મનસ્વી - ૨૦ in Gujarati Novel Episodes by Alpesh Barot books and stories Free | મનસ્વી - ૨૦

મનસ્વી - ૨૦

લાખો વીંછી જાણે શરીરે ડંખી રહ્યા હોય! અંતરવેદના થાક, અનિંદ્રામાં ઓઝલ થઈ જતી હતી! જ્યારે અંદરથી કઈ ખૂંચે તો એ બહાર લાવવાના બે રસ્તાઓ હોય છે.એક શબ્દ દ્વારા બીજું આંખો દ્વારા! વેદનાઓ તેની આંખે વહી ચુકી હતી. તેમ છતાં કોઈ જ અફસોસ ન હતો. ઉર્વીને એ બે વર્ષ જૂની દિવાળી યાદ આવી ગઈ! અમીના પિતાની પોસ્ટીંગ તે સમયે બરોડા હતી.તેઓ અહીં દિવાળી વેકેશન કરવા આવ્યા હતા.
ઉર્વી અને અમી બંને ખૂબ જ નઝદીક હતી. ઉર્વીનું ઘર હેરિટેજ હતું. તેમ છતાં તેનું પરિવાર સામાન્ય હતું. તેના પિતા અને તેના ભાઈઓની એક રાજાશાહી સમયની  વેપાર પેઢી હતી.  આ હેરિટેજ ઘર તેને વારસામા મળ્યો હતો. તેની મોં માંગી કિંમત આવતી હતી! એક તો તે મોકાની જગ્યા! ઉપરથી ખૂબ જ પુરાણી હવેલી હતી. ઉર્વીના વડદાદા ખૂબ મોટા જામીનદાર હતા.મજબૂત બાંધકામ અને તેના પરિવારની તે ઘર તરફનો સ્નેહ આજે પણ તે હવેલી જેમની તેમ જ અડીખમ ઉભી હતી. દેશ-વિદેશના ફિલ્મ નિર્માતાઓ ઘણી વખત હવેલીમાં  શુટિંગ માટે પ્રસ્તાવ મુક્યા હતા. સિદ્ધાંતવાદી તેનો પરિવાર ક્યારે રાજી ન થયું! ઊલટું આવા તત્વોથી કંટાળી બહાર પાટિયું માયું કે ફિલ્મ નિર્માતા કે ફિલ્મ રસિકો શુટિંગ માટે વારંવાર પુછતાછ કરવી નહીં મારી ના મતલબ ના! એ ઘટના આજે પણ મારી સામેથી નથી હટી રહી! અમી અને મારા ભાઈ વચ્ચે પ્રેમ પ્રકરણ હતું! મેં બંનેને રંગે હાથ પકડ્યા હતા. મારો ભાઈ અનિકેત અમી તરફ ગંભીર હતો. બંનેમાંથી કોઈએ ફોડ ન પાડી કે,આ બધું ક્યારથી ચાલતું હતું. અમીએ મારી સામે કબૂલાત આપી હતી. તારો ભાઈ એક છોકરો છે. હાર્ડબ્રેક જેવું કંઈ ન હોય! આ જસ્ટ ટાઈમપાસ છે.અમે બંને બસ મોજ મજા કરી રહ્યા છીએ. મને અમીની વિચારધારા અને અમીની માનસિકતા માટે ચીતરી ચડી! ત્યાર પછી અમારા પરિવારમાં મારા કાકાઓ વચ્ચે હવેલીને લઈને રમખાણો થયા! અમે ત્યાંથી હંમેશા હંમેશા માટે દૂર જતા રહ્યા હતા. મેં અમી સાથે સંબધ પુરા કરી દીધા હતા. આજે ફરી તે મારા જીવનમાં તુફાન બનીને આવી છે. ફરી બધું મિટાવીને જતી રેહશે! અને આ વખતે હું મારા હાથે જ  આ બધું કરવા જઈ રહી છું. જે માણસને ગયા બે દિવસ દરમિયાન મારુ તન સોંપી દીધું આજે એના ભૂતકાળને વર્તમાન બનાવવા જઈ રહી છું.

સરકારી બસ, કમર રહી ગઈ હતી. પાર્થિવ તો મસ્ત મજાનો મસ્તારામ થઈ બેફિકરો બનીને ઊંઘી ગયો હતો. ઊંઘયા પછી ભૈ'સાહબ પાસે ઢોલ વગાડો તોય ન હલે! વોલ્વોની ભુજ રિટર્ન બુકીંગની મેં જ ના કરી હતી. મારા મગજમાં અમદાવાદ જવાનો વિચાર પહેલાથી જ હતું. અંતે આ લાલ બોર્ડ એક્સપ્રેસ માંડમાંડ મળી હતી.અંતે અમે ગીતા મંદિર પોહચ્યા! અહીંનું દ્રશ્ય લુભાવે તેવું ન હતું. તેમ છતાં નવું જાણવા જોવા મેં મારી આંખોને ચારેતરફ ફેરવી! ગુજરાતના તામામ જગ્યાએ અહીંથી બસો જતી હશે! દસ બસો જાય, બીજી દસ આવીને ઊભી રહી જતી .કુદરતી ક્રિયાઓ માટે પણ અહીં ભીડ હતી. વસ્તુઓ વેચતાં ફેરિયાઓ, ભાગતા લોકો જાણે કોઈ પાસે સમય જ નથી. છાપું વાંચતા ભણેલા ગણેલ મુસાફરો, કોઈ ડિબેટ શોની જેમ ઇકોનોમિક પર ચર્ચા કરતા અનુમાનિત શેર-બજારના રોકાણ કારો! વતન જતા લોકો, જોબ માટે આવતા યુવાનો જાણે આખું ભારત અહીં ધમધમી રહ્યું હોય!
              
                      બસ સ્ટોપની બાજુમાં એક હોટેલ રાખી અમે વ્યવસ્થિત રીતે નાસ્તો અને શરીર શુદ્ધિ કરી, આત્મ શુદ્ધિનો વિચાર હજુ મગજમાં આવ્યો ન હતો. પાર્થિવ સુઈ રહેવા માંગતો હતો. બસમાં તે આખી રાત ઊંઘયો હતો. છતાં તે કહી રહ્યો હતો."ઉર્વી મને લાગે છે મારી ઊંઘ પુરી નથી થઈ" તેના નસકોરા અને ભાવિની ચિંતાઓ મને ઊંઘવા નોહતી દીધી ! મારી માનસિક સ્વસ્થતા તો બહુ દૂર રહ્યું તેણે મારી શારીરિક સ્વસ્થતાની પણ પાર્થિવે નોંધ નોહતી લીધી! ઉર્વી ફરી વૃક્ષ બની ગઈ! અચલ થઈ ગઈ! તે એજ પાર્થિવ છે,જેને અમીનો ફોનમાં અવાજ સાંભળીને ખબર પડી જાય છે. કે આજે તેને શરદી છે. આજે તેને તાવ છે. કદાચ હું જે કરી રહી છું તે સાચું છે. મેં એને મારો તન આપ્યો હું એને ચાહું છું. તેની પાસે મેં ચાહતની અપેક્ષાઓ ક્યારે નથી રાખી! જ્યાં અપેક્ષા મહત્વકાંક્ષાઓ હોય ત્યાં પ્રેમ ન હોય! હું એને ચાહું છું. મારો પ્રેમ બિનશરતીય છે.હું એને ઝખું છું. પણ એ કોઈ વસ્તુ નથી કે હું એને મારી જિદ્દ બનાવું! પ્રેમના બદલે પ્રેમ મળે એજ સાચો સંબધ!

અમીના ફ્લેટ સુધી અમે પોહચી ગયા હતા. તેની મમ્મીએ અમને બંનેને ખૂબ જ ઉમંગથી આવકાર્યા! તેના અકળું પિતા પાર્થિવ તરફ અરુચિક રીતે જોયા કર્યું! પણ પોતાની જાતને સ્વસ્થ રાખતા તે ચૂપ રહ્યા! તેની આંખો કહેતી હતી કે અમારી ઉપસ્થિત તેઓને વધારે રાસ આવી નહિ! તેમ છતાં ફોર્મઆલિટી માટે તેઓએ ઉર્વીની ઉપરછલ્લી રીતે તબિયત પૂછી! એની મમ્મીને ઘણી વાતો કરવી હતી. અમી હાજર ન હતી. તેના પિતાને અમારું ત્યાં બેસવું વધું ખૂંચે એ પેહલા જ તેણે અમે બંનેને અમીના રૂમમાં બેસવાનું કહ્યું.

અમીનો વિશાળ સયનખંડ જોઈને મુગ્ધ થઈ જવાયું! ઓરડાની દિવાલ પર વિશિષ્ટ ચિત્રકામ! તે ચિત્રકામની વિશિષ્ટતા એ હતી કે તે ફક્ત રંગોથી જ બનાવ્યા હોય! જાણે દિવાલ પર પહેલાથી રંગોનો છંટકાવ કરી, કોઈ ખૂબ જ નિષ્ણાંત ચિત્રકાર દ્વારા ફક્ત આંગળીઓના વેઢે, હાથોના દ્વારા તે ચિત્રને આકાર આપ્યું હોય, તે વિશિષ્ટ પ્રકારના ચિત્રમાં ઈંગ્લીશ રંગોની ભરમાર હતી. તે ચિત્ર તરફની દિવાલની આસપાસ કોઈ જ વસ્તુ મુકવામાં આવી ન હતી. તેની વિપરીત દિશામાં બાલ્કની હતી. એક માણસના આકારથી પણ વધારે મોટુ ટેડી બિયર તેની પથારી પર પડ્યું હતું. ઓરડાની એક બાજુની દિવારો પર એક ડિઝાઈનર લાકડાની અભેરાઈ હતી. જેમાં અગ્રેજી પુસ્તકોની ભરમાર હતી. પાર્થિવ ખચકાયો તેની આપેલી પચાસ એક જેટલી ગુજરાતી નવલકથાઓ ગાયબ હતી. અમીના જીવનમાં તે કેટલો દૂર થઈ ગયો છે.તેની એ નિશાની હતી. પાર્થિવ કોઈ બાળક ન હતો. તે જાણતો હતો. એક તરફ વિશાળ આધુનિક બેડ, તેની પાસેની મેજ, મેજ પર અમીની મઢાવેલી છબી, તેની બાલ્કનીમાં વિદેશી પુષ્પના કુંડાઓ હતા. અંદર તરફ આવતી હવાઓ ઓરડાને સુગંધીત કરી દેતી હતી.

"મને ફ્લેટમાં રહેવું ન ગમેં! ગમે તેટલી મૂળભૂત સુવિધાઓ હોય, એશોઆરામના સંસાધનો હોય પણ મને તો બંધીખાનું જ લાગે! લિફ્ટમાં આવું લિફ્ટમાં જવું! સંયુક્ત પાર્કિંગ, સંયુક્ત ધાબુ! કઈ જ પોતાનું અંગત નહિ?"

"આપણે કચ્છમાં ભુકંપ પછી એમ પણ બહુમાળી ઈમારતના બાંધકામ ઉપર પ્રતિબંધ છે. નહિતર શું ખબર સસ્તા અને મોટાના ચક્કરમાંમાં આપણે પણ ગુંગળાતા હોત!"

"દરેકના પોતાના વિચાર હોય છે. મને તો રોજ ઊઠી મારા ગાર્ડનમાં જવું ગમે, ફૂલો, વૃક્ષોને પાણી પીવડવું ગમે! મેં તો ઘણી વનસ્પતિ, વૃક્ષ મારી રીતે વાવ્યા છે. જેમાં એલોવીરા, સાગુઆરો નામનો થોર છે વરિયાળી,મેથી, મીઠો લીમડો,ફુદીનો, પીપળો... વિગેરે... વિગેરે વિગેરે..."

"આ બધું ફ્લેટમાં કરવું શક્ય નથી!" પાર્થિવે કહ્યું.

અમીના મમ્મી ચાની ટ્રે લઈને ઓરડામાં પ્રવેશ્યા.
"અમીને મેં કોલ કર્યો છે. તેને આવવામાં મોડું થશે!" તેઓએ ચા મેજ પર મુક્તા કહ્યું.

"માસી, અમેં રાહ જોઈશું! ભુજથી વારંવાર અહીં આવી ન શકાય!" ઉર્વીએ કહ્યું.

                              ****
બંનેને ઓરડામાં બેસી કંટાળ્યા, અમીના હજું કોઈ સમાચાર ન હતા. બાલ્કનીમાં એક હીંચકા પર અમે બેઠા રહ્યા. અમી શું દરરોજ આટલો સમય બહાર રહેતી હશે? આજે અમીએ મારા મેસજ કોલનો જવાબ નોહતો આપ્યો! જયારે મારી જ સામે તેની મમ્મીએ કોલ કર્યો તો તેણે ફટાક દઈને ઉપાડી લીધો! એની મમ્મીએ મારા હાથમાં ફોન ધર્યો પણ તેણે કાપી મુક્યો હતો. ત્યાર પછી તેણે એની મમ્મીના ફોનના પણ જવાબો ન આપ્યા!
"યુનિવર્સિટીમાં નેટકવર્ક ઈશ્યુ હશે!" એની મમ્મીએ અમીનો બચાવ કરતા કહ્યું.

સાંજ પોતાના આકારને સંકેલી રહી હતી. પૂર્વ તરફની કાળાશ
૫શ્ચિમમાં વધી રહી હતી. સૂરજ આથમી ચુક્યો હતો. તેમ છતાં તેના અવશેષો હજુ ક્ષિતિજ પર દેખાઈ રહ્યા હતા. સંધ્યાના રંગો, તેની આસપાસ અસ્તવ્યસ્ત મંડરાતી સફેદ વાદળીઓ જોતાજોતામાં જ અદ્રશ્ય થઈ ગઈ! કાળી ડિબાંક અંધારી ચાદર આખા બ્રહ્માંડમાં જાણે ફરીવળી! ગામડામાં મંદિરમાં ઝાલર વાગતું હશે! ગાયોનો ધણ પાછું આવી ગયું હશે! પણ અમીના આવવાના કોઈ જ એંધાણ નોહતા, ન  દૂરદૂર સુધી તેની ભાળ પડતી હતી. અમે પણ અમારી તમામ સંવેદનાઓ, લાગણીઓ  સંકેલી ભુજ તરફ ભણી ગયા..

ક્રમશ.


Rate & Review

Rajiv

Rajiv 12 months ago

Usha Dattani Dattani
nimesh dhruve

nimesh dhruve 1 year ago

r patel

r patel 1 year ago

Zalak Mehta

Zalak Mehta 1 year ago