મનસ્વી - ૨૫ in Gujarati Novel Episodes by Alpesh Barot books and stories Free | મનસ્વી - ૨૫

મનસ્વી - ૨૫

"હું કોઈ બીજાને પ્રેમ કરું છું." અમીના આટલા શબ્દ સાંભળતા પાર્થિવને જાણે ચક્કર આવી ગયા. તે જમીન પર બેઠો રહ્યો. જાણે તેની પર આભ તૂટી પડ્યું! આંખો ભીંજાઈ ગઈ, તેનો સ્વભાવ રોતલ ન હતો, તે હસમુખ હતો. નીડર હતો, એક એવો પુરુષ જે પોતાની લાગણીઓ ક્યારે તેના ચેહરા પર ન આવવા દેતો, પણ આજે તે રડી પડ્યો, સાંભળેલ શબ્દ પર હજુએ તને વિશ્વાસ ન હતો.
"અમી...આપણી સગાઈ થઈ ચૂકી છે. આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ...આપણા લગ્ન થવાના છે." કોઈ પ્રત્યુતર ન મળ્યો, અમીએ ફોન મૂકી દીધો હતો.
                           
                                *****

સમયના વહેણ અને નદીઓના વહેણને કોણ રોકી શક્યો છે. અમી અને પાર્થિવના જીવનમાં ત્સુનામી આવી, પણ પાર્થિવ સરોવરની જેમ શાંત રહ્યો!ચૂપ રહ્યો! જેમ ચાલે છે તેમ જ ચાલતું રહે તેવી તેની ઈચ્છા હતી. તે થપ્પડનો પડઘો આજે પણ તેના હૃદયમાં પડી રહ્યું હતું. એક સ્ત્રીને થપ્પડ લાગે તો ફિલ્મ બની શકે એક પુરુષને કોઈ કારણ વગર થપ્પડ લાગે તો? કોઈ બુદ્ધિજીવી તેની સ્વેદનાંઓને સમજે ખરું? કોઈને જાણ થાય કે થપ્પડ ખાઈને આવ્યો છે ઊલટું તેની ઠેકડી ઉડાડે! આજે પણ તે રાત્રે ઊંઘમાંથી જાગી જતો! એ થપ્પડના કારણે અમી પ્રત્યનો તમામ પ્રેમ ઓગળી ગયો હતો. લાગણીઓ બાષ્પીભવન થઈ ગઈ હતી.ન્યુટની ગતિનો ત્રીજો નિયમ આઘાત પ્રત્યાઘાત થપ્પડને બદલે થપ્પડ નહી નફરત હતી. ક્રોધ હતો. ગુસ્સો હતો. પણ તે એક મર્યાદા પુરુષોત્તમ હતો. તેને સારા નરસાની ખબર હતી. અમીએ પાર્થિવને બે વખત કોલ કર્યો! લગનને ગમે તે રીતે પોતે અટકાવી દે તેવું આગ્રહ કર્યો! પણ પાર્થિવનું ચરિત્ર અમીએ પહેલાથી જ ડોળી નાખ્યું હતું.વાત અંત સુધી બની નહિ,અમી ખુદ તેના માતા-પિતાની સામે અબળા રહેવા માંગતી હતી. નિર્દોષ રહેવા માંગતી હતી.પાર્થિવ હવે વધારે દાગ તેના ચરિત્ર પર લાગે તે ઇછતો ન હતો. અમીએ ધમકી પણ આપી ચુકી હતી. તરછોડી ચુકી હતી. આ બધી ઘટનાઓનો અસર જ્યારે પાર્થિવને ન થઈ તો તે એકદમ સોફ્ટ બની ગઈ! પહેલાની અમી! તે પાર્થિવને મનાવતી સમજાવતી! કેમ કે હવે અમીની જિંદગીની દોર પાર્થિવના હાથમાં હતી.

ડેસ્ટિનેશન વેડિંગ તે પણ મન ગમતું શહેર ઉદયપુરમાં! બને બાજુથી મહેમાનો આવી ચુક્યા હતા. જીવનમાં ક્યારે શહેરના છોડ્યો હોય તેવા મહેમાન પણ અહીં એ.સી રૂમની ફરમાઈશ કરતા જોઈ તેની તરફ ઘીન આવતી હતી. અમીના  ફઈ,માસી,મામીઓ જેને સાંચવવી વધારે કઠિન હતી. દરેક કામમાં ટાંગ અડાવવી, ફોટો સુટ, પ્રિવેડિંગ સમયે તેની હાજરી વધારે માથાનો દુઃખાવો બનતી! ટચ ન કરવું, ટચ કરીને લગ્ન પહેલા ઊભું રહેવું નહિ? સાલું તો પ્રિવેડિંગનું મતલબ શું? ફોટો શૂટનો મતલબ શું? તેના ભુજના જંગલીભાઈઓ આખો આખો દિવસ ઢીચીને આવતા હતા. ડેસ્ટિનેશન વેડિંગનું મજા બિલકુલ કિરકીરો થઈ ગયો હતો. એ નિર્લજ્જને નહિ સમજે, તેણે સમજાવશે કોણ?

"પ્રિવેડિંગનું માંડી વાળીએ, તું એકલી જ કોઈ સિંગલ સોંગ કરી લે..."
"પણ પાર્થિવ... પ્રિવેડિંગમાં તો બંને સાથે હોવા જોઈએ!"
"તને લાગે છે આ લોકો આપણે અહીં શૂટ કરવા દેવાના છે?"
"પણ?"
"પણ બણ કઇ નહિ, તું સોંગ કરીલે, હું એ લોકો સાથે વાતો કરી લઉં છું."

                                *****
એક સમય અમી સાથે ઉદયપુર શહેર ફરવાનું સપનું હતું. અહીંની ગલીઓમાં તેનો હાથ પકડી રખડવુ હતું.અહીં મોંનસુન માણવું હતું. અહીંની જીલમાં બોટિંગ કરવી હતી.ખૂબ ખાવુ પીવું હતું. આજે એજ શહેરમાં તેઓના લગ્ન થઈ રહ્યા હતા. પાર્થિવ ખુશ ન હતો. તેને અકળામણ થઈ રહી હતી.તેને આ બધામાંથી મુક્તિ જોઇતી હતી. તેણે બાગોરકી હવેલી જોઈ, ત્યાં ફર્યો! ત્યાંની કલાને માણી! થોડો હળવો થયો.બાગોર કી હવેલીની છત પર બેઠો અહીં લોકોની ભીડ ઓછી હતી. એક આહલાદક સાંજ સૂરજ હજુ આકાશમાં હતો. તેના કિરણો તળાવમાં અથળાઈ આંખને આંજી દે તેવી હતી. તેઆગાસી પર તળાવ તરફ મોઢું કરી બેઠો રહ્યો. ઉદયપૂર શહેરને જોતો રહ્યો. ફોટોગ્રાફર પાર્થિવને આવા દ્રશ્યો બહુ લુભાવતા હતા. તે આવા દ્રશ્યને હંમેશા તેના કેમરામાં કેદ કરવાની ઈચ્છા રાખતો! તેણે તેનો ફોન કાઢ્યો! કેટલીક સુંદર તસ્વીરોને તેણે કેમરામાં કેદ કરી લીધી! તે હવે નીચે ઘાટ પાસે આવ્યો! અહીંની બજાર અહીંના રસ્તાઓ દિવારો બધું જ જુનવાણી હતું. તે ઘાટ પર આવ્યો,  એક રાજેસ્થાની પરિવાર કોઈ રાજેસ્થાનનું પરંપરાગત સંગીત ઉપકરણ વગાડી રહ્યો હતું. હું તળાવ પાસેના પગથિયાં પર બેઠો, તેની તરફ જોતો રહ્યો. મંત્રમુગ્ધ થઈ ગયો. તે સંગીતમાં ખોવાઈ ગયો.સુર અટક્યા તે ઘાટની આગળના રસ્તા પર જ્યાં નાનકડું જુનવાણી પુલ હતો.ત્યાં ઊભો રહ્યો. કેટલાક વિદેશી એકલીયા મુસાફરો જોઈ રહ્યો. તે કેટલા ખુશ હતા. ગળમાં એક કેમરો, લતકતું એક બેગ, બીજું કંઈ નહીં, ન ચિંતા ન કોઈના સાથની અપેક્ષા! તેઓ બેસી રહેતા, ફોટોગ્રાફી કરતા! તેઓની ખુશીઓમાં ભાષાઓનો ભેદ લાગતું નહિ! તે એકલીયા મુસાફરની એ લાઈફથી પ્રભાવિત થયો!તેના જીવનમાં અત્યાર જેટલી તકલીફ છે. પીડાઓ છે લગ્ન પછી કદાચ તેમાં ધરખમ વધારો થશે! તે કોઈ બીજાને પ્રેમ કરે છે.

"હૈ, હીરો એકલાએકલા ફરે છે?
"ઉદયપુર શહેર જોવુ હતું....સાંભળ્યું હતું અહીંની સાંજ ખુબ જ ખુશનુમા હોય છે."
"વાહ, મને કહ્યું હોત તો હું પણ તારી સાથે આવી હોત, એમ પણ લગ્નને ત્રણ દિવસ બાકી છે. એકલા એકલા બોર થતી હતી. કાસ ઉર્વી પણ લગનમાં આવી હોત."
"મેં એને કહ્યું હતું! તે ન આવી ખબર નહિ કેમ?"

          અમે પુલ પર જ ઊભા રહ્યાં.અમી મારી સાથે ખુલ્લીને વાતો કરી રહી હતી. જાણે અમારી વચ્ચે કઈ જ થયું ન હોય! તે એકદમ સહજ હતી. ખુશ હતી. તેની આંખમાં કોઈ રહસ્ય હતું.  તે હસ્તી પણ રહસ્યમય રીતે!  પાર્થિવ અને અમી ઉદયપુર શહેરની સાથે શહેર કરી, અહીંની ગલ્લીઓન ફર્યા! બોટિંગ કરી, મહારાણા પ્રતાપ સ્મારક જોયું! પિચોલા જોયું, ફેતેહ સાગર જોયુ! ગુલાબબાગમાં ફરતા ફરતા રાત થઈ ગઈ હતી. અમીનો ફોન વાઇબેરેટ થયો હતો.અમીએ જોયું નહિ! તે "હું વોશ રૂમ જાઉં છું" કહી તે ત્યાંથી નીકળી ગઈ! પાર્થિવ પણ થોડીવાર પછી વોશરૂમ તરફ ગયો. જ્યારે તે વોશરૂમની બહાર આવ્યો ત્યારે અમી ઝાડીયોમાં હતી. તેની સાથે કોઈ છોકરો હતો.પાર્થિવ તેની વધારે પાસે ગયો. અમી અને તે અજણાયા વ્યક્તિને ભણક પણ ન થઈ કે પાર્થિવ અહીં છે.  તે સાંભળતો રહ્યો! તેના ચેહરાઓના ભાવ બદલાતા હતા. ક્યારેક તેને આશ્ચર્ય થતું! ક્યારેક તેને દુઃખ થતું! વધારે ઊભવું ત્યાં હિતવાહ નોહતું! તે ગુલાબબાગના બીજે રસ્તેથી જ્યાં હતો ત્યાં બેસી ગયો. અમી બહુ લેટ આવી... તે પાસે આવીને એક સ્મિત આપ્યું.

"સોરી, વોશરૂમ નોહતું મળતું."
"ઇટ્સ ઓકે, અજાણ્યો શહેર છે થાય એવું!"

          પાર્થિવ ચૂપ હતો. વિચારમગ્ન હતો.અમી ફોનમાં કઈ ટાઉપ કરી રહી હતી.  તે અમીના ચેહરા પર જોતો, અમી કુત્રિમ હસી.અમી ખૂબ જ સારી અદાકારા છે.તે મનમાં વિચાર્યું! બને કલાકો સુધી મૌન બેઠા રહ્યા! રાત થઈ, ગુલાબ બાગ બંધ થયું! અમે બહાર આવ્યા! કાર ઊભી હતી. દ્રાઈવર અમારી રાહ જોઇને ઊભો હતો. હું બારી બહાર જોતો રહ્યો. આ શહેર, આ શહેરની ગલ્લી, જાણે હું આજે આ બધું માણી લેવા માંગતો હતો.જીવી લેવા માંગતો હતો. મને સમજાઈ ગયું હતું જીવન શું છે મારી ખુશીઓ શું છે.મને સેમાં મજા આવે છે.

ક્રમશ.


Rate & Review

Neepa

Neepa 11 months ago

Rajiv

Rajiv 12 months ago

nimesh dhruve

nimesh dhruve 1 year ago

Jigisha Shah

Jigisha Shah 1 year ago

Snehal Joshi

Snehal Joshi 1 year ago