Vaat chhe sorathni viragnani - 4 books and stories free download online pdf in Gujarati

વાત છે સોરઠની વિરાગનાની - 4

રસ્તામાં હું વિચારવા લાગી કે આ ટોળીને આત્મ સમર્પણ કરાવવું કઇ રીતે ? કોની સાથે વાત કરવી ? કોની મદદ માગવી ? આ બધ વિચારો સાથે હું ટોળીના ખબરીની પાછળ પાછળ ચાલી રહી હતી. એટલામાં જ મને વિચાર આવ્યો કે.....

આત્મ સમર્પણ કરાવવું મારા માટે ઘણું જ મુશ્કેલ હતું, પણ અશક્ય ન હતું. કોલેજમાં અભ્યાસ કરતી ત્યારે ત્યારે પ્રોફેસરે કહ્યું હતું કે કામ અઘરુ હોય તેનો મતલબ એ નથી થતો કે તે અશક્ય છે. દરેક વ્યક્તિના જીવનમાં એવી અનેક પળ અને સમસ્યાઓ આવતી હોય છે. જેમાં તે હારી જવાનો વિચાર તો કરે છે પણ તે તેની સામે લડત આપે તો તે જીત પણ મેળવી શકે છે. એ વિચારને ધ્યાને રાખ હું ધીમે ધીમે આગળ વધી રહી હતી. જંગલમાંથી બહાર નિકળવાનો રસ્તો એમ તો મને યાદ ન હતો પણ સરદારે જે ખબરી મોકલ્યો હતો તે આગળ આગળ ચાલતો હોવાથી મને રસ્તો શોધવાની કોઇ જરૂર પણ ન હતી. થોડાક જ સમયમાં અમે શહેર તરફ જવાના રસ્તે આવી ગયા હતા. નજીકમાં જ એક બસ સ્ટોપ હતું જ્યાં જઇ અમે બન્ને બસની રાહ જોવા લાગ્યા. થોડીવારમાં ત્યાં એક બસ આવી જે શહેર તરફ જઇ રહી હતી, જેમાં જગ્યા ન હતી છતાં પણ હું અને સરદારનો ખબરી બસમાં ચઢી ગયા.

બસના પૈંડા શહેર તરફ જઇ રહ્યા હતા અને મારા વિચારો મને પાછા જંગલ તરફ લઇ જઇ રહ્યા હતા. મને મારા બાપુની યાદ આવી રહી હતી તો બીજી તરફ તેમને કઇ રીતે બચાવવા તે માટે શું કરવું તેના વિચારો પણ મનમાં ચાલી રહ્યા હતા. પરંતુ સોરઠની કન્યા છું જેથી હાર માનવાનો તો પ્રશ્ન થતો જ નથી. કવી મેઘાણીએ એક સોરઠની કન્યા પર લખેલી કવિતાને હું કેમ કરીને ખોટી પાડી શકું. શહેર આવવાની તૈયારી હતી. મારા મનમાં સતત વિચારોના વમળો સર્જાઇ રહ્યા હતા શું કરવું શું ન કરવું તેની વચ્ચે હું અને મારા વિચારો જોલા ખાઇ રહ્યા હતા.

એટલામાં જ એક વિચાર આવ્યો અને મારો કોલેજનો એક મિત્ર સ્વયમ યાદ આવ્યો જેના પિતા પોલીસમાં ફરજ બજાવતા હતા. મોબાઇલમાં તેનો નંબર શોધવાની શરૂઆત કરી થોડીવારમાં જ તેનો નંબર મળ્યો એટલે તરતન તેને વોટસ્એપ પર હાઇ લખીને મેસજ મોકલ્યો. પણ વાત શું કરવી તે સમજાયું નહીં એટલે મેસેજ ડિલીટ કરી નાખ્યો. મારો મેસેજ ડિલીટ થયેલો જોઇને સ્વયમનો સામેથી જ મેસેજ આવ્યો.

સ્વયમ : કેમ મેસજ મોકલીને ડિલીટ કરી નાખ્યો ?

દ્રષ્ટી : અરે બસ એમ જ ભુલથી થઇ ગયો હતો.

સ્વયમ : દ્રષ્ટી હું તને સારી રીતે ઓળખું છું, તારાથી ભૂલથી મેસેજ થાય તે વાત હું માનવા જ તૈયાર નથી.

દ્રષ્ટી : અરે સ્વયમ મારી વાત માન હું સાચુ કહું છું. ભુલથી જ થઇ ગયો હતો.

સ્વયમ : દ્રષ્ટી તુ તો ગામ ગઇ હતી ને તારા બા-બાપુને મળવા ?

દ્રષ્ટી : હા હું ગામથી પાછી હોસ્ટેલ જ આવી રહી છું.

સ્વયમ : પણ હજી વેકેશન પુરુ થવાને તો ઘણી વાાત છે, તો તું આટલી વહેલી કેમ પાછી આવી રહી છે?

દ્રષ્ટી : સ્વયમ મારે એક અગત્યનું કામ છે માટે જ વહેલી પાછી આવી રહી છું. ચાલ હું તારી સાથે પછી વાત કરું બસમાં છું નેટવર્ક બરાબર નથી આવતું.

સ્વયમ : સારુ કઇ વાંધો નહીં તું હોસ્ટેલ પહોંચે પછી મેસેજ કરજે. હું શહેરમાં જ છું. તારે કોઇ પણ કામ હોય મને મેસેજ કરતાં ખચકાતી નહીં.

દ્રષ્ટી : સારુ હું હોસ્ટેલ પહોંચીને તને મેસેજ કરું છું.

સ્વયમ સાથે વાત તો થઇ ગઇ પણ મારી મુશ્કેલી વિષે તેને શું કહેવું અને તે મદદ કરશે કે કેમ તે પ્રશ્ન મને ગુંચવી રહ્યો હતો. મારે તો હોસ્ટેલમાં જ રહેવાનું હતું અને હોસ્ટેલમાં સરદારનો ખબરી સાથે નહીં હોય તે નક્કી જ હતું. મગજમાં હજી તો મથામણ ચાલી રહી હતી એટલામાં જ કન્ડેક્ટરે બુમ પાડી વડોદરા વડોદરા. તરત જ હું સજાગ થઇ અને બસમાંથી નીચે ઉતરવા લાગી. મારે હોસ્ટેલમાં રહેવાનુ હતુ માટે હું બસમાંથે ઉતરીને હોસ્ટેલ તરફ ચાલવા લાગી. સાંજનો સમય હતો અને હોસ્ટેલમાં રહેતી હોય ચાલવાની આદત હતી એટલે મને કોઇ મુશ્કેલી ન હતી. પણ એટલા જ મારો મોબાઇલ ફોન ધણધણી ઉઠયો. એમા એક અજાણ્યા નંબર પરથી ફોન હતો. ફોન ઉપાડતાની સાથે જ સામેથી જવાબ મળ્યો કે તારે હોસ્ટેલમાં રહેવાનું નથી. અમારા એક ખબરીનું ઘર છે અહીં આપણે ત્યાં રહેવાનું છે. હું રીક્ષામાં આવી રહ્યો છું તું પણ તેમા બેસી જા.

મારી પાસે કોઇ બીજુ ઓપ્શન ન હોવાથી તે જેમ કહેતો ગયો હું તમે કરતી ગઇ. સરદારનો ખબરી મેન એક આલીશાન ઘરમાં લઇને આવ્યો. ત્યાં અમારા રહેવાની તમામ તૈયારીઓ થઇ ચુકી હતી. જેથી કોઇ પ્રકારની મુશ્કેલી ન આવી. સરદાર દ્વારા ખબરીને પહેલેથી જ બધી બાબતોને લઇને માહિતી આપી દેવામાં આવી હોવાનુ મને આભાસ થઇ ગયો હતો. હું જ્યાં રોકાઇ હતી ત્યાંનું સરનામું તો મને કબર ન હતી. જેથી મારે સ્વયમને શું મેસેજ કરવો તેની મને ખબર ન હતી. પણ હું વડોદરા આવી ગઇ છું અને પિતાના એક મિત્ર મારી સાથે આવ્યા છે, હું તેમના જ એક મિત્રના ઘરે જ રોકાઇ છું. જેમના કામ માટે જ હું વેકેશન પૂર્ણ થાય તે પહેલા જ વડોદરા આવી ગઇ છું.

થોડી વારમાં જ સ્વયમનો મેસેજ આવ્યો. સારુ કોઇ વાંધો નહીં. તારી પાસે સમય હોય તો કાલે મળીએ સવારે ? હું શું જવાબ આપુ તેનો મને ખ્યાલ જ આવતો ન હતો પણ બાપુને બચાવવાનો વિચાર આવ્યો અને મેં તેને મળવાની હાર પાડી. સાંજ થઇ અને ઘરમાં જમવાની પણ વ્યવસ્થા થઇ ગઇ. સરદારે તમામ પ્રકારની વ્યવસ્થા કરી જ રાખે હતી જેથી વ્યવસ્થા કરવાનો કોઇ પ્રશ્ન ન હતો. જમીને હું મારા રૃમનાં જઇને પલંગ પર આડી પડી અને વિચારવા લાગી કે હું સ્વયમ સાથે શું વાત કરીશ. પણ થાકેલી હોવાથી મને ક્યારે ઉંઘ આવી ગઇ મને ખબર જ ન પડી. સવારે બારીમાંથી સુરજના કિરણ મારા મોંઢા પર પડયા અને મારી આંખ ખુલી ગઇ. મોબાઇલમાં જોયુ તો સવારના સાત વાગ્યા હતા. હું ઉઠી ગઇ અને મારી દિનચર્યા પતાવી. તૈયાર થઇને સ્વયમને મળવા ઘરેથી નિકળી. અમારે ક્યાં જવાનું તે નક્કી જ હતું માટે કોઇ તકલીફ પડે તે ન હતું. પણ ખબરીની ઇચ્છા કંઇક અલગ હોય તેમ લાગતું હતું. તેને ઘરની બહાર ઉભેલી કારમાં બેસી જવા કહ્યું. અમે કારમાં બેઠા એલટે ખબરીએ મને ક્યાં જવાનું છે તે એડ્રસ કહેવા માટે જણાવ્યું. મેં બેગમાંથી ડાયરી કાઢીં તેમા એડ્રેસ લખીને ખબરીને આપ્યું. ખબરીએ તે એડ્રેસ ડ્રાઇવરને આપ્યું અને કહ્યું આ જગ્યાથી થોડે દૂર ગાડી ઊભી રાખજે.

ડ્રાઇવર સમજી ગયો તેને શું કરવાનું છે અને અમે સ્વયમને મળવાનું હતું તે દિશામાં મારતી કારે જઇ રહ્યા હતા.......