lagni bhino prem no ahesas - 15 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 15

સવારનો સૂર્ય કંઇક નવી જ રોશની લઇને આવ્યો હતો. સ્નેહાની આંખ ખુલી ગઈ. જેના વિચારોને તે લઇને સુતી હતી, તેના જ વિચારો તેના ઉઠતાની સાથે ફરી યાદ બની આવી ગયા. તૈયાર થઈ તે ઓફિસે જવા નિકળી. આખા રસ્તામાં બસ તેના જ વિચારો હતો. મન થઈ આવતું એકવાર શુંભમ સાથે વાત કરવાનુંં પણ જબરદસ્તી તે તેના મનને રોકી રહી હતી. તેમને શુંભમ સાથે લગાવ તો હતો જ પણ શુંભમ જે રીતે તેની સાથે બિહેયવ કરતો તે તેમને વધારે તકલીફ આપતું ને તે વિચારે જ તે તેનાથી દુર રહેવાનું પસંદ કર્યું.

એક દિવસ, બીજો દિવસ, ત્રીજો દિવસ એમ કેટલા દિવસો પુરા થયા. ના સ્નેહાએ કોઈ મેસેજ કર્યો ના શુંભમે સામેથી વાત કરવાની કોશિશ કરી. તે તેનાથી દુર તો હતો પણ વિચારોમાં તે સ્નેહાને રોજ મળતો હતો. સ્નેહાના વિચારો બસ શુંભમને યાદ કરી રહયા હતા. શરૂઆત તેની યાદથી થતી ને રાત તેના સપનામાં પુરી થતી. પણ, બંને વચ્ચે વાતચીતનો દોર હંમેશા માટે થંભી ગયો હતો.

"સ્નેહા, શું વિચાર્યું...??તું કંઈ જવાબ આપ તો વાતને આગળ વધારીએ. " રસીલાબેન ફરી એકવાર સ્નેહાને જોવા આવેલા છોકરા વિશે વાત કરી રહયા હતા.

બે દિવસ પહેલાં જ સ્નેહાને જોવા સુરતમાં રહેતા તેમની જ નજીકના કોઈ રીલેટીવનો છોકરો આવેલો. છોકરાને સ્નેહા પસંદ આવી ગઈ હતી ને તેમના મમ્મી-પાપાને તે છોકરો. હવે રાહ ખાલી સ્નેહાના જવાબની હતી. શુંભમ કરતાં તે દેખાવમાં સારો હતો ને એક સારી એવી કંપનીમા જોબ પણ કરતો હતો. રસીલાબેન જે રીતે વાતો કરી રહયા હતા તે પ્રમાણમાં તે છોકરો સંસ્કારી પણ લાગતો હતો.

"મમ્મી, મે એકવાર હા કિધું ને...!! હવે તું એકનો એક સવાલ વારંવાર શું કામ પુછે છે....???" સ્નેહાએ ગુસ્સામાં જ હા નો જવાબ આપ્યો.

"પાકું હા જ કહે છે ને..?પછી આના કાની નહીં થઈ શકે." મમ્મીએ ફરી એકવાર સમજાવતા સ્નેહાને પુછ્યું.

"હા. એકદમ પાકું બસ. કે કોઈ સ્ટેપ પેપર પર લખીને આપું. " સ્નેહાના જવાબથી જાણે તેની મમ્મીના ચહેરા પર એક ખુશી ની રેખા પથરાઈ ગઈ.

સ્નેહાની હા મળતા તેમના પપ્પાએ વાત આગળ વધારવાનો વિચાર કરી જોયો. સંગાસંબધીમા તેમને ઘણી જગ્યાએ પુછપરછ પણ શરૂ કરી દીધી કે છોકરો કેવો છે. કોઈ સારું કહેતું તો કોઈ ખરાબ કહેતું. બધાના મંતવ્ય અલગ અલગ હતા. સ્નેહાના કાકીના રીલેટીવમાંથી જ છોકરો હતો એટલે તેમના પપ્પાને સારું લાગ્યું ને તે લોકોએ તેમના ઘરે જોવા જવાનો વિચાર કર્યો.

સ્નેહા પણ તે છોકરાને લગભગ જાણતી હતી. તેના વિશે તેને કંઈ પુછવાની જરુર નહોતી છતાં પણ દિલ તેની સાથે જોડાવા તૈયાર નહોતું થઇ રહયું. મમ્મીને હા કહી દીધી હતી. પણ મન તે વાત સ્વિકાર કરવા હજું તૈયાર નહોતું. લાગણી ભીનો અહેસાસ શુંભમને મળવાની તાલાવેલી લગાવી રહયો હતો. પણ કિસ્મત શાયદ તેમનું મળવું મંજુર નહીં હોય. જે કિસ્મતને મજુર છે તે જ થવાનું છે આખરે તેમ સમજી સ્નેહા પોતાના મનને સમજાવી રહી હતી.

શાયદ નહીં પણ આ સંબધ જોડાવાનો જ છે ને તે હવે રોકી શકે તેમ પણ ના હતી. કેમકે અહીં પરિવારની ઈજ્જતનો સવાલ હતો. એકબાજું શુંભમ સાથે જોડાયેલો અહેસાસ જેને તેના દિલને જકડી રાખ્યો હતો ને બીજી બાજું પરિવારની ખુશી માટે એક નવા સંબધ માટે તેને લીધેલો નિર્ણય હતો.

"નિરું, મારે ત્યાં નથી કરવું. મારું મન તે જગ્યાએ બિલકુલ નથી માની રહયું. જાણું શું તે છોકરો સારો છે તેમની ફેમિલી પણ સારી છે પણ મારા વિચારોનું છું જે ખાલી શુંભમને યાદ કરે છે... !!" સ્નેહાની રડતી આંખ નિરાલી સામે તેમના વિચારો મુકી રહી હતી.

આજે તે ઓફિસેથી બંને વહેલી છુટી લઇ ને એમ જ નાસ્તો કરવા એક કેફમાં ગઈ હતી. ટેબલ પર કોફીના બે કપ પડયા હતા ને વેટર પિઝા લઇને આવી રહયો હતો. સ્નેહાની આખો બસ રડે જતી હતી.

"શું કામ તે લોકો મને જબરદસ્તીના ફંદામાં ફસાવી રહયા છે....?? શું કરી હું તે પૈસાને જ્યાં મારી જિંદગી ખાલી ચાર દિવાલનું કેદ ખાનું બની જીવી જશે...??" સ્નેહાની વાતો એમજ ચાલતી રહી.

"મતલબ તે લોકો બહું પૈસાવાળા છે ને ત્યાં તારે ખાલી આરામથી ખાવાનું છે. " નિરાલીએ પિઝાનો એક ટુકડો હાથમાં લેતા કહયું.

"હા. " સ્નેહાએ તેમના આસું સાફ કર્યાને નિરાલીની સામે એક આશાભરી નજરે જોઈ રહી કે તે કોઈ રસ્તો બતાવે.

"તો સારું જ કહેવાયને યાર.....!" નિરાલીએ તેમના વિચાર જણાવતા કહયું.

"એ બધી મને કંઈ પ્રોબ્લેમ નથી." સ્નેહાએ પણ એક ટુકડો પીઝાનો લીધો ને નિરાલી સાથે આગળ વાત કરતા કહયું.

"તો પછી તારી પ્રોબ્લેમ શું છે.....?? " નિરાલીએ પુછ્યું.

"જોબ. ત્યાં મને મારી મરજીથી જોબ કરવા નહીં મળે." ખરેખર જોબ એક બહાનું હતું તેમના માટે. પણ, હકિકત તેમનું દિલ શુંભમ સાથે જોડાઈ ગયું હતું એટલે તે કોઈને એકક્ષેપ કરી શકતી ના હતી.

"ખરેખર તું પાગલ છે. આજકલની છોકરી પૈસાવાળા છોકરા પર દિવાની હોય છે ને તને તે મળે છે તો તારે નથી કરવું."

"શું કામના તે પૈસા....???જયાં એક સ્ત્રી પોતાની મરજીથી શ્વાસ પણ ના લઇ શકે. મારે ખુદ કંઈક કરવું છે. પોતાની મરજીથી જીવવું છે. તે ઘરે મને બધું જ મળશે પણ મારી આઝાદ જિંદગીનું શું જે મારે જીવવી છે....?"

"હમમમ. તારી વાત સાચી છે. પણ તું હવે શું કરીશ..??"

"એજ તો સમજાતું નથી કે મારે શું કરવું. પપ્પાએ બધાને પુછી પણ લીધુ છે. જો હું ના કહું તો લોકોને એવું લાગે કે છોકરી નોકરી કરે એટલે થોડા વધારે નખરા કરે છે. હું ના કહી મારા મમ્મી પપ્પાની ઈજજ્ત પર દાગ ઉછાળવા નથી માગતી."

"ખરેખર તમારા લોકોમા આ પ્રોબ્લેમ બહું. જાણે એક છોકરીને પોતાની મરજીથી જીવવાનો પણ હક તે લોકો પસંદ કરે. "

"મને પણ ના ગમે. પણ શું કરવું.???તે લોકોના નિયમો વચ્ચે જીવવું પડે. હવે તો કોઈ રસ્તો પણ નથી કે હું કંઈ કહી શકું. ચલ જે થશે તે જોયું જશે. ખોટું ટેશન લઇ ને આપણી પાર્ટી શું કામ ખરાબ કરવી. "સ્નેહાએ તેમના વિચારોને બદલતા કહયું.

"સમજદાર તો તું બહું છે. પણ વધારે પડતી સમજારી તને જ તકલીફ આપી શકે છે. કંઈ નહીં ચલ છોડ તે બધું હવે કયાં જવું છે તે કહે. " નિરાલીએ પિઝાનું બિલ પેં કર્યું ને બંને કેફેમાંથી બહાર નિકળી.

"બે વાગ્યા છે હજું. તો મુવી જોવા જ્ઈ્એ...??" સ્નેહાએ મોબાઈલમાં જોતા કહયું.

"ક્યું મુવી....???ને મારે પહેલાં મંયકને પુછવું પડશે." નિરાલીએ તેમનો મોબાઈલ ખોલ્યોને તરત જ તેમના પતિને ફોન કર્યો.

"તું કયારથી જીજું ને કંઈ પુંછતી થઈ ગઈ."

"એવું કંઈ ના હતું મે તેમને કિધું હતું હૂં આજે જલદી આવી જાય તો આપણે બહાર જ્ઇશું એટલે. "

"તો શું કિધું તેમને...??"

"શું કહે જા એમ."

"પણ તારે તેની સાથે જવાનું હતું ને...!"

"તેમને આમેય કોઈ કામ છે. એના કરતા આપણે જ્ઇ આવીયે શું ફરક પડે. "

"ચલ, ગાડી શરૂ કર દસ મિનિટમાં પહોચંવું પડશે. "સ્નેહાએ કહયું.

નિરાલીએ ગાડી શરૂ કરીને બંને દસમિનિટમાં તો થિયેટરમાં પણ પહોંચી ગઈ. નિરાલી ગાડી પાર્ક કરવા ગઈ ને સ્નેહા ટિકિટ લેવા. થોડીક જ મિનિટમાં મુવી શરૂ થવાની તૈયારીમાં હતું ત્યાં જ બંને અંદર પહોંચી ગઈ.

મુવીની સાથે સ્નેહાના વિચારો અવિચલ વહેતા હતા. 'કદાચ શુંભમ તે હા ભરી હોત તો આજે મારે કોઈ બીજા સાથે જિંદગી જીવવાનું ના વિચારવું પડત. પણ તને જયારે હું પસંદ જ નથી તો તારી સાથે જબરદસ્તી કરવાનો મારો પણ કયાં કોઈ હક છે. હું મારી કિસ્મતને બદલી તો નથી શકવાની પણ એક આશ રાખું છું કે તે મારી સાથે કયારે ખરાબ નહીં થવા દેઈ. ' મનમાં વિચારો ને આંખો સામે ચાલતી ફિલ્મ કયારેક બંનેને એક જ કડીની સાથે જોડી રહયા હતા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
એકબાજું સ્નેહા અને શુંભમની વાતો થંભી ગઈ છે ત્યારે બીજી બાજું સ્નેહાની જિંદગી કોઈ બીજા સાથે જોડાવાની તૈયારીમાં છે ત્યારે શું સ્નેહા અને શુંભમની પ્રેમ કહાની શરૂ થયા પહેલા જ પુરી થઈ જશે...?? શું સ્નેહાની સંગાઈ કોઈ બીજા છોકરા સાથે થઈ જશે...?? શું હવે સ્નેહા અને શુંભમની મુલાકાત થઈ શકશે કે નહીં તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ'