Imagination world: Secret of the Megical biography - 28 books and stories free download online pdf in Gujarati

કાલ્પનિકતા ની દુનિયામાં જાદુઈ આત્મકથા નું રહસ્ય - 28 - છેલ્લો ભાગ

અધ્યાય 28 "ખુલાસો અને અંત "

છતાંય હજી વાતો સાંભળવાની બાકી હતી તે વાતો હતી પ્રો.અનંત ની કારણકે હજી તેમણે બધી વાતો નો ખુલાસો સ્પષ્ટ રીતે નહોતો કર્યો.

અર્થે તથા સર્વે ઘરે પહોંચી ગયા.આખરે જે કામ માટે ગયા હતા તે કામમાં સફળતા મળી તેનો આનંદ હતો.પ્રો.અનંત ને પણ ખૂબ આનંદ હતો કારણકે તે દશ વર્ષ બાદ કેદ માંથી છૂટ્યા હતા.વાહ શુ અદભુત દિવસ ઉગવાનો હતો.

કારણકે ઘરે પહોંચ્યા ત્યારે હજી દિવસ ની શરૂઆત થવાની હતી, એક નવા દિવસની.

અર્થે ઘરે પહોંચ્યા બાદ પ્રો.અનંત ને પોતાની વાર્તા જણાવવા કહ્યું.

પ્રો.અનંત એ વાત ની શરૂઆત કરતા કહ્યું જયારે રૂમમાં માત્ર ચાર જણ જ હાજર હતા.કારણકે કોઈ ને હજી ખબર ના હતી કે પ્રો.અનંત જીવિત છે અને સહી સલામત છે.

"સૌ પ્રથમ તો હું તમને ત્રણેય ને તમારી બહાદુરી અને તમારી હિમંત ને સલામ કરું છું.તમારા ત્રણેય નો ખુબ આભાર મને કેદ માંથી છોડાવવા બદલ.આ વાત ની શરૂઆત ત્યાંથી થઈ હતી.જ્યારે વર્ષો એટલે કે દશ વર્ષ પહેલા મેડમ વિદ્યાભારતી એ ભવિષ્યવાણી કરી હતી કે ફરીથી કાલ્પનિકતાની દુનિયા ખતરામાં છે કોઈ જાણ્યું અજાણ્યું માણસ ફરીથી આ દુનિયામાં પોતાનું વર્ચસ્વ જમાવવાની કોશિષ કરશે. ત્યારે હું આ પ્રાંત માં નહીં પણ બીજા પ્રાંત માં રહેતો હતો પણ મેં મારા બે વિશ્વાસુ માણસ એક પર્વત પર જયાં કાલ્પનિકતા ની દુનિયાના ઇષ્ટદેવ ની છબી છે ત્યાં મોકલ્યા હતા.પણ મને જાણવા મળ્યું કે કોઈએ તેમને કેદ માં પુરી દીધા છે.તેથી હું તેમને શોધવા અહીંયા આવ્યો અને મેં શોધખોડ શરૂ કરી તથા મને તમારી સ્કુલમાં પ્રોફેસર માટે ની પદવી મળી.સ્કુલ નામાંકિત હતી તેથી મેં તેને સ્વીકારી, તે સમય માં પણ પ્રો.અલાઈવ સ્કુલનાં પ્રિન્સિપાલ તથા પ્રાંત પ્રમુખ હતા.મારી તેમની સાથે સારી બનતી હતી અને તે મારા દોસ્ત જેવા બની ગયા હતા.તથા મારા બીજા સ્કુલનાં સૌથી સારા દોસ્ત હતા તે વનવિહાર ના ચોકીદાર વૃદ્ધદાદા હું તેમને ઘણી વાતો જણાવતો હતો.એક વખત જયારે મેં મારી ઈચ્છાઓ મારી પોતાની બુકમાં લખી હતી. એક પહેલી સ્વરૂપે તેની માત્ર ચોકીદાર વૃદ્ધનેજ ખબર હતી પણ કોણ જાણે તે વાત પ્રિન્સિપાલ અલાઈવને ખબર પડી ગઈ અને હું જાણતો ના હતો કે તે એક દુષ્ટ જાદુગર ના સેવક છે.તેમણે મને મારી ઈચ્છા સુધી પહોચતો અટકાવવા માટે મને મારવાના પ્રયાસો કર્યા ત્યારે હું સમજી ગયો હતો કે જીવ ખતરા માં છે.તે સમયે એક વખત હું મેડમ વિદ્યાભારતી ને મળ્યો તેમને મને જણાવ્યું હતું કે એક પંદર વર્ષ નો છોકરો વાસ્તવિકતા માંથી આવશે જે તને તારા સર્વે મુસીબતો માંથી મુકિત અપાવશે મને તેમની ભવિષ્યવાણી પર વિશ્વાસ હતો.જે આજે સાચો પણ ઠર્યો. તે પછીજ થોડા દિવસો બાદ મારુ અપહરણ થઈ ગયું અને અમે અપહરણ કરતા એક સ્ત્રી જોઈ ગઈ હતી મને લાગે છે કે પ્રિન્સિપાલ અલાઈવે તેને પણ મારી નાખી હશે."

ત્રાટક વચ્ચે વાત કરતા કહ્યું "તે મારી જ પત્ની હતી. જેને પ્રિન્સિપાલ અલાઈવે મારી નાખી કારણકે મૃત્યુ પહેલા તેને મને કહ્યું હતું કે કોઈ બહુ મોટા જાદુગરની ખબર છે આપણે તે ખબર વેંચીશુ તો સારા એવા રૂપિયા મળશે."

પ્રો.અનંત એ અધૂરી વાત આગળ વધારતા કહ્યું કે "મને ખેદ છે ત્રાટક.ત્યારબાદ અમને એક બીજી કેદ માં લઇ ગયા હતા ત્યાં અમે પાંચ વર્ષ જેવુ રહ્યા હશું ત્યારબાદ આ જે કેદ માંથી હું છૂટ્યો તે કેદમાં પાંચ વર્ષ થી રહેતો હતો.પ્રિન્સિપાલ અલાઈવે આ ઉપરાંત જે પણ જાદુગર સમયચક્ર કે બધા પ્રાંત નો રાજા બનવા ઈચ્છતા દરેક મહાન જાદુગરને બંધી બનાવી લીધા.તેમણે એક નવી તરકીબ શોધી તે હતી “જાદુઈ કેદ” તેમણે એવી જાદુઈ કેદ બનાવી જેથી દરેક જાદુગરની શકિતને એક કાચની માટલી માં બંધ કરીદીધી અને તે તેની મદદ થી તેમના માલિક ને શકિત પુરી પાડતા હતા અને તે વધારે મજબૂત બનતા જતા હતા. તેથી મેં તમને સૌ પ્રથમ તે કાચની માટલી તોડવા કહ્યું. ત્યાં રહેલા દરેક જાદુગર ને છોડાવશું તો તેમનો માલિક શકિત રહિત થઈ જશે.પણ મને તે ખબર ના પડી કે તમને આટલી નીચે જેલ છે તે ખબર કેવી રીતે પડી?"

અર્થે કહ્યું એક સ્વપ્નછત ના લીધે

પ્રો.અનંત બોલ્યા "શું તે સ્વપ્ન છત હજી છે?"

અર્થે કહ્યું "હા,પણ તમે તે સ્વપ્નછત વિશે કંઈ રીતે જાણો છો?"

"કારણકે તે મેજ બનાવી છે અને તે મારુ ઘર છે.હું મેડમ વિદ્યાભારતી નો આભાર માનું તેટલો ઓછો છે.કારણકે તે સ્વપ્નછત બનાવાનું મને તેમણે જ કહ્યું હતું. તે ઘટના ના એક વર્ષ પહેલાં ત્યારે હું પણ આશ્ચર્યચકિત હતો તેમણે મને એવું કેમ કહ્યું પણ આજ મને ખબર પડી હું તેમનો બહુજ આભારી છું તે ઘર પણ મારું છે."

અર્થે એક છેલ્લો સવાલ પૂછ્યો કે "મને જે સ્વપ્ન આવતા હતા.તેનું રહસ્ય શું હતું તમે તો જેલ માં હતા તો પછી મને સ્વપ્ન કેમ આવતા હતા?"

પ્રો.અનંત ખુશ થઈ ને બોલ્યા "હવે તે કંઈક તારા લાયક સવાલ પૂછ્યો છે હું તેનો જવાબ અવશ્ય દઈશ. શું તારી પાસે તે મારી આત્મકથા પડી છે? શું તું મને તે આપીશ?"

અર્થ કહ્યું "હા કેમ નહીં "

તેણે પ્રો. અનંત ને તેમની આત્મકથા આપી પ્રો.અનંત એ તે આત્મકથા ખોલી અને તેમણે તે પેજ કાઢ્યું જેની ઉપર લોહીના ડાઘ હતા.

પછી તેમણે કહ્યું "દરેક મહાન જાદુગર પાસે પોતપોતાની એક નવીન રીત હોય છે જેમ પ્રિન્સિપાલ અલાઈવ ના માલિક પાસે બધાંની શકિત ભેગી કરીને કંઈ પણ કરી શકે છે તેવીજ રીતે મારી પાસે પણ એક રીત હતી જેની મદદથી હું કોઈના પણ સ્વપ્નમાં આવી શકું છું. આ લોહીના ડાઘ તે સુચવતા હતા કે આ આત્મકથા જાદુઈ છે.તે જેની પાસે પણ હોય તેના સ્વપ્ન માં હું પ્રવેશી શકતો પણ મારી શકિત છીનવી લીધી હોવા થી હું તને તે નહોતો કહી શક્યો જે મારે કહેવું જોઈએ. પહેલા તે દુકાનદાર પાસે હતી તો ત્યાં સુધી હું તેના સ્વપ્ન માં આવતો અને તેને કોઈ વાસ્તવિકતા ના બાળક ને આ આત્મકથા આપવા કહેતો જેવું તેણે કર્યું"

અર્થે ફરીથી પૂછ્યું "શું પ્રિન્સિપાલ અલાઈવ એ વિનાશ ના સેવક છે?"

પ્રો.અનંત એ જવાબ દેતા કહ્યું "કદાચ હોત મને તેવુજ હતું પણ હકીકત કંઈક જુદી છે."

અર્થે બોલ્યો "તો.."

પ્રો.અનંત જવાબ દેતા કહ્યું " શું તમે તેમની સાથે કોઈ કાળા કપડાં પહેરેલા માણસ ને જોયા છે?"

અર્થે કહ્યું "હા, પણ તેમનું મોઢું નથી જોયું"

પ્રો.અનંત વાત નો અંત લાવતા કહ્યું "તે જ તેમનો માલિક છે અને તેનું નામ રૂપક છે.તે વર્ષો પહેલા ક્યાંક ગાયબ થઈ ગયો હતો.તે જીવિત છે."

ત્રાટકે કહ્યું "રૂપક જીવિત છે."

પ્રો.અનંતે કહ્યું "હા, તે જીવિત છે અને તે કાલ્પનિકતાની દુનિયા અને સમયચક્ર મેળવવા માંગે છે.

અર્થે કહ્યું "સવાર પડી ગઈ છે આજે એક નવી સવાર છે. આપણે ચાહિયે તો તેને તેવું કરતા રોકી શકીએ છીએ આપણે અત્યારે જ જાદુઈન્યાય વિભાગ માં જઈને તે તમામ અપરાધીને સજા અપાવી શકીએ છીએ"

ત્રાટક કાયરા અને પ્રો.અનંત એક સાથે બોલ્યા "તારો વિચાર એકદમ બરોબર છે."

અર્થે ઉત્સાહ સાથે કીધું "તો પછી આપણે કોની રાહ જોઈએ છીએ આપણે જવું જોઈએ."

ત્યારબાદ શું થયું તે તો ખૂબ અદભુત હતું બીજા દિવસે પ્રો.અનંત અને ત્રાટક, કાયરા અને અર્થ કાલ્પનિકતાની દુનિયા ના હીરો બની ગયા.પ્રિન્સિપાલ અલાઈવ ને જેલ ભેગા કરવામાં આવ્યા રૂપક પાછો ફર્યો છે તેનું કોઈ સબૂત મળ્યું નહીં તે વાત માનવાની ન્યાયાલયે ઇનકાર કર્યો કારણકે તે ભાગી ગયો હતો પણ અર્થ અને પ્રો.અનંત તથા ત્રાટક,કાયરા જાણતા હતા તે જીવિત છે જે ચિંતા નો વિષય હતો.સ્કુલ એક વાર ફરી શરૂ કરવામાં આવી એક નવા ઉત્સાહ સાથે પ્રિન્સિપાલ નો દરજ્જો પ્રો અનંત ને આપવા માં આવ્યો અને પ્રાંત પ્રમુખ તરીકે પણ તેમણે પ્રિન્સિપાલ અલાઈવ ની જગ્યા લીધી.વિનાશ ના અત્યાચારો બંધ થઈ ગયા કારણકે તેની સાથે સુલેહ કરવામાં આવી પણ સૌ કોઈ જાણતું હતું તે ચૂપ નથી બેસવાનો.

આ બધું થયા બાદ જીવન શાંતિ થી ચાલતું હતું અને તેની ખુશી માં પ્રો.અનંત એ એક દરિયાકિનારે પાર્ટી રાખી હતી.ત્યારે પાર્ટી માં સૌ કોઈ આવ્યા હતા જેમ કે કરણ તેના માતા-પિતા,વરીના,સ્મૃતિ ત્રાટક અને બીજા ઘણા જે અર્થ તથા ત્રાટકના નજીક ના દોસ્ત હતા. ત્યારે અર્થ દરિયાની નજીક જઈને એક પથ્થર ઉપર બેઠો હતો અને કંઈક વિચારતો હતો.ત્યારે પાછળ થી બે હાથ બંને ખભે અડ્યા ત્યારે પાછું વળીને જોયું તો પ્રો અનંત અને ત્રાટક હતા.

તેમણે કહ્યું "વાસ્તવિકતા ની દુનિયા ની યાદ આવે છે?શું તું ત્યાં પાછો જવા માંગે છે.?"

અર્થે માથું નકાર માં હલાવતા કહ્યું "યાદ આવે છે પણ હું ત્યાં જવા નથી માંગતો.અને આમ પણ હું ચાહું તો પણ ના જઈ શકું"

ત્રાટક અને પ્રો.અનંત એ કારણ પૂછ્યું "તેવું કેમ?"

અર્થે હસીને કહ્યું "મેં સ્વપ્નછત પાસે વાસ્તવિકતા ને મૂકી દીધી હતી."

ત્રાટકે અને પ્રો.અનંત એ બંને ખભે હાથ મૂકી ને કહ્યું "તું બહુજ હોશિયાર તથા ભોળા હૃદય નો છે તારે હજી કેટલાય પરાક્રમો કરવાના છે. ચાલ બધા મિત્રો તારી વિશે પુછે છે."

પ્રો.અનંત,અર્થ અને ત્રાટક ત્રણે એકબીજાનો હાથ પકડીને પાછા જાય છે અને એક નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે.


આ પુસ્તકના પ્રથમ સંપૂર્ણ ભાગ નો અહીંયા અંત થાય છે.આપે આ પુસ્તકને ખૂબ વાંચ્યું તે બદલ આપ સહુ નો આભાર.માતૃભારતીની સંપૂર્ણ ટીમને ખૂબ ખૂબ આભાર.તથા દરેક વાચક મિત્રોને જણાવાનું કે આ પુસ્તક હાર્ડકોપી સ્વરૂપે પણ એમેઝોન, ફ્લિપકાર્ટ,એમેઝોન કિન્ડલ સર્વેમાં તથા ઇન્ટરનેશનલ વેબસાઈટસ માં પણ ઉપલબ્ધ છે.માત્ર માતૃભારતી પ્લેટફોર્મ પર આ પુસ્તક તમે વિના મૂલ્યે વાંચી શકો છો,પણ છતાંય જો આપને આ પુસ્તક ખૂબ ગમ્યું હોય અને આપ મને તેની થોડીઘણી પણ આપનીગમતી રકમ આપવા ઈચ્છતા હોય તો આપ મને આપી શકો છો.મારો ફોનપે અને ગૂગલ પે, paytm નંબર 7567735250 છે.આપ bheem upi થી પણ મને મોકલી શકો છો. 7567735250@upi મારી એકાઉન્ટ ની માહિતી છે.આપની ગમે તેટલી નાની રકમ મને સ્વીકાર્ય છે.તેથી આપ તે બાબતે કોઈ સંકોચ ના રાખતા.જેમ હું વારંવાર કહેતો આવ્યો છું તેમ આપના અમૂલ્ય પ્રતિભાવો મને મોકલી આપો.

મારૂ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે.@kuldeepsompura1.2 આપ મને તેમાં મેસેજ કરી શકો છો.મારી સાથે જોડાઈ શકો છો.

મારો મોબાઈલ નંબર ૭૫૬૭૭૩૫૨૫૦ છે.આપ મને કોલ કે વોટ્સએપ કરીને પણ આપના પ્રતિભાવો જણાવી શકો છો.


સૌથી અગત્યની વાત આપ આ પુસ્તકનો બીજો ભાગ ચાહતા હોય તો આપ જરૂર આપનો મેસેજ કરીને જણાવશો.