Siddhi Vinayak - 5 books and stories free download online pdf in Gujarati

સિદ્ધિ વિનાયક - 5

સિદ્ધિ વિનાયક
સિદ્ધિ વિનાયક
આપણે આગળ જોયું કે રિદ્ધિ નો કોઈ પીછો કરી રહ્યું છે અને રિદ્ધિ ને આ વાત ની જાણ થઈ જાય છે એટલે જે કોઈ પણ તેની પાછળ છે તેને ઓળખી શકે.

રિદ્ધિ હળવેકથી એ આકૃતિ ની પાછળ પહોંચે છે તો કોઈ છોકરો હોય તેવું લાગે છે.તે હળવેકથી તેની પીઠ પાછળ હાથ મૂકે છે અને પેલી આકૃતિ પાછળ ફરી ને રિદ્ધિ ની સામે જોવે છે ...

રિદ્ધિ:વિનાયક તું ક્યારનોય મારો પીછો કેમ કરી રહ્યો છે?

વિનાયક:ના....એ...તો.....એતો

રિદ્ધિ:આગળ આ મારી સાથે વાત કરતા તું આટલો બધો તોતડાય કેમ છે કોઈ બીમારી છે તને?

વિનાયક:ના એતો તારી સાથે કોલેજ પછી ના સમય માં વાત કરવી હોય તો શુ કરવાનું.....

રિદ્ધિ:ઓહ તો કોલેજ પછી વાત કરી ને શું કામ મારુ...

વિનાયક: ના આપણે ફ્રેંડસ છીએ ને એટલે આતો ખાલી એમ જ..નંબર મળશે તારો....

રિદ્ધિ: મારો .....ઓકે ......ઓકે....લખ....00055778899

વિનાયક: આતો ટેલિફોન નો નંબર છે...

રિદ્ધિ:હમ્મ અને છે ને સાંજે સાત થી આંઠ વાગ્યા સુધી માં ફોન કરજે જો મારી સાથે વાત કરવી હોય તો અને હા જો પપ્પા ફોન ઉપાડે ને તો એમ કહેજે કે પુજા નો ભાઈ બોલું છું અને મારી નાની બહેન ફોન ઉપાડે તો કહેજે કે પાયલ ની બહેન બોલું છું....

વિનાયક :(હસતાં હસતાં)ઠીક છે....

રિદ્ધિ: બીજું કાંઈ...ત્યાં જો જાવેદ ભાઈ આવે છે તો હું નીકળું બાય...

જાવેદભાઈ પાણી લઈ ને આવે છે અને પછી રિદ્ધિ અને તેના ઘરે જાય છે.

સવાર સવારમાં .........................................

આજે રિદ્ધિ નો જન્મદિવસ છે તો તેની દરવર્ષ ની આદત મુજબ તે વહેલા ઉઠીને તૈયાર થઈ ને મંદિર જાય છે ત્યાં ભગવાન ના દર્શન કરી ને ત્યાં પ્રસાદી લઈ ને પછી તેના જાવેદભાઈ ના ઘરે જાય છે પણ જાવેદભાઈ ઘરે નથી હોતા એટલે તે તેમની જિમ માં જ તેમને મળવા ચાલી જાય છે...જાવેદભાઈ જીમમાં હોય છે તેમના હાથ લોહી થી લથબથ હોય છે અને તેઓ પાટો બાંધવાનો પ્રયત્ન કરી રહ્યા હોય છે પણ રિદ્ધિ ને આવતા જોઈ ને તેમનો ઘાવ છુપાવવા ની કોશિશ કરતા કહે છે

જાવેદભાઈ: good morning and happy birthday મારી નાની બહેન .....અલ્લાહ કરે તું સો વર્ષ ની થાય અને તને સારો જીવનસાથી મળે...

રિદ્ધિ :(જાવેદભાઈ ના હાથમાંથી પાટો લેતાં અને બાંધતા ) આ હાથ માં હું બાંધી આપું છું અને તમે મને એમ કહો કે તમને આ કઈ રીતે વાગ્યું .....

જાવેદભાઈ :(વાત બદલવાનો પ્રયત્ન કરતા)અરે આ બધું તો થતા રહેવાનું આજે તારો બર્થડે છે ને બોલ તારે શુ ગિફ્ટ જોઈએ છે.....

રિદ્ધિ: વાત બદલવાની જરૂર નથી પહેલા કહો કે તમને વાગ્યું કઈ રીતે.....


જાવેદભાઈ:એ.....તો......એ.....એ...તો...હા જો પેલી બાયસીકલ નું પેન્ડલ ઠીક કરતો હતો ને એમાં હાથ ફસાઈ ગયો અને વાગી ગયું....

રિદ્ધિ: આજે મારો બર્થડે છે ને....

જાવેદભાઈ :હા આમ કેમ પૂછે છે....

રિદ્ધિ:તો હું જે ગિફ્ટ માંગુ એ મળશે ને મને...

જાવેદભાઈ : હા મારી નાનકી તારા માટે તો તારો ભાઈ એનો જીવ પણ આપી દે બસ તું માંગતી નહિ એ અલગ વાત છે....

રિદ્ધિ: તો તમે મને ગિફ્ટ માં એક પ્રોમિસ જોઈએ છે ....

જાવેદભાઈ :બસ એક જ પ્રોમેસ..... આપ્યું.....બોલ શું પ્રોમિસ છે....

રિદ્ધિ :પ્રોમેસ એ વાત નું કે તમે મારી સામે કયારેય ખોટું નહિ બોલો

જાવેદભાઈ : ઓકે આજ પછી હું ક્યારેય તારી સાથે ખોટું નહિ બોલું અને આમ પણ હું બોલું તો તું તરત પકડી લે છે....

રિદ્ધિ: હમ્મ જેમ હમણાં તમે બોલ્યા એ પણ પકડી લીધું અને હવે તમે સાચે સાચું કહો છો કે હાથમાં કઈ રીતે વાગ્યું નહિ તો....

જાવેદભાઈ : બસ બસ હવે આજે તારો બર્થડે છે ગુસ્સો ના કર હું કહું છું...

રિદ્ધિ: હમ્મ બોલો ચલો જલ્દી..

જાવેદભાઈ:કાઈ ખાસ નહિ તે પેલી વાત તો સાંભળી જ છે ને ....

રિદ્ધિ:કઈ?

જાવેદભાઈ :હું કહું છું મને બોલવા તો દે...

રિદ્ધિ:હા તો કહો...

જાવેદભાઈ : હું એમ કહેતો હતો કે પેલું કહેવાય છે ને કે એક જ કબાટ માં પડેલા ગીતા, કુરાન,બાઇબલ,અને બીજા પણ ધર્મ પુસ્તકો કયારેય નથી લડતાં પણ આમની માટે એવા લોકો ખાસ લડે છે જેમણે એમને કયારેય વાંચ્યા જ ના હોય....

રિદ્ધિ :તમે શું બોલો છો બધું ઉપર થી ગયું....

જાવેદભાઈ : યાદ આવ્યું તું તો હજુ સોશિયલ મીડિયા ની માયાજાળ થી અજાણ છે ને...

રિદ્ધિ : હા તે હોવાની જ ને તમે કોઈ પણ એપ ક્યાં વાપરવા જ દો છો....ફેસબુક નું કહું તો કહો છો કે ભણવામાં ધ્યાન આપ અને....

જાવેદભાઈ :હું કહું મને કઈ રીતે વાગ્યું....

રિદ્ધિ :હમ્મ બોલો પણ કહેવત વગર હો...

જાવેદભાઈ:હા હવે ....આજે સવારે તમારા મંદિર ના પેલા ઘરડાં પુજારી છે ને તે જઈ રહ્યા હતા અને તેમના હાથમાંથી શ્રીમદ ભગવદ્દ ગીતા નું પુસ્તક પડી રહ્યું હતું તો મેં જોઈ લીધું અને પડતા પડતા મારા હાથમાં પકડી લીધું એમને તો મારો આભાર માન્યો પણ એમનો છોકરો જોઈ ગયો કે મારાથી એમના ધર્મ પુસ્તક ને હાથ કઈ રીતે લગાડાયો..... એને બહુ ગુસ્સો આવ્યો એ પુજારી જી ને મંદિર માં પણ ન હતો જવા દેતો એટલે મેં જ કહ્યું કે ભુલ મારી છે તો સજા પણ મને જ કરો પુજારી જી ને નહિ....

રિદ્ધિ:તમને શું સજા કરી એમણે....

જાવેદભાઈ: આ દેખાય તો છે જે હાથથી હું એ ચોપડી ને અડકયો તેના પર છરી મારી ને હાથ ની હથેળીનું રક્તસ્નાન કરવાનું એ જ સજા...

રિદ્ધિ: એ પુજારીબાપા ના દીકરા ને તો હું છોડીશ નહિ એની આટલી હિંમત...

જાવેદભાઈ:બસ બસ તું મારી નાનકી છે રણચંડી ના બન અને આમ પણ એમણે જે કર્યું તે યોગ્ય હતું...

રિદ્ધિ: યોગ્ય? તમને તો બધી વાતો યોગ્ય જ લાગે કેમ કે તમે કયારેય કોઈ ના માં કશુંય ખરાબ જોતા જ નથી...

જાવેદભાઈ :આ તો હું તારી પાસેથી જ શીખ્યો છું...

રિદ્ધિ: સવાર સવાર માં તમે માખણ લગાડવાનું સ્ટાર્ટ કરી દીધું નઈ...

જાવેદભાઈ :હવે હું મારી નાનકી ના વખાણ કરું તો પણ તેને માખણ લાગે..

રિદ્ધિ:(થોડું હસતા)નાં એવું નથી હો.......

જાવેદભાઈ:શું વિચારે છે તું...

રિદ્ધિ: આજે તો એવું થયું ને કે બે અલગ ધર્મ પુસ્તકો સાથે હોય તો તે કયારેય ના લડે અને એમના માટે એ લોકો લડે જેમણે તેમને કયારેય વાંચ્યું જ ન હોય.....

જાવેદભાઈ:(માથા પર હાથ મુકતા) યા અલ્લાહ .....તું આવી ત્યારે મેં તને આજ વાત તો કહી હતી ને..

રિદ્ધિ:હમ્મ પણ મારામાં ડીમ લાઈટ થાય છે ને એટલે મોડેથી સમજાયું....

જાવેદભાઈ :(રિદ્ધિ નો કાન પકડતા) અચ્છા રૂક હમણાં આપણે ફૂલ લાઈટ કરીએ હો..

રિદ્ધિ:આહ ....દુખે છે ભાઈ સોરી હું મસ્તી કરતી તી..

જાવેદભાઈ :આજે તો તારો બર્થડે છે એટલે તું વધારે જ મસ્તી કરવાની ને

રિદ્ધિ:હમ્મ તમને હેરાન કરવાનો મોકો રોજ રોજ થોડી મળવાનો.....મારી ગિફ્ટ તો આપો...

જાવેદભાઈ:તારી ગીફ્ટ......?.........અ...... એ....તો...ભુલાય ગઈ ...સોરી હો બહુ કામ હતું ને તો લાવવાનો સમય જ ના મળ્યો અને યાદ પણ ના આવ્યું..

રિદ્ધિ: શું? તમે મારી બર્થડે ગિફ્ટ લાવવાનું ભૂલી ગયા .......

જાવેદભાઈ:સોરી ભુલાય ગયું..

રિદ્ધિ : સાચે જ તમે ભૂલી ગયા ભાઈ.....થોડી ઉદાસ થઈ ને....

જાવેદભાઈ:સોરી તું જે સજા આપે ને એ મંજુર છે...

રિદ્ધિ:ના ના વાંધો. નહિ આમ પણ મારે કોઈ ગિફ્ટ નહિ જોઈતી મારા માટે તો આજે તમે મારી સાથે છો ને એ જ મારા માટે મોટી ગિફ્ટ છે તમે હંમેશા મારી સાથે રહેજો તમારો હાથ હમેંશા મારા માથા પર રાખજો એ જ મારા માટે બહુ મોટી ગિફ્ટ છે...

જાવેદભાઈ:રિદ્ધિ ત્યાં જો સામે વિનાયક આવ્યો..

રિદ્ધિ(પાછળ ફરતાં)ક્યાં છે એ ભાઈ...

જાવેદભાઈ :(રિદ્ધિ ની પાછળ આવી ને તેમનો મુઠ્ઠી વાળેલો હાથ બતાવતા ) આ જો હેપ્પી બર્થડે સિસ્ટર..

રિદ્ધિ:(હાથ માં રહેલી સુંદર યરરિંગર્સ ને જોતા) ખુબ જ સરસ છે...મારા માટે લાવ્યા...

જાવેદભાઈ:ના ના હું પહેરીશ ને...

રિદ્ધિ:(હસતાં હસતાં)તમને મસ્ત લાગશે હો...

જાવેદભાઈ:લે મને એમ હતું કે હું ના પાડીશ કે તારા માટે કોઈ ગીફ્ટ નથી લાવ્યો એટલે તું રિસાઈ જઈશ અને પછી હું તને મનાવીને આ ગિફ્ટ આપીશ.... પણ તું તો મારી બહુ જ ડાહી બેન છો ને.......

રિદ્ધિ:એ તો હું છું જ આમ પણ મને તો ખબર જ હતી કે તમે મારા માટે ગિફ્ટ લાવવાનું કોઈ દિવસ ના ભુલો....

જાવેદભાઈ:સારું ચાલ આપણે કેક લેવા જઈએ......

રિદ્ધિ:ના તમે નહિ આવો તમને હાથ માં વાગ્યું છે ને એટલે તમે ઘરે જાવ અને હું કેક લઈને ત્યાં જ આવીશ......

જાવેદભાઈ:પણ તને એકલી બેકરી પર મુકવાની.......

રિદ્ધિ:ભાઈ હું કાંઈ નાની કિકલી નથી હું એકલી પણ જઈ જ શકું છું આમ પણ હાલ તો ખાલી ઓર્ડર જ આપવાનો છે..કેક તો રાત્રે ઘરે જ આવી જશે......

જાવેદભાઈ:ઠીક છે સાચવીને જજે.......


રિદ્ધિ જિમ માંથી નીકળી ને સીધી બેકરી માં કેક નો ઓર્ડર આપવા માટે જાય છે અને તે બોલે છે

એક ચોકલેટ કેક મહેતા સાહેબ ના સરનામે મોકલાવી દેજો ને...

બેકરીવાળા ભાઈ:સોરી મેડમ આજે આ એક જ ચોકલેટ કેક વધી હતી અને બીજી કેક બનાવનાર વ્યક્તિ આજે હાજર નથી તો પોસીબલ નથી.....અને આ કેક નો ઓર્ડર પેલા ભાઈ એ આપી દીધો છે તમે કોઈ બીજી કેક પસંદ કરી લો ને.....

રિદ્ધિ:ના મારે ચોકલેટ કેક જ જોઈતી હતી હું પેલાં ભાઈ ને બીજી કેક લેવાનું કહી જોવું છું કદાચ માની જાય...

એસ્ક્યુસ મી મિસ્ટર.....

પેલો ભાઈ પાછળ ફરી ને જોતા......:રિદ્ધિ તું?......

રિદ્ધિ:ઓહ વિનાયક તે ચોકલેટ કેક નો ઑર્ડર આપ્યો છે.....?

વિનાયક:હમ્મ કે તને કોણે કહ્યું.....

રિદ્ધિ:પેલાં ભાઈએ......તું પ્લીશ બીજી કેક લઈ લે ને .....

વિનાયક:તને ચોકલેટ કેક બહુ પસંદ છે કે શું?

રિદ્ધિ:હમ્મ એટલે તું બીજી કેક લઈ લે ને...

વિનાયક:ઠીક છે હું બીજી કેક નો ઓર્ડર આપી દઉં છું તું આ કેક લઈ લે ....

રિદ્ધિ;thanks....

વિનાયક:દોસ્તી માં નો સોરી નો થેક્સ....

રિદ્ધિ:ઓકે ઓકે આજે મારો બર્થડે છે તો તું પણ આવજે રાત્રે મારા ઘરે પાર્ટી માં ...

વિનાયક: સાચે આજે તારો બર્થડે છે?...

રિદ્ધિ:હમ્મ એટલે જ હું કેક નો ઓર્ડર આપવા આવી છું...

વિનાયક:હેપ્પી બર્થડે રિદ્ધિ....

રિદ્ધિ :(ચોકલેટ આપતાં) લે ચોકલેટ સમયસર પાર્ટી માં આવી જજે અને હા મારા માટે ગિફ્ટ લાવવાનું ના ભૂલતો હો......

વિનાયક :(હસતાં હસતાં)હમ્મ હું મસ્ત ગિફ્ટ લાવીશ હો બાય મળીએ પાર્ટી માં..

રિદ્ધિ:ઓકે બાય...

વિનાયક:રિદ્ધિ.....તારું એડ્રેસ તો કે....

રિદ્ધિ:આપણી કોલેજ ની પાછળ જાવેદભાઈ ની જીમ છે ને તેમની પાસેથી લઈ લે જે એ તને ઘરે જ મૂકી જશે હો....

વિનાયક:ઠીક છે બાય.. .......




શું વિનાયક અને રિદ્ધિ ની આ દોસ્તી પ્રેમ માં પરિવર્તિત થઈ શકશે કે પછી .......સિદ્ધિ નું પાગલપન લાવશે નવો વળાંક...........


જાણવા માટે વાંચતા રહો




દોસ્તી,પ્રેમ અને પાગલપન ની અનોખી દાસ્તાન એટલે.... ..........



સિદ્ધિ વિનાયક........




👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻👻