lagni bhino prem no ahesas - 13 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 13

"સર, બે દિવસ માટે મારે બહાર જવાનું છે એટલે હું ઓફિસે નહીં આવું." આટલું કહી સ્નેહાએ ફોન મુક્યો ને તે સપના પાસે આવી બેસી ગઈ.

સવારના અગિયાર વાગ્યા હતા. સપના સવારે વહેલી આવી હતી ને બે દિવસ માટે તે અહીં જ રહેવાની હતી. સ્નેહાને કંઈ જવાનું ના હતું પણ તેનું મન ઓફિસ જવામાં નહોતું લાગી રહયું એટલે તેમને સપના સાથે થોડો સમય રહી શકે એટલે બે દિવસની રજા લઇ લીધી.

"તને તારો શેઠ પર તારા જેવો જ મળી ગયો." સપનાએ તેમની બેટીને તૈયાર કરતા કહયું.

"તારી જેવી તો હું નથી કે લોકો કહે એમ કર્યા કર્યું. આમેય મારા જેઠને મારી વધારે જરૂર પડે એટલે હું જેમ કહું તેમ તે હા એ હા કર્યા કરે. આવડવું જોઈએ બસ લોકો ને આપણી રીતે કામ કઠાવતા. " સ્નેહાએ મજાક કરતા કહયું.

"મમ્મી મને તો હવે આની ચિંતા થાય છે. બિચારો જે છોકરો આની સાથે લગ્ન કરશે તેમની તો પથારી જ ફરી જવાની છે. " સપનાએ તેમની મમ્મીની સામે જોતા મજાક કરી.

"એટલે તો કહું છું કે છોકરા જોવાનું બંધ કરી દો. તે બિચારાની જિંદગી પણ બચી જશે. " સ્નેહા પણ જાણે મજાકના મુડમાં હોય તેમ તે પણ સપનાની વાતોને ફટાફટ જવાબ આપી દેતી.

"અહીં જે વાતો થાય તે ત્યાં ન થાય. કરવા દે તેમને. તે પણ તારી જેમ પછી બેસી જશે શાંતિથી." બંને બહેનોની વાતોમાં તેમની મમ્મી પણ વચ્ચે બોલી ઉઠી.

"બિલકુલ નહીં મમ્મી, હું તો તે જ કરી જે મને યોગ્ય લાગે છે. ખાસ તો દીદી જેવી તો બિલકુલ નહીં બનું હું."

"મારા જેવું બનવા બહું હિમ્મત જોઈએ. તે તારી જેવી નોકરી કરતી છોકરીની બસની વાત જ નથી. "

"મતલબ તને પણ બાકી લોકો જેવું જ લાગે છે કે બહાર કામ કરતી ઘરનું કામ ના કરી શકે.....!!" આાટલું બોલતા જ સ્નેહાની આખો આસુંથી છલકાઈ ગઈ.

કેટલા દિવસ પછી આજે તેમની મનની વાત બહાર આવવાની કોશિશ કરી રહી હતી. એક રૂમમાં સપના, સ્નેહા અને તેમની મમ્મી બેઠા હતા ને સ્નેહા એક નાની એવી વાતથી રડવા લાગી. આમ તે કયારે પણ રડતી નહીં પણ જયારે કોઈ તેનું પોતાનું જ તેને કંઈ સંભળાવી દેતું ત્યારે તેને વધારે લાગી આવતું. જોકે સપના ખાલી મજાક કરી રહી હતી ને તેને તે મજાક સાચી લાગી ગઈ.

"તું મને અને મારા ઘર વિશે ગમે તે કે ત્યારે કંઈ નહીં. મે તને ખાલી આટલું કહી દીધું તો તું રડવા પણ લાગી." સપનાની આખો પણ રડ્યા જેવી થઈ ગઈ હતી. પણ તે રડી ના શકી. તેને પોતાની જિંદગીને બધી જ મુશકેલ પળોનો સામનો કરી શકે તેવી બનાવી દીધી હતી. જયારે સ્નેહા પાસે આ સમજણ હજું નહોતી.

"તમારે બંનેને ભેગા થઈ આ જ કામ કરવાનું છે. કયારેક તો એમ જ શાંતિથી બેસી વાતો કરતી હોય. " રસીલાબેન બંનેને ચુપ રહેવા સમજાવી રહયા હતા.

મમ્મીની વાતો સાંભળી બંને શાંત તો થઈ ગઈ પણ એકબીજા પ્રત્યે થોડી નારાજગી તે જાહેર કરી લેતી. બપોરના બાર વાગ્યા પછી રસીલાબેન રસોઈ કરવા બેઠા ને સ્નેહા તેમનો ફોન લઇ બેસી ગઈ. તે થોડી નારાજ હતી સપનાથી એટલે તેમની સાથે વાતો નહોતી કરવા માગતી. પણ, સપના તેના કરતા વધારે જીદી હતી એટલે, સ્નેહાને તેમને થોડીવારમાં જ મનાવી લીધી.

બંને બહેનો પ્રત્યેનો પ્રેમ અતુટ હતો. તે જેટલો ઝઘડો કરતી તેટલી જ એકબીજા વગર એકપળ પણ ના રહી શકતી. એટલે જ તો સપનાં માટે તેમને ઓફિસ પર પણ રજા લઇ લીધી હતી. બપોરનું જમવાનું કામ પુરું થતા તેમની મમ્મી સુઈ ગયા ને તે બંને એમ જ વાતોએ લાગ્યું. અત્યારે ઝઘડો નહોતો અત્યારે એકબીજા સાથે પ્રેમભરી વાતો થઈ રહી હતી.

"દીદુ, તારી સંગાઈ થઈ પછી તે જીજું સાથે વાતની શરૂઆત કેવી રીતે કરી....?? " સ્નેહાના સવાલો તેમની વાતોની સાથે જોડાઈ રહયા હતા.

"કંઈ છોકરી પહેલાં વાતની શરૂઆત કરે છે..!!!શરૂઆત તો હંમેશા છોકરાને જ કરવાની હોય છે. " સપનાએ જવાબ આપ્યો.

"તો જીજૂંએ તારી સાથે પહેલીવાર વાત કરી ત્યારે તને શું પુછ્યું હતું...???"

"ખબર નહીં. તે બધું યાદ થોડું રહે છે. જયારે હું તેમને પહેલીવાર મળી ત્યારે મને તેની સામે નજર મેળવતા પણ ડર લાગતો હતો. એક અંજાન સાથે મારે જિંદગીની શરૂઆત કરવાની હતી પણ મને એ નહોતી ખબર કે તે કેવા છે."

"તને આ બધું અજીબ નહોતું લાગતું ત્યારે.... આ્ઈમીન જેને તું કયારે મળી પણ નથી તે વ્યકિત સાથે સીધી તું પહેલીવાર ફરવા જ ગઈ."

"થોડુક નહીં બહું જ લાગતું હતું. પણ, મનમાં એક વાત ફિકસ હતી કે હવેથી તે જ છે બધું મારા માટે. તે ગમે તેવો હોય મારે તેમને સ્વીકાર કરવાનો છે. આવું વિચાર્યા પછી કંઈ નહોતું લાગતું. "

"પછી......પછી શું તને તેનાથી પ્રેમ થઈ ગયો....??"

"જે વ્યકિત આપણી ઈજ્જત આપણને પ્રેમ આપતો હોય તેમની સાથે પ્રેમ તો થવાનો જ છે. "

"મતલબ તો આ જબરદસ્તીનો પ્રેમ જ ગણાય ને....!! આપણે જાણ્યે છીએ કે આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી એટલે તે વ્યક્તિના પ્રેમમાં જબરદસ્તી પડી જવાનું." સ્નેહાની આવી અજીબ વાતો સપના સમજી શકતી હતી એટલે તે તેને સમજાવાની કોશિશ કરી રહી હતી.

"જિંદગીનું આજ તો સત્ય છે. જેને દરેક માણસે સ્વિકાર કરવો જ પડે છે. તું ગમે તેટલી ભાગી પણ આખરે તો તારા નસીબમાં લખ્યું હશે તે જ થશે. "

"ચલો માન્યું, કે તેમની સાથે જીવવાનું છે એટલે પ્રેમ થઈ જશે. પણ, આપણી સંગાઈ પછી આપણને ખબર પડે કે તે માણસ ખરાબ છે તો શું તેની સાથે સંબધ તોડી દેવાનો કે પોતાની જ જિંદગીને ખાડામાં મુકી દેવાની...???" સ્નેહાનો એક અજીબ સવાલ ફરી સપના સામે ઉઠયો.

"પ્રેમમાં એ તાકાત છે કે માણસને બદલી દેઇ. જો તું તે વ્યકિતને સાચા દિલથી સ્વિકાર કરી શકતી હોય તો તારી પાસે આટલી તાકાત હોવી જોઈએ કે તું તે માણસને સાચા રસ્તા પર લાવી શકે. પછી બધાના વિચારો એક જેવા નથી હોતા. આ જિંદગીનો દાવ છે જ્યાં સારા અને ખરાબ બંને મળવાની શકયતા છે. બસ આપણે સારા બનવાની કોશિશ કરવાની. "

"આટલું બધું સહન કોણ કરી શકે આજના સમયમાં.....??"

"દરેક રીશ્તાની પાછળ ભાગવું તેના કરતા કોઈ એકને જ પોતાના સ્વિકાર કરી તેની સાથે જિંદગી જીવવી સારી છે. મારા મતે લવ મેરેજ કરતા અરેજ મેરેજ બેસ્ટ છે. કેમકે અરેજ મેરેજમા ફેમિલી આપણી તાકાત હોય છે."

સપનાની વાતો સાંભળી સ્નેહા વિચારોની અંદર ખોવાઈ ગઈ. તે પણ આ વાત સ્વિકારી તો શકતી હતી પણ તેને એ વાત યોગ્ય નહોતી લાગતી કે એક જબરદસ્તીના બંધનમા આખી જિંદગી કોઈ એવા વ્યકિત સાથે જીવવાનું જેની સાથે તેને પ્રેમ તો છે પણ કોઈ બીજાના દેખાડવા ખાતરનો . જે ખાલી સમાજે પસંદ કરેલો છે.

થોડીવાર બંને વચ્ચે એમ જ ચુપી રહી પછી સપનાએ તેમને પુછ્યું." તારો શું વિચાર છે આમા અરેજ કે લવ......?? "

સ્નેહાને અંદોજો નહોતો કે સપના તેને આવું કંઈ પુછશે. તે બે ઘડી સપનાને જોતી રહી. સપના ભલે લોકોના વિચારોને માન આપતી હોય પણ તેના વિચારો હંમેશાં મોડૅન જ હતા. સપનાના સવાલનો સ્નેહા પાસે કોઈ જવાબ તો ના હતો પણ તેના દિલ અને દિમાગમાં એક ચહેરો હતો શુંભમનો. પળમાં જ શુંભમના વિચારો મનમાં ફરી વળ્યા.

તે કંઈ જવાબ ના આપી શકી ના કંઈ કહી શકી સપનાને. તેની ચુપી શાયદ સપના સમજી ગઈ હતી એટલે તેમને પણ બીજો કોઈ સવાલ ના કર્યો.

"જે કરવું હોય તે કરજે પણ એટલું યાદ રાખજે કે આપણું એક ખોટું પગલું આપણા મા-બાપની અહીં સુધીની ઈજ્જતને ખતમ ના કરી દેઈ." સપના વધારે કંઈ શિખામણ આપે કે કંઈ કહે તે પહેલાં જ તેમની બેટી જાગી ગઈ ને તેમની વાતો એમ જ અઘુરી રહી ગઈ.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
સ્નેહાએ શુંભમ સાથે વાતોતો શરૂ કરી છે પણ તેમના પરિવારની ઈજ્જતની ખાતિર તે આ વાતોને બંધ કરી દેશે...?? શું સ્નેહા તેમની બહેન સપનાની વાતો સ્વિકારી શકશે ...??શું ખરેખર સપનાની વાતો સાચી છે કે સ્નેહા જે વિચારે તે હકિકત છે....?? શું સ્નેહા શુંભમની વાતો સપનાને જણાવી શકશે કે તે ખુદ આ રસ્તાને એકલા જ પાર કરશે...???શું શુંભમ અને સ્નેહા એક થશે કે આ કહાની અહીં જ સ્નેહાના વિચારો સાથે થંભી જશે...તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ."