મનસ્વી - ૧૫ in Gujarati Novel Episodes by Alpesh Barot books and stories Free | મનસ્વી - ૧૫

મનસ્વી - ૧૫

આપણા જેવા રૂઢિવાદી દેશમાં પ્રેમ કરવું એક સહાસ છે.પ્રેમ કરવું અહીં સરળ નથી!અહીં  પ્રેમને ફક્ત શાસ્ત્રોમાં જ પૂજાય છે. હકીકત બહુ કડવી છે. પ્રેમ કરવું કે પ્રેમમાં પડવું તેને સંસ્કાર સાથે જોડવામાં આવે છે?પ્રેમ સાથે સંકળાયેલી તમામ ઘટનાઓથી લોકો અભડાય છે. આપણા માટે પ્રેમ એટલે બસ બંધ બારણે થાય એજ ?સામાજિક રીતે થાય તો તે પવિત્ર નહિતર અપવિત્ર? લગ્ન પહેલાં હજુ પ્રેમ થઇ શકે છે. લગ્ન પછી પ્રેમ થાય જ છે તે કોણ જોવા ગયું? તે પ્રેમ છે કે મજબૂરી તે એટલો જ જટિલ પ્રશ્ન છે જેટલો વિક્રમ લેંડરને શોધવો!
એકવીસમી સદીમાં પણ પ્રેમ કરવો જાણે જુલ વર્નની કોઈ સહાસ કથા સમાન જ છે. ચુંબન જેવી સહજ ઘટનાઓ પાછળ પણ લોકો બુમાબુમ કરે છે. બુમોબૂમ કરનારાઓની ગુગલ ક્રોમ હિસ્ટ્રી બહુ જોવા લાયક નથી હોતી! અહીં જાહેરમાં બેસીને પ્રેમ કરનારા શું ફક્ત શારીરિક ભૂખ માટે જ બેઠા હશે? કે હૂંફ માટે?
આવા લોકોને ઓયો રૂમ ઉપયોગ કરવાનું કહેનારાઓને ઓયોનો અનુભવ હશે ખરો? લિવ ઇન જેવી વિચારધારા આપણા ભેજામાં ઉતરવું અશક્ય છે.
'હાય હાય...બાજું વાળા મીના બેનની છોકરી એક છોકરા સાથે ઊભી હતી.' કહેનારા આધેળની ગર્ભવતી પુત્રવધુના સારા દિવસોમાં પણ આરામ ન કરવા દેનાર સો દાડા સાસુના સિરિયલની સાસુને તો ગામની પંચાયતમાં જ રસ છે. આ કઈ વિચારધારા છે?
આપણે તો ફિલ્મોના સંવાદ પણ ' એક લડકા ઓર એક લડકી કભી દોસ્ત નહિ હો શકતે" તેવા વિચિત્ર હોય છે. સાલાઓ સાચું કહું તો  દોસ્ત તો શું બહોત અચ્છે દોસ્ત હો શકતે હૈ!
મોટા મોટા શહેરમાં આવું થાય છે તેવું થાય છે. લગ્ન પછી હજારો ચિંતાઓ તકલીફો લઈને જીવનારાઓને આ લિવ ઇનમાં રહેનારાઓની ખુશીઓ નથી દેખાતી? આ મીના બેનના પડોશીને કોણ સમજાવી શકે ? લિવ ઇન કાનુની રીતે પણ માન્ય છે. અને તે પણ એક પત્ની જેટલા હક્કો પણ ધરાવે છે.

બે કપ ચાના પીવાઈ ચુક્યા હતા. અહીં આર્ટિકલ લખવા માટે અમી પાર્થિવને એકલો મુકી ગઈ હતી. તે ખૂબ ધ્યાનમગ્ન થઈ  લખી રહ્યો હતો. તેના ચેહરા પર કોઈ સંત જેટલી શાંતિ હતી. તેનું સ્મિત એકદમ પારદર્શક હતું. અમી આવી, તૈયાર થઈને આવી, તેની પાસે બેઠી! ખુરશીના ખળભળાટ વચ્ચે પણ તપસ્વીની જેમ પાર્થિવ હલ્યો નહિ!

"હેલ્લો! "અમી ચપટી વગાડતા બોલી!
પાર્થિવ તંદ્રામાંથી જાગ્યો!
"આવો..." તેણે શિષ્ટાચાર જાળવી રાખ્યો!
"કેવી લાગી રહી છું?"
"મનમોહના!"
"ઓહ! થેંક્યું થેંક્યું!" તેણે કૃત્રિમ અભિવાદન કરતા કહ્યું.
પાર્થિવે વળતો સ્મિત આપ્યું!
           તે કોઈ ફિલોસોફર જેવી વાતો ન કરતો! તેમ છતાં અમી તેને મંત્રમુગ્ધ થઈ સાંભળ્યા કરતી! તેની આંખો શૂન્ય જ રહેતી, જે અમી માટે વાંચવી અશક્ય જણાતી! પાર્થિવ જ્યારે બોલતો તો લાગતું કે કોઈ આર.જે બોલી રહ્યો છે. કોઈ કોઈ વખત તો પાર્થિવ જાતે બનાવેલી કવિતાઓ સંભળાવી દેતો! અમી જ્યારે ફરી તે કવિતાઓ સાંભળવાની જિદ્દ કરતી ત્યારે કહેતો! ' મારા બહુ મૂલ્ય શબ્દો મારા મોઢે બસ એક વખત નીકળે, એમ પણ આર.જે પાર્થિવના શોની રિપીટ ટેલિકાસ્ટ ન થાય!'
બહુ ફ્લોપ શો હશે, લોકોને નહિ ગમતો હોય! પણ તું મારા ગળે પડ્યો છે. ભોગવે જ છૂટકો! બને જણા કલાકો સુધી ખડખડાટ હસ્યાં કરતા!
                         *****
એક્ટિવા ફરી અમદાવાદના રસ્તાઓ પર નીકળી પડી, બપોરેનો ભોજન, પરિમલ ગાર્ડન, પી.વી.આરમાં મુવી, ડોમિનોઝમાં સાંજના પીઝાઓ! તે વચ્ચે લો. ગાર્ડ પર તેઓએ લટારો મારી, લાલ દરવાજા પર રખડયા!  અડાલજની વાવ પર  ફોટોગ્રાફી કરી, એક દિવસમાં તેણે બધું જીવી લેવાની જોઈ લેવાની ભરપૂર કોશિશો કરી, પાર્થિવની અંતિમ ઈચ્છા હતી. કાંકરિયા તળાવ પર જવાની! અમદાવાદ વાસીઓ માટે બહુ સામાન્ય અને સહજ જગ્યા હતી. અમદાવાદ બહારના લોકો માટે હજુ પણ કુતૂહલતાનો વિષય હતું. કાંકરિયા પર અમદાવાદ કરતા અમદાવાદ બહારના લોકોની ભીડ વધારે હોય છે. રંગબેરંગી લાઈટો, બાળકો માટે ભાગતી ટ્રેન, પણ ટ્રેનમાં મોટા ભાગના મુસાફરો બાળકો નથી હોતા. તળાવની પાળી પર બેસી બને બેઠા રહ્યા! આટલી શાંતિ, સૂકુંન ભુજમાં મળ્યા છે ખરા?
તળાવ પાસે  કેટલીક બોટ ઉભી હતી. કેટલીક બોટ તળાવમાં દોડી રહી હતી. લોકોને કેવું થ્રિલ ફિલ થઈ રહ્યું હશે?
તળાવની પાળી પર લોકોની ભીડ બેઠી હતી. તેથી પણ બમણા લોકો ચાલી રહી હતી. નાસ્તાઓની દુકાન પર લોકોનો મેળો લાગ્યો હતો. બાળકો દોડાદોડી કરી રહ્યા હતા. પાર્થિવ હાથ પકડતા પણ ખચકાતો હતો. અમી તો કોઈ બીજી દુનિયામાં જ જાણે જીવી રહી હોય! તેણે બુમાંબૂમ અને કૂદાકૂદ કરી દીધી હતી.

"પાર્થિવ બોટમાં બેસીએ....ચાલને..!"
"હા હમ્મ!"  અમીએ તેને પકડીને બોટ સુધી લઈ ગઈ, લાઈફ સેવિંગ જેકેટ પહેર્યા, બોટમાં બેઠો ત્યાં સુધી તે બસ બધું જોતો રહ્યો! વિચારોમાં ઘેરાયેલો રહ્યો!
બોટમાં બેસી આસપાસ લોકોને જોતો રહ્યો! છોકરાઓ બોટ જોઈને ઉછળી રહ્યા હતા.બુમાબુમ કરી રહ્યા હતા.અમી ટિકટોક પર તેનો અને પાર્થિવનો વિડીયો બનાવી રહી હતી. તે અરુચિકર રીતે બસ કૃત્રિમ સ્મિત કરી અમીનો સાથ આપ્યો!

ચારેતરફ પ્રકાશ હતું! ખુશખુશાલ લોકો હતા. પણ પાર્થિવ! અમી સાથેની વિદાયની ક્ષણોની પરિકલ્પના કરતો તે  મનમાં તુટી રહ્યો હતો.તે ઈચ્છવા છતાં હસી નોહતો શકતો! બસ તે કલ્પનાઓ કરતો રહ્યો તે ક્ષણો કેવી હશે, જ્યારે તે ફરીથી અમીની દૂર હશે! બોટ પાછી આવી ચૂકી હતી! આટલી સુંદર ઘટનાને પણ તે માણી નોહતો શક્યો!

કાંકરિયા બહાર નીકળ્યા પાર્થિવ ગળગળો થઈ ચૂક્યો હતો. તેનો ચહેરો છુપાવી રહ્યો હતો. તે અમી સાથ નજર નોહતો મળાવી શકતો!

" સાઉથ ઇન્ડિયન ખાઈશ? મેસુર ઢોસા, રવા ઢોસા, એક રેસ્ટ્રો. છે પાલડીમાં, તું કહે તો ત્યાં જઈએ?" પાર્થિવ બસ નીચું ડોકું કરી વિચારમગ્ન થઈને ચાલી રહ્યો હતો.

"પાર્થિવ..... પાર્થિવ..." અમીએ રીતસરનો તેને છંછેડ્યો...
"ધ્યાન ક્યાં છે તારું?" તે ભડકી ઉઠી ! પણ પાર્થિવની આંખો જોઈ તે ગળગળી થઈ ગઈ!
"રડે છે?"
"ના..."
"આંખો લાલ થઈ ગઈ છે?"
"મચ્છર... ગયો હશે!"
અમીએ વાતને વધારે ખેંચી નહિ! સ્થિતિતો અમીની પણ સારી ન હતી! પણ તે લાગણીશૂન્ય બની પોતાની જાતને સંભાળી રહી હતી. પોતે જો રડી પડશે તો પાર્થિવને કોણ  સંભાળશે ? અમી હમેશા કહેતી કે પાર્થિવ લાગણીઓની બાબતમાં ગર્લફ્રેંડ જેવો છે.અને હું બોયફ્રેન્ડ!' તે વાત પાર્થિવ ખુદ પણ સ્વીકારતો!
બહુ મૂલ્ય સમય વીતી ગયો! આખેર એ ક્ષણ આવી ગઈ!  કે પાર્થિવને વિદાય આપવાની હતી. ગીતા મંદિર બસ સ્ટેશન પર પ્રેમી જોડલો ગમગીન થઈ ગયો હતો. લગ્ન સમયે કેવી વિદાય હોય તેવી જ વિદાયનો માહોલ સર્જાયો હતો. બસ ઉભી હતી. બને પ્રેમી જોડાલાઓ એજ બસને ટેકો આપી, બને એકમેકના માથું અડે તેવી રીતે ઊભી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી રહ્યા હતા. કદાચ આટલો કરુણ દ્રશ્ય મહાભારતના યુદ્ધમાં, તેના પૌત્રને યુદ્ધ પર મોકલતી કુંતીમાતાનું હશે!
બસ આજ કારણ હતું ભુજથી વિદાય લેતી સમયે અમીએ પાર્થિવને મુકવા આવવાની ના કરી હતી.
બસ ચાલુ થઈ!  છેલ્લી ક્ષણે પણ એકબીજાને ધારિધારીને જોઈ રહ્યા હતા. પાર્થિવે દોડીને બસ પર ચડ્યો! અમી પ્લેટફોર્મ પર જઈને તેને રડમસ ચહેરે જોતી રહી, બોરબોર જેટલા આશુંઓ બનેની આંખોમાંથી વહી રહ્યા હતા. દુનિયાથી ચેહરો છુપાવવા પાર્થિવે હુડીની કેપ ચેહરે ઓઢી, તેના ડુમાઓ આસપાસ સંભળાઈ રહ્યા હતા. તેને કોઈની પરવાહ નોહતી!

સ્વચ્છ આકાશમાં અચાનક વરસાદી વાદળો ઘેરાઈ વળ્યાં! ધુંહાકાઓ સાથે વરસાદ વરસવા લાગ્યો!

ક્રમશ.


Rate & Review

Rajiv

Rajiv 12 months ago

Jigisha

Jigisha 1 year ago

Disha Prajapati
r patel

r patel 1 year ago

Ami Shah

Ami Shah 1 year ago