મનસ્વી - ૨૭ - છેલ્લો ભાગ in Gujarati Novel Episodes by Alpesh Barot books and stories Free | મનસ્વી - ૨૭ - છેલ્લો ભાગ

મનસ્વી - ૨૭ - છેલ્લો ભાગ

માણસ પાસે હોય તો તેની કોઈ કિંમત નથી હોતી પણ માણસ દૂર જાય ત્યારે તેની ઈજ્જત થાય છે, તેનું મહત્વ સમજાય છે અથવા તેની ચિંતા કે તેના દૂર જવાની પીડા થાય છે. મોત એ તમામ પ્રકારની નફરતોને દૂર કરી દે છે. અમીને હવે પાર્થિવથી નફરત નોહતી. તે તો પાર્થિવ સાથે વિતાવેલી ક્ષણોને યાદ કરી રહી હતી. પાર્થિવએ તેના માટે કેટકેટલું કર્યું તેને આજે સમજાય છે. અમીએ આજદિન સુધી બસ એક જ કામ કર્યું હતું! કોઈને કારણ વગર તરછોડવો અથવા તેને છોડી દેવું, કોઈ તેને છોડીને જાય તો કેવો એહસાસ થાય તેણે આજદિન સુધી અનુભવ્યો નોહતો. આ પહેલો દાખલો હતો. તેની લાગણીઓના વરસાદમાં પલળવા માટે પાર્થિવ ન હતો. તેણે યાદ કર્યું! તેઓ બંને મોડે સુધી સાથે બેઠા હતા.તેણે પાર્થિવને ધાબા પર બોલાવ્યો ત્યારે તેનો ફોન પણ ચાલુ હતો.તેણે તેના ફોનમાં ચાંદની એક તસ્વીર પણ લીધી હતી. મને બતાવી હતી. તે વિચારી રહી હતી, પાર્થિવની ગઈ રાતની તમામ હરકતો! તેણે કંઈ જ વિચિત્ર ન લાગ્યું! તે એકદમ સહજ હતો. શાંત હતો! અહીં આટલી મોટી ઘટના ઘટવાની છે તે રાતે અનુમાન પણ ન લગાવી શકી! આજે સવારે તે રૂમમાં ન હતો. તેની મમ્મીએ કહ્યું તે ગઈ રાતથી જ રૂમમાં નથી ગયો! કેમ કે તેની ચાવી તેની મમ્મી પાસે જ હતી મતલબ ગાયબ થવા પહેલા તેની છેલ્લી મુલાકત પણ મારી સાથે જ હતી. તેણે તે પળને યાદ કરી! હું  પાર્થિવને સોરી કહેવા માટે એકદમ પાસે ગઈ હતી! મેં તેના હોઠ પર ચુંબન કર્યું હતું. તેના ચુંબનમાં પણ ફક્ત મારા પ્રત્યે તેનો પ્રેમ જ મહેસૂસ થતો હતો. તે આમ અચાનક ગાયબ કેવી રીતે થઈ ગયો? તેનો ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. પાર્થિવ ક્યાંય નથી! તો આખરે પાર્થિવ છે ક્યાં? તેને અકસ્માત તો નહીં નડ્યો હોય ને! કોઈ ટ્રકની અડફેટમાં આવીને તેની ખોપરી ફાટી ગઈ હશે તો?! અમીએ હોટેલના રીસેપ્શન પાસે એક છાપું જોયું હતું. તેને યાદ આવ્યું,યુવાને ટ્રેન નીચે કૂદી તેનો જીવ ટૂંકાવ્યો! તે પાર્થિવ તો નહીં હોયને? દોડીને તે નીચે ગઈ, તેણે છાપું જે જગ્યાએ હતું ત્યાં જોયું! પણ ત્યાં છાપું નોહતું! તે રીસેપ્શન તરફ વધી!

"મુજે આજ કા ન્યુઝ પેપર ચહીએ!"
"મેમ, આજકા ન્યુઝ પેપર તો અભી તક આયા નહિ હૈ!"
"અભી, યહાં મેને એક ન્યુઝ પેપર દેખા થા, વો કહાં હૈ?"
"મેમ વેઈટ..." તેણે રિસિવર ઉઠાવ્યો..
"છોટુ, વો ન્યુઝ પેપર લેકે આના...." તે ઉપર પગથિયાં તરફ જોતી રહી, તેને બેચેની થઈ રહી હતી. તેણે એક નંબર મળાવ્યો
"અમિત, સાચું કહેજે! તે પાર્થિવ સાથે કંઈ નથી કર્યુંને?"
"આપણે બને ભાગવાના છીએ તે પાર્થિવ જાણતો જ હતો. તો હું પાર્થિવની હત્યા કરીને શું કરું?"
"પાર્થિવ જાણતો હતો? કેવી રીતે?"
"સાંજે ગુલાબબાગમાં તું મને મળવા આવી હતી ત્યારે તેણે આપણી બધી વાત સાંભળી હતી. હું તેને જોઈ ગયો હતો, પણ તેણે મને આંગળીથી ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પછી મળવાનું કહ્યું!"
"તું એને મળ્યો હતો?"
"હા, હું તેને મળ્યો હતો. એને સાથે બિયર પણ પીધી હતી. તેણે મને કહ્યું કે તમારો પ્લાન છે તમે કન્ટીન્યુ કરજો. અમીને આ વાત જણાવતો નહિ કે હું બધું જાણું છું.અહીં હું બંને પરિવારને  સંભાળી લઈશ!તમે અમારી ચિંતા નહિ કરતા!"
"ખરેખર?"
"હા, તે તને ખરેખર ખૂબ પ્રેમ કરતો હતો."

અમિતે તેની માટે શું કર્યું હતું? પાર્થિવએ તેની માટે જેટલું કર્યું દુનિયાનો કોઈ જ પુરુષ ન કરી શકે! પાર્થિવ અમે ભાગવાના છીએ તે જાણતો હતો! અમીનો ગુસ્સો, ક્રોધ,નફરત બધું મીણની જેમ પીગળી ગયું! તેને પાર્થિવ પ્રત્યે માન થઈ આવ્યું! તેને પાર્થિવ સાથે ભૂતકાળમાં અન્યાય કર્યો હતો. આજે તેની સામે પાર્થિવ આવી જાય તો તે અમિતને તરછોડવા પણ તૈયાર હતી.
                   
ન્યુઝ પેપર આવી ગયો હતો. અમીએ ખબર જોઈ, તેણે ફોટો જોયો, તેણે બ્લેક શર્ટ જોઈને થયું કે શું તે પાર્થિવ જ છે. હા તે પાર્થિવ જ હતો, રાત્રે પાર્થિવે બ્લેક શર્ટ જ પહેર્યું હતું.
તે ત્યાં બેસી રહી, જોરજોરથી રડવા લાગી!
પરિવારના સભ્યોની ત્યાં ભીડ જમાં થઈ ગઈ, પોલીસ સ્ટેશનથી અમીના પપ્પા નવીનભાઈ અને પાર્થિવના પપ્પા અશોકભાઈ આવી ગયા હતા.

"કેમ રડે છે?"
"પાર્થિવે સ્યુસાઈટ કર્યું!"
બધાના ચહેરાઓ ઉતરી ગયા. તે અમી તરફ વધ્યા.
"કોણે કહ્યું તને?"
"પેપરમાં તેનો ફોટો છે."
"બતાવ....!" અમીએ પેપર નવીનભાઈના હાથમાં આપ્યો.
"આ શું પાગલપન છે અમી? ત્રણ મહિના જૂનો પેપર છે. હજુ તે કાલ સાંજ સુધી આપણી સાથે હતો."
"સોરી પપ્પા!"  તે વિચિત્ર રીતે હસી રહી હતી કે રડી રહી હતી કઈ સમજાતું નોહતું! કદાચ પાર્થિવ જીવિત છે તે સમાચાર સાંભળી તેનાથી હસાઈ ગયું.


                                     *****

ત્રણ વર્ષ પછી.
ચેન્નાઈ.

   બુલેટની પાછળ એક ટ્રાવેલ ટેન્ટ બાંધ્યો હતો. ખભા પાછળ એક ટ્રેકિંગ બેગ લડકી રહ્યો હતો. ગળાની  આગળ લટકતો કેમરો,વાળ અને દાઢી વધીને જાણે એકબીજા સાથે સ્પર્ધા કરતા હોય! માથાના વાળ વધીને વાંકડિયા થઈ ગયા હતા. તેણે બ્લુ કલરનું શર્ટ પહેર્યા હતો.જેના ઉપરના બે બટન ખુલ્લા હતા. છાતી પરનું જંગલ સાફ સાફ દેખાતું હતું.નીચે મદ્રાસી લુંગી પહેરી હતી.રેબનના મોટા મોટા ચશ્મામાં તે વિલન જેવો લાગતો હતો. ઢગઢગ કરતી તેની બુલેટ ચેન્નાઈની સડકો પર દોડતી, સિગ્નલ આવતું તો તેની બુલેટ થોભી જતી! તેનું કસરતી શરીર અને બુલેટ ચલાવતો જોઈને લાગતું જાણે તે કોઈ અભિનેતા હોય! દરેક સિગ્નલ પર આસપાસ એક્ટિવાવાળી છોકરીઓ તેને તરસી નજરે જોતી હતી. તેને જોતી જ રહી જતી! વિચિત્ર વાત તો એ હતી કે બાઇક પર પાછળ બેઠેલી પરણીતાઓ પણ તેને જોવાનું ચૂકતી નહિ! તેણે શહેરની વિવિધ જગ્યાઓ પરથી કેટલીક વસ્તુઓ ખરીદી એક ફ્લેટના નીચે બુલેટ પાર્ક કરી, તેના કાનમાં હેન્ડસ્ફ્રી હતા. તે લિફ્ટની સામે આવ્યો! ત્યાં ઓલરેડી બે યુવતીઓ ઊભી હતી.

"હૈ, તમે ક્યાં નંબરમાં રહો છો?"  યુવતીએ પૂછ્યું.
તેણે જવાબ ન આપ્યો! લિફ્ટમાં સાત નંબર પ્રેસ કરી તે આંખ બંધ કરી ઉભો રહી ગયો.
"ખડુસ..." મદ્રાસી યુવતી બોલી.

ફ્લેટની અંદર આવ્યો! બેગ નીચે મૂકી સોફા પર પડ્યો. દિવાલ પર તેના વિવિધ પ્રવાસના ફોટો હતા. ખારડુંગલા લખેલા બોર્ડ પાસે તેનો બુલેટ સાથે ફોટો હતો. તે સિવાય રામેશ્વરના દરિયે, કેરળના કોફીના બગીચાઓમાં, બ્રહ્મપુત્રા જેવી નદીના કિનારે, એવરેસ્ટના શિખર પર, મુંબઈ મરીન ડ્રાઈવ, ચોપાટી પર, ગોવાના દરિયા કિનારે, ઉત્તરાખંડ, કાશી, બનારસ ગંગાના કિનારે, કલકત્તાના રસ્તાઓ પર હુગલી હાવડા બ્રિજની પાસે!  આ બધા ફોટોમાં તેનો ફેવરિટ ફોટો હતો તેના દ્વારા લીધેલી સેલ્ફી પાછળ તેની પ્રિયતમા ઉભી હતી. તેણે તેના બંને હાથ દ્વારા  પ્રિયતમના માથા પર શીંગડા બનાવ્યા હતા.માણસ ખૂબ ફર્યો હતો. ખૂબ રખડયો હતો. રખડવું તેનો સોખ હતું.આ બધા ફોટાઓ તેના સાક્ષી હતા.

"ઉર્વી.....યાર ચાય પીવી છે. જલ્દી લાવને...."
"હા હા આવું જ છું. બે મિનિટ તો થોભ મારા બાપ, કેટલી ઉતાવળ કરે છે. હું માણસ છું રોબોટ નહિ." પાર્થિવ રસોડામાં ગયો.

"જૂઠી, હજુ તો તે ચા મૂકી પણ નથી!"કહેતા તે ઉર્વીને પાછળથી ભેટી પડ્યો! તેની ગરદન પર ચુંમવા લાગ્યો! તેણે ઉર્વીના ફેસને પોતાના તરફ કર્યું! તેને ઉર્વીના હોઠો પર લાબું ચુંબન આપ્યું!

"આજે પાકો મદ્રાસી લાગે છે."

"એક મહિનો થઈ ગયો છે ચેન્નાઈમાં, હવે તો લાગવું જ પડેને...." કહેતા બને હસ્યાં.

"આટઆટલા શહેર જોયા, આટઆટલી જગ્યાએ ફર્યા, આટલું બધું જોયું, દરેક શહેર જાણે આપણું હોય, જ્યાં સુધી મન ન ભરાય ત્યાં સુધી રહ્યા છીએ! ચેન્નાઈમાં હવે ઘણું જોઈ  લીધું, હવે બોલ આપણે ક્યાં શહેરમાં રહેવા માટે જવું છે?"

"બહુ મોટી ડીમાન્ડ નહિ કરું! આ વખતે ન તો યુરોપ જવાની ઈચ્છા છે ન કોઈ ટાપુઓ પર, ન હિલસ્ટેશન, ન સમુદ્રી શહેરમાં! આ વખતે ત્યાં જવું છે. જ્યાં આપણી પેહલી મુલાકાત થઈ! જ્યાં આપણે ભણ્યા! જ્યાં આપણે ખૂબ ખાધું! યાદો બનાવી! એકબીજાના થયા! જ્યાં આપણી દુનિયા છે. મને ભુજ જવું છે પાર્થિવ મને ભુજ લઈ જઈશ ?"

"હમ્મ, મારી ઈચ્છા પણ હવે ભુજમાં રહી એક શાંત લાઈફ જીવવાની છે."

"ચલો ભુજ..." કહેતા બંનેને એકબીજાને ભેટી પડ્યા.

સમાપ્ત.

contact-

8320671764


Rate & Review

Khyati

Khyati 10 months ago

Neepa

Neepa 11 months ago

Rajiv

Rajiv 12 months ago

Bharat Patel

Bharat Patel 1 year ago

anju

anju 1 year ago