adhuri lagni books and stories free download online pdf in Gujarati

અધુરી લાગણી.

નવી નવી આવી હતી કોલેજમાં અને આવતાની સાથે જ ફેમસ થઈ ગઈ હતી.

અમે એક જ રૂટ પરની એક જ બસમાં જતા હતા એક વખત છૂટતી વખતે વરસાદ થઇ રહ્યો હતો તેના વાળ પલડી જવાથી બારી જોડે સુકવી રહી હતી તેની બાજુમાં સીટ ખાલી હતી મેં એને પૂછ્યું હું અહીં બેસી શકું.

તેને કહ્યું જરૂર અને પહેલીવાર શબ્દોની આપ-લે થઈ.
એક બીજાના સબ્જેક્ટ પૂછ્યા, થોડા ઘણા પરિચિત તો હતા જ એટલે વાતોમાં થોડા એક બીજા સાથે સહેલાઇથી હળી મળી ગયા હતા.

હવે તો દરરોજ એક જ રૂટની બસમાં બેસીને કોલેજ જવાનું હોવાથી તેને મને આવીને કહ્યું કે તારી બાજુ ની સીટ મારા માટે બચાવીને રાખ જે.

મારે તો એને પલકો પર બેસાડવી હતી પછી કહેવું જ શું.

હું બસમાં દરરોજ તેના માટે મારી બાજુની સીટ હંમેશા ખાલી જ રખાવતો.

તે રીશેસમાં ટિફિન લઈને આવતી હતી અને હંમેશા મને ટેસ્ટ કરાવતી રહેતી હતી .

આટલો ટેસ્ટી નાસ્તો મેં તો ક્યારેય કર્યો નથી લાંબા ટાઇમ આવું સિલસિલો ચાલ્યા પછી ખબર પડી કે તે જાતે જ બનાવતી હતી.

મને તો બસ તે મળી ચૂકી મારી જોડે વાતો કરતી તે જોઈને બધા જ કહેતા હતા તારી આટલી સારી કિસ્મત જેની પાછળ સારી દુનિયા પાગલ અને તે તારી જોડે આવીને બેસે છે .
શું કિસ્મત મળી છે તને.

એનો ક્લાસ મારા ક્લાસને સામે જ હતો દરરોજ એક જ રુટ ની બસ માં બેસી ને આવવાનું અને જવાનું એની વાતો ની એની જોડે રહેવાની એવી તો આદત પડી ગઈ છે હવે એના વગર રહેવું શક્ય નહોતું.


એક વખત તે બે દિવસ કોલેજમાં આવી નહીં પછી ખબર પડી કે તેનું ઘર બદલવાનું હોવાથી તે આવી શકી નહીં.
ઘર સીફટ કરવાનું છે .. બસ આખરી દિવસ છે ..પછી બસમાં હુ નહીં આવું.

મે વિચાર્યું આતો ખાલી બસ જ છે. એમાં નહીં મળે તો શુ થયુ કોલેજમાં હું મળી શકીશ અને આમ જ એક વર્ષ ચાલતું રહ્યું..
હવે તો એક અજનબી થી પાકા દોસ્ત બની ગયા હતા.

કુદરત નો જાદુ પણ અદભૂત છે.. કશું જ કંઈ પણ કહેવાય નહીં.

કોઇને કોઇ નાથી દૂર કરી દે છે. તો કોઈને નજીક લાવી દે છે. નસીબમાં જેને જ્યાં લખાયું હોય છે તેને તેટલું જ મળે છે.

મારુ લાસ્ટ યર હતું અને તેનું સેકન્ડ યર હતુ આખરે છુટ્ટા પડવાનો દિવસ નજીક આવી પહોંચ્યો.

છુટ્ટા પડતા પહેલા મારે મારી લાગણીઓ જણાવી હતી આખરે અન કહેવાયેલી વાત અનકહી જ ન રહી જાય.

મેં એને પૂછ્યું શું આપના લગ્ન થઈ શકશે.
તેને કહ્યું ઘરવાળા ક્યારેય નહીં માને.
એના કરતા તો પોતપોતાની જિંદગીમાં આગળ વધી જવું સારું.

એનો એવો જવાબ સાંભળીને થયું પણ એવું જ મારી લાગણીઓ અધૂરી જ રહી ગઈ.

જે કહી દીધું એ શબ્દો હતા.
જે ના કહી શક્યા એ લાગણીઓ હતી.
કેટલીયે ઇચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી.
માત્ર અધૂરી ઈચ્છા બની ને દિલમાં રહી જાય છે.
પૂરું તો માત્ર જીવન થાય છે.
કેટલુક મરજીથી તો કેટલુંક મજબૂરીમાં.

વનકહયા પ્રેમની વેદના શું કહેવી.
હતાસા છે હૈયા ફાટ કોને કહેવી.
કોને કહું? અને કોણ સાંભળશે.?
વણકહ્યા પ્રેમ ની કથા કોણ વાંચશે?

કહેવા માટે તો ઘણું બધું હતું પણ હોઠો પર મૌન સ્મિત લઇને બંને જણ છુટા પડ્યા.

જ્યારે જ્યારે તારી યાદ આવે છે ત્યારે આંખોમાંથી આંસૂ નિકળી આવે છે.
આ વણકહ્યો પ્રેમ વણ કહી લાગણીઓ સીમા બહારની છે.
જયા કોઈ બ્રેકઅપ નથી બસ નદીની જેમ વહ્યા કરનાર વણ કહ્યો આ પ્રેમ છે.