મનસ્વી - ૧૧ in Gujarati Novel Episodes by Alpesh Barot books and stories Free | મનસ્વી - ૧૧

મનસ્વી - ૧૧

જેવી રીતે પ્રકૃતિને ખીલવા માટે નિશ્ચિત માહોલ જોઈએ, વાતવરણ જોઈએ! માવજત જોઈએ,એ રીતે પ્રેમને ખીલવા માટે સમય,જગ્યા અને સમજણ ખૂબ જ મહત્વના છે. એકબીજા સાથે વિતાવેલો તમામ સમય બંને પાત્રો માટે પ્રેમ પાંગરવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે.આ શરૂઆતી બંને પાત્રો એકબીજાને જાણે છે. સમજે છે. તેના વિશે વધુને વધુ જાણવાની કોશિશ કરે છે. બંને એકબીજાની પસંદ ના પસંદ સમજવાની કોશિશ કરે છે. પેલી પ્રચલીત કહેવત તો તમે જાણો છો ને? ‘ર્ફ્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઈમ્પ્રેશન’ બસ એવું જ કઈ..આ દિવસોમાં જુગલ એકબીજા વિશે કેટલીબધી ધારણાઓ બાંધી લેતા હોય છે. અને મોટા ભાગે સમજી પણ જાય છે, કે તેનું આ પ્રકરણ ક્યાર સુધી અને કેટલો ચાલશે! હા તેમાં અપવાદો પણ હોય છે. બંનેની સગાઈની વાતો ઉડી, બંનેનું ફરી મળવું! એકમેક સાથે સમય વ્યતીત કરવું!અમી જાણી ચુકી હતી. કે પાર્થિવ તેની અંતિમ ચોઈસ છે. એવું ન હતું કે પાર્થિવ તેની લાઈફનો પહેલો પુરુષ હતો. તેણે અમિત સાથે બે વર્ષ ડેટ કર્યું હતું. તે વર્જિન પણ ન હતી. આ વાત હજુ સુધી તેણે પાર્થિવ સાથે ચર્ચા કરી ન હતી. વર્જિન હોવું ન હોવુ તેના ખુદ માટે એટલું મહત્વનું નથી! પણ કમસે કમ તેના ભાવિ પાર્ટનરને તે અંગે જાણકારી હોવી જોઈએ કે ન હોવી જોઈએ તે અંગે તે હજુ દુવિધામાં હતી.

"અમી, અમી..... ક્યાં છે?" પાર્થિવના અવાજમાં ઉત્સાહ હતો.
"કેમ આટલો હરખાય છે?"
"બસ, એમજ શક્ય હોય તો આજે માંડવી જઈએ?"
"માંડવી, કઇ ખાસ?"
"હમ્મ, હા તું સાથે આવતી હોય તો!"
"ઠીક છે."

ઉર્વી સાથે માંડવી પ્રવાસમાં ઓળખાણ થઈ હતી.આજે અમી સાથે માંડવી જઈ રહ્યો છું. ઉર્વી સાથેની તે મુલાકાત અને અમી સાથેની આ મુલાકાતના હેતુ એકદમ અલગ અલગ હતા. અમી વર્ષોથી બહાર જ રહી છે. અહીં તેના પિતાની સંપત્તિઓ હોવા છતાં, તેના અલગ અલગ શહેરોમાં ટ્રાન્સફર અમીને ભાત ભાતના પાણી અને જાત જાતના લોકો સાથે ઉછેર થયાનો મોકો આપ્યો હતો. તે પછી ડાંગ, તાપીના જંગલ વિસ્તાર હોય, કે પછી હીરા જેમ ચમકતું સુરત શહેર હોય, ભાગતું અમદાવાદ, રગિલું રાજકોટ, દિવ, પાટણ, મહેસાણા! આંગળીઓના વેઢે ન ગણી શકાય તેટલા શહેરો... જીવન જીવવું કેટલું અઘરું છે?
અમીએ એક વખત કહ્યું હતું. તેના જીવનમાં તેને હમેશા એવું લાગે છે કે જાણે તે સપનાઓમાં જીવી રહી છે. તે પછી કોઈ સાથે મિત્રતા હોય કે પછી લાગણીઓ , જયારે જયારે તેને થયું કે માણસ તેને ગમી રહ્યો છે પપ્પાનો ટ્રાન્સફર સામે આવી ઉભો રહી જાય, પરિસ્થિતિ તેને દૂર કરી દે છે. ટ્રાન્સફર વચ્ચે હૂંફ અને સાચી મિત્રતા શોધતી અમીએ હંમેશા ઠોકર ખાધી છે.તેના પિતા હવે કચ્છમાં જ તેના નોકરીના અંતિમ દિવસો વિતાવવા માંગતા હતા.અહીં માતૃભૂમિ પર રહી નોકરી કરવી એ શુકુન ભરી વાત કહેવાય! વર્ષોથી બહાર રહી સમાજ અને સંબધીઓ સાથે તેમનું તાલમેલ આઉટ ઓફ ફૉર્મ ચાલી રહેલા બેસ્ટમેન જેવું થઈ ગયું હતું. તેઓ ઈચ્છતા હતા કે તે અહીં બાકીનું જીવન શાંતિથી જીવે! તેના માતા-પિતા ખૂબ જ આધુનિક વિચારસરણી વાળા હતા. અમી ગુલાબના ફૂલ દોરેલા વનપીસમાં અદભુત લાગતી હતી. પાર્થિવ આજે બ્લેક શર્ટ પહેર્યું હતું. પાર્થિવે અને અમીએ દરિયા કિનારે સમય વિતાવ્યો, વિજય વિલાસ પેલ્સ પર ફોટોગ્રાફી કરી,એક પ્રાઇવેટ દરિયાઈ રીસોર્ટમાં તેઓ બાકીની સાંજ વિતાવવાના હતા.અહીંની આ રીસોર્ટ દરિયા કિનારે હતો.અદભુત આકર્ષક આ દરિયા કાંઠો, મુલાયમ રેતી,  સનબાથ કરવા માટે કેટલાક ખુલ્લા બાંકડાઓ , રંગબેરંગી છત્રીઓની હારમાળાઓ, કિનારો વર્તુળ હતો. જેથી સનબાથ કરતા સુતેલા વ્યક્તિઓની એકદમ સામે વિજય વિલાસ પેલેસ પણ જોઇ શકાતું હતું.  વિજય વિલાસ પેલેસ આજે પણ તેની છાપને ટકાવી શક્યો હતો. આ એક બહુમાળી વિશાળ ઈમારત હતી. તેનું નકસી, તેનું રાચરચીલું ખૂબ જ આકર્ષક ઉપજાવે તેવું હતું. એક સિંહ, વાઘ કાંચના બોક્સમાં હતા. જે અહીંના રાજવીઓના શિકારપ્રિય સ્વભાવને દર્શાવતા હતા. મહેલનું બાંધકામ, તેની સીડીઓ, તેની ઉપરની છતરડી, મિનારાઓ, રાજવીઓની જૂની આકર્ષક છબીઓ, બધુંકો, તલવારો, મહેલની ઉપર તોપ
જોઈને બસ કંઠની એટલું જ નીકળી શકતું હતું. અદભુત...અદભુત...અદભુત...
દરિયાઈના કિનારે જ્યાં મોજાઓનું સંગીત સંભળાઈ રહ્યું હતું. દરિયાની એ રેતી પર એક ટેબલ ગોઠવાઈ ચુકી હતી. બને એકબીનની સામે ગોઠવાઈ ચુક્યા હતા. સમુદ્રની ભીંની રેતી શરીરમાં સરવળાટ ઉભું કરતી હતી.અહીં બેસી ડિનર કરવું મજેદાર હતું. દરિયાની અંદર થોડે દુર કેટલાક દિપકો તરતા હતા. અહીં એકદમ અંધારું કરવામાં આવ્યું હતું. બિલકુલ કેન્ડલ અજવાંસમાં અદ્દભુત પ્રકારનું ડિનર અમી ઇન્જોય કરી રહી હતી. સામે વિજય વિલાસ દેખાઈ રહ્યું હતું. તેની લાઇટિંગ આટલી અંધારી રાતમાં અદભુત લાગતી હતી. મહેલ દૂરથી ખૂબ જ આકર્ષિત લાગતું હતું. પાર્થિવે આખો દિવસ અમીની વિવિધ તસવીરો કેમરમાં કેદ કરી હતી. હાલ ડિનર સમયે પણ પાર્થિવ ઈચ્છતો હતો કે બંનેના કેટલાક સારા ફોટોસ આવે!

ડિનર લેવાઈ રહ્યો હતો. એકદમ પરફેક્ટ ડેટ, બને માણી રહ્યા હતા. સૉફ્ટ ડ્રીંકના આકર્ષક પ્યાલાઓ, અદભુત રીતે સજાવેલી ડિનર ટેબલ, નીચે શરીરમાં ગુંદગુદી કરતું સમુદ્રી પાણી, બધું જ જાણે સપનું હોય!

પાર્થિવે એક નાનકડું બોક્સ કાઢ્યું જેમાં એક સરસ મજાની રિંગ હતી. તેણે અમીનો હાથ પકડ્યો, બીજા હાથે આંગળીમાં વીંટીને સરકાવી દીધી.

"ફક્ત આ જન્મ તો શું, આવનાર સાત સાત જન્મ સુધી હું તને મારી બનાવવા માગું છું. તારી સાથે આ દુનિયા ખૂંદવા માગું છું. તારી સાથે સપનાઓ જોવા, જીવવા માગું છું. તારી સાથે વિતાવેલી દરેક અદભુત ક્ષણ મારામાં આજ પણ જીવે છે. હું આવી ક્ષણોનો સમય વધારવા માંગુ છું. હું ઈચ્છું છું કે તું તારા હાથમાં મારા નામની મેંહદી મૂકે, હું ઈચ્છું છું કે તારા નામ પાછળ મારુ નામ જોડાય! આપણે બને અંતકાળ સુધી એક થઈ જાઈએ, હું તને ખૂબ જ પ્રેમ કરું છું.ખૂબ જ પ્રેમ કરું છું." પાર્થિવે કહ્યું.
આટલી સરસ મજાની જગ્યાએ કોઈ કારણ વગર લઈને થોડી આવે, છોકરીઓની છઠી ઇંદ્રિ ખૂબ સક્રીય હોય છે. અમી જાણતી હતી પાર્થિવ આજે તેને પ્રપોઝ કરવાનો છે. અમી જાણતી હતી કે તેંને શું કરવુ છે.

" કબૂલ હૈ...કબૂલ હૈ.... કબૂલ હૈ..." કહેતા તે ખડખડાટ હસી. પાર્થિવની અપેક્ષા નોહતી કે અમી આટલી જલ્દી હા પણ કહેશે, તેને સાંભળેલ શબ્દ પર હજુએ વિશ્વાસ ન હતો. તેમ છતા તેના માટે આજનો દિવસ કોઈ તહેવારથી કમ ન હતું. મન તેનું હિલોળા લઈ રહ્યું હતું. તેને નાચવાનું મન થઇ રહ્યું હતું. જોરજોરથી કેહવું હતું. "અમી....અમી આઈ લવ યુ"  પણ પાર્થિવે તેની જાતને સંભાળી, ફોનની અંદર અતિફ અસલમનો ટાઇગર જીંદા હૈ ફિલ્મનો ગીત 'દિલ દિયા ગલાં...." શુરું કર્યું. પાણીની થોડી બહાર ભીંની રેતી પર બને આવી ગયા હતા.
પાર્થિવે અમીની આંગળીઓમાં પોતાની આંગળીઓ પરોવી, બને એકમેકની અત્યંત પાસે આવી ચુક્યા હતા. બને સંગીતની ધૂનમાં ખોવાઈ ચુક્યા હતા. ગીતો બદલતા હતા. પણ બને એકબીજાથી વધુને વધુ પાસે આવી રહ્યા હતા. અમીએ પોતાનું માથુ પાર્થિવની છાતીમાં ભીંસ દીધું હતું. બસ આજ રીતે બંને એકબીજામાં કલાકો ખોવાયેલા રહ્યા.
વિજય વિલાસના એક ઓરડામાં જ્યાંથી સમુદ્ર જોઈ શકાય, માણી શકાય, આજે બને ત્યાં રોકાવાનું હતું.
મહેલનો સહુથી ઉપરનો ભાગ છતરડી, રાત્રે સમુદ્રનું સંગીત અહીં સભળાતું હતું. એક તરફ દરિયો બીજી તરફ વિજય વિલાસનો ચીકૂ,દાળમ નો બગીચો હતો.જે અંધકારની નીચે ઘેરાયેલો હતો.
બને છતરડી પર એકબીજાંની બાંહોમાં લઈને વાતો કરતા રહ્યા. એકમેકને વચ્ચે વચ્ચે ચુંમતા રહ્યા , સમુદ્રનું સંગીત અને તેના મિલનનું અદભુત ગીત આ રાતે લખાઈ ચુક્યો હતો. બંને હવે હેમશા હમેશા માટે એક થઇ ચુક્યા હતા.
થાક, અને ઉત્સાહ, વાતો અમે ચુંબન...બને મ ગાઠ નિંદ્રામાં સરી ગયા..

ક્રમશ.


Rate & Review

Rajiv

Rajiv 12 months ago

Mohit Odedara

Mohit Odedara 1 year ago

K.T.

K.T. 1 year ago

Bhimji

Bhimji 1 year ago

r patel

r patel 1 year ago