Bappa ni Ganesh Chaturthi Trip - 1 in Gujarati Fiction Stories by Ridhsy Dharod books and stories PDF | બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 1

Featured Books
Categories
Share

બપ્પા ની ગણેશ ચતુર્થી Trip - 1

ભાગ ૧: INVITATION

નંદી મહારાજ દોડતા આવી રહ્યા હતા.

પ્રભુ શંકર, માતા પાર્વતી અને ગણેશ બાપા કૈલાશ ની ચોંટીએ Family Time Enjoy કરી રહ્યા હતા. જ્યાં પ્રભુ શંકર હંમેશા ધ્યાન ધરતા. હજી આજે જ સવારે પ્રભુ શંકર ધ્યાન માંથી બહાર આવ્યા હતા એટલે માતા પાર્વતી અને ગણેશ બાપા એમની સાથે TIME SPEND કરવા પહોંચી ગયા હતા.

નંદી ને આમ ઉતાવળે આવતા જોઈ માતા પાર્વતી અને ગણેશ મૂંજાયા.

નંદી: નમસ્તે પ્રભુ.

પ્રભુ: હા નંદી બોલ, શું થયું? એટલો ઉતાવળે શું કામ આવ્યો?

માતા પાર્વતી થોડા નારાજ થઇ ને

માતા: તને ખબર છે ને અમે અહીં ફેમિલી time માણી રહ્યા છે? કેટલા દિવસો પછી આજે પ્રભુ ધ્યાન માંથી બહાર આવ્યા છે.

નંદી: મને ક્ષમા કરજો માતા. હું તમારી PRIVACY માં ખલેલ નાખવા નહોતો માંગતો. આ તો વાત જ important હતી એટલે મારે આવવું પડ્યું.

નમ્રતા થી કહી ને નંદી એ માતા સામે હાથ જોડ્યા.

બાપા: એવું શું કામ આવ્યું Uncle? ખુબ જ પ્રેમપૂર્વક સવાલ કર્યો.

નંદી: મુંબઈ થી એક ભક્ત આવ્યો છે. એ તમને મળવા માંગે છે. કહે છે કે એને તમને ગણેશ ચતુર્થી નિમિતે Invitation આપવું છે. ખાસ Invitation આપવા એ છેક મુંબઈ થી મહામહેનતે આવ્યો છે.

પ્રભુ: છેક મુંબઈ થી? એને આદર પૂર્વક અંદર લઇ આવ.

નંદી: જેવી પ્રભુ ની આજ્ઞા.

વંદન કરી નંદી બહાર ઉભેલા ભક્ત ને લેવા ગયો.

ભક્ત ખુબ જ થાકેલો લાગી રહ્યો હતો. અને કેમ ના હોય મુંબઈ થી અહીં એ એટલો મોટો પ્રવાસ જો કરીને આવ્યો હતો.આટલી લાંબી મુસાફરી થી તો માણસ થાકી જ જાય ને.આવતા ની વેંત ભક્તે ત્રણે ઓને વંદન કર્યા.

ભક્ત: હર હર મહાદેવ, માતા પાર્વતી ને મારા શત શત નમષ્કાર, બાપ્પા ગણેશ ને મારા આદર પ્રણામ.

પ્રભુ, માતા અને બાપા એક સાથે: તથાસ્તુઃ

પ્રભુ: હે ભક્ત કેમ આવા વ્યસ્ત સમય માં તું છેક મુંબઈ થી અહીં આવ્યો?

ભક્ત: વાત એમ છે કે પ્રભુ, તમને અને માતા ને મળવાની બહુ પેહલે થી તીવ્ર ઈચ્છા તો મન માં હતી જ. એમાં એ સંજોગે અમે લાલબાગ માં રાખેલ ગણેશ ચતુર્થી નિર્મિત ભવ્ય કાર્યક્રમ માટે INVITATION પણ આપવું હતું. એટલે એ બહાને અહીં આવી પહોંચ્યો.

બાપા આતુરતા થી: Invitation? અને મને?

ભક્ત: હા, GUEST OF HONOR નું Invitation. જોકે મેં બાપ્પા ને Video Invitation ઇન્સ્ટાગ્રામ પર મોકલેલો પણ એમનો કોઈ Response આવ્યો નહિ. એટલે મને એમ થયું કે હું જાતે જ Invitation આપી આવું. તમને જાણ તો હશે જ કે આ કાર્યક્રમ અમે છેલ્લા કેટલાય વર્ષો થી ગોઢવીએ છીએ. અને હજારો ભક્ત ત્યાં મોટી સંખ્યા માં ઉમટે છે. આ વખતે અમારી ઈચ્છા છે કે તમે LALBAG સ્વયં પધારો. GUEST ઓફ HONOR તરીકે. આ વખતે જો તમે પધારશો તો અમને મોટી મુરતિયો નઈ રાખવી પડે જેથી અમે દરિયા નું પ્રદુષણ કંટ્રોલ કરવાની નાની કોશિશ કરી શકશું. અને તમારા પાવન પગ જો અમારી ધરતી પર પડશે તો કદાચ અમારા ભાગ્ય ખુલશે.

માતા થોડાક ગુસ્સે થતા: મૂર્ખ ભક્ત, અમે તમને મુરતીયો બનાવી ને અમને પૂજવાનું ક્યારેય નથી કહ્યું.જે તું અહીં અમને પ્રદુષણ ના પાઠ ભણવે છે. અને શું તને જ્ઞાત નથી? આ કળી યુગ છે. કળી યુગ માં અમે દેવતા ધરતી પર બિરાજમાન નથી થતા. અને એમાંય MUMBAI જેવી માયા થી ભરેલી મ્રીત ભૂમિ પર તું મારા દીકરા ને પધારવાનું કહે છે?

ભક્ત: ક્ષમા માતાજી, મારો કહેવાનો એ મતલબ નહતો. આજ કલ લોકો ની બુદ્ધિ ઓ દાઢી થવા લાગી છે. એક બીજા ને સ્ટેટ્સ દેખાડવા મોટા માં મોટી મુરતીયો બનાવા માં આવે છે. આ બધી ભૂલ અમારા મનુષ્યો ની જ છે માતે, એટલે જ તો અમારી સમિતિ એ આ સુજાવ પ્રસ્તાવ પાડ્યો છે. જો સાક્ષાત બાપ્પા પધારશે તો લોકો મૂર્તિ ને છોડી by default બાપા પાસે આવશે. અને બુદ્ધિ ના દેવતા એવા ગણપતિ બાપ્પા ના આશીર્વાદ થી કદાચ માણસો ની કુબુદ્ધિ નષ્ટ થાય. તો પણ જો તમને આ ભૂલ લાગતી હોય તો હું ક્ષમા યાચના કરું છું માં.

પ્રભુ માતા પાર્વતી ને: શાંત થઇ જા પ્રિયે, ભક્ત ની ભાવના શુદ્ધ છે.એને આપણા પર શ્રદ્ધા છે.એટલે એ અહીં આવ્યો છે.

આગળ ભક્ત ને વાત કહેતા

પ્રભુ: પણ હે પ્રિય ભક્ત આ શક્ય નથી, કળિયુગ માં અમે દેવતા ધરતી પર આ રીતે આવી નહીં શકીયે.માનું છું તમને ઘણી મુશ્કેલીયો છે.

ભક્ત: પ્રભુ, અમને તમારી જરૂર છે. અને બાપા ના સવિલિયત ની બધી જ તૈયારી અમે કરશું. એમને કોઈ અગવડ થવા નહીં દઈએ.

બાપ્પા પ્રભુ ને: પિતાજી મને તો આ મુંબઈ નગરી જોવાની ખુબ ઈચ્છા છે. અને મનુષ્યો ને આપણી જરૂર છે.તમે અને માતા એ તો હંમેશા મનુષ્યો માટે કેટ કેટલું કર્યું છે. જો મારા ફકત બે ત્રણ દિવસ ત્યાં જવાથી અને કાર્યક્રમ માં હાજરી પુરાવાથી થોડુંક સારું થઇ જતું હોય તો એમાં શું વાંધો છે? કહી બાપા પ્રભુ ને આજીજીઓ કરવા લાગ્યા.

પ્રભુ વિચાર કરીને

પ્રભુ: હમમમ વાત તો સાચી છે. હૈ ભક્ત હું તારી આ વિનંતી વરદાન રૂપે સ્વીકારું છું. અને ગણેશ ને આજ્ઞા આપું છું આ કાર્યક્રમ માં ઉપસ્થિત રેહવાની.

ભક્ત અને બાપા બંનેવ ખુબ ખુશ થાય છે

ભક્ત બાપા ને ઇન્વિટેશન કાર્ડ સાથે ૧ કિલો મોદક ભેટ કરે છે

અને જણાવે છે

"હે પ્રભુ ધન્યવાદ, તમારો આ ઉપકાર તો ભૂલે ના ભુલાય, હવે હું રજા લઉં છું.મને જવાની આજ્ઞા આપો."

માતા: તમે હમણાં જ તો આટલી લાંબી મુસાફરી કરીને આવ્યા છો. થોડો સમય કૈલાશ પર રોકાઈ ને આરામ કરો પછી નીકળજો.

ભક્ત: ધન્યવાદ માતા પણ મારા થી નહીં રોકાવાય, નીકળવું પડશે, ઓફિસે થી સખત દલીલો પછી માંડ આટલી છૂટી મળી છે, અને કાર્યક્રમ ના પણ ખુબ જ કામ છે. હું રજા લઉં છું. બાકીની કાર્યક્રમ ની વિગતો હું બાપા ને ઇન્સ્ટાગ્રામ પર સેન્ડ કરી દઈશ.

અને હાથ જોડી ને ત્યાંથી ચાલ્યો ગયો.

- Riddhi Dharod