manasvi - 8 in Gujarati Novel Episodes by Alpesh Barot books and stories PDF | મનસ્વી - ૮

મનસ્વી - ૮

અપેક્ષાઓ વગર કઈ મળે તો માણસ ઉત્સાહમાં આવી જાય અથવા તે સ્તબ્ધ થઈ જાય! ડઘાઈ જાય, આઘાતની સ્થિતિમાં મુકાઈ જાય! ગઈ સાંજનો ચુંબન હજુ હોઠો પર અનુભવી શકાતું હતું. અમી તે વિચારી વિચારી લાલ થઈ રહી હતી. તેણે પોતાની જાતને ઓરડામાં કેદ કરી લીધી હતી. તે કારણ વગર હસતી! પોતાના ચેહરાને અરીસામાં જોઈને શરમાતી હતી. તેણે પાર્થિવને એક પણ મેસજ ન કર્યો! તેની હિંમત જ નોહતી થતી! ચુંબન પછી બને નિઃશબ્દ હતા. એકલના રણથી લઈએ છેક ભુજ સુધી બને એકમેકથી નજરો નોહતા મળાવી શક્યા! સ્થિતિ એકદમ હાસ્યાસ્પદ હતી.
જ્યારે તેઓ મુસાફરીના વચ્ચે થાક્યા!
"પાર્થિવ મને વોશરૂમ જવું છે!"
"હમ્મ! આગળ એક લોજ જેવું છે ત્યાં આપણે વિરામ લઈશું !"
"પાર્થિવ... પ્લીઝ..!"
જાણે તંદ્રામાંથી તે જાગ્યો!
"સુઈ ગયો હતો?"
"ના ખોવાઈ ગયો હતો."

હોટેલ લોધેહેશ્વ! ભુજ લગભગ હજુ પણ સાઈઠ કિલોમીટર જેવું દૂર હતું. સફરમાં પૂર્ણવિરામ આવવાની હજુ ઘણી વાર હતી. જેથી બને માટે આ અલ્પવિરામ ખૂબ જ આવશક્ય હતું. રાત ઘેરાઈ હતી. માલવાહક સાધનો હાઈવે પર વધ્યા હતા. બને વચ્ચે કોઈ જ જાતનું સંવાદ નહિ! બસ નઝરો ચૂરાવી બને એકબીજા છુપાઈને જોઈ લેતા હતા. જ્યારે પકડાઈ જાય ત્યારે બને એકબીજા સામે વિચિત્ર સ્મિત કરતા!બને વચ્ચે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું જાણે બને એકબીજાને સગાઈ સમયે જોવા આવ્યા હોય! પ્રેમ ઇઝહાર વિના કેવો લાગે? ફિકો?
મારે કેવી રીતે અમીને પ્રપોઝ કરવી જોઇએ? એના બધા મિત્રોની સામે કરું? ના મજા નહિ આવે! માંડવી લઈ જાઉ? ધોરડો? નહિ નહિ નહિ!
ઉદયપુર કેવું રહેશે? બસ એને મનાવી લઈશ!

ભુજિયો દેખાયો ભુજ પોહચ્યા!
અમીનું ઘર આવ્યું! બને ખૂબ લેટ હતા.
બાઇકના અવાજથી તેની મમ્મી બહાર આવી ગઈ હતી.
"બેટા બહાર કેમ ઉભા છો? અંદર આવોને! " સવિતાબેને કહ્યુ.
"નહિ, આંટી ફરી ક્યારેક!"
"અમી તું જ એને સમજાવ"
"પાર્થિવ અંદર આવને બે મિનિટ!"

અમીન અને પાર્થિવને તે ઘટનાઓ યાદ આવી ગઈ, જ્યારે તેની વચ્ચે સગાઈની વાતો ચાલી રહી હતી. જો એ સ્થિતિનું નિર્માણ ન થયું હોત તો હાલ સ્થિતિ અલગ હોત. કદાચ અમી પાર્થિવ વિશે અલગ રીતે વિચારતી હોત!

અમીના પિતા મોટા ઓફિસર હતા. ખેતી સાથે ઘણા વવ્યસાય! તેની બાપ-દાદાની પેઢીઓના કારણે ગર્ભ શ્રીમંત પરિવારનું આ મકાન જૂની હવેલી જેવું જણાતું હતું. ઘરનું રાચરચીલું, બેઠક રૂમમાં જનુવાણી વસ્તુઓ, બધુંક, તલવારો! બધુંક સાથેની તેના દાદાજીની બ્લેક એન્ડ વાઈટ તસ્વીરો! મોંઘા વિશાળ સોફાઓ! ઘરની બહાર ઊભેલી કારસ્, બુલેટ! તેની અમીર હોવાની ચાડીઓ ખાતું હતું.
પેહલી મુલાકાતમાં જ છોકરીની મમ્મીને મળવું! બહુ વિચિત્ર લાગ્યું! તે મને બહાર મુકવા માટે આવી!
હજુ પણ બને છુપાઈ એકબીજાથી આંખ ચૂંરાવી રહ્યા હતા. તેઓને જોઈને ઉત્તરમાં ઊગેલો ધ્રૂવ તારો હસતો હતો.

*****
ધોળાવીરા ગયા એ વાતને સાત સાત દિવસ પસાર થઈ ગયા હતા. બને વચ્ચે કોઈ જ સંવાદ નોહતો. બને જણે એકબીજાને મળવાનું ટાળી રહ્યા હતા. અથવા બને એવું વિચારતા હતા મેં સામેવાળો શૂરવાત કરે! આજે રવિવાર હતો. રજાનો દિવસ હતો. સૂરજ ઉપર આવી ચુક્યો હતો. માર્ચના દિવસો હતા. વૃક્ષ પરથી પાંદડાઓ ખરી રહ્યા હતા. ગુજરાતીમાં જેને પાનખર ઋતુ કહીએ છીએ! વર્ષામાં જે વૃક્ષ લીલા ઘટાદાર અને આકર્ષક લાગતા હતા. તે હવે બાંઠા, કદરૂપા લાગતા હતા. જાણે કોઈ ઠુંઠું ઉભું હોય! પવનના પ્રત્યેક જોકાની સાથે કેટલાક પાંદડાઓનું અંતિમ દિવસ બની જતું હતું. માણસના જીવનમાં ફક્ત એક જ પાનખર આવે છે.

****

"હૈ હેન્ડસમ! ગુડ મોર્નિંગ મને કોલ કરવાનું કહેનાર, ખુદ કેટલો વ્યસ્ત છે. મારા પાંચ-પાંચ કોલ તે જોયા પણ નહીં?" ઉર્વીએ મેસજ સાથે નારાજગી વાળો ઇમોજી મોકલ્યો હતો.

"વેરી ગુડ મોર્નિંગ! સોરી થોડો વ્યસ્ત હતો."
"થોડો?"
"હા થોડો!"
"થોડો?"
"હા બાપા ઘણો વ્યસ્ત હતો!"
"ફ્રી હોય તો મળીએ?"
"હા ચોક્કસ પણ ક્યાં મળવું છે?" પાર્થિવે કહ્યું.
"સ્વામિનારાયણ મંદિરની સામે રિયલ પેપરિકાની નવી બ્રાન્ચ ખુલ્લી છે. ત્યાં જઈએ?"

****
હમીરસરના કિનારેથી પચાસ એક ડગલે રિયલ પેપરિકા આવેલી હતી. ઉર્વી પાર્થિવથી વહેલી આવી ચુકી હતી. કદાચ તેણે પાર્થિવને આ સાત દિવસ બહુ મિસ કર્યો હશે!

"શું ખાઈશ?"
"તું જે મંગાવેએ!"
"કેમ આજે ઉખેડલ મુડે આવ્યો છે. મળવાની ઈચ્છા નોહતી તો કઈ દેવું જોઈએ!"
"એવું નથી ઉર્વી! બસ થાક લાગ્યો છે."
" એટલે જ કહું છું એક્સેસાઈઝ કરતો જા, પેટ તો જો કેટલું બહાર આવી ગયું છે તોન્દુ!"

હજુ ઓર્ડર આવ્યો ન આવ્યો! અમી ત્યાં તેની કેટલીક ફ્રેન્ડ સાથે એકદમ પાસેની ચેર પર આવીને ગોઠવાઈ ગઈ! પાર્થિવેની હાલત કાપે તો લોહી ન નીકળે તેવી થઈ ગઈ!
સાલું! દાવ થઈ ગયું! બંનેમાંથી એક સાથે પણ એકબીજા વિશે ક્યારે વાત પણ નથી કરી! આટલા દિવસથી મેં અમીને મેસજ પણ નથી કર્યા! અહીં આવીને બેઠો છું. શું વિચારતી હશે!

અમી ઊભી થઈને એકદમ પાસે આવી, ઉર્વીનું ધ્યાન નોહતું તે મેનુ વાંચી રહી હતી. અમી મારી સામે ભૂખી સિંહણની જેમ જોઈ રહી હતી. તે ચૂપ હતી. બસ મને ઘુરી રહી હતી. જાણે મેં કોઈની હત્યા કરી હોય! ઉર્વીએ ઉપર જોયું!

"ઓહ, અમી આફ્ટર સો લોન્ગ ટાઈમ! બહુ સુકાઈ ગઈ છે?"
"ડાયટ કરું છું."
"ક્યાં હતી? "
"બસ હમણાં ભુજ આવી છું. હવે ભુજમાં જ માસ્ટર કરવાની ઈચ્છા છે."
"આવને બેસ" ઉર્વીએ કહ્યું.
"ના તમારી વચ્ચે કબાબમાં હડી નથી બનવું! તમે ચાલુ રાખો!"
સેન્ડવીચના ટુકડાઓ તૂટી નોહતા રહ્યા! મારી જરાક આંખ તેની તરફ જાય એ મને જ ઘુરતી હતી. સાલું મારી બહુ બજાવવાની છે.
હૈ પ્રભુ હેલ્પ! હું મનમાં બબડ્યો!

"શું લખે છે આજકલ?" ઉર્વીએ કહ્યું.

પાર્થિવ ચૂપ રહ્યો!
"હૈ કેમ ચૂપ છે તબિયત તો ઠીક છે ને!"
"હમ્મ, હાં... ! મને એક કામ છે. મારે નીકળવું જોઈએ!"
"ઓકે જેવી તારી ઈચ્છા! જલ્દી મળીશું!"

ઉર્વીને મૂકીને જતો હતો ત્યારે પરિસ્થિતિઓથી નહિ ખુદથી દૂર જતો હતો. ખૂબ જ દૂર....

ક્રમશ


Rate & Review

Hims

Hims 2 months ago

Rajiv

Rajiv 1 year ago

Jigisha

Jigisha 2 years ago

K.T.

K.T. 2 years ago

jagruti rathod

jagruti rathod 2 years ago