lagni bhino prem no ahesas - 16 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 16

મુવી પુરું થયું ને બંને સાંજનો નાસ્તો કરી ઘરે પહોંચી. આજે સ્નેહાના પપ્પા દુકાનેથી થોડા જલદી પણ આવી ગયા હતા. સાંજે જલદી જલદી જમવાનું કામ પુરુ કરી બધા છોકરો જોવા ગયા ને સ્નેહા એકલી જ ઘરે રહી.

મનમાં અનેક સવાલો જન્મ લઇ મૃત્યું પામતા હતા. કાલે સંગાઈ નક્કી થઈ જશે ને હંમેશા ન ગમતા છોકરા સાથે જિંદગીના કોઈ એક એવા સફર પર નિકળી જશે. જેવી રીતે તેમની બહેન સપના કે બીજી બધી છોકરીઓ જીવે છે તેવી રીતે તે પણ જીવતા શીખી જશે. સવાલો અને જવાબોની ગહેરાઈ વચ્ચે પણ એક અહેસાસ સતત હતો તેના દિલમાં શુંભમનો. તેમની સાથે વાતો બંધ થઈ હતી પણ તેના વિચારો થંભ્યા નહોતો.

સ્નેહાએ મોબાઈલમાં જોયું તો શુંભમ ઓનલાઈન હતો. કેટલા દિવસ પછી આજે તેમની સાથે ફરી વાત કરવાનું મન થઈ આવ્યું. તેમના વિચારો કંઈ બીજું વિચારે તે પહેલાં જ તેમનો મેસેજ ટાઈપ થઈ ગયો. થોડીવારમાં શુંભમે જોઈ પણ લીધો.

સ્નેહા જાણતી હતી શુંભમ તરત રીપ્લાઈ નહીં આપે છતાં પણ ઈતજાર તેને તેના મેસેજનો હંમેશાં રહેતો. ખરેખર આ ઈતજાર પણ કેટલો ગહેરો હોય છે. જેના પર વિશ્વાસ છે કે તે નહીં જ કરે છતાં પણ ઈતજાર તેના જ જવાબનો રહે છે. સ્નેહાએ થોડીવાર સુધી રાહ જોઈ પણ કોઈ મેસેજ ના આવ્યો એટલે ફરી બીજો મેસેજ કર્યો.

"વાત થઈ શકે એમ હોય તો કોલ કરું." સ્નેહાનો મેસેજ વાંચી શુંભમે થોડીવારમાં તરત જ જવાબ આપ્યો. "હા કર. "

ઘરે કોઈ ના હતું. તે શુંભમ સાથે બિદાશ વાતો કરી શકે એમ હતી પણ કેટલા દિવસ પછી વાતો શરૂ થઈ એટલે મન શું કહેવું તે વિચારોમાં ખોવાઈ ગયું. જાણે તે હવે એકબીજાથી અંજાન હતા. કેટલીકવાર સુધી બોલ, તું બોલ ચાલ્યા કર્યું પછી સ્નેહાએ વાતની શરૂઆત કરી.

"મમ્મી- પપ્પા મારા માટે છોકરો જોવા ગયા છે. શાયદ ત્યાં મારું પાકું થઈ જશે. "

"congratulation."

"મારું મન ત્યાં નથી માનતું. "

"તો જબરદસ્તી શું કામ હા કહે છે મમ્મી -પપ્પાને ના કહી દે ને. "

"ના કહેવા માટેનું કારણ તો હોવું જોઈએ ને...!!જે મારી પાસે નથી. "

"તો શું ન ગમતા છોકરા સાથે આખી જિંદગી તું જીવી શકે....?? "

"લોકો જીવે જ છે ને. અહીં પોતાની ખુશી કરતા બીજાની ખુશીમાં જ જીવવાનું હોય છે. તમારે છોકરાને સારું અમારી જેમ તો નહીં."

"એવું....??"

"હમમમ. બોલો. કેવું ચાલે તમારે..??તમે કોઈ છોકરી પસંદ કરી કે આખી જિંદગી એમ જ એકલું રહેવાનું છે...??? "

"ના હમણા કોઈ વિચાર નથી. પછી જોવું."

"કદાચ તમારી જેમ મને પણ મારી પસંદગી મૂજબ જીવવા મળતું હોત તો...!!પણ અફસોસ કે તમે સમાજથી દુર છો ને અમે સમાજની વચ્ચે ફસાયેલા છીએ."

"અમે પણ સમાજની વચ્ચે જ છીએ આ તો પપ્પાએ પોતાની મરજીથી જીવવાની અમને પરમિશન આપી છે. "

"ગુડ... "

"બોલો...?? "

"કંઈ નહીં તું કે.. "

"હું તમારી સાથે કયારે પણ વાત ના કરું તો તમે કયારે પણ સામેથી મેસેજ કે કોલ ના જ કરો. "

"જેનો કોઈ મતલબ નથી. તો સામેથી વાતો કરીને શું કરું. "

"મતલબ..!! "

"કંઈ નહીં. જે વાત કરવાથી ખાલી તકલીફ થતી હોય તેવી ના કરવી જ બહેતર હોય છે. "

રાતના અગિયાર વાગ્યા સુધી બંનેની વાતો એમ ચાલતી રહી. અનકહી કેટલી વાતો બસ એમ જ વગર મતલબે થઈ રહી હતી. ઘરના દરવાજાનો અવાજ આવતા સ્નેહાએ ફોન કટ કર્યો ને તે ઊભી થઈ દરવાજો ખોલ્યો. મમ્મી- પપ્પા બંનેના ચહેરા પર ખુશી પથરાઈ ગયેલી હતી. સ્નેહા તેની ખુશીનું કારણ જાણતી હતી કે તેમના તરફથી પાકું છે. રસીલાબેન તો આવતા જ તેમના ઘરની વાતો શરૂ કરી દીધી. પણ સ્નેહાને તેમની વાતોમાં જાણે કોઈ ઈન્ટરેસ્ટ ના હોય તેવું લાગ્યું.

શુંભમ સાથે વાત કર્યા પછી મનને થોડી શાંતિ મહેસુસ થઈ રહી હતી. જે થવાનું છે તે તો થવાનું જ છે પણ હવે તેને કોઈ વાતનું ટેશન નહોતું. મમ્મીની વાતો પુરી થતા તે સુઈ ગયા પણ સ્નેહાને નિંદર ના આવી. શુંભમ સાથે થયેલી વાતો સુકુન આપી રહી કે તકલીફ ખબર નહીં પણ કંઈક અલગ જ અહેસાસ ખિલવી રહી હતી.

કેટલા દિવસ પછી આજે જયારે સ્નેહા સાથે વાત થઈ ત્યારે શુંભમને તેના તરફ આકર્ષણ થઈ રહયું હતું. સ્નેહાની વાતો તેમના તુટેલા દિલને ફરી જોડવાની કોશિશ કરી રહી હતી. પળ ભર તેમને સ્નેહા કોઈ બીજાની જિંદગી સાથે જોડાઈ જશે તે વાતની તકલીફ થઈ આવી. દિલને જાણે આ વાત ના ગમી પણ તુટેલું દિલ ફરી કોઈ સાથે પ્રેમ કરી શકે તેમ ના હતું. એકવાર કોઈના પરનો વિશ્વાસ તેમને તોડીને વિખેરી ગયા પછી તે બીજી વખત કોઈ છોકરી પર વિશ્વાસ કરવા નહોતો માગતો. તે જાણતો હતો કે સ્નેહા સારી છોકરી છે એટલે તેમની ખુશીને ખામોશીમા ખોવા નહોતો માગતો. પણ, તેને એ વાતની જાણ નહોતી કે સ્નેહાની જિંદગી તેના વગર ખામોશ છે.

માડી રાત સુધી બંને એકબીજાના વિશે વિચારતા રહયા. સવાર થયું ને રેગ્યુલર કામ પર બંને નિકળી ગયા. સ્નેહાએ ઓફિસ પહોંચતા શુંભમને મેસેજ કર્યો. આખા દિવસમાં કેટલા મેસેજ કર્યા પણ કોઈ જવાબ નહીં. ફરી તેમના વિચારો ફરવા લાગ્યા. તેમને સમજાય નહોતું રહયું કે શુંભમ તેમની સાથે આવું શું કામ કરે છે..? કાલ રાતની વાતો તેમને યાદ આવી. અચાનક જ તે કેટલો બદલી જાય છે. એકપળ તે તેના હોવાનો અહેસાસ કરવી જાય છે ને બીજી પળ તે તેના માટે કંઈ નથી એવો આભાસ કરાવે છે.

આ લાગણી અને પ્રેમમાં સ્નેહા ડુબી રહી છે. તેને ખ્યાલ નથી કે તેની કિસ્મત તેને કંઈ રાહ પર દોરી જ્ઈ રહી છે. તે બસ કિસ્મતના ભરોસે ચાલતી જાય છે. એકપળ તેને ફરી શુંભમ પર નફરત આવે છે. ઓફિસનો સમય પુરો થતા તે ઘરે પહોંચી. આજે છોકરાવાળા સાથે છેલ્લી મિટિંગ હતી. આજે છોકરાની સાથે તેમનો આખો પરિવાર તેમને જોવા આવવાનો હતો.

સ્નેહાને તે લોકો પહેલેથી જ ઓળખતા એટલે સ્નેહાએ જે કપડાં પહેર્યા હતા તે રહેવા દીધા. તેમને મનને મનાવી લીધું હતું કે હવે જે કંઈ પણ છે તે આ જ છે. તેમની કિસ્મત પણ શાયદ તે જ સ્વિકાર કરવા કહી રહી હતી. મહેમાન આવી ગયા. સ્નેહાએ મહેમાન માટે ચા બનાવી ને તે મહેમાન સાથે બેસી ગઈ. વાતોનો દોર ચાલું હતો. બધાની વાતો સાંભળતી તે એકદમ ચુપ હતી. કિસ્મતની એક નવી રમતનો દાવ દેવા જાણે તે તૈયાર હોય તેમ તે જોવા આવેલા છોકરાના પરિવારને પોતાના પરિવાર તરીકે વિચારી રહી હતી. મનમાં ફરી સવાલોનો વરસાદ શરૂ થઈ ગયો. ના સવાલના જવાબ મળ્યા ના કોઈ ખુશીની રેખા ચહેરા પર દેખાણી.

મહેમાન જતા રહયા. રાતના અગિયાર વાગી ગયા હતા. તેમને મોબાઈલ જોયો. શુંભમનો એક મેસેજ હતો "બોલ" તે અત્યારે ઓફ લાઈન હતો છતાં પણ સ્નેહાએ મેસેજ કર્યો.

"અચાનક આમ બદલી જવાનું કારણ હું જાણી શકું...??" સ્નેહાનો મેસેજ પહોંચતા જ તે ઓનલાઈન થયો.

"મતલબ હું કંઈ સમજ્યો નહીં. " શુંભમે સામે મેસેજ કર્યો.

"કેટલા મેસેજ કર્યા. કોઈ રીપ્લાઈ આપી શકાય ને..?? "સ્નેહા તેના પર હક જમાવી રહી હતી કે તેના પર ગુસ્સો કરી રહી હતી તે તેને જ સમજાય નહોતું રહયું.

"બહાર હતો. ને કામમાં વ્યસ્ત એટલે સમય ના મળ્યો. " શુંભમે પોતાની વાત જણાવતા કહયું. વાતોનો સિલસિલો એમ જ શરૂ થઈ ગયો.

લાગણી તેમની સાફ દેખાય રહી હતી. બંને બાજું અહેસાસ ખીલી રહયો હતો. કંઈક ઉમ્મીદ બંધાઈ ને તુટી રહી હતી. કોઈ વાત ગહેરાઈ સુધી પહોંચી ને એમ જ ખામોશ થઈ જતી હતી. બંનેમાંથી હજું કોઈ સમજી નહોતું રહયું કે આ વાતો શું કામ છે. અહીં ખાલી દોસ્તી નહોતી અહીં કોઈ બીજો સંબધ હતો જે બંનેથી અંજાન બની સાથે ચાલવાની કોશિશ કરી રહયો હતો.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
શુંભમ અને સ્નેહાની વાતો ફરી શરૂ થઈ ગઈ પણ સ્નેહાનો સંબધ કોઈ બીજા સાથે જોડાવા જ્ઇ રહયો છે ત્યારે આ વાતો એમ જ ચાલતી રહશે કે એક નવા સંબધ સાથે આ સંબધ પુરો થઈ જશે..??? શું સ્નેહા તેમની સંગાઈ પછી શુંભમ સાથે કોઈ સંબધ રાખશે કે તે પુરો કરી દેશે..?? શું તેમની આ સંગાઈ થશે...??શું થશે જ્યારે સ્નેહાની સંગાઈ શુંભમ સાથે નહીં પણ કોઈ બીજા સાથે થશે..?? શું લાગણી ભીનો પ્રેમનો અહેસાસ મહોબ્બત બની સાથે ચાલશે કે એમ જ અધવચ્ચે જ પુરો થઈ જશે તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમ નો અહેસાસ "