Bharatna sainiko ne pranaam books and stories free download online pdf in Gujarati

ભારત ના સૈનિકો ને પ્રણામ

આજે હું આપણાં સૈનિક ભાઈઓ માટે કંઇક કેવા માંગુ છું.
સૈનિક ભાઈઓ દિવસ રાત ત્યાં ઊભા રહીને આપણાં દેશ ની રક્ષા કરે છે, એમના પરિવાર ને એકલા મૂકીને તે બધા માટે ત્યાં રક્ષણ કરવા જાય છે. તો મારો સવાલ એ છે કે તે આપણાં માટે એમના પરિવાર ને છોડીને જાય છે, પરંતુ શું આપણ એમના છીએ ખરા!

આ વાતો થોડી તમને દુુઃખ અપાવે તેેવી લાગશે , એની માટે માફી ચાહું છું. જ્યારે પણ જવાન ની શહીદ થવાની ખબર આવે ત્યારે ૨ દિવસ માટે આપડે ફોટા મુકીશું ને બસ પછી ભૂલી જઈશું.

પરંતુ મિત્રો, આ વાત ભૂલવા જેવી નથી. આપણે ઘરે બેઠા બેઠા એ લોકો ના પરિવાર ને તો ન્યાય અપાવી શકીએ. આપણાં જવાનો ના નામ પર જે આ રાજનેતાઓ ચરી ખાય છે, તે દુુુઃખ આપે એવું છે.
જ્યારે કોઇ મોટી વ્યક્તિ , કે ફિલ્મસ્ટાર્સ અવસાન પામે છે, તે સમયે સોશીીય મિડીયા, દેશ ના ન્યૂઝ ચેનલ, બધા પર એજ વાત ચાલતી હોય છે. પરંતુ જયારે જવાન શહીદ થાય છે, ત્યારે કશું નહિ. કેમ કે, આ વાત માં એમનો તો કોઈ ફાયદો નથી. પણ એ વાત એમને ભૂલાય છે કે, જવાન ત્યાં ઊભા છે, ત્યાં રાતે જાગે છે, એટલે
આપણે શાંતિ થી સૂઈ શકીએ છીએ. બાકી એ લોકો જો એક દિવસ માટે બધું જ છોડી દે ને તો આપણને ફાફા પડી જાય રેહવાના!

જે રીતે અત્યારે બોર્ડર પર જવાન શહિદ થયા છે, તો સોશીયલ મિડીયા માં ચીન ની જેટલી પણ વસ્તુઓ છે, તેનો બહિષ્કાર કરો, એવા મેસેજ ફરે છે, તો કમસેકમ આપણે આ વસ્તુ તો કરી શકીએ. અને મારી એક બીજી વાત કેવાની રહી જાય છે કે, જેવી રીતે આ આજ ની દુનિયા આપણાં રાજનેતા, ફિલ્મસ્ટાર્સ અને બીજી મોટી વ્યક્તિ ને જોતા જ મળવા માટે ઉત્સુક હોય છે, તેમના જેવું જીવન જીવવા પ્રેરિત થાય છે, તો એના કરતાં સારું તો ભારત ના આ વીર જવાનો પાસે થી શીખવા મળે છે. જેમ કે જ્યારે પણ દેશ માં કોઈ મોટી સમસ્યા સર્જાય ત્યારે સૌથી પહેલાં આર્મી ને બોલવામાં આવે છે. કોઈ પણ પરિસ્થતિમાં કામ કરવા માટે તૈયાર હોય છે આ દેશ ના શૂરવીરો. એમની પાસે થી આ મહત્વપૂર્ણ એ શીખવા મળે કે , કોઈપણ પરિસ્થિતિ માં હતાશ થાઓ નહિ, કોઈ પણ સમસ્યા આવે તો એને પડકાર આપવા તૈયાર રહો.

ભારત ના આ વીર જવાનો જે નિષ્ઠા થી પોતાની જવાબદારી ભજવે છે, તેને જોઈ ને જો આપણે એના ૧૦% પણ શીખીએ તો આપડા માટે તો સારું કેવાય. કેટલાક એવા લોકો પણ છે જે આર્મી ના નામ પર લાલ થઈ જાય છે, પણ એ લોકો ને ખબર નથી કે આ જવાબદારી શું છે, શું છે જાન ની કિંમત! પણ જ્યાં સારી વસ્તુ હોય ત્યાં ખરાબ પણ હોવાની જ છે.

મારું તો એટલું જ કેવું છે કે, આપણે બધા ભારતમાતા ના સંતાન છીએ, તો જે આપણી માતા નું ધ્યાન રાખે છે, તેને આપડે કંઈ નઈ તો યાદ તો કરી શકીએ, અને એમના સુખી અને સાજા જીવન ની કામના કરી શકીએ. અને ક્યારેય પણ એમના બલિદાનો ને ભૂલીએ નહિ.


આ મારા પોતાના વિચારો છે. બધા ના વિચાર અલગ અલગ હોય છે. તો જે કોઈ ને પણ મારા આ વિચારો થી ખોટું લાગ્યું હોય અથવા મે કઈ ખોટું લખ્યું હોય તો મને માફ કરજો 🙏