પણ બોલી શકે છે."
પાર્થિવ ઉભો થઈને વર્ગના મુખ્ય ભાગ પર પોહચ્યો!
"સિડની શેલ્ડન વિશ્વની અંદર રહસ્યકથાકાર તરીકે તેનું ખૂબ મોટું નામ છે. તેમની જાણીતી એક નવલકથા જે વિશ્વભરમાં વખણાઇ છે. અલગ અલગ ભાષામાં તેની ત્રીસ કરોડ નકલો વહેચાઈ છે. જેનિફર પાર્કર પોતાની વકીલાતની કારકિર્દીમાં આગળ ધપી રહેલી સુંદર અને તેજવી યુવતી છે. મેનહટ્ટના ડિસ્ટ્રિક્ટ એટર્નીની ઓફિસમાં જોડાયાના ચોવીસ કલાકની અંદર એક માફિયા માઈકલના કારણે તેની કારકિર્દી જોખમમાં મુકાઈ ગઈ હોય છે.
અહીં મુખ્ય પાત્ર જેનિફર પાર્કર, આદમ વોર્નર અને માઈકલ મોરેટ્ટી છે. આદમ એક સારો નેતા જ્યારે માઈકલ મોરેટ્ટી એક માફિયા શહઝાદો છે. જેનું સામ્રાજ્ય આખા અમેરિકા તથા આખા વિશ્વમાં ફેલાયેલું છે.આ કહાણી રહસ્યોથી ભરપૂર છે. અમેરિકાના સુંદર શહેરમાં અંતિમ સતા માટે સંઘર્ષ કરે છે. આ ખતરનાક યુદ્ધમાં નફરત કરતા પ્રેમ વધારે ઘાતક સાબિત થાય છે." પાર્થિવે તેના શબ્દ સંકેલી લીધા! તે તેની જગ્યાએ આવીને બેઠો આખા કલાસ તાળીઓનો ગણગણાટથી ગુંજી ઉઠ્યો! તેનો મિત્ર પંકજ ચૂપ હતો.
"શું તમે જાણો છો આપણો મિત્ર પાર્થિવ એક ખૂબ જ સારો લેખક પણ છે?"
બધા જ એક આશ્ચર્ય નઝરે પાર્થિવ તરફ જોઈ રહ્યા.
"આમ તો આપણા પાર્થિવ કોલેજ આવવા માટે એકદમ અનિયમિત છે. હોઈ શકે તેના કોઈ અંગત કારણ હોય,તેની સાથે આપણે કોઈ નિસબત નથી. પણ આટલો બુદ્ધિશાળી છોકરો પોતાની પ્રતિભાને લપાતો છુપાવતો ફરે એ આપણે કેટલું મંજૂર? આ પ્રતિભાથી હું ખુદ રૂબરૂ થયો ત્યારે મેં જાણ્યું કે પાર્થિવ કેટલો હોનહાર છે.એક સાંજે હું સહજાનંદ લાઈબ્રેરીમાંથી પુસ્તકોની ખરીદી કરી રહ્યો હતો. ત્યારે આ ભાઈ બે બાસ્કેટ ભરી, અગાથા ક્રિસ્ટી, જુલ વર્ન, સિડની શેલ્ડન, ચંદ્રકાન્ત બક્ષી, અશ્વિની ભટ્ટ, અને બીજા ઘણા લેખકોના પુસ્તકો સાથે રંગે હાથે પકડ્યો હતો!આ પહેલા મારી પાર્થિવ માટેનું લઘુતાગ્રંથિ આળસુ, બેદરકાર, બેફિકરો, લુખ્ખા યુવાન તરીકે હતી.
કાઉન્ટર ઉપર જ મેં તેને રંગે હાથ લીધો, કે આ પુસ્તકો તને શોભા ન દે, કોની માટે આ પુસ્તક ખરીદી રહ્યો છે.
ત્યારે પાર્થિવે કહ્યું હતું સર મારી માટે જ ,પણ મને વિશ્વાસ નોહતો.કાઉન્ટર પર બેઠેલા દાદા પાર્થિવ વિશે સાંભળીને અકળાઈ ગયા. ઓહ મિસ્ટર આ શું વર્તન છે? હું એક પ્રોફેસર છું. અને મારો આ વિધાર્થી છે. માફ કરજો, પણ આ યુવાન સારો લેખક છે અને અમારો નિયમત ગ્રાહક પણ તમેં કોઈ પણ હોવ હું સહન નહિ કરી શકું! ત્યાર પછી મારી અને પાર્થિવ વચ્ચે ઘણી વખત પુસ્તકોની આપલે પણ થઈ છે. આપણો પાર્થિવ ઓનલાઈન જગતમાં એક સારા નવલકથા કાર અને દેશના અલગ અલગ સમાચાર પત્રોમાં પથિકના ઉપનામથી લખે છે. બધાના મોઢા વાંચવા લાયક હતા ખાસ પંકજનો તેનો મોઢું તેના હાવભાવ, તે તેનો મિત્ર હતો કે દુશ્મન? મિત્ર તો કેવો મિત્ર જે મિત્રને આગળ વધતો ન જોઈ શકે?
ક્રમશ