Love ni Bhavai - 31 books and stories free download online pdf in Gujarati

લવ ની ભવાઈ - 31





😊 લવની ભવાઈ - ૩૧ 😊


દિવ્ય - હા.. યાર મને પણ એવુ લાગે છે પણ આજે જ્યારે હું ઘરે આવ્યો ત્યારે મેં અવનીને જોઈ હતી એ પણ ખૂબ ઉદાસ હતી. એક તરફ જોયું તો મને પણ એવું લાગ્યું કે અવનીને હજી પણ નીલ ભાઈ પ્રત્યે પ્રેમ છે.


સિયા - ઓહ હો... શુ વાત કરે છે...??


દિવ્ય - હા .. અવનીને જોતા તો એવું જ લાગતું હતું પણ પછી ખબર નહીં કે એના મનમાં શુ ચાલતું હોય એ.....


સિયા - હા.... આજે નીલ ભાઈને ઉદાસ જોઈને મને પણ બોવ જ ખરાબ લાગી રહ્યું હતું કે કોઈ છોકરો એક છોકરી ને એટલો પ્રેમ કરે છે અને સામે વાળા ને કદર નથી..


ખરેખર દિવ્ય આવું કેમ હોય છે હે.. કે જેને આપણે જેટલો વધુ લવ કરીએ એ જ આપણને એટલું વધુ દુઃખ આપે..??


દિવ્ય - હા વાત તો સાચી છે પણ સિયા આપણે શું કરી શકીએ યાર...


સિયા - oye... આપણે પહેલા ની જેમ કઈક કરીએ તો....


દિવ્ય - એટલે..


સિયા - એટલે એમ કે જે રીતે નીલ ભાઈ એ અવનની શરૂઆતમાં ઈમ્પ્રેસ કર્યા હતા એ રીતે બધો માહોલ ઉભો કરીએ તો.??


દિવ્ય - મને નથી લાગતું કે એ બધું કામ કરશે .


સિયા - પણ કેમ... એમના બંને ની સામે એવું દેખાડીએ કે હજી એ બંને એક બીજા ને પ્રેમ કરે છે , કદર કરે છે , રિસ્પેક્ટ કરે છે , એક બીજા ની દિલો જાન થી ચાહે છે , એક બીજા વગર રહી નથી શકતા..... તો........


દિવ્ય - પણ આ બધું વધુ નહીં થઈ જાય.....


સિયા - યાર તું કેમ આજે એટલી બધી નેગેટિવ વાતો કરે છે. ?


તું એક કામ કર .. તું છે ને સુઈ જા.. હું જ કંઈક વિચારું છું. તારી સાથે વધુ વાતો કરીશ તો હું પણ નેગેટિવ થઈ જઇશ..


બાય.... આવજે ,


huh.......... મેસેજ કે કોલ ન કરતો હવે....


દિવ્ય - અરે યાર .. આમાં મારો શુ વાંક છે..


સોરી બસ....


સિયા - ના કહ્યું ને.... કે મને મેસેજ ન કરતો એમ....


આમ સિયા મોબાઈલ સાઈડમાં મૂકીને સુઈ જાય છે. દિવ્ય ને પણ ખબર હોય છે કે સવાર પડતા સિયા શાંત થઈ જશે અને સામેથી એનો મેસેજ આવશે એટલે એ પણ શાંતિ થી સુઈ જાય છે.


સવાર પડતા દિવ્ય ના ફોન પર સિયાની એક ફ્રેન્ડ નો કોલ આવે છે અને એ કોલમાં બોલેલા શબ્દો સાંભળીને દિવ્ય ફટાફટ ઉભો થઇ બાઇક લઈને સિયાની ફ્રેન્ડ ના ઘરે પહોંચી જાય છે.


ત્યાં પહોંચતા જ દિવ્ય દરવાજો ખખડાવે છે. ઉતાવળમાં દરવાજા નો બેલ પણ ભૂલી જાય છે. થોડી જ સેકન્ડમાં સિયાની ફ્રેડ દરવાજો ખોલે છે. દરવાજો ખોલતા જ દિવ્ય ના સવાલો શરૂ થઈ જાય છે.


દિવ્ય - ક્યાં છે સિયા ?


શુ થયું ?


કેમ કરતા થયું ?


એ ક્યાં જતી હતી ?


ક્યાં છે સિયા ?? બોલ ને...


સિયાની ફ્રેન્ડ - મારા રૂમમાં..


દિવ્ય - અરે યાર ... હવે તારો રૂમ કયા છે ??


સિયાની ફ્રેન્ડ - અરે ઉપર બીજા માળ પર..


દિવ્ય - તો ચાલ ને.... ફટાફટ.....


સિયાની ફ્રેન્ડ - હા ચાલો...


સિયાની ફ્રેન્ડ દિવ્યને પોતાના રૂમ લઈ જાય છે. રૂમમાં જતા જ દિવ્ય આશ્ચર્ય ચકિત થઈ જાય છે. સિયા બેડ ઉપર બેઠી બેઠી ટીવી જોતી હકી છે અને હાથમાં મેગી ભરેલુ બાઉલ હોય છે ને મેગી ખાતી હોય છે..


દિવ્ય - આ શું છે સિયા????? આમ હોય ???


આવી મસ્તી ????


સિયા - કેમ ??? મેં શુ કર્યું ???


દિવ્ય - તારી ફ્રેન્ડ નો કોલ આવ્યો હતો કે તારું એક્સિડન્ટ થયું છે અને તને માથામાં લાગ્યું છે અને હાથમાં ફ્રેકચર આવ્યું છે.


સિયા - હા .........તો ......


દિવ્ય - હા....... તો....... એટલે..........


અહીં મારી જાન નીકળી ગઈ હતી કે તને કઈ વધારે તો નહીં થયું હોય ને...!! અને અહીં આવીને જોવ છું તો મેડમ બેઠા બેઠા મેગી ખાતા હોય છે બોલો..


સિયા- હા ..... તો.....


દિવ્ય - ગુસ્સામાં ... આ હા...... તો.......


હા......... તો........


શુ માંડી વાળ્યું છે હે ???


ખબર નહીં પડતી કે હું શું બોલું છું એ...???


ઘરે થી અહીં સુધી આવતા મારી હવા નીકળી ગઈ , ટેંશન એટલું આવ્યુ , કેટ કેટલાય વિચારો આવ્યા અને તને ખાલી હા....


તો............????


સિયા - અરે મારા વ્હાલા વ્હાલા... બસ બસ... બોવ ટેંશન ના લે..


બોવ ગુસ્સે ના થા... પહેલા મારી પુરી વાત સાંભળી લે પછી ગુસ્સો કરવો હોય ને તો કરજે.... બસ......


દિવ્ય - હા બોલો.... શુ કારણ હતું...


સિયા - અરે યાર તું કાલે રાત્રે કઈ સમજતો જ ન હતો એટલે પછી મારે આવું નાટક કર્યું .


દિવ્ય - એટલે ???


સિયા - એટલે એમ કે.. તે કેમ મારા એક્સિડન્ટ ના ન્યુઝ સાંભળ્યા અને તું ફટાફટ અહી મારા પાસે આવી ગયો.!!! કેમ કે તું મને ખૂબ પ્રેમ કરે છે , તને મારી ચિંતા છે , કદર છે એટલે તું ફટાફટ આવી ગયો...


દિવ્ય - હા એ વાત તો સાચી પણ આ બધું કરીને કહેવા શુ માંગે છે ??


સિયા - અરે ડફર.... એમ જ કે..


આપણે નીલ ભાઈ કે અવની સાથે પણ કંઈક આવું જ કરીએ એમ.. એ બનેં ભલે જે રીતે હોય , વાતો ન કરતા હોય , ગુસ્સે હોય પણ મને ખબર ત્યાં સુધી !! જો એ બંનેમાંથી કોઈ પણ એક ને કઈ થયું ને તો એક બીજા માટે જેટલો પ્રેમ છે એ બધો બહાર આવી જશે , એક બીજનો પ્રેમ એક બીજા ને દેખાડી દે શે...


સમજ્યો હવે Mr.. ડફર........


દિવ્ય - હા સમજાઈ ગયું.....


સિયા - હા જો.. આ મારી ફ્રેન્ડ... અમે પહેલા ફેસબુક ફ્રેન્ડ હતા પછી અમારી દોસ્તી વધુ ગાઢ થઈ ગઈ અને સારા ફ્રેન્ડ બની ગયા.


નીલ ભાઈની ઘરે આવી પછી અચાનક યાદ આવ્યું કે આ તો અહીં જ રહે છે તો આજે સવારે એને કોલ કર્યો અને ફટાફટ પ્લાન કરીને તને અહીં બોલાવ્યો..


દિવ્ય - ( સિયાની ફ્રેન્ડને ) કેમ છો... અને સોરી હો.. ઘરમાં આવતા જ હું તમને એટલું બધુ પૂછવા લાગ્યો...


સિયાની ફ્રેન્ડ - અરે કઈ વાંધો નહીં....


સિયા - દિવ્ય ... બીજી એક વાત....


દિવ્ય - હા બોલ ને સિયા...


સિયા - દિવ્ય યાર બોવ જ જરૂરી વાત છે પણ કેમ કહેવી..?


દિવ્ય - અરે બોલ ને પણ શું વાત છે...???


સિયા - પણ કેમ કહેવું યાર...


દિવ્ય - અરે જેમ કહેવું હોય એમ કહે ને....


સિયા - પણ....


દિવ્ય - પણ પણ કહી નહીં... તારે કહેવું છે કે હું જાવ...


સિયા - અરે..... સાંભળ...


આમ નીચે જો..


ઉતાવળમાં તું પેન્ટ ની જગ્યા એ શોર્ટ ( નાની એવી કેપરી )પેરીને આવી ગયો છો....હા હા હા હા.......


દિવ્ય - આ.... લે....લે......


ક્રમશઃ


big Sorry For late Publishing...
આગળ ના ભાગ જલ્દી થી આવશે..

નામ મેં ક્યાં રખ્ખા હૈ અને ચાલ જીવી લઈએ વાંચવાનું ના ભૂલતા.
સાથે જ ઇન્સ્ટાગ્રામ પર હું કવિતા વીડિયો બનાવી ને પબ્લિશ કરૂ છું તો એ પણ જોવાનું ના ભૂલતા..

for More Updates...
instagram - @ dhaval_limbani_official..