The priseless voice of love books and stories free download online pdf in Gujarati

પ્રેમ નો અમૂલ્ય અવાજ

'પ્રેમ' એવો શબ્દ છે, જેની વ્યાખ્યા બધાના મત મુજબ જુદી જુદી આપતા હોય છે, અને શબ્દ પણ એવોજ છે જેની વ્યાખ્યા અનંત છે

પ્રેમ ઘણી રીતે થાય છે, જરૂરી નથી કે પ્રેમ થવામાં એકજ રસ્તો હોય, ક્યારેક પ્રેમ સાથે હોય ત્યારે સમય સાથે ના હોય, સમય સાથે હોય ત્યારે પ્રેમ સાથે નથી હોતો, ભાગ્યેજ પ્રેમ અને સમય સાથે આવતા હોય છે,

એક નજર નો પ્રેમ આપણને અજુગતો લાગે, સ્વાર્થ ભર્યો લાગે પણ લાંબા સમયે પ્રેમની પરાકાષ્ઠ જોઈએ ત્યારે એક નજર નો પ્રેમ સાર્થક લાગે

જીવન માં પ્રેમ એવી અનુભૂતિ છે, એ નથી આપણને પેલા જાણ કરતીકે પ્રેમ થવાના સંકેત આપતી, ત્યારેજ એક નજરમાં પ્રેમ થવો સંભવ છે, એક નજર માં પ્રેમ સાચો હોય તોજ બંનેને થઇ જાય છે ભલે વ્યક્ત કરવામાં કે સમજવામાં સમય લાગે પણ એકબીજાને ખબર હોય ત્યારેજ મનમેળ થાય છે,

સુર્યાભાસ્કર ને આજના દિવસે બે પ્રેમી જોડાને મળાવવાનો આનંદ લેવો હશે એટલે એવો માહોલ બનાવી દીધો,કોષો દૂર રહેતા બને ને આજે આમને-સામને કરી દીધા,

જેનામમાં હજી પ્રેમ કે લાગણી ની ભાવનાના અંકુર પણ ફૂટ્યા નોતા એમને કુદરતે કામદેવના પ્રેમ રૂપી બાણ સ્પર્સ કરાવીને એકબીજાના પર જીવનસાથી બનવાના અંકુર વાવી દીધા

કુદરત રસ્તો બનાવી આપે પણ આપડે એના પર કેમ ચાલવું એ આપણા પર હોય તો કુદરતે ધાર્યું થઇ જાય એક નજર ની લાગણી બને બાજુથી સરખીજ હોય અને સાચી હોય તો પ્રકૃત્તિ પણ એનો સાથ આપવામાં કચાસ ના રાખે,

આજના દિવસ નો માહોલ પણ એવોજ હતો આજે એક જોડલું લગ્નગ્રંથી થી જોડાવાનું હતું અને એક એમના પ્રેમગ્રંથી થી, પરિવાર માં લગ્નસંસ્કાર ની ખુશીનો માહોલ હતો, અને એક બાજુ બે જોડાને એમની એકબીજા પ્રત્યેની લાગણી નો માહોલ હતો, કુદરત જ એમની બને ખુશી ની સાક્ષી હતી અને પ્રેમ અને લગ્ન ના માહોલ ની ભાગીદારી બનીને આનંદ માણતી હતી,


જિંકલ એના નામ પ્રમાણેજ મીઠા અવાજ રૂપી શાંત ને બીજાના માટે મદદરૂપ થવા વાળી છે,

વિરલ પણ પ્રકૃતિ ની અમૂલ્ય ભેટ રૂપી જીવન જીવીને જીવડાવનારો ને બીજાના માટે આત્મવિભોર થઇ જનારો છે,


જિંક્લ અને વિરલ આજે પહેલીજ વાર એકબીજાને સામ-સામે જોવાના એવી આજના દિવસ ની રેખા ભાસ્કરે કંડારી હતી તેમની લાગણી મનમાં શું થવાની એ ભાસ્કર ધરતી ને તેમના તાપ થી તપાડીને તપાડતા હતા ત્યારેજ એકબીજાના પ્રત્યે ધ્યાન ખેંચાઈ ને બને ના મનમાં કામદેવના બાણ ના અંકુર ની લાગણી એકબીજા પ્રત્યે વહેવા લાગી, સૂર્યનારાયણે ઉગીને વિરલ અને જિંક્લ ના જીવન માં પ્રેમ રૂપી કિરણ ને ઉજળું કર્યું,

બંનેની ઉમર નાની હતી, પણ પ્રેમ ઉંમર કે લાયકાત જોઈને નથી થતો અને થઇ જાય તો પણ એના સંકેત ઓળખી નથી સકતા, બસ હૈયા માં એક એના પ્રત્યેની લાગણી બધાથી અનોખી આવે, તેમજ જિંક્લ ને વિરલ પર નજર મંડાઈ ગય હતી અને વિરલ ને તેના મનમાં જિંક્લ નું ચિત્ર જ કંડારાઈ ગયું હતું,


ફળિયામાં લગ્ન પ્રસંગ હોય એટલે હરિનાજન વધાઈ માટે મુળી લેવા માટે આવે, ગામડા માં આ પ્રથા હજી પણ જીવંત છે, અને સૌરાષ્ટ્ર ની પરંપરા રઈ છે શુભ પ્રસંગે ધનદાન કે અન્નદાન કરવાનું, વિરલ ના કાકી ત્યારે ધન આપવાના હતા પણ વિરલ ને એની અંદર ની લાગણી ભોજન આપવાની થઇ, કુદરત પણ ક્યારેક એવી લાગણી ને જન્મ અપાવે કે માહોલ ને અવસર માં પરિવર્તન કરાવી દે, અને અન્નદાન નું દાન કરવાનો આગ્રહ કરાવ્યો અને એની વાતને માનીને એ દાન કરવામાં આવ્યું, આ ભાવનાનું ચિત્ર જિંક્લ જોતી હતી અને તેના મનમાં વિરલ ના ભાવનાનું પ્રથમ આકર્ષણ નું બીજ રોપાઈ ગયું, બંને પોત પોતાના મનમાં એક બીજાની લાગણી ને મજબૂત બનાવતા હતા સમય એવો હતો કે વ્યક્ત ના કરી શકે, કેમકે કુદરતે એવી વિચારધારા હજી પ્રગટવા કે એને સમજી શકે એવી ભાવના આપી નોતી, સમય એની નાદાની ની મોજ લેવા માંગતો હોય એવો ભાવ પ્રગટ કરતો હતો, એટલેજ એને થોડા દિવસોમાં આવનારા દિવસો નું એકાંત પણું પણ અનુભવ કરાવવા બંનેના મન માં ક્ષણિક લાગણીજ પ્રગટ કરી હતી,

જયારે જેના માટે બને ભેગા થયા હતા એ લગ્ન નો આલ્બમ આવ્યો ત્યારે વિરલ ફોટા માં જિંક્લ ને જોઈને અચાનક તેની લાગણી બાર કાઢી જિંક્લ ના મામી ને પૂછ્યું કે આ છોકરી કોણ છે? તેમને કીધું કે મારી બેનની ભાણકી છે, વિરલે તેની ઉલ્લાશ અને અધીરાઈથી કઈ દીધું મને એ ગમે છેમારે એની સાથે લગ્ન કરવા છે, ત્યારે જિંક્લ ના મામી એ નાનપણ માં વાત લઈને હસતા કઈ દીધું કે મોટો થા પછી વાત ચલાવસું આપણે,

બને સરખી જ ઉમર ના હતા એટલે મિત્ર કે પ્રેમ ની ભાવના કંડારાણી નોતી એવી ભાવના વગર જ એકબીજાને પસંદ કરે એ પણ પોત પોતાના મનમાં પણ વિચારી ના સકતા