lagnionu yuddh books and stories free download online pdf in Gujarati

લાગણીઓ નું યુદ્ધ.

'હેલો.. શુભમ ફટાફટ ગાર્ડન માં પહોચ પ્રીતિ દવાની બોટલ લઈને બેઠી છે આત્મહત્યા કરવા.'

'એમાં હું શું કરી શકું?'

'તને તો ખબર છે મારી અને એની જ્ઞાતિ અલગ હોવાથી મારી સગાઈ બીજે થઈ રહી છે. તે જાણીને તેને આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો છે. મારે પહોંચતા વાર લાગશે.'
'ઓકે હું પહોંચું છું'

'મેં નક્કી કરી લીધું કઈ પણ થાય મારે તેની જિંદગી બચાવી છે.
"જેના માટે તેણે મરવાનો નિર્ણય કર્યો છે તે તો જિંદગી જીવવા માગે છે તો પછી તું કેમ દવા પી રહી છું.'

' તુ કોણ છે તું મને જાણે છે.'

'હા,જેના માટે તે આ આત્મહત્યાનો નિર્ણય કર્યો છે તેનો હું ફ્રેન્ડ છું.'

'હું એને ખૂબ જ પ્રેમ કરું છું ,હું તેના લગ્ન બીજા સાથે થાય તે જોઈ નહી શકું.'

'મને ખાલી તું એક અઠવાડિયા નો ટાઈમ આપ હું બધું જ સરખું કરી દઉં તો. અને જો મારાથી ન થાય તો તું આ દવા પી લેજે.'
'સારુ તને એક મોકો આપ્યો ,આ દવાની બોટલ નાખી દઉં છું.'
'તે તારી મમ્મી અને તારી માનસિક બીમાર બહેનનો વિચાર કર્યો છે, તેમના માટે તો તું જ એક આધાર છે.
તું નહિ હોય તો તેમનું ગુજરાન કેવી રીતે ચાલશે..

આપણે કાલે સાંજે ફરી આ જગ્યાએ મળીશું અત્યારે તમે ઘરે જાવ.'
દરરોજ એ જગ્યા એ જ સાંજનો ટાઈમ ઓફિસથી છૂટ્યા પછી નો.
શુભમે પ્રીતિ ને જીંદગી જીવતા શીખવાડી દીધી હતી, ફરીથી હસતા કરી દીધી. અઠવાડિયામાં છેલ્લો દિવસ આવી પહોંચ્યો .

શુભમે પ્રીતિ ને પૂછ્યું. મે તારી જોડે અઠવાડી માગ્યું હતું તે મને તે તારી જિંદગીનું એક અઠવાડિયું આપ્યું હવે બોલ તારો શું વિચાર છે. "જિંદગી વિશે" પેલી બોટલ હજુ પણ ત્યાં જ પડી છે.

તેને કહ્યું' તું તારા ફ્રેન્ડ કરતા પણ ખૂબ જ સરસ છે.
મેં એને જ દુનિયા માંણી લીધી હતી. દુનિયામાં ઘણું બધું છે જીવવા માટે.'

'તો પછી તમે પ્રોમિસ કરો કે આજ પછી ક્યારેય આત્મહત્યા નહીં કરો જિંદગીમાં ગમે તેવી પણ ખરાબ પરિસ્થિતિ આવે.'
એક વર્ષ આમ જ વીતી ગયું એક દિવસ પ્રીતિએ શુભમ ને કહ્યું 'મને હવે સાચો અહેસાસ થયો કે હું તારા ફ્રેન્ડ કરતા પણ તને વધારે ચાહું છું.'

પણ હું તમને પ્રેમ નથી કરતો તમે મળ્યા તે પહેલા હું કોઈ બીજાને ચાહું છું‌.'

'હા એ તો મેં તને પૂછ્યું નહીં કે તારી જિંદગીમાં પણ કોઈ હશે પણ આતો મેં મારી લાગણીઓ જણાવી દીધી. અને તારી ના સાંભળીને હું હવે નિરાશ નહીં થવું કેમકે હું હવે જિંદગી જીવતા શીખી ગઈ છું'

શુભમ ને પણ લાગણી પ્રીતિ પ્રત્યે હતી ...પણ તેને નક્કી કર્યું હતું કે ...કંઈપણ થાય તેની જિંદગી મારે સવારવી છે ...અને તે હું નહીં આપી શકું.

મારી જોડે લગ્ન કરીને ફરી એ જ જ્ઞાતિના મેનાટોણા જિંદગીભર સાંભળવા પડશે અને મારી પરિસ્થિતિ એટલી સારી નથી કે હું એના આખા ઘરને સંભાળી શકું.

એના કરતાં તો બહેતર છે એની જ જ્ઞાતિ માં યોગ્ય કમાતા છોકરા જોડે લગ્ન થાય.
અને મારી લાગણીઓનો સવાલ છે તો તેના પ્રત્યે ક્યાં ઓછી થવાની છે, તેના માટે લગ્ન કરવા જરૂરી તો નથી.
'હવે તો તેની મમ્મી લગ્ન માટે છોકરાઓ શોધવા લાગી હતી. પ્રીતિએ કહ્યું મમ્મી હું સુભમ ને ખૂબ જ પ્રેમ કરું છું ,એ હા પાડે તો હું તેની રાહ પણ જોવા તૈયાર છું.'
'એને તને નવી જિંદગી આપી છે તો તું લગ્ન કરીને તારી જિંદગીમાં આગળ વધ.'
"હા મમ્મી તને જે યોગ્ય લાગે તેને તુ હા પાડી દે મારી પણ તેમા હા જ હશે.'
ન જાને કિસ્મત માં શુ લખાયુ હતુ જેને ચાહતા હતા તેનાથી જાણી જોઈને દૂર થવાનું હતું.

તને ભૂલી જવાનો ખ્યાલ ક્યારેય મને નથી આવ્યો.. એવું નથી કે તારા જવાથી મને ફર્ક નથી પડતો.
મને પણ ફર્ક પડે છે પણ પહેલાની જેમ હું હવે નજીક નહિ રહી શકું.

હવે હું પ્રીતિ ના લગ્ન થતાં તો નહીં જોઈ શકું અહીંથી જતા રહેવું સારું ....જતા જોઈને.‌‌... પ્રીતિ ની મમ્મીએ કહ્યું ....બેટા મને માફ કરજે... તે મારું કહ્યું માન્યું.. અને તેની જિંદગીમાંથી દૂર થઈ ગયો..‌. પણ પ્રીતિ અને તારા બંને માટે યોગ્ય હતું.‌'

'ના આંટી માફી માગવાની જરૂર નથી.. હું પણ તેણા માટે એવું જ ઇચ્છતો હતો.'

બે ત્રણ મહિને એકબીજાના હાલચાલ કોલ કરીને પૂછી લેતા હતા. મેં તેણે પૂછ્યું તુ ખુશ તો છે ને ..

તેને કહ્યું ખૂબ જ ખુશ છું. અને એ ખુશીઓનું કારણ તું છે તે દિવસે તે મારા હાથમાંથી બોટલ ના ફેકી હોત તો હું આ જિંદગી ની ખુબસુરતી જોયા વગર રહી
જાત.
बहुत ही खूबसूरत है तेरे एहसास की खुशबू ,
कितना भी सोचते हैं उतना ही महक जाते हैं।

गुजरा हुआ वक्त ठहर नहीं सकता खूबसूरत पलों को सझा लो कुछ ऐसे ,
के उन पलों में जिंदगी का मकसद मिल जाए ।
दूसरों के लिए भी कभी जी कर देखें,
रकता रकता ही सही
यह एहसास भी लाजमी हो जाए।

હારવું જરૂરી હતું, કારણ કે યુદ્ધ જ લાગણીઓ નું હતું.