revange to love - 10 books and stories free download online pdf in Gujarati

બદલાથી પ્રેમ સુધી - 10

બદલાથી પ્રેમ સુધી ભાગ દસ

આપણે આગળ જોયું કે સોનાક્ષી તેના ભૂતકાળ માં ખોવાઈ જાય છે અને તેને યાદ આવે છે કે રાઘવ અંકલ તેને ક્યાં લઈ ગયા હતા...

રાઘવ અંકલ સોનાક્ષી ને એક ખૂબ જ જૂની ખંડેર જેવી જગ્યાએ લઈ ગયા હતા જ્યાં તેમને સોનાક્ષી ને તેમના હથિયારો બતાવ્યા હતા તેમણે સોનાક્ષી ને કહેલું કે

રાઘવ :જાનકી બેટા તારા પપ્પા સાથે જોડાયા પહેલા હું આર્મી માં હતો અને મને આ ટ્રેનિંગ આપતા પણ સારી રીતે આવડે છે તારે હવે તૈયાર થવાનું છે બદલો લેવા માટે આજથી હું તારો ગુરુ અને તું મારી શિષ્ય .....તારા પરિવાર નો જેમ નાશ થયો એમજ ત્યાં મારો પરિવાર પણ હતો હું તેમની મોત નો બદલો લેવા માટે જ બચી ગયો છું...

જાનકી:સાચી વાત હું ટ્રેનિંગ લઈશ અને મારા પરિવારની મોત નો બદલો પણ .....

રાઘવ:મને તારી પાસેથી આવી જ અપેક્ષા હતી જાનકી બેટા....

જાનકી:ના અંકલ જાનકી નું મુત્યુ તો તેના પરિવારની સાથે જ થઈ ગયું આજથી મારુ નામ સોનાક્ષી રહેશે અને તમે પણ હવેથી મને સોનાક્ષી જ કહીને બોલવશો...

રાઘવ:જેવી તારી ઈચ્છા પરંતુ ટ્રેનિંગ ખૂબ જ અઘરી છે ઘણી મુશ્કેલીઓ આવશે...

સોનાક્ષી:મુશ્કેલીઓ નો સામનો કરવા માટે જ સોનાક્ષી નો જન્મ થયો છે હવે તો મારું મિશન ફક્ત એક જ રહેશે બદલો ....

રાઘવ અંકલે જ પછી થી સોનાક્ષી ની ટ્રેનિંગ શરૂ કરાવેલી જ્યાં એક પણ રજા નહિ .તેને અંધારિયા રૂમમાં કલાકોની કલાકો સુધી ભૂખી અને તરસી બંધ કરી દેવામાં આવતી તે જ્યારે મમ્મી કે પપ્પા ના નામની બુમો પાડતી ત્યારે તેને કોઈક ઈંજીકસન આપવામાં આવતું જેથી તેને તેના પરિવારનો પ્રેમ યાદ ન આવે....

કલાકો સુધી કીચડ માં બેલેંસ કરવાનું અને પોતાની જાત ને સંભાળવાની ,કરંટ આવતો હોય તેવા તારનાં ગુંચળમાંથી બની શકે એટલા ઓછા સમય માં પસાર થવાનું કયારેક કાળી જાળી ની મદદ થી ખૂબ જ ઊંચે ચડવું અને પછી એક ઈશારો થતા એ જાળી પરથી નીચે કૂદકો મારવો ,દરરોજ કેટલીયે વખત પડવું, વાગવું અને મજબૂત થવું આજ સોનાક્ષી નો નિત્યક્રમ થઈ ગયો...

સવારે ઉઠતાની સાથે જ તેની ટ્રેનિંગ ની શરૂવાત થઈ જતી જેમાં કોઈ રજા ,મજા કે મોજશોખ ને કોઈ સ્થાન નહીં ફક્ત ને ફક્ત બદલો અને તેના વિશેની જ માહિતી આપવામાં આવતી.

કોઈ પાછળથી વાર કરે તો કેવી રીતે પલટવાર કરવો ,કરાટે અને બોક્સસિંગ તો સોનાક્ષી એ ખૂબ જ ઝડપથી શીખી લીધેલા...બીજી ટ્રેનિંગ માં પણ બંદૂક કેવી રીતે ચલાવવી ,માણસ ને કેવી રીતે પારખવો, બૉમ્બ કેવી રીતે ફોડવો તે દરેક વસ્તુ તેને ટ્રેનિંગ માં શીખી...

ટ્રેનિંગ વખતે ક્યારેક તે પડતી તેને વાગતું તો તે રાઘવ અંકલ નું નામ લેતી અને ત્યાં તેના માં લાગણી જણાઈ આવતી માટે રાઘવ અંકલે પણ તેને તેમનું નામ ભૂલવી ને મોટા ભા કહેતા શીખવી દીધું..

સોનાક્ષી નું એક જ મિશન હતું અને તે હતું બદલો તેના માટે તે તેની જાત ને પણ ભૂલી ગઈ હતી....

અચાનક ફોન ની રિંગ વાગે છે અને સોનાક્ષી તેના વિચારોમાંથી બહાર આવે છે ફોન ની સ્ક્રીન પર મોટાભા નું નામ લખેલું હોય છે...

સોનાક્ષી:(ફોનમાં જ )જય હિંદ મોટા ભા..

મોટા ભા:નાઘવેન્દ્ર સિંહ વાઘેલા આજે સાંજે જ આવી રહ્યો છે યાદ છે ને તને તારે શું કરવાનું છે...

સોનાક્ષી :હા મોટા ભા હું તૈયાર છું એ રાક્ષસ અહીંથી જીવતો પાછો નહિ જાય...

મોટા ભા:ત્યાં ની સુરક્ષા વધારે છે આપણો પહેલો પ્લાન કામ નહીં કરે....

સોનાક્ષી: હું ત્યાં જઈને તેની સુરક્ષા જોઈ ને પછી જ નવો પ્લાન બનાવી ને તમારો સંપર્ક કરીશ આજે ગમે તે થાય તેને તો મરવાનું જ છે અને એ પણ મારા હાથે...

મોટા ભા:મારે તારી પાસેથી આ જ સાંભળવું હતું .જય હિંદ....

સોનાક્ષી ફોન કાંપી નાખે છે અને વિચારે છે કે આજે પંદર વર્ષ થઈ ગયા તે દિવસ ને તેને તેના પરિવારનો પ્રેમ યાદ નથી પરંતુ તેને ખત્મ કરનાર વ્યક્તિનું નામ જરૂર યાદ છે ....અને તે વ્યક્તિ ને ખત્મ કરવાનો તેનો બદલો પણ.....

એક તરફ તેની આંખો માં એ વ્યક્તિ પ્રત્યેનો રોષ જોવા મળે છે તો બીજી તરફ તેને રોહિત યાદ આવે છે અને તે બધું જ ભૂલી જાય છે તેને એવું લાગે છે કે બદલો અને બધું મૂકીને રોહિત ની દુનિયામાં ખોવાઈ જાવ જ્યાં ફક્ત તેના માટે ખુશીઓ અને વ્હાલ જ છે.....પરંતુ બીજી જ પળ માં તેને તેનો બદલો અને તેને ભોગવેલી ટ્રેનિંગ સમય ની કારમી યાતનાઓ યાદ આવી જાય છે અને તેની આંખો માં રોષ અને બદલો દેખાઈ આવે છે....



રોહિતનો નિસ્વાર્થ પ્રેમ કે તેના પરિવાર નો બદલો ?

શું પસંદ કરશે સોનાક્ષી.....?

અને કેવો હશે નાઘવેન્દ્ર સિંહ વાઘેલા નો રુઆબ શું આટલા વર્ષો માં તેના જીવનમાં સંપત્તિ ના લીધે ક્યુ પરિવર્તન આવ્યું હશે.....?

જાણવા માટે બહુ જલ્દી મળીએ.....

નવા ભાગ માં.....


ત્યાં સુધી જોડાયેલા રહો બદલાથી પ્રેમ સુધી માં.......