મનસ્વી - ૨૧ in Gujarati Novel Episodes by Alpesh Barot books and stories Free | મનસ્વી - ૨૧

મનસ્વી - ૨૧

ભણતર અને રૂઢીચુસ્તતાને કોઈ સંબધ? ભણતર અને સમજણ ને કોઈ સંબધ? પૈસા અને સમજણને કોઈ સંબધ? જવાબો આપવા અઘરા છે. કોઈ કોઈ જવાબ માણસ પાસે નથી હોતા! સમય જ તેનો જવાબ આપી શકે છે.ભણેલા અભણને જોઈએ છીએ ત્યારે ઘીન આવે છે. આટલી પછાત અને નીચ માનસિકતા પર અફસોસ થાય છે. આ બધું કોની આળમાં થાય છે? કેટલીએ એવી નીતિ-નિયમો ખૂબ જ અમાનવીય રીતે અમલ થતા જોયા છે. પણ કોઈ ભણેલ માણસ આવું કરે? કેવું લાગે? પોતાના અંગત સ્વાર્થ માટે તેની જ દીકરીનો બલિદાન? ફક્ત પોતાના હોદાનું પોતના સામાજિક રુતબાને જાળવી રાખવા માણસ આંખ આડા કાન કરે છે. આવું જ કઈ નવીનભાઈ કરવા જઈ રહ્યા હતા. તેનું પરિણામ શું આવશે તે તો ભગવાન જ જાણે! સવિતાબેન અમી અને પાર્થિવની સગાઈની વાત ફરી મૂકી! પણ નવીનભાઈ ઈન્કાર કર્યો! આ વખતે સવિતાબેન બાજી હાથમાંથી જવા દેવા માંગતા ન હતા. પાછલી વખતે બંનેને સગાઈની વાતો ચાલી, નવીનભાઈએ સગાઈ માટે ના કરી ત્યારે સવિતાબેન ખૂબ નારાજ થયા હતા. અમી અને પાર્થિવ એક સાથે ફરવા જતા તે જોઈને સવિતાબેન ખૂબ જ ખુશ થતા હતા.આજકલ ફરી અમી પેહલા લોફર અમિત સાથે ફરતી જોઈને તે મનોમન ઉકળી પડ્યા હતા.

"જુવો, અમી અને પાર્થિવની સગાઈમાં આપણો જ ફાયદો છે?" સવિતાબેને હુકમો એકો ફેંક્યો.

"મેં સાંભળ્યું છે. કચ્છમાં આપણી સમાજે તમારા રિટાયર્ડ થવા પછી ફક્ત કચ્છ નહિ સંપૂર્ણ ગુજરાતમાં તમારા પ્રમુખ પદ માટેની વાતો ચાલે છે. ઘાટઘાટના પાણી તમે પી જે અનુભવ લીધો છે. દરેક શહેરમાં જે તમારી રાજકીય ઈજ્જત છે. તેને વધુ મજબૂત અને પ્રબળ બનાવનો એક માત્ર માર્ગ પાર્થિવ છે. સામાજિક રીતે તેનું પરિવાર ખુદ પાર્થિવ તમને બહુ લાભો પોહચાડી શકે છે.આટલા વર્ષોમાં કમાયેલી ઈજ્જત અમી માટે થઈને કેમ બરબાદ કરવી છે? એ તો છોકરું છે. પેહલા અમિત પછી પાર્થિવ, ફરી અમિતથી પાર્થિવ માટે તેને કોઈ વાંધો નહિ આવે! એમ પણ એ  તમારી દરેક વાતને માને છે."

"વાત તારી સાચી છે. આટલા વર્ષોની ઈજ્જત, કમાણી આપણા ખાનદાનના રિવાજો અમીના એક નિર્ણય માત્રથી બધું જ બરાબાદ થઈ જશે! પછી આ કમાણી, આ મહેનતનું શું? સમાજમાં રહેવું હોય તો સમાજના નિયમોને માનવા જ રહ્યા! તેજ એક મૂળભૂત સિદ્ધાંત છે." નવીનભાઈના ચેહરા પર બિભીષણ હાસ્ય ફરી વળ્યું!

"અમીને તો પૂછી લઈએ, તેનું શું કહેવું છે?"
"અમી, એરે એ તો હજુ બાળક છે. એમ પણ ગઈ વખતે તેણે હા પાડી હતી. મારી જ ના હતી! ફરીથી તે સગાઈ માટે તૈયાર થઈ જશે! હવે તું તારે નિરાંતે વચેટીયાઓને ફોન કરી દેજે.."


                               *****

અમદાવાદ ન ગયો હોત તો સારું હતું. આંમ તો મેં મારા મનને મનાવી લીધો હતો. પણ અમદાવાદ જતા, ફરી એ પીડા, ફરીએ ઘા વકરી રહ્યો છે. જાણે ફરીએ ઘા લબકલબક થઈ રહ્યો છે. આ અંતરવેદના, આ દુઃખોનો પહાડ! બધું જ અસહ્ય હતું. અમીને એક ક્ષણ માટે પણ મારી પરવાહ ન થઈ! એટલું જરૂરી શું કામ હતું કે અમારા આવવાના સમાચાર મળવા છતાં તે ન આવી? જૂનીયાદો, અમી સાથેની તે પળોનેને વગોળી રહ્યો હતો. રડીરડીને તેની સ્થિતિ વધારે ભંયકર થઈ રહ્યું હતું. જાણે કોઈ યુદ્ધમાં તેનો હાથ કપાઈ ગયો હોય! તેના શરીરનો કોઇ અંગ કપાઈ ગયું હોય તેટલી પીડા!  તે ઘરમાં પુરાઈ રહેતો, અમદાવાદથી ફોન ચાર્જ કરવાનું પણ ભાન ન રહ્યું! ઓરડામાં જ જમતો કે અધૂરી મૂકી દેતો, કોઈ વાર થાળી તરફ જોતો પણ નહીં! જાણે તે પાગલ થઈ રહ્યો હોય! એકલતા માણસનો મોટો દુશ્મન છે.
તેને મરવાના વિચારો આવ્યા, જીવન ટૂંકાવવના વિચાર આવ્યા! પણ તે તેના પરિવાર માટે જીવવા માંગતો હતો.ક્ષણ એક વાર તેને હાથમાં બ્લેડ લઈને નશ કાપવાની તૈયારી કરી પણ હિંમત ન થઈ! તેણે જોરજોરથી રડવાનું મન થયું!ચિખવાનું મન થયું! તે પડ્યો રહ્યો એક જીવતી લાસની જેમ! હારેલ યોદ્ધાની જેમ!  તેનું મન જાણે  યુદ્ધ પછી યુદ્ધ ભૂમિમાં વિહારવા નીકળ્યું હોય! તેની લાગણીઓ, પ્રેમ,સ્મરણો, વાતો, મુલાકાતોની લોહીલુહાણ લાસો જાણે ચારે તરફ વેરાયેલી હોય!
                               *****

આજે ન જાણે કેટલા દિવસે તેણે અજણાવું જોયું હશે! જાણે તેને કોઈનો નજઝ કેદ બનાવ્યો હોય! આજે નીકળ્યો તો તેના પગ ફરી માંડવી તરફ જ વધ્યા! તે ફરી અમી સાથેની ક્ષણોને જીવવા માંગતો હતો! એ જગ્યાઓ પર જઈને અમીનો એહસાસ કરવા માંગતો હતો. લાગણીઓ કોઈ વરાળ નથી કે બાષ્પીભવન થઈ જાય! અંતરાગ વેદના! માણસને અંદરથી જર્જરિત કરે છે. કોઈ એવો રોગ જે પીલાઈ પીલાઈને મારે છે.બુદ્ધિ બહેર મારી જાય છે. શબ્દો ગળમાં ઓગળી જાય છે. એ જ્વાળામુખી જે માણસને અંદરથી ખોખલો કરી મૂકે છે. સફળતા નિષ્ફળતા એતો સંજોગ છે પણ, ઇશ્ક એ પણ અધૂરો, એક તરફી ચાહત કોઈ યુદ્ધથી કમ નથી!  હારેલો સિપાઈ વધારે વલખા મારે છે. કેહવાય છે ને, 'ઘાયલ સિંહ વધારે ખતરનાક હોય છે.' પાર્થિવ ફરી એજ યાદોને જીવવા માંગતો હતો. તેણે એવી કોઈ જગ્યા બાકી ન રાખી જ્યાં તેની અને અમીની યાદો જોડાયેલી હોય! તે માંડવીના બેનામી સમુદ્રી કિનારા પર આવ્યો! જ્યાં દૂરદૂર સુધી કોઈ માણસ નોહતું દેખાતું! તે અને અમી ઘણી વખત અહીં આવ્યા હતા. તેણે દૂરથી જ અમીને પાણીમાં નાતી કલ્પી! છબછબીયાઓ કરતી જોઈ! કીકીયારીઓ કરતી જોઈ! ચીખતાં જોઈ! જોરજોરથી હસતા જોઈ! તેનો હાથ પકડી જાણે તે એને સમુદ્રમાં લઈ જઈ રહી હોય! તેણે અમીની યાદોને અનુભવી! તે ત્યાં જ બેસી રહ્યો! તેની આંખ સામે એક એક દ્રશ્ય તાજું થઈ રહ્યું હતું. તે ત્યાં જ પડ્યો રહ્યો.આફટ સમુદ્રની રેતીમાં બેજાન લાસ બનીને તે પડ્યો રહ્યો! સમુદ્રમાં મોજાઓ આવતા તેની ઉપરથી ફળી જતા! તેણે આંખ ખૂલ્લી આસપાસ જોવાની પણ ચેસ્ટાઓ ન કરી ! તેં તંદ્રામાં હતો.તેણે કોઈ ઓળો દેખાય છે. તે એની તરફ જ આવી રહ્યું છે. તે આંમ જ દરિયા કિનારે પડ્યો રહે છે.નિરાધાર જેમ! અસમર્થ! કોઈ ઘાયલ, નિર્બળ વ્યક્તિની જેમ, તે ઓળો તેની તરફ વધી રહ્યો છે. દ્રશ્ય ધીમેધીમે સ્પષ્ટ થાય છે. તે અમી છે. તે ઘાયલ છે. તે મારી તરફ દોડી રહી છે.તેની પાછળ કેટલાક લોકો છે. તે કઈ બોલી રહી છે. પણ મને સંભળાતું કેમ નથી? એક મહાકાય જહાજ કિનારાની થોડી દૂર ઊભો છે. તેની ઉપર કાળો વાવટો ફરકી રહ્યો છે. તેની આસપાસ હજારો નાવ , વિચિત્ર પોશાકવાળા ચાંચિયાઓ અમીની પાછળ દોડી રહ્યા છે. આવજ હવે સ્પષ્ટ થયો તે 'પાર્થિવ.... પાર્થિવ..." કહી રહી હતી.તે મારી પાસે આવી, મારી પાસે મદદ માંગી રહી છે. હું કઈ જ ન કરી શક્યો! ચાંચિયાઓનું એ ટોળું અમી પર જેવો હાથ મૂકે છે. હું સ્વપ્નમાંથી બહાર આવ્યો! આસપાસ ન જહાજ હતું! ન કોઈ ચાંચિયાઓ, રાત થઈ ગઈ હતી. તેણે સમયનો પણ ભાન ન રહ્યો! તે અહીં પંદર કલાકથી  પણ વધારે સમયથી લાસ બનીને પડ્યો હતો. તેની ઉપર હજું પણ પાણીના મોજાઓ તેને ભીંજવી રહ્યા હતા. તે ફરી રડી પડ્યો! હિબકાઓ ભરી ભરીને....ફરી તે જાતે શાંત થઈ જતો! ફરી ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડતો.એક મોટું મોજું આવ્યું! તેના ઉપરથી પસાર થઈ ગયું! જ્યારે તે પાછું સમુદ્ર તરફ પાણી પાછું વળ્યું, પાર્થિવના આશુંઓને પણ સાથે લીધા!  તેના આશુંઓ સમુદ્ર કહી રહ્યા હતા! કોનામાં વધારે ખારાસ છે?

ક્રમશ.


Rate & Review

Neepa

Neepa 11 months ago

Rajiv

Rajiv 12 months ago

nimesh dhruve

nimesh dhruve 1 year ago

Tejash Parmar

Tejash Parmar 1 year ago

Balkrishna patel