sara lekhak banva shu karvu joiae ?? in Gujarati Thriller by Amit Giri Goswami books and stories PDF | સારા લેખક બનવા શું કરવું જોઇએ ???

સારા લેખક બનવા શું કરવું જોઇએ ???

આજે મારે મારો નિયમ તોડવો પડશે. રોજ એક જ પોસ્ટ કરૂ છું આમ તો, પણ આજે થયું કે લાવ બીજી પોસ્ટ મૂકું કારણ કે વિષય જ એવો હાથ માં આવ્યો છે. હમણાં હમણાં એક ભાઈનો હજી હમણાં જ મેસેજ આવ્યો *"સારા લેખક બનવા શું કરવું જોઈએ ?"*

મે કીધું *"મનમાંથી આ વિચાર જ કાઢી નાખવો જોઈએ !"*

( લખવાની શરૂઆત પણ કરી નથી ને સારા લેખક બનવું છે, લખશો તો ઓટોમેટિક સારા બની જ જશો ! )

આ પણ કય પૂછવાનો સવાલ છે ?? અરે ભાઈ લખવું જ છે તો બિંદાસ બે ફામ બે લગામ લખો ને ! કોના બાપની દિવાળી ?? જેને વાંચવું છે એ વાંચશે જ, ન વાંચે તો ક્યાં પરાણે બોચી પકડીને આપડે વાંચવા બોલાવા છે ?

આપડે લખતાં પહેલાં પણ સો વખત વિચારીએ કે આને ગમશે ? ઓને ગમશે ? ફલાણા ને ગમશે ? બેનપણી ને ગમશે ? બેનપણા ને ગમશે ?? અરે મારા ઉગતા લેખક બધાને ગમે તો જ તું લખીશ?? જો આમ કરવા બેસીશ તો ૧૦૦ માથી ૯૯ તને લખવા માટે ના પાડશે ! અને જે એક તને વાંચે છે એને તો તું પૂછીને લખતો નથી ! તો શું કામ આવી પીંજણ માં પડવું ??

તને મજા આવે તો લખ ને.. કલમ તારી પોતીકી છે ક્યાં કોઈ પાસે ઉછીની લેવી છે ?? તારું મગજ તારા વિચાર અને તારી નોટબુક ! ગામને ગમે કે ન ગમે એ ગામ જાણે ! તું તારા વિચારો ટપકાવી દે !

આપડે લેખક કે કવિ છીએ જજ નથી ! કોને શું ગમે ન ગમે ? એ બધું આપડે નક્કી નહિ કરવાનું આપડે વહેતા નિર્મળ અને ખળખળ જળની જેમ અસ્ખલિત વહેતા જવાનું ! જેની ઈચ્છા હોઈ એ આપડા "શબ્દોનું આચમન" લેવા આવી જશે ! જેને તરસ લાગે એ નદી કિનારે આવે એમ જેને વાંચવું હોઈ એ આપડે વાંચે ! ન વાંચે તો પરાણે પ્રેમ નો હોઈ વાલા !

એટલે એક વાત નક્કી કરવી કે ક્યારેય કોઈને ગમશે કે નહિ ગમે એ વાત ધ્યાનમાં લઈ ને લખવા ન બેસવું ! અને જો આવું બધું વિચારવું જ હોઈ તો લખવા ન બેસવું બસ ખાલી આવું વિચારવું જ !

કોણ તમને વાંચે છે એના કરતાં તમે કેવું લખી શકો છો એનો વિચાર કરો... તમારા વિચારોની રોજ ધાર કાઢવી જરૂરી છે ! ખાલી એક લેખ લખીને બેસી રહેશો તો રાતોરાત સ્ટાર નહીં બની શકો... એના માટે જરૂરી છે અખૂટ ખંત અને પરિશ્રમ ! આ બે વસ્તુ પર વિશ્વાસ રાખીને લખવાનુ શરૂ જ કરી દો, સારું લખશો તો લોકો તમારા લેખ પ્રકાશિત થવાની રાહ જોશે... હવે તો કેટલા બધા માધ્યમ છે આપડી પાસે, ફેસબુક, ટ્વીટર, માતૃ ભારતી, પ્રતિલિપિ, વિવિધ ઓનલાઇન બ્લોગ ની સાઈટ્સ વગેરે વગેરે. આજે તમારી પાસે અનેક વિકલ્પો છે તમારા વિચારો ને વાચા આપવા માટે... તો રાહ શેની જુઓ છો ??? ઉઠાવો તમારી કલમ અને અંદર ની આગને કાગળ પર ઉતારી નાખો.


જ્યારે શરૂઆત માં લખવાનુ શરૂ કરશો તો લોકો પાસેથી અપેક્ષા ન રાખો કે તમને સારા જ રિવ્યૂ મળશે.... ઘણા બધા નબળા પ્રતિસાદ પણ મળશે, પણ એ બધાને નજર અંદાજ કરતાં શીખો ! તમને લખવું ગમે છે ને ??? તો બસ લખો. લોકોને ખુશ કરવાની જવાબદારી તમારી નથી, તમારી જવાબદારી છે તમને પોતાને ખુશ કરવાની... તો થઈ જાવ તૈયાર અને શરૂ કરો લખવાનું !

લખવાની મજા લો, એક કામ છે એમ સમજીને લખવાનું શરૂ કરશો તો કંટાળો જ આવશે, પણ એક મજા તરીકે લઈને લખશો તો અનેરો આનંદ જ મળશે એવું મારું પોતાનું માનવું છે !


Rate & Review

Lalabhai Vasfoda

Lalabhai Vasfoda 3 years ago

Vrunda Rana

Vrunda Rana 3 years ago

Archit Desai

Archit Desai 3 years ago

Ashish Kunjadia

Ashish Kunjadia 3 years ago

મારી પાસે ઘણા બધા લેખો તૈયાર છે હવે તેને હું ઓનલાઈન પ્રકાશિત કરીશ

kakdiya vaishu

kakdiya vaishu 3 years ago