sister is serching you my brother (part 6) books and stories free download online pdf in Gujarati

બહેન તને શોધે છે ભાઈ (ભાગ 6)

બહેન તને શોધે છે ભાઈ ( ભાગ 6)

તમેં ગતાંક માં જોયું કે..

અવનીને ડરામણા સ્વપ્ન પરેશાન કરતા હોવાથી તે તાંત્રિક ને મળવાનું નક્કી કરેછે કાર્ડ માં નમ્બર જોઈને ફોન કરીને પછી એડ્રેસ પર જાયછે અને પછી ત્યાં તુફાન સર્જાયછે.. જે અઘોરીનો જીવ લાઇલે છે કોઈ શક્તિશાળી આત્માનો હાથ હોય એમ અવનીને પ્રતીત થાય છે..

એ ભેભાન થાયછે અને હોસ્પિટલમાં ભાનમાં આવે છે.અંતે એ ડોકટર અને પોલીસ ની ઇનકવાયરી કરતા તેમનાથી હકીકત છુપાવે છે.. કારણકે એ લોકો એ વાત ને સમજી નહીં શકે એટલે .

હવે જોઈએ આગળ...


***


અવની ને કોઈ હોસ્પિટલમાંથી સ્ટ્રેચરમાં ખસેડીને લઇ જતું હોયછે એ ચીસ પાડવા જાયછે પણ એના મોં પર પટ્ટી બાંધેલી હોયછે. ચાર કાળું માસ્ક પહેરલ માણસો ઝડપથી એને હોસ્પિટલ બહાર લઈ ગયા અને ગાડીમાં નાખીને લોક કરીને રસ્તા પર દોડાવી હાઇવેથી દૂર એક સુમસામ ઝાડીઓમાં કાર થંભાવીને અવનીને ફેંકીને ત્યાંથી ગાડી રિવર્સ લીધી.

અવની અચાનક થયેલા આ હુમલા થી હેબતાઈ ગયી અને ધ્રુજવા લાગી એણે આસપાસ જોયું કોઈ દેખાતું નહોતું.. એને ઉભા થવા કોશિશ કરી પણ એના પગ એને સાથ નહોતા આપી રહ્યા એને જાણે કોઇ એ ખીલેથી બાંધી દીધી હોય એમ લાગ્યું.

એને સઘળી તાકાત ભેગી કરીને ઉભા થવા પ્રયાસ કર્યો અને દોટ લગાવી.. પણ ત્યાંજ એના પગમાં ગાળિયો આવ્યો અને એ તરતજ મજબૂત પકડ સાથે ખેચાઈને દૂર સુધી ઘસડાયી અને એક ઝાડ સાથે અથડાયી અને એજ દોરી એને ઉપર પણ ખેંચવા લાગી અને ઉલટી લટકવા લાગી..એની બરાબર સામે જ અઘોરીની લાશ લટકતી હોયછે અતિ ભયાનક લાગતો હોય છે એના શરીરમાંથી દુર્ગંધ આવતી હોયછે. એણે બૂમાબૂમ કરી બચાવો બચાવો..

મેડમ મેડમ..?
શુ થયું મેડમ? કેમ બુમો પાડો છો.. હોસ્પિટલ નો સ્ટાફ ત્યાં એના રૂમમાં દોડી આવેલો.

પોતાને રૂમના બિછાને સહીસલામત પામીને એને શાંતા વળી..એનું આ સ્વપ્ન હતું એ જાણ થતા રાહત અનુભવી.
એક નર્સે પાણી આપ્યુ..

એકીશ્વાસે પાણી પીને બોલી ડરાવનું સપનું જોયું હતું.

ઓકે મેડમ રેસ્ટ કરો બોવ સ્ટ્રેસ ના લો કાલે તો તમને રજા પણ આપી દઈશું.

અવની : Thank you sir.

ડૉ સચિન :My pleaser

સવાર પડતા જ અવનીને રજા મળેછે. ઘેર આવે છે પણ એને એના સવાલો નો જવાબ નથી મળતો..

એના ભયાનક સ્વપનો હજુ એને પરેશાન કરી રહ્યા છે. એને બેચેની વધી જાયછે..એ સમજવા પ્રયત્ન કરતી હોયછે એના લીધે અઘોરી નો પણ જીવ જાય છે એ અફસોસ એને થાય છે.
એ બધી હકીકત પોલીસને જણાવાનો નિર્ણય કરેછે.

એ રેડી થયીને પોલીસ સ્ટેશનમાં જાયછે..
ઇન્સ્પેકટર જોડે જઈને બોલે છે..

ઇન્સપેક્ટર સાહેબ મારે બોવ જરૂરી વાત તમને જણાવી છે..

ઇન્સપેક્ટર : હા બોલો મેડમ ..

અવની : હું મારા ભાઈ ના મૃત્યુ સંદભે કહેવા માગું છું.. એક બનાવ હમણાંજ બનેલો છે..(એ થોડી વાર ચૂપ રહેછે)

ઇન્સપેક્ટર : બોલો મેડમ, શુ કહેવું છે ?કોઈનાથી ડરો નહીં.

વાત જાણે એમછે કે..

મને દુસ્વપ્ન આવતા મારા ભાઈ અને પ્રથમના એટલે મને કોઈ હલ ન જણાતા મેં એક તાંત્રિક જોડે ગયી હતી. અઘોરી બાબા ને ત્યાં મેં જઈને બધી હકીકત કહી પણ એ મંત્રોચ્ચાર કરતા હતા એવામાં જ કોઈ અદ્રશ્ય શક્તિ આવીને એમને ખેચીને લઇ ગયી. એમની ડેથ થયી ગયી..અવની એકી શ્વાસે બોલી ગયી અને એની આંખમાં આંસુ આવી ગયા હતા..

ઇન્સ્પેકટર એ શાંત થાવ એમ કહીને એને પાણી આપવા પ્યુનને સૂચન કર્યું..

અવની ગટ ગટ પાણી પી જાયછે અને.. બોલે છે ..પ્લીઝ સર તમે જલ્દી તપાસ કરવો નહીતો હું ગાંડી થયી જઈશ આ સપનાઓ ને કારણે.

ઇન્સપેક્ટર : હા મેડમ ચોક્કસ અમારી એ દિશા માં તપાસ ચાલુ જ છે. કોઈ સુરગ મળશે કે તમને તુરંત ઈંફોર્મ કરશું અમારી ટીમ એ જંગલમાં આજે જ રવાના થયી છે જ્યાંથી તમારા ભાઈની લાશ મળેલી. અને એ પહેલાં પણ કેટલાંક પ્રથમ ની લાશ પાસેથી મળેલા નમુનાને ફોરેન્સિક લેબ માં તપાસ માટે મોકલ્યા છે જેનો રિપોર્ટ કાલ સુધીમાં મળી જશે.

અવની : પ્લીઝ સર.. જલ્દી મારી માટે એ રહસ્ય જાણવું અંત્યત જરૂરી છે.

ઇન્સપેક્ટર : yes medam, we try our best..

અને અવની ત્યાંથી ઘેર જાયછે..

ઇન્સપેક્ટર ને એક ફોન આવે છે...અમર ના મર્ડર ના વિષયમાં .. ઇન્સપેક્ટર ના ભવાં ઉંચા થયી જાયછે.

જોઈએ આગળ શું થાય છે..?
ઇન્સપેક્ટર ને ફોન માં કયું સબુત મળ્યું હશે?

આગળ જતાં વાર્તા શુ વણાંક લેશે એ જોઈશું આવતા અંકમાં.
આવજો.
# be safe ☺️
# be alert👍