DEATH AFTER DEATH. the evil of brut - 11 books and stories free download online pdf in Gujarati

DEATH AFTER DEATH. the evil of brut ( મૃગાત્મા ) - 11

0 રોમન કહે છે બસ અહીંથી સીધો તેમને જ મળવા જવું છું
રોમન તેનો નાસ્તો કરવા માટે એક બાઈટ ઉઠાવે છે અને તેની નજર સામે એ ફીમેલ કોબ્રાનું કરૂણ મૃત્યુ ઉપસી આવે છે અને presently ડોમેસ્ટિક એવો રોમન દુઃખી થાય છે .તેના હાથમાં જ તેના નાસ્તાનો કોળિયો રહી જાય છે અને તેનું હૃદય દ્રવી ઉઠે છે અને તે એકવાર સ્વયંને પ્રશ્ન પણ કરે છે કે શું આવી જ કોઈક ઘટના મારી સામે કોઈક સ્ત્રી સાથે ઘટાઈ હોત તો હું ચૂપચાપ બેસી શકતે?
રોમન નું અંતઃકરણ જવાબ આપે છે કે ના ક્યારેય નહીં .
લસ્સિ રોમને પૂછે છે કે શું થયું રોમન નાસ્તો કેમ નથી કરતો કયા વિચારોમાં ખોવાઈ ગયો.
રોમન નાસ્તાનો કોળિયો પાછો પ્લેટમાં મૂકી દેછે અને લસસિ ને કહે છે ખબર નહીં આજે મારી નાસ્તો કરવાની ઈચ્છા જ નથી
લસ્સિ રોમન ને ચિંતિત થઈને પૂછે છે કે તું ખરેખર જ ઓલરાઈટ છે ને રોમન .
રોમન કહે છે યા આઈ એમ પરફેક્ટ લી ઓલ રાઇટ એન્ડ ડોન્ટ વરી.
રોમન ટેબલ પરથી ઊભો થાય છે અને લસિને કહે છે હું પ્રોફેસર અલી કોચર ને મળવા જાઉં છું અને મોડું થાય તો ચિંતા ના કરીશ.

લસિએ રોમનના મોઢેથી પાઈનેપલ રેસ્ટોરંટની વાત સાંભળીહતી એટલે લસિ ને પણ એમ જ હતું કે રોમન ઑલરાઈટ છે પરંતુ લસિ ને એ વાતની ખબર ન હતી કે રોમન ના ખરા ઇમોશન્સ ડોમેસ્ટિક માં જ ઉજાગર થવાના છે .કારણ કે જંગલમાં તો બધા જ જંગલી બની જતા હોય છે પરંતુ જંગલની એકાદ પ્રત્યક્ષ બનેલી કરુણ ઘટના પણ ડોમેસ્ટિક માં ચેનથી નથી રહેવા દેતી અને આજનો દિવસ રોમનના આવા જ કોઈક ઇમોશન્સ નો પ્રથમ દિવસ હતો.

કદાચ રોમનના આવા ઋજુ સ્વભાવને કારણે પણ પેલી female કોબ્રા ને રોમન ની અંદર પોતાના જીવન રક્ષાની સંભાવનાઓ દેખાઈ હશે .પશુ જગતની અંદર આવી સંભાવનાઓ અને અસંભાવનાઓ ની જાણ થઈ જવી બહુ જ સ્વાભાવિક હોય છે વાંચા ના સ્થાને પ્રકૃતિએ આવા પશુઓ ની અંદર .આવી શક્તિઓ ઠુશી ઠુશી ને ભઈ હોય છે .

roman તેની volkswagen માં બેસે છે અને તેનો સેલ મારીને લસિ ને કરીને ગેટ ની બહાર નીકળી જાય છે. રોમને લસ્સિ ની સામું જોયા વગર જ લસિ ને બાય કહ્યું હતું. વાસ્તવમાં તેની નીચી નજર પેલી ઘટના પર જ સ્થિર હતી અને રોમન આખા રસ્તે કેટલીક અંશે પોતાનેધીકકારી પણ રહ્યો હતો. પરંતુ રોમન તેના બચાવમાં મનમાં એમ પણ કહી રહ્યો હતો કે જંગલ એક્ટિવિટીમાં માનવીને હસ્તક્ષેપ કરવાનો કોઈ જ અધિકાર નથી જે દલીલ સાચી પણ હતી જ .

છતાંય પણ રોમનના ઇમોશન્સ તેની બુદ્ધિ પર ભારી પડી રહ્યા છે અને રોમન વારંવાર તેના ચહેરા ઉપર હાથ ફેરવીને અપસેટ થઈ રહ્યો છે. થોડી જ વારમાં roman એક વિશાળ ગેટ પાસે આવીને હોન વગાડે છે અને સિક્યુરિટી ગેટ ખોલે છે.

રોમન તેના બ્રાઉન ગોગલ્સ કાઢીને સિક્યુરિટીને કહે છે રોમન રેગન, ડોક્ટર સાથે મારી આજ ની એપોઇન્ટમેન્ટ છે.

સિક્યુરિટી કહે છે હું જાણું છું સર તમે કારની ચાવી મને જ આપી દો અને સીધા અંદર જતા રહો .રોમન તેની કારમાંથી બહાર નીકળે છે અને સિક્યુરિટી ના હાથમાં ચાવી થમાવી ને કહે છે થેંક્યુ .અને રોમન એ હાઉસમાં પ્રવેશ કરે છે. રોમન હાઉસ નો ડોર બેલ વગાડે છે અને પ્રોફેસર કોચર ના બંગલા ને જોઈને કહે છે નાઈસ હાઉસ.
થોડી જ વારમાં એક હાઉસ કીપર door open કરે છે અને રોમન કશું કહેવા જાય એ પહેલાં જ પેલો હાઉસ કીપર કહે છે મિસ્ટર રોમન રેગન ?રોમન કહે છે યા.

એ હાઉસ કીપર હાથનો ઇશારો કરીને ઉપર નો રસ્તો બતાવે છે અને રોમન ને કહે છે ઉપર જઈને રાઈટ સાઈડમાં છેલ્લો રૂમ.
રોમને કહ્યું થેન્ક યુ.

રોમન પ્રોફેસર અલી ના ડોમેસ્ટિક ચેમ્બરમાં જઈને કહે છે ગુડ મોર્નિંગ સર.
પ્રોફેસર અલી કોચર તેમના હાથમાં કોઈક કિતાબ અને બે આંગળીઓ વચ્ચે સીગાર દબાવી નેરોમન ની સામે પીઠ કરેલીસ્થિતિમાં ઉભા હતા અને પાછળ ફરીને રોમન ની સામું જોયા વગર જ તેમણે કહ્યું રોમન રેગન રાઈટ?

રોમને કહ્યું યસ સર.
પ્રોફેસરે કહ્યું પ્લીઝ પ્લીઝ કમ ઇન રોમન come in હું તારી જ રાહ જોતો હતો.રોમને કહ્યું હું લેટ તો નથી પડ્યો ને?

પ્રોફેસરે કહ્યું તું લેટ પડ્યો હોત તો પણ મને કશો ફર્ક નહોતો પડવાનો કારણકે હું રિટાયર માણસ છું અને આખો દિવસ ફ્રીજ હોવું છું

છતાં પણ i am appreciate કે તું ટાઈમે જ આવ્યો છે પ્રોફેસર
રોમન ને હાથનો ઇશારો કરીને બેસવાનું કહે છેઅને રોમન ની ઉદાસીન ભરેલી બેસવાની સ્ટાઈલથી જ પ્રોફેસર 10% સમજી જાય છે કે રોમનક્યાંક જંગલ બાયોલોજી ને લઈને ઈમોશનલ છે.
પ્રોફેસર તેમની રીવોલ્વીંગ ચેર માં બેસે છે અને તેમના હાથમાં નું પુસ્તક ટેબલ પર મૂકે છે અને તેમના સ્પેકસ કાઢીને રોમન ને કહે છે ટીવી પર તારા દેખાડેલા એનાકોન્ડા એન્ડ એકસેટ્રાસ ને જોઈ જોઈને હું બોર થઈ ગયો છું હું ડુ સમથિંગ ન્યુ નાવ.
રોમન પ્રોફેસરની સામે જોઈને કહે છે એવી સંભાવનાઓ સંભવ છે કે નહીં એ જ જાણવા હું આજે તમારી પાસે આવ્યો છું સર.
પ્રોફેસર અલી કોચર થોડાક વિચાર મગ્ન અને આશ્ચર્ય ચકિત થઈને રોમન ને કહે છે હું કંઈ સમજ્યો નહીં.

રોમન ના પ્રેક્ટીકલ સેન્સ અનુસાર મરનાર female કોબ્રા અને ઇનવિઝિબલ કોબ્રા આ બંને અલગ અલગ છે અને એટલે જ રોમન આજે માલામાલ થવાના ઉદ્દેશથી પ્રોફેસર અલી કોચર પાસે આવ્યો છે .પરંતુ રોમન એ નહોતો જાણતો કે પ્રોફેસર અલી કોચર તેને જે વાત કહેવાના છે તે સાંભળીને કદાચ તેના પગ નીચેથી ધરતી પણ સરકી જવાની છે.

લોભને ને પ્રોફેસર ને કહ્યું તમે ઇનવિઝિબલ એનિમલ્સ ને કઈ કેટેગરીમાં મૂકો છો અને તેમને કઈ રીતે બીલીવ કરો છો.?