AFFECTION - 36 books and stories free download online pdf in Gujarati

AFFECTION - 36










હર્ષ : કાર્તિક તું ખરેખર પાગલ થઈ ગયો છે...

me : એ ઓફિસર મને ખબર છે એમ જ કરશે...

નૈતિક : એ ઓફિસર તારી ઓફર માનીને તને છેતરી ગયો હશે...પેન ડ્રાઈવ આપીને બહુ મોટી ભૂલ કરી તે...અને પાછું આવીને તું લેપટોપ ખોલીને બેસી ગયો છો....તે ફુટેલો જ હશે કોઈને કોઈ જોડે. ..

તે બધા બોલતા બોલતા મારા લેપટોપની સ્ક્રીન સામે જોવા લાગ્યા...

હર્ષ : આ શું છે...

me : બચ્ચાં આ છે ને...એ પોલીસવાળાની લોકેશન છે...અને હજુ એક સરપ્રાઈઝ હમણે ખુલશે...આ પેન ડ્રાઈવ ને ફક્ત એકવાર લેપટોપ માં ઘુસવા દે સામેવાળાની...

તે બધા રેડ ડોટ મેપ પર ફરતો જોઈ રહ્યા હતા....મને પહેલેથી જ ખબર હતી કે આ પોલીસવાળો ત્રેવીસ લોકોને નહિ મારે...તે ભ્રષ્ટાચારી છે...એટલે નક્કી કોઈ જોડે તો ફુટેલો હશે જ....એટલે પ્લાન મારા મુજબ જ ચાલતો હતો...અને તે પેલા ત્રેવીસમાં થી એકના ઘરે જ ગયો અને એનું નામ હતું મહારથ...લોકેશન ટ્રેક થતી હતી કારણ કે પેન ડ્રાઈવમાં ટ્રેકર નાખેલું...સાથોસાથ એવી નાની ચિપ પણ રાખેલી કે લેપટોપમાં જેવી ઇન્સર્ટ થાય...એવી જ એ લેપટોપ ના માઇક્રોફોન અને વેબકેમ બંને એક્સેસ કરી શકે...

પેલો ઓફિસર પેલા ગુંડા મહારથના ઘરમાં ગયો....અને બંને ગુપ્ત વાત કરવા માટે...તે માણસ પેલા ઓફિસરને પોતાના રૂમમાં લઇ ગયો...ત્યાં ઓફિસરે એને બધી વાત કરી હશે....પણ પેલો માણસ માનવા તૈયાર ના થયો..

મહારથ : માન્યું કે જગન્નાથ ખરાબ છે...અને અમારા ત્રેવીસ કરતા વધુ લાલચી છે....જોકે અમે બધા પણ એવા જ છીએ...પણ આટલા વર્ષો પછી અમારા ધંધામાં વિશ્વાસ તોડવો અશક્ય છે..એવું એ ના કરી શકે...એને ખબર હોવી જોઈએ કે એનો નવો માણસ તમારા જેવા માણસો પાસે જવા સિવાય બીજા કામ કરી શકે એમ છે પણ નહીં...

ઓફિસર : પણ મારા પાસે આ પેનડ્રાઈવ છે....જેમાં તમારા બધાનો પર્સનલ ડેટા છે....જે તમને લોકોને પણ નહીં ખબર હોય...એક થી એક ચડિયાતી માહિતી છે....જો હું આ પેન ડ્રાઈવ ખરેખર સરકારના હાથમાં આપી દઈશ...તો જેકપોટ લાગી જશે મારો...અને પોલીસવિભાગનો...રાજ્ય સફાચટ થઈ જશે...તમારા જેવા લોકોથી...

મહારથ ને કંઈક ગુસ્સો આવ્યો...એને એમ કે જગન્નાથ એવું તો ના જ કરે....એટલે તેને લેપટોપ મંગાવ્યું બીજા રૂમમાંથી....અને પેન ડ્રાઈવ ઇન્સર્ટ કરી...જેવી તે અંદર ગઈ...મારા લેપટોપમાં એક વિડિઓ સ્ક્રીન ખુલી...જેમાં પેલા બંને અંદર ની તરફ ચેહરો ઘુસાડીને બેઠા હતા...અવાજ પણ આવતો હતો...નૈતિક અને બીજા બે તો અવાચક થઈ ગયા..અવાજ ધીમો આવતો હતો..મેં સ્પીકર કનેક્ટ કર્યું....રેકોર્ડ ચાલુ કર્યું...

પેલો મહારથ જે રીતે ગુસ્સાથી બધું ચેક કરી રહ્યો હતો પેન ડ્રાઈવ માં તે જોઈને બધા હસી રહ્યા હતા...મારી આજુબાજુ મેં એ લોકોને ચૂપ કરાવ્યા..અને સરખી રીતે સાંભળવા કહ્યું...

મહારથ એટલો ગુસ્સે થઈ ગયો કે એને તરત જ કોકને ફોન લગાવ્યો અને બોલ્યો,"જગન્નાથએ આપણા સાથે દગાબાજી કરી છે...કાલે આપણે એના વગર એક મિટિંગ કરીને જોઈએ કે હવે એનું શુ કરવાનું છે...મિટિંગ જગન્નાથની જાણબહાર કરવાની છે...તો બધા મારા રેડ વેલ્વેટ ફાર્મ હાઉસમાં આવી જજો...અને આ વાત...આપણા અંદરના બીજા માણસોને પણ ના ખબર પડવી જોઈએ..."

એ જેવુ એડ્રેસ બોલ્યો કાલની મિટિંગનું હું લેપટોપ બંધ કરીને હસ્યો...

me : ખરેખર ડોન લોકોને એટલી બુદ્ધિના હોય...

ધ્રુવ : કેમ ભાઈ??

હર્ષ : મહારથે જાતે જ એના મરવાનું એડ્રેસ નક્કી કરીને કાર્તિકને અજાણતા જ આપી દીધું...

નૈતિક : તો સેલેબ્રેટ કરીએ...ચાલો...

me : અરે રોકાવ તો ખરા..હજુ તો આખી રાતનું કામ આપણે કરવાનું છે....ચલો...હવે રેડ વેલ્વેટ...

નૈતિક : આટલી મોડી રાત્રે...શુ કરીશું...ત્યાં જઈને..

me : એનું રેડ વેલ્વેટ ફાર્મ હાઉસ અહીંયા નથી...દૂર છે...એટલે એને મિટિંગ કાલ રાતની રાખી છે...તે ત્રેવીસ અલગ અલગ શહેરમાંથી આવવાના છે...

એ લોકોને સમજાવી....અમે બધા રાતના જ રેડ વેલ્વેટ ફાર્મ હાઉસ પહોંચ્યા...મેં કારને ફાર્મ હાઉસથી થોડેક દૂર ઉભી રાખી...સવારના ચાર વાગી ગયા હશે...

me : તો કોઈ પાસે કોઈ પ્લાન છે??

નૈતિક : પ્લાન??તો તું એમ જ આવી ગયો અમને લઈને અહીંયા...મને એમ કે બધું રેડી જ છે...

me : પ્લાન બનાવતા વાર કેટલી.... બે ચોઇસ છે...તમે લોકો જ પસંદ કરી લેજો..એક તો હું એમના ડિનર અથવા દારૂ માં ઝેરી કંઈક નાખી દઉં...બીજી ચોઇસ એ કે હું આખેઆખો રેડ વેલ્વેટ જમીનદોસ્ત કરી દઉં...અને ત્રેવીસ જણા અંદર જ દબાઈ જાશે...હા....આખુ ફાર્મ હાઉસ તો મારાથી તબાહ નહીં થાય...પણ બધી જગ્યાએ વિસ્ફોટ કરી શકીએ છીએ...બોલો શુ કરીએ??

હર્ષ : દારૂ માં કંઈક નાખી દઈએ તો??

નૈતિક અને ધ્રુવને પણ દારૂમાં ઝેર નાખવાની વાત ગમી...

me : દેખો....તમે લોકો હજુ પણ નાદાન જ છો....ઝેર નાખીને મારવાની વાત કરો છો..આ બધાને...

હર્ષ : તે જ તો કીધું કે આ બે જ ચોઇસ છે...

me : એ તો તમારી દિમાગી હાલત ચેક કરતો હતો કે કેટલી કામ કરે છે....તમે નહિ સમજો મુકો એને...તો પ્લાન એમ છે કે આવડા મોટા ફાર્મ હાઉસમાં ક્યાં બૉમ્બ રાખવા એ પણ ના સમજાય....અને દારૂ ગોતીને ઝેર નાખવું એ પણ ના મળે...તો મને એક જ આશા દેખાઈ એ પણ અહીંના નોકરો માં...સવારે એમને બીજા લોકો જોડે બદલી નાખીશું...અને એ આપણા નોકરો હશે અને એ ત્રેવીસ જ્યારે ટોળું વળીને બેઠા હશે...ત્યારે અંધાધૂંધ એમને મારી નાખશે...કામ પૂરું...

નૈતિક અને બીજા બધાએ મારા પ્લાનને પહેલેથી જ સફળ ગણાવ્યો...તે લોકોને મેં કારમાં જ આરામ લેવાનું કહ્યું..સવારે તે લોકો ઉઠ્યા ત્યાં સુધીમાં તો મેં અમુક નવા નવા આવેલા ગુંડાઓને પેલા નોકરો જોડે રિપ્લેસ કરી દીધા...અને નોકરોને પૈસા દઈને બહારગામ મોકલી દીધા..હવે અંદર મારા માણસો હથિયાર લઈને નોકરોનો વેશ લઈને તૈયાર બેઠા હતા...હવે અમે તો પ્લાન સાચો પડવાની રાહ જોઈ રહ્યા હતા...

*

જ્યારે બીજી બાજુ ત્યાં સનમ મૂંઝાઈ ગઈ હતી કે હમણે વકીલ આવશે ત્યારે શું કરીશું??એને બધી મિલકત મારા નામે કરાવવી હતી...કારણ કે એ સગાઈ થઈ એની પહેલાની કહેતી હતી કે બધું મારું જ છે..વિરજીભાઈની પણ ઈચ્છા હતી કે આ બધું સનમ અને મારા નામે જ થશે..પણ હવે એની મમ્મી હવે મિલકત પોતાના નામે કરાવવા માંગતી હતી..

અને નક્કી થયેલા સમયે વકીલ આવ્યો ત્યારે રતનબેને સનમને રૂમની બહાર બોલાવી.સનમ ધીમે ધીમે બહાર આવી...વકીલે એને સહી ક્યાં કરવાની છે એ જગ્યા દેખાડી..સનમ રોકાઈ ગઈ..એના મમ્મીએ એને સહી કરવા કીધું..

સનમ : આમ કરવાથી બધી મિલકત તમારા નામે થઈ જાશે...પણ તમે એમ શુ કામ કરવા માંગો છો??માં બાપ છોકરા મોટા થાય તો મિલકત એમના નામે કરી નાખે...પણ તમે તો ઊલટું કરો છો....

રતનબેન : તો તારે મિલકત કોના નામે કરવી છે??

સનમ : મારા પતિ છે...મારા પપ્પાની ઈચ્છા હતી કે મિલકત કાર્તિકના નામે થાય...તો પછી શું કામ હું તમારા નામે મિલકત કરી નાખું....મિલકત જો કોઇના નામ પર થશે તો એ કાર્તિક જ હશે..

રતનબેન પોતાનો દબાવી રાખેલો ગુસ્સો ખોવાની અણી પર હતા...પણ એમને લાગ્યું કે છેલ્લી વાર પ્રેમથી પણ પ્રયત્ન કરવો જોઈએ...

રતનબેન : બેટા,એ બધું પણ થઈ જશે..એકવાર તું સહી કરી નાખ.પછી હું બધું સરખું કરી દઈશ..વિશ્વાસ કર....

બધા લોકો રતનબેન અને એની દીકરીને જ જોઈ રહ્યા હતા...

સનમ : એ બધું મને ખબર જ છે કે તમે કેવી રીતે જોઈ લેશો...

રતનબેન હવે ખરેખર પોતાનો આપો ખોઈ બેઠા...એમને સનમને પકડી અને જબરદસ્તી સહી કરાવવાનો પ્રયત્ન કર્યો...છતાંય સનમ ના માની તો એને ધક્કો માર્યો એટલે એ નીચે પડી ગઈ...હવે બધા સનમને ફોર્સ કરવા લાગ્યા સહી કરવા માટે...પણ સનમ છતાંય એકની બે ના થઈ...

રતનબેન : વિરજીની છોકરી વિરજી જેવી જ હોવાની...ખબર નહિ ક્યાં કાળા કામ મેં કરેલા તો આવી છોકરી પેદા થઈ...સારું થયું મેં આને નાનપણ માં જ એકલી મુકી દીધી હતી...આ અને એનો બાપ મરવાને જ લાયક છે....એક તો ગયો અને આ બીજો પણ જતો જ રહેશે હવે જો સહી નથી કરીને તો. .

સનમ આવું સાંભળીને અંદરથી તો તૂટી જ ગઈ હતી...એ હવે પછતાઈ રહી હતી સોનગઢમાં રોકાઈને...

ત્યાંજ એના સંજયમામા બોલ્યા.

સંજય : છોકરીને રૂમમાં પુરી નાખો...હું પણ જોવ છુ કે કયા સુધી સહી નથી કરતી..

અને રતનબેને છેલ્લી વખત પૂછ્યું સનમને છતાંય તે ના માની સહી કરવા..અને એ સનમને જબરદસ્તી પકડીને એના રૂમમાં પુરી આવ્યા...નમન બધું જોઈને અંદર જ રાજી થઈ રહ્યો હતો એના મનમાં બીજા જ વિચારો ચાલતા હશે.અંકિતા અને કેતનને બોલતા હતા એટલે એની મમ્મી એ બંનેને એક લાફો મારીને બહાર મોકલી દીધા હતા...

સનમ પાછી રૂમમાં પુરાઈ ગઈ....અને એના મમ્મીએ બોલેલા શબ્દોનો મતલબ કાઢવા લાગી...એને હવે વિરજીભાઈ ના મરવા પર પણ શક થવા લાગ્યો...એ મનોમન જ બોલી,"કાર્તિક તે તો યાર ફસાવી દીધી મને અહીંયા.....હવે ક્યારે આવીશ...જલ્દી આવી જાને..."

*

સાંજ પડી ગઈ હતી ત્યાં તો એક પછી એક મોંઘી કાર ત્યાં આવવા લાગી અને એમ કરતાં કરતાં પેલા ત્રેવીસ ના ત્રેવીસ ત્યાં આવી ગયા...અંદર ગયા...અને ખબર નહિ પણ એક સ્પેશિયલ રૂમમાં ગયા કે જ્યાં મિટિંગ કરવા માટે જ ફાર્મ હાઉસમાં જ એક અલગ જગ્યા બનાવેલી હતી..

ત્યાં જ ડિનર નું અરેન્જમેન્ટ મેં પહેલેથીજ હોટેલમાંથી ઓનલાઈન મંગાવીને કરાવી લીધું હતું કારણ કે આ મારા માણસો કંઈ પ્રોફેશનલ રસોઈયા તો નહોતા જ....એ લોકોએ હોટલની વાનગીઓ પહેલા પીરસી દીધી...એ લોકો જમતા જમતા પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા હતા...હું તો બહુ દૂર ઉભો ઉભો બધું સાંભળી રહ્યો હતો કારણ કે તે નોકરો મને મદદ કરી રહ્યા હતા તેમાં...અને બસ જેવા બધા જમીને ઉભા થવા જતા હતા.ત્યાંજ મહારથ બોલ્યો..

મહારથ : આપણે આજે સૌથી પહેલા કાર્તિક નું ખૂન કરાવી દઈએ...અને પછી તરત જ જગન્નાથ નું..આપણે દગાબાજોનું કામ જ નથી...એને આપણો આટલા વર્ષનો વિશ્વાસ તોડ્યો છે...

જેવું તેનું બોલવાનું પૂરું થયું તેવો જ મેં એક નોકરને મેસેજ કરી દીધો કે ..હવે કરો કંકુના...

અને બસ ત્યાં સેવા માટે ઉભેલા સાતથી આઠ નોકરોએ પોતાની બંદૂકો કાઢી અને એક એક કરીને બધાને ઠોકવા લાગ્યા....અમૂકે પોતાની ગન કાઢીને સામે હુમલો કર્યો તો
બે ત્રણ ને ગોળીઓ લાગી...પણ એ લોકો મર્યા નહિ...એ લોકોને મેં સુરક્ષા સાથે બુલેટપ્રૂફ વેસ્ટ સાથે જ મોકલ્યા હતા...અને આ બધા કામમાં મેં જગન્નાથનો જ સમાન વાપરેલો...પ્લાન સફળ થયો...ત્રેવીસે ત્રેવીસ તો મર્યા પણ ઉપરથી બોનસમાં બીજા એ લોકોના પંદર લોકોને બહારથી મારા બીજા 4 નોકરોએ પતાવી નાખ્યા...ચાળીસ આસપાસ લાશ વિખેરાઈ ગઈ ત્યાં રેડ વેલ્વેટમાં...મને ફોન આવી ગયો કે કામ પતી ગયું છે તો મેં એમને કીધા પ્રમાણે પેમેન્ટ એમની બેંકમાં જ મોકલાવી દીધું....એ પણ જગન્નાથના કાર્ડનો ઉપયોગ કરીને...

નૈતિક : કાર્તિક તે આટલું મોટું હત્યાકાંડ કરાવ્યું તને કંઈ અફસોસ નથી થતો...કે તું કેટલો મોટો અપરાધી બની ગયો છે..

me : આ જેટલા પણ મર્યા એ લોકો બધા મોટા મોટા અપરાધી હતા....અને એવા અપરાધી જે બીજા અપરાધીને જન્મ આપે છે...આ લોકો એ તો કેટલાય નિર્દોષોને માર્યા હશે...આમને મારવામાં એક પ્રકારની શાંતિ હતી...હું તો હજુ આવા બીજા લોકો મળશે તો એમને પણ મારી નાખીશ..આ તો પુણ્ય છે...હજુ એક જગન્નાથ મરે તો રાજ્ય સાફ થઈ જાય...કોઈ નિર્દોષ મરે જ નહીં પછી તો....ગુંડારાજ નો અંત આવી જાય..

હર્ષ : પણ યાર....આવી રીતે આટલો મોટો હત્યાકાંડ કરાવીને સજા આપવા વાળા આપણે કોણ?આપણે ભગવાન તો નથી કે આવું કર્યું..

me : હત્યાકાંડ મેં કર્યું છે...તમે લોકો એ તો ફક્ત જોયું છે ...બ્રોડકાસ્ટ ભલે મેં કર્યું...તમે લોકો તો નિર્દોષ છો...

ધ્રુવ : તો હવે આપણે શું કરીશું...

me : એ તો મને પણ નથી ખબર....

પણ હકીકતમાં હવે મને ખબર હતી કે હવે શું થવાનું છે મારું....હવે મરવાનો વારો મારો હતો...કારણ કે એનજીઓ પચીસમાંથી ત્રેવીસ ભાગીદારને મેં મરવી નાખ્યા...હવે બચ્યા હુ અને જગન્નાથ...જરાક અમથી ભૂલ અને મારું અને મારા ભાઈઓનું પૂરું...

મેં જગન્નાથ ને ફોન કર્યો...

me : તે મને ત્રણ દિવસ આપ્યા હતા....મેં એક જ દિવસમાં તારા ભાઈઓને મારી નાખ્યા....હવે તો ખુશને...

જગન્નાથ : સાચે??મને માનવામાં નથી આવતું....મને તો ફક્ત એક ટકા આશા હતી...ઉભો રે હું ચેક કરી લઉં....તું બોલે છે એ...

એમ બોલીને એને ફોન કાપી નાખ્યો..પછી એને પોતાની રીતે તપાસ કરાવી તો ખબર પડી કે તે બધા ગાયબ છે...ટૂંક સમયમાં હવે અહીંયા ફાર્મ હાઉસમાં પણ પોલીસના કાફલા આવવાના હતા...કારણ કે આટલું મોટું હત્યાકાંડ થઈ ગયું હતું હવે અહીંયા...હું અને મારી ટીમ પહેલેથી જ ત્યાંથી નીકળી ગયા હતા..અને સૌથી પહેલું ન્યૂઝચેનલો ને જણાવી દીધું હતું..

રસ્તામાં હર્ષ નૈતિક અને ધ્રુવ બધા હવે જગન્નાથથી કેવી રીતે બચવાનું છે એ પૂછી રહ્યા હતા...પણ હું પહેલા એના ફોનની રાહ જોઈ રહ્યો હતો....અને ત્યાંજ ફોન વાગ્યો..

જગન્નાથ : હવે એક કામ કરો...તમે લોકો જેમ બને એમ જલ્દી મારા અડ્ડા પર આવી જાવ...અને હા તું એકલો નહી...તારા બધા સાથીઓ સાથે આવી જા....અહીંયા બહુ મોટી પાર્ટી રાખી છે...મેં ફક્ત તમારા સાહસને બિરદાવવા માટે...

એમ બોલીને એને ફોન મુક્યો...

અને ગનીને કહ્યું કે,"હવે સમય આવી ગયો છે સાપને મારવાનો..દુશ્મન હતા તો સાપ કામનો હતો હવે એ મને પણ ના કરડી લે....એના માટે હવે એને પતાવવો પડશે...એમ પણ મેં પક્ષમાં વાત કરી લીધી છે....કાલે જ પાર્ટી અધ્યક્ષની પસંદગી થઈ જશે...એની પહેલા મારે કાર્તિક અને એની ગેંગ મરેલી જોઈએ...તને કહ્યું છે કારણ કે તને પહેલેથી જ ઈચ્છા છે એને મારવાની...તો જા....તૈયારી ચાલુ કરો..."

*

આ તરફ સનમ કાર્તિકની રાહ જોઈ રહી હતી અને જયારે બીજી તરફ જગન્નાથ કાર્તિકને મારવાની રાહ જોઇ રહ્યો હતો...જોઇએ આવતા ભાગમાં કે સોનગઢમાં સનમની હાલત કેવી થાય છે??નમન શુ કરશે??અને કાર્તિક અને જગન્નાથ તો છે જ...અંત માટે....

(ક્રમશ:)


💓💓JUST KEEP CALM ND SAY RAM💓💓

On insta : @cauz.iamkartik