મનસ્વી - ૧૯ in Gujarati Novel Episodes by Alpesh Barot books and stories Free | મનસ્વી - ૧૯

મનસ્વી - ૧૯

લાગણીઓ નો પ્રવાહ એવો જળધોધ છે જેને રોકવાથી ઘણું નુકસાન થઈ શકે! ન પ્રેમનો ઇઝહાર, ન કોઈ એકરાર છતા એકબીજા માટે અહીં આવ્યા! અહીં જે તેની વચ્ચે થયું તેનો બંનેને કોઈ જ અફસોસ નોહતો! તેઓ અફસોસ કરવા પણ નોહતા માંગતા! તે જીવનની કડવી વાસ્તવિકતાથી વાકેફ હતા. રાત ખુશનુમા રહી! ઉર્વીનો જાણે આજે પુનર્જન્મ થયો! આજે તે એક છોકરીમાંથી સ્ત્રી થઈ ગઈ હોય! તેણે ઊઠી એ.સી બંધ કરી! બાલ્કની તરફની દરવાજો ખોલ્યા! વહેલી સવારે એક તારો ટમટમી રહ્યો હતો. લોકો તેને શુક્રનો તારો કહે છે. જે વહેલી સવારે જોઈ શકાય! દરિયાઈ મુસાફરી માટે આ તારાઓનો ખુબ જ મહત્વ છે. દરવાજો ખોલતા જ કડકડતી ઠંડીમાં પવનનો બર્ફીલો મોજો ઓરડામાં ધસી આવ્યો!  નખી તળાવ સુમસાન લાગતો હતો.બોટ બધી હવામાં હાલક ડોલક થઈ રહી હતી. સામે સુતેલા પહાડો હજુ તેજ સ્થિતિમાં હતા. આસપાસ નીરવ શાંતિ હતી! તેમ છતાં તળાવ તરફ કાન સરકાવતા જળચર સૃષ્ટિનો મીઠો સંગીત સંભળાઈ રહ્યો હતો. ઉર્વી બસ આનંદ લેવા માંગતી હતી! આ ક્ષણો ફરી આવે ન આવે! તે ફરી ફરીને આ ક્ષણને જીવી લેવા માંગતી હતી. તેને પાર્થિવને ગાંઠ નિદ્રામાં ઊંઘતો જોયો! તેની પાસે આવીને બેઠી! એજ અવસ્થામાં તે કેટલીએ ક્ષણો જોયા કર્યું! તેને પાર્થિવથી પ્રેમ હતો પહેલા દીવસથી અને કદાચ જીવનની છેલ્લી શ્વાસ સુધી તે પાર્થિવને ચાહતી રહેશે! તેણે પાર્થિવના ગાલ પર પછી માથા પર એક ચુંબન કર્યું! પાર્થિવના શરીરમાં સરવરાટ થયો! તેણી આંખ ખુલ્લી પાસે ઉર્વી બેઠી હતી. તેણે બને હાથ ફેલાવ્યાં! ઉર્વી તેના બાહુપાશમાં સમાઈ ગઈ! બંને યુવાહદય અનિમેષનયનો એકમેકની આંખમાં જોઈ રહ્યા હતા. આ કોઈ હવસ ન હતું! એકબીજા માટે કોઈ શરીર સુખ પૂરતું ન હતું! લાગણીઓ હતી! ઉર્વી રોકવામાં નોહતી માંગતી! પાર્થિવ પણ તેને મનભરી પામી લેવા માંગતો હતો! આ ચાહત હતી! એકબીજામાં સમાવવાની! પ્રેમની નાવ નખી તળાવમાં વિહારી રહી હતી. તેના મીઠા હલેસાઓ પ્રેમનું સંગીત! લાગણીઓના ધોધ વચ્ચે સૂરજ ઊગ્યો! બને એમજ પડ્યા રહ્યા! ઊઠવા કોણ માગતું હતું? અહીં તો જીવી લેવાની જ ચાહત હતી. પ્રમના આ નિશાનો મન પર બહુ ઊંડે સુધી ઉતરવાના હતા. ઉતરી ચુક્યા હતા. ઉર્વી અને પાર્થિવ બને એકબીજાના શરીર પર કેટલી બધી સોગાદ આપી હતી. પ્રેમનો નશો જ કઈ અલગ છે. પ્રેમમાં માણસ દર્દ ભૂલી જાય છે. કલાકો પછી બંનેની નૌકાઓ કિનારે આવી! થાક ન હતો! હર્ષ હતો પ્રેમમાં વિહારવાનો! ખુશીઓ હતી લાગણીઓના પ્રવાહ તરફ ખેંચાઈ જવાની! બંનેના ચહેરાઓ પર એક સંતોષની લાગણી હતી.

પાર્થિવ ઊંઘી ગયો! ઉર્વી ઊંઘી ન શકી! ઉર્વીની સામે યાદોનો ચલચિત્ર ઉભું થઈ ગયું! કોલેજમાં તેણે પાર્થિવને કોલેજના ગાર્ડનમાં જોયો હતો! તે નવલકથા વાંચી રહ્યો હતો! ઉર્વી તેને નીરખી રહી! છોકરાઓને બહુ જલ્દી નોટિસ ન કરનારી ઉર્વી પાર્થિવની આવી આદતના કારણે આકર્ષિત થઈ હતી. પણ તેનો એહસાસ આજદિન સુધી તેણે પાર્થિવને થવા નથી દીધો! ઉર્વી ખુદ તેની નઝદીક આવવા માંગતી હતી! પાર્થિવને મળવાની ઇચ્છા પ્રબળ હતી! તેણે જ પાર્થિવને લાઈબ્રેરીમાં જોયો હતો! પાર્થિવ ક્યાં ક્લાસમાં છે.  તેના રોજ કેટલા લેક્ચર છે. ક્યારે તે લાઈબ્રેરીમાં આવે છે. તે બધું જ નોટિસ કરતી! તેને જાણવાની તાલાવેલી એટલી હતી કે કોઈના કોઈ બહાને તે લાઈબ્રેરીનો રજીસ્ટર ચેક કરતી! પાર્થિવ કઇ બુક્સ વાંચે છે બધું જ... ઉર્વી જાણતી હતી. પાર્થિવ લેખન સાથે સંકળાયેલો છે. ઉર્વી એક જાશુસની જેમ તેની વિશે બધું જ  શોધ્યું! તેની સાથે જાણી જોઈને અથળાઈ! તેની સામે તેણે દલીલો કરી! જેથી તે ઉર્વીને જુવે, પોતાનો ચહેરો તે પાર્થિવના મગજમાં બેસાડવા માંગતી હતી. ઉર્વી સફળ રહી! લાઈબ્રેરીમાં પેરાલિસિસની એક જ કોપી છે. જે પાર્થિવ પાસે જ હતી. ઉર્વી પાર્થિવ સાંભળતો હોય એવી રીતે લાઈબ્રેરીયન સાથે દલીલો કરી! તે આવે તે પેહલા હું એની સામે ગોઠવાઈ જતી! એ વાંચનમાં જ મગ્ન રહેતો! પણ ઉર્વી તેને જોયા કરતી! કોલજની ટ્રીપ ફક્ત ત્રીજા વર્ષના સ્ટુડન્ટ અને ખાસ તેઓના ડિપાર્ટમેન્ટ પૂરતું જ હતું! પણ ઉર્વી એ ટ્રીપમાં ગઈ! તેણે એ નોંધ લીધું હશે કે કેમ તે હું નથી જાણતી! પણ હું જે જે ઈચ્છતી હતી, જે જે મગજમાં પ્લાન કરતી હતી તે સફળ થઈ રહ્યા હતા! પણ તે મને પ્રેમ નથી કરતો એ પણ હું જાણી ગઈ! તે મારી જ ફ્રેન્ડના સાચા પ્રેમમાં હતો. તેમ છતાં એ મારા મનનો મહાવીર હતો. આજે તે સામેથી મને અહીં લઈ આવ્યો છે.  મેં મારું શરીર પણ તેને સોંપી દીધું મને એના પર વિશ્વાસ છે. ભલે અમે એક ન થઈ શકીએ! અમારી રાહ અલગ અલગ હોય! પણ તેના સાથે આ પળોને હું મનભરીને માણી લઈશ! તેની સાથે હોઉં છું ત્યારે જાણે મને દુનિયાની તમામ ખુશીઓ મળી ગઈ હોય તેવું લાગે છે.                               ****
બર્ફીલો પવન લહેરાઈ રહ્યો હતો! રાત્રે થીજી ગેયલો નખી તળાવ હવે ફરી તેના મૂળ રૂપમાં આવી ગયો હતો!  શિયાળાની આ કાતિલ ઠંડીમાં બહુ જાજી ભીડ નોહતી! પણ ઉર્વીની ઈચ્છા હતી કે તે આ તળાવની અંદર બોટિંગ કરે! તેમાં પણ ડીમાન્ડ એ હતી કે બોટ તેને જાતે ચલાવાની ! અમારી સાથે બીજા બે ત્રણ કપલ્સ હતા. તેઓ પણ બોટ લઈને નખી તળાવમાં નીકળી પડ્યા!

"આપણે પહેલા કપલ્સની સાઈડ કાપીએ...."
"ના, ના થાકી જવાય!"
"થાકવાનું શું હોય! મજા આવશે આપણે તેઓને ચીડાવીશું..."
"ના હવે એવું ન કરવું જોઈએ ! બસ શાંતિથી મજા લે! અને જોરજોરથી પેંડલ મારીશ તો  બહુ જલ્દી થાકી જઈશ..."
"કઈ ન થાય મને!"

અમે તળાવની બિલકુલ વચ્ચે હતા. અમારી આસપાસ એક બતક કપલ જઇ રહ્યું હતું! અમે તેના ફોટો લીધા!  સેલ્ફીઓ લીધી! તળાવનું પાણી આથમતા સૂરજના ચમકી રહ્યું હતું. સામે દેડકાં આકારનું ટોડ રોક દેખાઈ રહ્યું હતું! મેં તેની સુંદર તસ્વીરો ફોનમાં કેદ કરી!

"આપણે તે દિશામાં જઈએ? પાસેથી બહુ મજા આવશે જોવાની...." ઉર્વીએ કહ્યું.

"હા..." કહેતા પાર્થિવે તળાવની બિલકુલ વચ્ચે આવેલા ફુંવારાઓ પાસેથી ટર્ન લીધો!

"બોટને  ફુંવારાઓની અંદર લેને મજા આવશે!" ઉર્વીએ કહ્યું.
"નહિ, પલડી જશું!"
"અરે કઈ ન થાય!" કહેતા તેણે વચ્ચે બોટ લીધી...
ઝરમર ઝરમર કરતા કુત્રિમ વરસાદી ફુંવારાઓમાં અમે મજા કરી! ત્યાંથી બોટને ટોડ રોક તરફ લીધું!
તળાવની પાસેથી નીકળતો પહાડી રસ્તો હતો. તેની પાળીઓ કેટલાક  કપલ્સ રોમાન્સ કરી રહ્યા હતાં.

"મને એક કિસ કરવી છે."
"અહીં તળાવમાં કોઈ જોવે તો કેવું લાગે?"
"જો પહેલા બતકો કરે છે" તેણે આંગળી ચીંધતા કહ્યું. " કોઈ જુવે છે?"

પાર્થિવ ઉર્વીની પાસે ગયો! લાઇફ સેવિંગ જેકટ એને વિચિત્ર બેઠક વચ્ચે બને ચુંબન કર્યું! ફરી ફરીને કર્યું! બનેનું મન ન ભરાયું ત્યાં સુધી તેઓ એકમેકને ચુંમતા રહ્યા!

તળાવની ચારે તરફ મજાનું ચકર લગાવ્યું! ચારે તરફ દેખતા ઉંચા પહાડો! બીજી તરફ આબુ શહેર, લોકોની ચહલ પહલ, રંગબેરંગી નાવો! જોવા ઊમટેલી ભીડ! બધું નઝદીક આવતું ગયું! સાથે અમારી આ સફરનો અંત પણ! દિવસ એકની સરખામણીમાં દિવસ બેમાં અમે હવે વધારે પાસે આવી ગયા હતા. ઉર્વી અને પાર્થિવનો હાથ હવે છૂટતો નોહતો! બને ચાલીને મુખ્ય બજાર તરફ જઈ રહ્યા હતા.

"પાર્થિવ એક વાત કહું?"
"એક નહિ અનેક વાત કરી શકે તું!"
તે હસી" આપણે અહીંથી અમદાવાદ થઈને જઇએ તો?"
"હં, મને કંઈ વાંધો નથી!"
" તું સમજ્યો નહિ!"  તેણે પાર્થિવને ઊભો રાખી બને હાથ જોરથી દબાવ્યા! "આપણે અમીને એક વખત મળી આવીએ..."
"ના મને નથી મળવું!"
"પાર્થિવ ગુસ્સો નહિ કર, ગુસ્સામાં માણસ ખોટા નિર્ણય લે છે. પેહલા મારી વાત સાંભળી લે, પછી તને નહિ ગમેં તો આપણે નહિ જઈએ!"
"ઠીક છે."
"અમી અને તારી વચ્ચે કોઈ ઔપચારિક બ્રેકઅપ નથી થયું! તમારી એ વિષય પર વાત નથી થઈ! એ કરવા પણ નથી માંગતી! પણ આપણે આપણી તરફથી ક્લિયર રહીએ! એક વખત જાણી લઈએ કે સ્થિતિ શું છે?"
"શું જરૂર છે?"
"જરૂર છે પાર્થિવ... આપણે આવ્યા છીએ તો એક વખત જવામાં શું વાંધો છે?"
ઉર્વીએ પાર્થિવને અમદાવાદ અમીને મળવા માટે મનાવી લીધો.

સરકારી બસ મોડી રાત્રે આબુ પર્વત ઊતરી રહી હતી.આવ્યા ત્યારે બને ઊંઘમાં હતા. પણ જવા ટાઈમે રસ્તાની આસપાસ ઊંડી ઊંડી ખાઈઓ દેખાઈ રહી હતી. તે જોઈને પાર્થિવને ચક્કર આવી ગયા! તેણે વોમિટિંગ કરવાનું શુરું કર્યું! ઉર્વી આ સ્થિતિમાં પણ સુગાઈ ન જતા! પાર્થિવને સાંચવ્યો! તેણે પાણી આપ્યું! પીપરમેન્ટ આપી, પાર્થિવ ઉર્વીના ખોડામાં જ સુઈ ગયો! ઉર્વીએ પાર્થિવના માથા પર હાથ ફરાવતી રહી!  રાત વધતી ગઈ,  ખુલ્લા સ્વચ્છ આકાશમાં તે અનિમેષ નજરે જોતી રહી! તેની નિસ્તેજ આંખોમાં ઊંઘ નોહતી! જાણે તેની આંખો કઈ રહી હોય પાર્થિવને તારાથી દૂર કેમ જવા દે છે? તું તારા હાથે જ પગ પર  કુહાડી મારી રહી છે. બસ ઉભી રહી! રેલવે ક્રોસિંગ હતું! લાલ લાઈટો ચમકી રહી હતી! આસપાસ કોઈ વાહનો નોહતા! અચાનક ટ્રેનની ઘરઘરાટી અને ભોપુના અવાજે શાંતિનું ભંગ કર્યો! પાર્થિવે હળવું ઊંચું જોયું! "વાર છે સુઈ જા..."  કહેતા પાર્થિવ ફરી ઊંઘી ગયો! તે વિરોધ દિશામાં જઈ રહેલી ટ્રેન તરફ જોતી રહી! અમી પણ તેના શાંત જીવનમાં આવીને તહલકો મચાવી ગઈ હતી. ફાટક ખુલતાની સાથે વેદનાઓ પણ રેસના ઘોડાઓની જેમ છૂટી પડી... તેની પીડાઓએ તેની તકલીફ, પાર્થિવને ખોવાની ચિંતાઓ ઉર્વીને ઊંઘવા ન દીધી...

ક્રમશ.


Rate & Review

Neepa

Neepa 11 months ago

Rajiv

Rajiv 12 months ago

Jigisha

Jigisha 1 year ago

nimesh dhruve

nimesh dhruve 1 year ago

Saiju

Saiju 1 year ago