Vaat chhe sorathni viragnani - 5 books and stories free download online pdf in Gujarati

વાત છે સોરઠની વિરાગનાની - 5

અમે કારમાં બેઠા એલટે ખબરીએ મને ક્યાં જવાનું છે તે એડ્રસ કહેવા માટે જણાવ્યું. મેં બેગમાંથી ડાયરી કાઢીં તેમા એડ્રેસ લખીને ખબરીને આપ્યું. ખબરીએ તે એડ્રેસ ડ્રાઇવરને આપ્યું અને કહ્યું આ જગ્યાથી થોડે દૂર ગાડી ઊભી રાખજે. ડ્રાઇવર સમજી ગયો તેને શું કરવાનું છે અને અમે સ્વયમને મળવાનું હતું તે દિશામાં મારતી કારે જઇ રહ્યા હતા.......

અરે એક વાત તો કહેવાની રહી જ ગઇ, સ્વયમ નમને પ્રેમ કરતો હતો તે વાતની મને ખબર હતી પણ તેને નહોતી ખબર કે મને ખબર છે. જેથી તે હંમેશા મારી સાથે એક સારા મિત્ર તરીકે જ વાત કરતો હતો. પરંતુ તે મિત્રતામાં પણ મને તેનો મારી માટેનો પ્રેમ દેખાતો હતો. હું સ્વયમ વિષે વિચારી રહી હતી, તેની સાથે શું વાત કરવી કઇ રીતે કરવી તે બધા જ વિચારો વમળોની જેમ મારા મનમાં ચાલી રહ્યા હતા. એટલામાં જ તો અમે નિયત કરેલી જગ્યા પર પહોંચી ગયા. ડ્રાઇવરે કાર થોડા અંતરે ઊભી રાખી એટલે ખબરીએ મને કારમાંથી ઉતરવા માટે ઇશારો કર્યો અને હું પણ કારમાંથી નીચે ઉતરી સ્વયમ તરફ ચાલવા લાગી. સ્વયમ મારી રાહ જાઇને કેફેની બહાર જ ઊભો હતો.

હું સ્વયમ સુધી પહોંચે એટલે અમે બન્ને કેફેમાં પહોંચ્યા અને સ્વયમે પહેલાથી જ બુક કરી રાખેલા એક કોર્નર ટેબલ પર ગોઠવાઇ ગયા. થોડીવારમાં જ સરદારનો ખબરી પણ કેફેમાં આવીને અમારી નજીકના ટેબલ પર ગોઢવાયો. મારે શું વાત કરવાની હતી તે તો મને ખબર જ હતી પણ કઇ રીતે કરવાની તેનો મને ખ્યાલ ન હતો. થોડી વાત આમ તેમની વાત કરી પછી હું મુદ્દા પર આવી કારણ કે મારી પાસે સમય ઓછો હતો તેનો મને ખ્યાલ જ હતો.

દ્રષ્ટી : સ્વયમ મારે તારી મદદ જોઇએ છે ?

સ્વયમ : અરે દ્રષ્ટી તે જ્યારે પણ મારી મદદ માગી મે ક્યારે પણ તને ના પાડી હોય તેવું બન્યું નથી. તો પછી તારે આવો સવાલ કરવો પડે એવી તો આપણી ફ્રેન્ડશીપ નથી.

દ્રષ્ટી : સ્વયમ મને ખબર જ છે કે મારી મદદ કરવાની તું ક્યારે પણ ના નહીં જ પાડે માટે જ તારી પાસે આવી છું. મારે એક કામ માટે તારા પપ્પાને મળવું છે.

સ્વયમ દ્રષ્ટીની વાત સાંભળતાની સાથે જ સ્તબ્ધ થઇ ગયો. પરંતુ તેણે તરત પોતાની જાતેન સ્વસ્થ કરી....

સ્વયમ : દ્રષ્ટી હમણાં તો પપ્પા કોઇક કામથી મુંબઇ ગયા છે. કાલે સાંજ સુધી આવી જશે. તું એક કામ કર કાલે સાંજનુ જમવાનું મારા ઘરે રાખ એટલે તું મારા પપ્પાને પણ મળી શકે.

દ્રષ્ટી : સારુ કાલે હું સાંજે ૬ વાગે તારા ઘરે પહોંચી જઇશ.

હું અને સ્વયમ બીજા દિવસે મળવાનું નક્કી કરીને પછી અમારી કોલેજની વાતો કરવા લાગ્યા. સ્વયમને ખ્યાલ આવી ગયો હતો કે મને કોઇક વાતનું ટેન્શન છે. જેથી તેણે મને શાંત્વના આપવાનો સંપૂર્ણ પ્રયાસ કર્યો. તેની સાથે વાતો વાતોમાં બે કલાકનો સમય ક્યારે નિકળી ગયો તેનો મને ખ્યાલ જ ન રહ્યો. હા એક વાત હતી તેની સાથે વાત કરીન મારુ મન હલકુ થઇ ગયું હતું. મને એટલો વિશ્વાસ આવી ગયો હતો કે સ્વયમ મારી મદદ કરી શકશે. સ્વયમની મદદથી જ હું મારા પિતાને સરદારના ચંગુલમાંથી છોડાવી લાવીશ અને સરદાર પણ તેના સાથીઓ સાથે પરિવારને મળી શકશે. થોડી વાતમાં હું અને સ્વયમ છુટા પડયાં એટલે એને મને હોસ્ટેલ સુધી મુકવા આવવાની જીદ કરી. મેં તેને સમજાવ્યો કે સ્વયમ હું મારા બાપુના એક મિત્ર સાથે આવી છું અને તેમના એક મિત્રના ઘરે જ અમે રોકાયા છીએ. તેઓ મને થોડીવારમાં કાર મોકલશે જ તું ચિંતા ન કર હું મારી જાતે જ જતી રહીશ.

સ્વયમ ગયો એટલે હું અને ખબરી કારમાં બેસી રોકાણ તરફ જવા રવાના થયા. થોડી જ વાતમાં અમે બંગલા પર પહોંચી ગયા. અમે બંગલામાં પહોંચ્યા એટલે હું દિવાન ખંડમાં જ ટીવી ચાલુ કરી જોવા લાગી. સમાચાર જોવાની સાથે સાથે હું મારા ફોનમાં સોશિયલ મિડિયા પણ ફંફોસથી હતી. જોકે, મારૃ મન ટીવી કે સોશિયલ મિડિયામાં લાગતુ ન હતું. મારા મનમાં તો સતત વિચારોના વમળો ઉઠી રહ્યા હતા. જેનું મારી પાસે કોઇ નિરાકરણ ન હતું. હું ટીવીમાં સમાચારની ચેનલો તરફ વળી. સમાચારો જોતા જોતા મારી નજર સ્વયમના પપ્પા પર પડી. એટલે મારા હાથ ચેનલ બદલતા અટકી ગઇ. સમાચારમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઇથી એક ગુંડાને પકડીને વડોદરા લાવવામાં આવી રહ્યાની વિગતો આપવામાં આવી રહી હતી. જેમાં સ્વયમના પપ્પાએ જ સમગ્ર ઓપરેશન લીડ કરી તેને પકડી પાડી વડોદરા લાવતા હતા. એ સમાચાર જોતા જ મને વિશ્વાસ આવી ગયો કે મને મારા બાપુને બચાવવામાં આની મદદ મળી તો પછી કશુ જ અશક્ય નથી. સમાચાર જોઇ મારા મોંઢામાં એક અલગ જ ચમક દેખાવા લાગી હતી જેમાં મારી સફળતા મને દેખાવા લાગી હતી.

ધીમધીમે સુરજ દાદા પણ ઢળી રહ્યા હતા. સાંજ પડવા લાગી હતી, હું પણ વાળુ કરવાની રાહ જોઇ રહી હતી. સફળતા સામે દેખાતા હવે ને ભૂખ પણ લાગવા લાગી હતી. વિચારોમાં ને વિચારોમાં વાળુ કરવાનો સમય થઇ ગયો. સાંજનુ જમણ પણ તૈયાર જ હતું, વાળુ કરી હું મારા રૃમમાં આરામ કરવા ગઇ. એટલામાં જ સ્વયમને મેસેજ આવ્યો.....

સ્વયમ : શું કરે છે ?

દ્રષ્ટી : કઇ નહીં હમણાં જ હજી જમીને રૃમમાં આરામ કરવા આવી છું.

સ્વયમ : ઓહહહહહ, સારૃ તો તને ઉંઘ આવતી હોય તો તું સુઇજા આપણે કાલે વાત કરીશું.

દ્રષ્ટી : ના મને ઉંઘ નથી આવતી તું વાત કરી શકે છે.

સ્વયમ : પપ્પાનું કામ પતી ગયું છે. તેઓ મુંબઇ પરત આવવા નિકળી ગયા છે. કાલે સવાર સુધીમાં આવી જશે. જોકે, તેઓને ઓફિસમાં કામ હોવાથી ઘરે આવેની તરત જ પાછા ઓફિસ જવાના છે. જે પતાવી સાંજે જમવાના ટાઇમ પહેલા ઘરે આવી જશે. તારે તેમનું કામ છે, એ બાબતે મારી તેમની સાથે વાત થઇ છે, તેઓએ તને મદદ કરવાની હા પાડી છે.

દ્રષ્ટી : સ્વયમ તારા પપ્પા મને મદદ કરશે ? તેમને હા પાડી છે ?

સ્વયમ : હા તેમને હા પાડી છે.

દ્રષ્ટી : તું વિચારી પણ નહીં શકે કે તે મારી માટે જે કર્યુ છે તે કેટલી મોટી વાત છે. હું મારૃ આખું આયખું તારી રૃણી રહીશ.

સ્વયમ : બસ હવે, સેન્ટીમેન્ટલ થવાની કોઇ જરૃર નથી. એક મિત્ર તરીકે જ મેં તારી મદદ કરી છે. તેમા રૃણી રહેવાની કોઇ જરૃર નથી. અને બીજી વાત જ્યારે તે કીધુ ને મારા પપ્પાનું કામ છે, હું સમજી જ ગયો હતો કે તું કઇ મોટી મુશ્કેલીમાં છે. મિત્ર જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે તેને મદદ કરવી અને પડખે રહેવું એક એ એક સાચા મિત્રની ફરજ છે.

દ્રષ્ટી : અરે હું સેન્ટીમેન્ટલ નથી થતી. છોડ હમણાં તને નહીં સમજાય. ચલ હવે સુઇ જઇએ. કાલે સાંજે મળીએ.

સ્વયમ સાથે વાત કરીને મારા મનમાં એક નવી જ ઉંમગ જાગી હતી. મારા બાપુને બચાવવાની મારી મહેનત સફળ થશે તે વાત પર મને વિશ્વાસ થઇ ગયો હતો. જોકે, બાપુ મળી ગયા છે, સહિતની તમામ વાતો ર્માંને કહેવાની તો બાકી જ હતી. એ તો હજી પણ ચિંતા કરતી હશે તેવો વિચાર આવતા જ હું ચોંકી ઉઠી હતી.