મનસ્વી - ૯ in Gujarati Novel Episodes by Alpesh Barot books and stories Free | મનસ્વી - ૯

મનસ્વી - ૯

પ્રેમ શું છે? બે હૃદયમાં સંવેદનાઓ ઉપજાવતું વિદ્યુત ચુંબકીય વિકિરણ? પાર્થિવ અમીને ચાહતો હતો. તેની પાછળ પાગલ હતો.દિવાનો હતો.પાર્થિવની પાનખર સમી જિંદગીમાં અમી વર્ષા બનીને આવી હતી. પાર્થિવની દિવાનગી કેટલી હદે હતી તે શબ્દોમાં વર્ણવી અઘરી હતી. પાર્થિવ એ મુલાકાતોને પણ યાદ રાખતો જ્યાં ફક્ત પોતે અમીને મળવા ઈચ્છતો હતો. અમી તેને ભાવ સુધા પણ ન આપતી! અમીએ હજારો વખત ઓરમાન ભર્યું વર્તન કર્યું હશે, પણ એક વખત પણ તે પ્રેમથી હસી દેતી, સાલો મંત્રમુગ્ધ થઈ જતો.પછી મહિનાઓ સુધી તે વાત મગજમાં ભમ્યાં કરતી, તે એકલો એકલો હસ્યાં કરતો.પ્રેમ માણસને પાગલ બનાવી દે છે. તેનું જીવતું જાગતું ઉદાહરણ એટલે પાર્થિવ! અમી અને પાર્થિવ બને ચુંબકના એવા ધુર્વો હતા જેનું આકર્ષણ નહિ પણ અપાકર્ષણ થાય! મતલબ બંનેનું મળવું અસંભવ હતું. તેનું મિલન પણ એક જાતનું અકસ્માત જ હતું. બને એક જ જ્ઞાતિના હોવાથી અમી અને પાર્થિવની સગાઈઓની વાતો ચાલતી હતી. પણ અમીએ હજુ પાર્થિવને જોયો ન હતો.એક વખત મુલાકાત પણ થઈ હતી. તે સમયે અમીએ ઘસીને ના કહી દીધી હતી.
દીકરી છે ચપટી ધૂળ સહું નાખે એવી થિયરી આપણા હિંદુ સમાજમાં સદીઓ જૂની છે. છોકરાઓ માટે દરેક રિજેક્સ્ટ ચિંતાઓ આપે છે.તેને પોતાની જાતમાં કોઈ ખામી છે એવું મહેસૂસ કરાવ્યા કરે છે. એક મુલાકાત ન જાન ન પહેચાન! સિલેક્ટ કે રિજકેટ કરવા પાછળ કઈ મૂળભૂત બાબત હશે? ફક્ત એક મુલાકાતમાં ઘણી વખત બે પાત્રો વચ્ચે વાત સુધા પણ નથી થતી! તો શું જાણીને સિલેક્ટ કે રિજેક્સ્ટ કરવામાં આવ્યો હશે? દેખાવડો, પૈસાદાર હોય તો પપ્પૂ પાસ! એવું ઘણી વખત સાંભળ્યું છે.જોયું પણ છે. પાર્થિવે તો અનુભવ્યું છે.

                                  ******

કચ્છ યુનિવર્સિટી.
અમી યુનિવર્સિટીના કૅમ્પસમાં એકલી માથા પર ચિંતાઓનું ટોપલું લઈને ઊભી છે. તેંના હાવભાવથી જ લાગી રહ્યું છે કે તેને કોઈ મદદ જોઈએ છે.
"હૈ, અમી!"
"હૈ..."તે વિચિત્ર રીતે જોતી રહી..
"કોઈ હેલ્પ જોઈએ?" પાર્થિવે કહ્યું.
અમીને યાદ આવ્યું, આ તેજ છોકરો છે. જેની સાથે તેની સગાઈની વાત ચાલતી હતી.
" નો થેંક્યું.."અમીએ કહ્યું.

લગભગ કલાક પછી તે કમ્યુટર ડીપાર્ટમેન્ટમાં બેઠી હતી. પાર્થિવની નઝર તેની પર પડી, અમીએ પણ તેને જોયો! સાથે હળવું સ્મિથ કર્યું! તે બહાર આવી ગયો! તે હજુ પગથિયાંઓ ઉતરી રહ્યો હતો.
"પાર્થિવ..!" પાર્થિવ પગથિયાઓ પર જ ઊભો રહી ગયો.
"મેં રિઝલ્ટ સુધારવા આપ્યું હતું. મને એડમિશન માટે રિઝલ્ટની કોપી અને ઉપર ઓથોરિટીની સહી જોઈએ છે."અમીએ કહ્યું.
અમીનું આ કામ પાર્થિવે અમુક મિનિટમાં જ કરી દીધું!
"થેંક્યું!"અમીએ કહ્યું.

આ વાતને અઠવાડિયું વીત્યું હશે! પાર્થિવને અમીની ઇન્સ્ટાગ્રામ પર ફોલો રીકેવસ્ટ મૂકી! પાર્થિવે એજ ક્ષણે તમામ ફોટો લાઈક કર્યા! 
"હેલ્લો! મેસેજ પણ કર્યો. અમીએ  સીન કરવા છતાં કોઈ જવાબ ન આપ્યો! આવુ ચાલતું રહ્યું! મહિનાઓ સુધી! અમી સ્ટોરી સીન કરતી! ફોટાઓ લાઈક કરતી! પણ વાત ન કરતી!

"ઓરીજીનલ રિઝલ્ટ મળી ગયું! "થેંક્યું પાર્થિવ! " અમીએ મેસજ કર્યો.
"વેલકમ!" પાર્થિવે લખ્યું. એ મેસજ પણ મહિનાઓ સુધી જવાબવિહોણો જ રહ્યો!
આ છોકરીઓની ધીરજશક્તિને એકવીસ તોપોની સલામી તે મનમાં જ બબડ્યો! આપણે કોઈનો મેસજ ,કોઈના શું દુશ્મનના મેસેજ પણ, જોવા માટે ત્રણ સેકન્ડ નથી લગાડતા! છોકરીઓ કદાચ ટાઈમર સેટ કરતી હશે. કોનો મેસજ કેટલા મિનિટ, સેકન્ડ, કલાક, કે દિવસો મહીનોએ પછી જોવુ.

                               ****

આ દુનિયા ગોળ છે. ફરી ક્યાંકને ક્યાંક અથડાઈ જવાય! ખરુંને? બને એક કોમન ફ્રેન્ડના લગ્નમાં ફરી મળ્યા!અમી કોઈ કંપની શોધી રહી હતી. કોઈ પરિચિત કોઈ જાણીતું ચેહરો મળી જાય! તો બીજી તરફ પાર્થિવ જમીને નીકળવાની ફિરાકમાં હતા. બંનેની નઝર એકમેક પર પડી! આ એમની યુનિવર્સિટી પછી બીજી મુલાકાત હતી.

"હૈ... તું મેરેજમાં જ આવ્યો છે કે, ફક્ત  થ્રિ ઇડિયટ મુવીના ત્રણ ઇડિયટની જેમ મફતનું ખાવા?"
"તારી આ ઘડિયાળ કેટલાની છે?" કહેતા તે હસ્યો!
"એક વાત પૂછું? પાર્થિવ હું બોર થાઉં છું. તને વાંધો ન હોય તો આપણે સાથે રહીએ?"
"ચોક્કસ!" પાર્થિવને જોઇતું પણ એટલું જ હતું.

"યાર પાર્થિવ, ખાલી રિસેપ્શન રાખ્યું હોત તો આપણા જેવા જમીને ઘરે જતા રહે! આ તો સાથે સાથે શાદી પણ જોવી પડશે!" અમીએ કહ્યું.
"શાદી?"
"લગ્ન...લગન વોટએવર... તું સમજી ગયોને!"
"આજકલ તું શું કરે છે?"
"યુનિવર્સિટીમાં માસ્ટર! થેંક્સ ટુ યુ!"
"મને એક વાત ન સમજાઇ અમી કે તને સગાઈ કે લગ્નમાં રસ ન હતો તો પછી એ ફોર્મલિટી કેમ કરી?"પાર્થિવે કહ્યું.
"એકચુંલી એવું થયું કે મારા ચાચુ! તારા દૂરના જીજુ એ રોજ મમ્મી પાસે આવે અને તારા વખાણ કરે! એવું કોઈ દિવસ નહિ હોય કે ચાચુએ આવીને તારા વખાણ ન કર્યા હોય! એટલે મમ્મીને રસ જાગ્યો! મને તો લગ્ન,સગાઈમાં કોઈ રસ નથી.જો મેં  સીધી ના કરી હોત તો હું તો લેવાઈ જાત! મને ખાલી ખોટું સાંભળવું પડે! અને તને જોઈને હું કોઈ પણ બહાનું બનાવી, ઘસીને ના કરી શક્તી હતી. બસ મેં તને જોવાની એક ફોર્માલિટી જ કરી હતી."
"કેટલું ઇઝી છે તમારા માટે નહીં? ફોર્માલિટી, તને નહિ ખબર હોય કે એની અસર એક છોકરાની લાઈફ પર કેટલી પડતી હશે?"
"તું પણ છોકરીની પરિસ્થિતિ ક્યાં સમજે છે એની માટે પણ સીધું ના કરવું મતલબ જોખમ! પછી ઘરવાળા એવું વિચારે કે મેડમ ક્યાંક ગોઠવાઈ ગયા હશે! કોઈને નઝરાવી રાખ્યું હશે! લબ લબ લબ....."

"ઓહ! કાસ અમારા પણ આવા દિવસો હોત, કે દસ છોકરીઓ જોઈને રિજેક્ટ કરીએ! અમારે તો છોકરાઓને એ પોલિસી હોય જે છોકરી હા કરે તેની સાથે પરણી જવાનું! નો ડિમાન્ડ નો કમ્પ્લેન "

"હાઉવ બોરિંગ! સાલું ફીલિંગ વગર લગ્ન? લાગણીઓ વગર  એક જ ઘરમાં  રહેવું, એ પણ પુરી લાઈફ! જાણ્યા વગર સમજ્યા વગર કેવી રીતે? મને તો વિચારીની ચિત્રી ચડી જાય છે."
" એ પણ લાઈફનો એક પાર્ટ જ છે." પાર્થિવે કહ્યું.

"તું લાઈફમાં શું કરે છે?"
"સ્ટડી, જોબ , લેખક પણ છું."
"ઓહ લેખક?"
"શું શેર સાયરીઓ લખે છે ફેસબુક પર?"
"નોવેલીસ્ટ, નવલકથાકાર!"
"મતલબ તારા મૌલિક વિચાર હોય કે કોપી પેસ્ટ?"
"તને શું લાગે છે? બધું સરળ છે?"
"વાંચવું લખવું કેટલું બોરિંગ કામ છે.મારાથી તો સ્ટડી બુક્સ પણ નથી વંચાતી આ તારી વાર્તાઓ કવિતાઓ ક્યાં વાંચવી!"
"મેં તને વાંચવાનું કહ્યું પણ ક્યાં છે? દરેકને પોતાની એક ચોઈસ હોય છે. વાંચનારઓ વાંચે પણ છે. પુસ્તકો પાછળ ખર્ચાઓ પણ કરે છે."
"હમ્મ મારી આવી વિચિત્ર પસંદ નથી, સારું થયું કે મેં તને ના કરી? નહીંતર તારી હથોડા છાપ કવિતાઓ સાંભળવી પડત!"
"ઓહ, તને કોઈ અફસોસ  નથી?" પાર્થિવે કહ્યું
"ના બિલકુલ નહિ!"

                 

પેહલી આ બે મુલાકાત,જાણે બને વિરોધાભાસ સ્વભાવવાળી વ્યક્તિઓને એક થવાનું કોઈ ચાન્સ ન હતું.આજે સ્થિતિ અલગ છે. પાર્થિવ ઘરની છત તરફ જોઈ રહ્યો હતો. બે છીપકલી સહવાસ કરી રહી હતી.આ લોકોની લાઈફમાં મજા મજા છે. ના દુનિયાની ચિંતા ન છોકરી જોવાની ચિંતાઓ, કુદરતનો પણ આજ નિયમ હતો. દરેક માદાજાતિ, નરજાતિને પોતાની મરજીથી પસંદ કરતી! અત્યાર પણ માણસ સિવાય તમામ જીવસૃષ્ટિમાં આજ નિયમ છે.ભૂતકાળ અને વર્તમાનની સરખામણી કરી રહ્યો હતો. તે ખુશ હતો. તેણે અમીને ઘમંડી સમજી હતી. પણ તે નારિયળ જેવી છે. કઠોર સ્વભાવ પાછળ એક કોમળ હૃદય પણ છે. તેણે સ્ક્રીન પર મૂકેલ અમીનો ફોટોને જોયા! તેની સામે જોતો રહ્યો. જેમ  કોઈ નવી કૂંપળો ફૂટે એમ પાર્થિવની સ્વેદનાંઓ ફૂટી.
આઈ લવ યુ, આઈ લવ યુ સો મચ અમી, તેણે ફોટો પર એક લાંબી કિસ કરી..

ક્રમશ.

   


Rate & Review

Neepa

Neepa 11 months ago

Rajiv

Rajiv 12 months ago

jagruti rathod

jagruti rathod 1 year ago

r patel

r patel 1 year ago

Bhimji

Bhimji 1 year ago