Siddhi Vinayak - 12 - last part books and stories free download online pdf in Gujarati

સિદ્ધિ વિનાયક - 12 - અંતિમ ભાગ

સિદ્ધિ વિનાયક

આપણે આગળ જોયું કે રિદ્ધિ ને વિનાયક નો અકસ્માત થયો હોવાના સમાચાર મળે છે અને તે ઘટનાસ્થળે પહોંચવા નીકળે છે......હવે આગળ

રિદ્ધિ જેવી ઘટનાસ્થળે પહોંચે છે અને ત્યાં જોવે છે તો બધાય કોઈ ની આજુ બાજુ ટોળું વળી ને ઉભા હોય છે રિદ્ધિ ટોળા ને ચીરતી આગળ વધે છે અને જોવે છે તો વિનાયક જમીન પર બેભાન હાલત માં પડ્યો હોય છે ....

રિદ્ધિ વિનાયક નું માથું તેના ખોળા માં લઇ છે અને ડરતા ડરતાં કહે છે આ શું થઈ ગયું વિનાયક તને તું ઉભો થા તને કાઈ ના થઇ શકે હું તને કાઈ નહિ થવા દવું , તારા વગર હું કેવી રીતે જીવી શકું ,હું તને ખૂબ જ પ્રેમ કરું છું આઈ લવ યુ વિનાયક ,આઈ લવ યુ પ્લીશ તું ઉભો થા...

રિદ્ધિ ના મોંએથી પ્રેમ નો ઇઝહાર થતા ની સાથે જ તેના ખોળા માં સૂતેલો વિનાયક હળવેકથી તેની એક આંખ ખોલે છે અને પછી તરત જ બંધ કરી દે છે પરંતુ રિદ્ધિ તેની આ હરકત જોઈ જાય છે અને તેના ખભા પર હળવી ટપલી મારતા કહે છે...

"શુ હતું આ બધું"

વિનાયક હસતા હસતા તેના ખોળા માંથી ઉભો થતા કહે છે

"જોયું મેં તને કહ્યું હતું ને કે સવાર પડતા ની સાથે જ તું મને આઈ લવ યુ કહીશ....,તાલિ આપ તો"

રિદ્ધિ વિનાયક ની સામે ગુસ્સા થી જોઈ રહે અને પછી તરત જે તેને ભેટી પડે છે અને કહે છે આજ પછી આ રીતે મરવાનું નાટક પણ ના કરતો...

વિનાયક રિદ્ધિ ના ગાલ પર તેના હાથ મૂકે છે અને કહે છે "આ જન્મ માં મારાથી પીછો છોડાવવાનો કોઈ ઉપાય નથી મેડમ"પછી તે હળવેકથી તેના કપાળ પર ચુંબન કરે છે અને ફરી બને ભેટી પડે છે આજુ બાજુ ના બધાય લોકો તાળીઓ પાડે છે અને પછી બને ઉભા થાય છે

જાવેદભાઈ વિનાયક ની પાસે જાય છે અને રિદ્ધિ નો હાથ તેના હાથ માં આપે છે અને કહે છે

"મારી બેન નું ધ્યાન રાખવાની જવાબદારી હવે તારી ખબરદાર જો તેની આંખો માં એક પણ આંસુ આવ્યું છે તો"

જાવેદભાઈ ની વાત સાંભળી ને રિદ્ધિ કહે છે",મારી તો ખબર નહિ પણ તમારા બનેવી ને હું રોજ રડાવીશ ચિંતા ન કરો"

બધાય ખૂબ જ ખુશ હોય છે પરેશ પણ વિનાયક ને અભિનંદન આપવા આવી પહોંચે છે વિનાયક ત્યાં જ રિદ્ધિ નો હાથ પકડી ને ઉભો હોય છે અને પરેશને મળવા જતા તેનો હાથ રિદ્ધિ ના હાથ માં બાંધેલા કાળા દોરા ને લાગે છે દોરો અને દોરો રિદ્ધિ ના હાથમાંથી છૂટી જાય છે જેવો એ કાળો દોરો છૂટીને નીચે પડે છે .....

સવાર નું ખુશનુમા વાતાવરણ ઘોર અંધકાર માં પરિવર્તિત થઈ જાય છે ત્યાં ઝોર ઝોર થી પવન ફૂંકાવા લાગે છે ત્યાં આવેલો આ બદલાવ જોઈ ને બધા લોકો ડરી જાય છે ને આમ તેમ દોડવા લાગે છે વિનાયક રિદ્ધિ નો હાથ પકડી ને ઉભો છે તેને પણ આ બધુ શુ થઈ રહ્યું છે સમજાતું નથી

એક મોટું કાળું બવન્ડર તેમની સામે આવે છે અને તે બવન્ડર અચાનક જ એક કાળો પડછાયો બની જાય છે એ પડછાયો સીધો ત્યાં ઉભેલા એક માણસ માં પ્રવેશ કરી જાય છે....આને તે માણસ કોઈ છોકરી ના અવાજ માં બોલવા લાગે છે.....

""I love you વિનાયક ,i love you so so much......."

વિનાયક તરત જ આ અવાજ ઓળખી જાય છે અને કહે છે "આ તો સિદ્ધિ નો અવાજ છે, સિદ્ધિ તું અહીંયા કેવી રીતે હોય....?"

"હું તારા માટે જ પાછી આવી છું વિનાયક, તારા જીવન માં હું મારા સિવાય કોઈ છોકરી ને નહિ આવવા દવું કોઈ ને પણ નહીં"

આટલું બોલતાની સાથે જ તે તેના હાથ ને હવામાં લહેરાવે છે અને થોડી વાર માં ત્યાં ફૂલ સ્પીડ માં એક ગાડી રિદ્ધિ તરફ દોડતી આવે છે જેમાં કોઈ ડ્રાઈવર નથી વિનાયક રિદ્ધિ નો હાથ ખેંચી લે છે ને તેને બચાવી લે છે પણ તેને થોડું વાગી જાય છે"

"નહિ તું બીજી વખત મારા વાર થી બચી ગઈ આ વખતે તને નહિ છોડું"

સિદ્ધિ કાંઈ કરે તેની પહેલા જ પરેશ એજ તાંત્રિક જેવા બાબા ને ત્યાં લઈને આવે છે પરેશ તેમને જાવેદભાઈ ના ઈશારા પર ત્યાં લાવ્યો હતો તે બાબા તેમના કમલપત્ર માંથી પવિત્ર પાણી પેલા ભાઈ પર નાખે છે સિદ્ધિ ની આત્મા એમનું શરીર છોડી ને રિદ્ધિ ના શરીરમાં ઘુસી જાય છે..

રિદ્ધિ તેની જાત ને જ નુકસાન પહોંચાડવા લાગી જાય છે તે તેનું ગળું દબાવવા લાગે છે વિનાયક તેના હાથ ને જોરથી પકડી રાખે છે પેલા બાબા મંત્ર સાથે પાણી રિદ્ધિ પર નાખે છે અને સિદ્ધિ ને આત્મા ને એક બોટલ માં કેદ કરી લે છે...

"મેં સાચો પ્રેમ કર્યો તને વિનાયક,નાનપણથી હું તને ચાહતી આવી છું તો તું જ કે મારા એવું શું નથી અને આ રિદ્ધિ માં છે જે તું એને પ્રેમ કરી શકે ને મને નહિ....?"સિદ્ધિ એ બોટલ ની અંદર રહી ને જ કહ્યું....

"સિદ્ધિ હું નાનપણથી જ તને પ્રેમ કરતો આવ્યો છું પણ એક દોસ્ત તરીકે, મારી બેસ્ટ ફ્રેન્ડ તરીકે કોઈ દિવસ મારા દિલ માં તારા માટે એ લાગણી આવી જ નથી જે રિદ્ધિ માટે હું ફિલ કરું છું એ મેં ક્યારેય તારા માટે ફિલ નથી કર્યું"

"એવું તો શું અલગ છે આ રિદ્ધિ માં જે તે મને ઠુકરાવી દીધી"

"મેં તને નથી ઠુકરાવી સિદ્ધિ તું આજે પણ મારી બેસ્ટ ફ્રેન્ડ છે અને હમેશા રહીશ"

"કયો દોસ્ત તેની બેસ્ટ ફ્રેન્ડ ને આ રીતે બોટલ માં કેદ કરે"

"જો તને આઝાદ કરી તો તું રિદ્ધિ ને મારાથી દૂર કરી દઈશ એટલે જ તને બોટલ માં બંધ કરી છે પણ તું મારી દોસ્ત છે હું તને બંધન માં ન જોઈ શકું તને આપણી દોસ્તી ની કસમ છે આઝાદ થયા બાદ તું રિદ્ધિ ને કાઈ નહિ કરે"

બધાય ના ઇનકાર ની વચ્ચે વિનાયક બોટલ માંથી સિદ્ધિ ને આઝાદ કરે છે આઝાદ થતા ની સાથે જ સિદ્ધિ અટ્ટહાસ્ય કરે છે....

"હું કસમ પાળીશ આ તારી પ્રેમિકા ને કાઈ નહિ કરું પણ તું , તને મારી સાથે આવતા કોણ બચાવી શકશે..."

સિદ્ધિ તેનો હાથ હવામાં લ્હેવરાવે છે અને હવમાં ઊડતી છરી વિનાયક તરફ આવે છે રિદ્ધિ તેની વચ્ચે આવે છે છરી વિનાયક ના હાથ પર વાગે છે અને તેના હાથ માંથી પડતા લોહીના ટીપાં થઈ રિદ્ધિ ની માંગ ભરાય જાય છે

જાવેદભાઈ પેલા બાબા ને ઈશારો કરે છે પરંતુ વિનાયક તેમને રોકે છે અને કહે છે....

"સિદ્ધિ તને યાદ છે તારા જન્મ દિવસ ના દિવસે જ મને કહ્યું હતું કે જો કોઈ છોકરી મને તારા કરતા પણ વધુ પ્રેમ કરતી હશે તો તું મને છોડી દઈશ આજે જે વાર તે મારા પર કર્યો તે રિદ્ધિ એ એના પર લઈ લીધો એ મારા માટે એનો જીવ પણ આપી શકે છે અને તું મારા માટે મારો જીવ લઈ શકે છે બસ આ જ ફરક છે તારામાં અને રિદ્ધિ માં....."

"તું ગમે તે કહે મારો પ્રેમ પણ સાચો હતો "

"એ પ્રેમ નતો તારી જીદ હતી ,સિદ્ધિ સાચો પ્રેમ તો તને પરેશ નાનપણથી કરે છે પણ એને તને આજ સુધી કીધું નથી અને આજે એની દોસ્તી નિભાવવા આ બાબા ને પણ એ અહીંયા લઈને આવ્યો"


પરેશ ત્યાં નીચું જોઈ રહે છે તેની આંખો માં આંસુ હોય છે વિનાયક પરેશ ની નજીક જાય છે અને તેના ખીચામાંથી તેનું પર્સ કાઢે છે અને ખોલી ને બતાવે છે જેમાં માત્ર ને માત્ર સિદ્ધિ ની જ તસવીરો હોય છે

"એ એના દિવસ ની શરૂવાત આજે પણ તારો ચહેરો જોઈ ને કરે છે સિદ્ધિ અને આજ સુધી એ ચૂપ જ રહ્યો છે તો શું એનો પ્રેમ ખોટો હતો તારા માટે....?"

સિદ્ધિ નો ગુસ્સો શાંત થાય છે તે રડતાં લાગે છે વિનાયક પેલા બાબા ને ત્યાં થી જવાનું કહે છે અને સિદ્ધિ ને તેની ભૂલ નો અહેસાસ થાય છે તે ત્યાંથી ચાલી જાય છે...જતા જતા તે એટલું જ કહે છે

"તમે સાથે ખુશ રહેજો મારા અસ્થિ વિસર્જન પરેશ ના હાથે જ કરજો મને એ જ આ દુનિયામાંથી મુક્તિ આપશે"

સિદ્ધિ ના ગયા પછી વિનાયક અને રિદ્ધિ સિદ્ધિ ના ઘરે જાય છે અને તેની મમ્મી પાસેથી એ અસ્થિઓ લઈ લે છે બીજા દિવસે સવારે પરેશ નદીના પાણી માં તેના અસ્થિ ઓ નું વિસર્જન કરી ને તેની આત્મા ને શાંતિ આપે છે અને બધાય ઘરે જાય છે...




સાત વર્ષ પછી...

"આઈ લવ યુ વિનાયક ,આઈ લવ યુ સો મચ વીનું"

શબ્દો સાંભળતાની સાથે જ એક ડર સાથે વિનાયક પાછળ જોવે છે તો એક પાંચ વર્ષની પિંક ફ્રોક પહેરેલી છોકરી તાળીઓ પાડતાં પાડતાં કહે છે....

"મમ્મી, મમ્મી, આજે મેં ફરી પપ્પા ને ડરાવી દીધા"

"સિદ્ધિ મારી લડકી દીકરી પાપા લવ યુ મોર એન્ડ મોર બેટા"

તેને ખોળામાં માં લેતા અને હળવેકથી તેના ગાલ પર ચુંબન કરતા વિનાયક કહે છે...

"એન્ડ મમ્મા.....?"સિદ્ધિ કહે છે

"યા બેટા પાપા ઓલસો લવ મમ્મા",

બંને હસી પડે છે ત્યાં જ જાવેદભાઈ મીઠાઈ નું બોક્સ લઈ ને આવે છે અને કહે છે..

"હેપ્પી બર્થડે સિદ્ધિ"

સિદ્ધિ દોડતી તેમની પાસે જાય છે અને કહે છે.....

"પાર્ટી જોઈએ કેક ક્યાં છે મામા"

"એના માટે તો તારે મારી સાથે આવવું પડશે ને ગાડી માં" જાવેદભાઈ કહે છે અને તેને તેડીને ગાડી માં લઇ જાય છે....

વિનાયક અને રિદ્ધિ એકબીજાની આંખો માં આંખો મિલાવીને જોઈ રહે છે......


સમાપ્ત...................