khara arthma sachi odakh aa chhe books and stories free download online pdf in Gujarati

ખરા અર્થમાં સાચી ઓળખ આ છે!

વાણી એ તમારા ચહેરાનું પ્રતિબિંબ છે.વાણીથી જ તમારા અસ્તિત્વની પહેચાન બનતી હોય છે.હવે મધુર વાણીરૂપ તમારી પહેચાન બનાવી છે કે, કર્કશ વાણીરૂપ એ તમારી ઉપર આધાર હોય છે.


માનવી જ્યારે કોઈ પણ જરૂરી વસ્તુ નો બિનજરૂરી વ્યય કરે ત્યારે તેને જરૂર પસ્તાવાનો સમય આવે છે.તે પછી પૈસા હોય કે વાણી.એટલે જ મોટાપુરુષો કહી ગયા છે કે, વાણી વાપરવી એ તો દૂધની પેટે વાપરવી.

બોલ્યા બોલ્યા ન કરવું, જરૂર જણાય તથા બીજાને હેત થાય,બીજાને પ્રેમની લાગણી ઉદભવે તેવી મધુરવાણી વાપરવી.

જેમ સિક્કાની બે બાજુ હોય છે એમાં વાણીના પણ બે પલ્લુ છે, સારો અને ખરાબ.
વાણીથી સર્જન પણ શક્ય છે
અને વિનાશ પણ,
વાણીથી પ્રેમ પણ શક્ય છે
અને નફરત પણ,
વાણીથી દિલનો જોડાણ પણ શક્ય છે
અને તોડવાનું પણ,
વાણીથી કોઈનું થઈ જવું પણ શક્ય છે
અને કોઈને દૂર કરવું પણ,
વાણીથી ચહેરા પર હસી પણ લાવી શકાય છે
અને દુઃખના આંસુ પણ.

સારું અને ખરાબ ભાવરૂપ વાણી વાપરવી એ આપણા હાથની વાત છે. તો હવે આપણે નક્કી કરવાનું છે કે મધુરવાણી રૂપે બગીચાનું સુશોભન કરવું કે કર્કશ રૂપ એક ખંડેર સ્થાનનું.

સારી વાણીરૂપ આપણી એક સારી છબી બીજા સામે પ્રસ્તુત થાય છે જેમકે,
આપણી વાણીરૂપ છાપ જેમની પાસે સારી છે એ આપણી છાપ બીજા પાસે સારી ઊભી કરશે,આપણો પક્ષ રાખશે અને પક્ષ રૂપ આપણી મહત્તમ સમસ્યાઓનું સમાધાન આવી જતું હોય છે, હંમેશા તમારા સંગાથરૂપે હાજરીની ઝંખના કરશે,

જ્યાં સદ વિવેક રૂપ એ વાણીનું સ્થાન આત્મીયતા પ્રેમની ભાવના દર્શાવે છે.......,

"પ્રેમનો સત્કાર છે એ વાણી,"
"આદરભાવ રૂપે આત્મીયતા દર્શાવતું એ દિવ્ય સ્થાન છે વાણી,"
"પોતાનાપણું બનાવવાની દિવ્ય શક્તિ છે એ વાણી,"
"શિયાળાની શીતળતારૂપ તડકો છે એ વાણી,"
"પારકાને પણ પોતાના કરવાની અદ્વિતીય શક્તિ છે એ વાણી,"
"મધુર ઝરણા રૂપે શાંતવના આપે છે વાણી,"
" પોતાના અસ્તિત્વની અલગ પહેચાન અપાવે છે એ વાણી,"
" આકાશ જેવી શુદ્ધતા અપાવે છે વાણી,"
" અબોલા તોડાવે છે એ વાણી,"
" ભાઈચારાની ભાવના જગાવે છે એ વાણી,"
" બીજાને સન્માનની લાગણી અપાવે છે એ વાણી,"
" બીજાને સાચી દિશા આવે છે એ વાણી,"
" બીજાના ચહેરા પર હસી નું કારણ બને છે એ વાણી."

તથા એથી તદ્દન વિરુદ્ધ રૂપ ભાવ અને લાગણી દર્શાવતી વાણી પણ જોવા મળે છે.

" માણસને જીવતેજીવ એ ચીરી નાખવાની શક્તિ છે એ વાણી,"
" વેરભાવ ને ઉદ્દભવવા માટે તથા તેને અગ્નિરૂપ તીવ્રપ્રવજ્જલિત કરે છે એ વાણી,"
" કર્કશતા ની એ ચિનગારીને દિશા આપે છે એ વાણી,"
" બીજાને નીચુંપણું દેખાડે છે એ વાણી,"
" બીજામાં રહેલા ગુસ્સારૂપ અગ્નિ પ્રજ્વલિત કરે છે એ વાણી,"
"બીજાને કાંટા રૂપ ચુબે છે એ વાણી,"
" બીજાને પોતાના થી વિખુટા અને પરાયા કરે છે એ વાણી" ,
"પોતાની છબી બીજા સામે ડોહળી કરે છે એ વાણી,"
"બીજાને અવળી દિશા દર્શાવે છે એ વાણી,"
" બીજાનું ખોટું કરવાની ભાવનાથી બોલાય છે એ વાણી,"
" બીજા ને ઠેસ પહોંચાડવા ની લાગણીથી બોલાય છે એ વાણી."

ભૂતકાળમાં કર્કશતા વાણીથી કેટલાય યુદ્ધ અને મહાયુદ્ધ થયા છે,
મંથરાની દ્વેષી વાણી માં આવી જઈને કૈકઈ જે દશરથ પાસે માગી લે છે જેના કારણે આ રામાયણ સર્જાય છે, દ્રોપદી પણ પોતાના અપમાન ના બદલામાં આંધળાના તો આંધળા એમ એ બદલાની ભાવનાથી મહાભારત નું સર્જન થઈ જાય છે,જર્મનીનો એ નાઝી સૈનિક નો વડો એડોલ્ફ હિટલર પોતાની વાણીથી એવું ખતરનાક જુનૂન પોતાના સૈનિકોમાં ભરે છે કે જેના કારણે હિટલર ૧.૩૨ મિલિયન જેવિષ લોકોનો કચ્ચરઘાણ કાઢી નાખે છે,
એવી તો કેટકેટલી લડાઈ પોતાને કહેલા અપમાન રૂપે એ શબ્દોના બદલામાં થઈ ગયેલી છે અને ત્યાં એ શબ્દો લોહીની નદીઓ વહાવી ગયા છે.


કર્કશ, કઠોર, તોછડું, અસભ્ય, ઉદ્ધત, અહિતકારી, દ્વેષી, તથા ટૂંકમાં બીજાની ભાવનાને ઠેસ પહોંચાડનારી એ વાણીને બોલીને આપણી છબીને ખરાબ કરતા હોઈએ છીએ, તો તેના બદલામાં મીઠું, મધુર, બીજાને હેત થાય તેવું, સંતોષજનક, આનંદદાયક, બીજાને પસંદ આવે તેવું, માફક આવે તેવું, સુસંગત એ ભાવનાથી ભરપૂર વાણીનો ઉપયોગ કરીને એક ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડી શકાય.