Apradh - 1 books and stories free download online pdf in Gujarati

અપરાધ - રહસ્ય વારંવાર - પળે પળે કંપારી ઉપજાવે એવી સસ્પેન્સ સ્ટોરી - 1

"હર્ષ, મને બહુ જ ડર લાગે છે યાર! આપને ત્યાં જઈશું અને એ લોકો ખતરનાક હશે તો?!" એન્જેલે શક્યતા વ્યક્ત કરી.

"અરે એન્જુ તું ચિંતા ના કર... હું છું ને... હું ખુદ મરી પણ જઈશ, પણ તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં!" હર્ષે એક અલગ જ ખુમારીથી કહ્યું.

"ઓય એવું ના બોલને તું પાગલ પ્લીઝ... હું મરી જઈશ પણ તને કંઈ જ નહિ થવા દઉં!" એણે પણ કહ્યું.

"ઓય એકસક્યુઝ મી!" હર્ષે કહ્યું.

છેલ્લાં સત્તર કલાકથી સ્વાતિ ગાયબ હતી... એનો કૉલ લાગી જ નહોતો રહ્યો. આથી ચિંતાતુર થયેલી એંજલે એના ફ્રેન્ડ હર્ષને આ વિશે વાત કરી. એને કહ્યું કે સ્વાતિ જે બંનેની ફ્રેન્ડ હતી એ ગાયબ છે તો હર્ષ ના કહી જ ના શક્યો. ત્રણેય વચ્ચે સારી ફ્રેન્ડશીપ હતી.

આખો દિવસ બંને સ્વાતિનાં ઘરે ગયા; ત્યાં એના નાના નાની બહું જ ચિંતાતુર હતા અને રડતા હતા. હર્ષ અને એંજલે એમને સમજાવ્યા અને પોતે સ્વાતિને સહી સલામત શોધી જ લઈશું એવું અભય વચન પણ આપ્યું પણ મનમાં તો પોતે આ બધું કેવી રીતે કરશે એ જ મનોમંથનમાં હતા.

હર્ષ અને એંજલ સ્વાતિનાં ઘરેથી એમના રિસ્તેદારના ઘરે પણ ગયા; મિત્રો, પરિચિત લોકો બધાં એમને પૂછી જોયું, પણ એમને નિષ્ફળતા જ મળી.

છેવટે થાકી - હારીને તેઓ એન્જેલનાં ઘરે ગયા. એંજલ આજે હર્ષને એના જ ઘરે રોકાઈ જવા કહ્યું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હર્ષે પણ રોકાઈ જ જવાનું વિચાર્યું.

એટલામાં જ એન્જેલનો ફોન રણક્યો. એંજલે કૉલ રીસિવ કર્યો. એંજલે જે અવાજ સાંભળ્યો એના રુંવાળા ઊભા થઈ ગયા! એક કંપારી એને મહેસૂસ કરી.

સામે જ રહેલો હર્ષ એના આ સ્વરૂપને જાણી ગયો એને હિમ્મત આપતા એને એંજલના ખભે હાથ મૂક્યો તો એ ઘણું ખરું સ્વસ્થ્ય થઈ અને એને આગળ વાત કરી.

"સ્વાતિ મારી પાસે સહી સલામત છે... પણ ક્યાં સુધી એ તમારે ડિસાઇડ કરવાનું છે!" સામે વાળી વ્યક્તિ મોંમાં રૂમાલ દબાવીને વાત કરતો હોય એવું લાગી રહ્યું હતું.

એંજલે ફૉન સ્પીકર પર મૂકી દીધો હતો.

"મને ખબર છે કે તુંયે હર્ષને પણ આ બધું કહી જ દીધું હશે! ના કહું એવું તો બને જ નહિ ને!" એ વ્યક્તિ કહી રહ્યો હતો.

"હા... પણ તું કોણ છું?! કેમ તુંયે આમ સ્વાતિનું કિડનેપિંગ કર્યું છે?! તારો ઈરાદો શું છે?!" એંજલ એ તો પ્રશ્નોનો જાણે કે વરસાદ જ કર્યો.

"હા... હા... હા... બધા જ સવાલના જવાબ જ તો હું આપીશ! આવોને કાલે હું કહું એ સ્થાને! મળીએ આપને બધા, બસ આ સ્વાતિ તમને નહિ મળે... કામ તો મારે તમારું પણ છે!" એ વ્યક્તિ બોલ્યો અને હસ્યો.

"સી યુ ટોમોટો! માય ડિઅર ફ્રેન્ડસ!" એને કહ્યું અને કૉલ કટ કરી દીધો.

એ કોણ હતું?! અરે એને તો એ પણ ખબર હતી કે એંજલ હર્ષને જ કહેશે આ બધું બીજા કોઈને જ નહિ! એને આ બંનેનું પણ કામ હતું?! શું કામ હતું?! મતલબ આ કેસમાં આ બંનેનું પણ ઇન્વોલમેંટ હતું જ એમ! સવાલો તો ઘણા બધા હતા... પણ જવાબ મેળવવા બસ આ એક રાત જ વચ્ચે હતી!

"હર્ષ, મને બહુ જ ડર લાગે છે યાર! આપને ત્યાં જઈશું અને એ લોકો ખતરનાક હશે તો?!" એન્જેલ એ શક્યતા વ્યક્ત કરી.

"અરે એન્જુ તું ચિંતા ના કર... હું છું ને... હું ખુદ મરી પણ જઈશ, પણ તારો વાળ પણ વાંકો નહિ થવા દઉં!" હર્ષે એક અલગ જ ખુમારીથી કહ્યું.

"ઓય એવું ના બોલ ને તું પાગલ પ્લીઝ... હું મરી જઈશ પણ તને કંઈ જ નહિ થવા દઉં!" એને પણ કહ્યું.

"ઓય એકસક્યુઝ મી!" હર્ષે કહ્યું.

વધુ આવતા અંકે...

ભાગ 2માં જોશો: "ઑય પાગલ! એવું કંઈ ના હોય! આપની દોસ્તીની શુરૂથી હું તો તારી હેલ્પ કરું જ છું... અને આજે પણ કરીશ... મારું બસ ચાલે ને તો મર્યા પછી પણ કરીશ!" એ આગળ બોલે એ પહેલાં એંજલે એના હોઠ પર એની આંગળી મૂકી દીધી!