naam me kya rakkha hai - 15 books and stories free download online pdf in Gujarati

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૫




😊 નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૫ 😊


ચૂંટકીને લાગે છે કે ભૂમિ ખુશ રેવાનો ઢોંગ કરી રહી છે અને ખોટે ખોટા નાટકો કરી રહી છે. આખરે ચૂંટકી મને ફોન કરે છે.


ચૂંટકી : હેલો Drecu.


હું : હા બોલ ને ડિયર.


ચૂંટકી : તમને એક વાત કહેવાની છે.


હું : હા બોલ ને શુ વાત કહેવી છે.


ચૂંટકી : કાલે છોકરા વાળા દીદીની સગાઈની તારીખ ફિકસ કરવા માટે આવે છે.


હું : ઓહ હા તો ભલે આવે એમાં શુ ?


ચૂંટકી : ભલે આવે એટલે ! તમને કઈ ફેર નથી પડતો ?


હું : ના જરાય નહીં.હવે મને ભૂમિ પ્રત્યે કહી નથી.


ચૂંટકી : પણ યાર Drecu તને થયું છે શું ? કેમ તું આમ બીહેવ કરે છે ? મારા દીદી પ્રત્યે તને કહી નથી ?


હું : ના યાર કઈ નથી બસ.


ચૂંટકી : યાર એવું કશું નથી. તમે સાચી વાત જાણતાં નથી એટલે તમે આવુ બધું બોલી રહ્યા છો.


હું : સાચી વાત એટલે ?


ચૂંટકી - હા સાચી વાત.


હું : હા પણ કઈ સાચી વાત ? સરખું કહે જરા.


ચૂંટકી - અરે યાર મને કહેવાની ના પાડી છે તો પણ હું તમને કહું છું.


હું : અરે યાર. હવે તો તારે મને કહેવું જ પડશે કે શું વાત છે ?


ચૂંટકી : દીદી તમને ખૂબ જ પ્રેમ કરે છે, તમને ખૂબ જ ચાહે છે પણ મારા મમ્મી ખૂબ જ ખુશ છે તેથી દીદી એની ખુશી છીનવવા માંગતી નથી અને તમારી સામે તમને પ્રેમ ના કરવાના ખોટા નાટકો કરી રહી છે.


હું : એટલે !


ચૂંટકી : એટલે એમ જ કે , તમે જ્યારે રેસ્ટોરન્ટમાં મળ્યા ત્યારે દીદીને બધી ખબર જ હતી. એ જાણી જોઈને તમારા વિશે વિશે ખરાબ ખરાબ બોલતી હતી.


હું : પણ કેમ ?


ચૂંટકી : એ એટલે જ કે તમે એને છોડી દો અને તમે ખુશ રહો એ માટે. એ ના તમને હર્ટ કરવા માંગે છે અને ના મારા મમ્મીને. હા માન્યું કે તમે હર્ટ થશો પણ એના માટે સૌથી પહેલા એના મમ્મી છે. એના માટે દીદી કઈ પણ કરી શકે તેમ છે.


હું : અરે યાર. તારી બહેન ખરેખર પાગલ છે હો. ખાલી મને એમ કહી દીધું હોત ને કે મારા મમ્મી માટે હું કઈ પણ કરીશ તો હું તારી દીદીને એટલો બધો ફોર્સ ન કરત.


ચૂંટકી : તારી વાત સાચી છે યાર Drecu પણ મને તારી પણ ચિંતા થાય છે કે તારું શુ ?


હું : અરે મારુ કઈ ના વિચાર ડિયર.પેલા લોકો સગાઈ નક્કી કરવા માટે આવે છે તો આવવા દે. તારી દીદી ભલે એની સાથે સગાઈ કરી લે.હવે તો એના પ્રત્યે જે મારા મનમાં લાગણી હતી એ વધારે વધી ગઈ છે. કદાચ ભૂમિ મારી સાથે નહીં હોય , મારી પાસે નહીં હોય તો શુ થયું ? હું તો છું જ હંમેશા એની પાસે અને સાથે. મારા માટે એનું પાસે રહેવું જરૂરી નથી. બસ એ જ્યાં હોય ત્યાં ખુશ રહે બસ મારા માટે એ મહત્વનું છે.


ચૂંટકી : અરે યાર તું કઈ માટીનો બનેલો છે ? તું તારા પ્રેમને કોઈ બીજાના હવાલે કરી દઈશ ?


હું : જો ઘણી વાર પ્રેમને હાસિલ જ કરી લેવો એ જરૂરી નથી હોતું. પ્રેમમાં ત્યારે પણ મઝા જ આવે જ્યારે એ આપણી સાથે ન હોય. કોણ કહે છે કે જેની સાથે પ્રેમ હોય એની સાથે મેરેજ કરવા જ જોઈએ ? મારુ માનવું તો બસ એવુ જ છે કે જેને પ્રેમ કરો છો એની બસ ખુશી જોવો , એના માટે હંમેશા સારું જ વિચારો , કોઈ દિવસ એને હાસિલ કરવાના સપના ન જુઓ. કેમ કે એક તરફી પ્રેમની તાકાત બોવ વધુ હોય છે.


ચૂંટકી - અરે યાર. તું પણ બોવ જ અઘરો છે હો.


હું : સારું સારું હવે તું જા અને આરામ કર. કાલે ભૂમિની સગાઈ નક્કી કરવા માટે આવે છે તો બસ એનું કામ કાજ કર અને હા સગાઈની તારીખ નક્કી થાય એટલે મને કે જે હો. હા હા હા.


ચૂંટકી : યાર બસ હવે ! સારું આવજો.


હું : હા આવજે.


બીજા દિવસે છોકરાવાળા આવે છે. બંને ઘરના લોકો સાથે બેસીને અવનવી વાતો કરે છે. ભૂમિના મમ્મીએ એક બ્રાહ્મણને સગાઈની તારીખ જોવા માટે બોલાવ્યા છે. સૌ કોઈ બ્રાહ્મણના જવાબની રાહ જોઈ રહ્યા છે. છોકરાના પપ્પા કહે છે કે જેટલી તારીખ વધુ નજીક આવે એટલું સારું. અમારે તો અમારી દીકરીને વહેલા વહેલા ઘરે લઈ જવી છે.


થોડીવાર બાદ બ્રાહ્મણ સગાઈની તારીખ વિશે જણાવે છે


" જો બંને ની સગાઈની વાત કરીએ તો અત્યારે બે મુહૂર્ત મળ્યા છે . એક મુહૂર્ત બે દિવસ પછીનું છે અને બીજું મુહુર્ત સાથ મહિના પછીનું "


ભૂમિના મમ્મી : કાકા આ બે સિવાય બીજા કોઈ મુહૂર્ત નથી ?


બ્રાહ્મણ : ના બહેન. આ બે તારીખ સિવાય બીજા કોઈ પણ મુહૂર્ત નથી.


છોકરાના પપ્પા : અરે કઈ વાંધો નહિ. બે દિવસ પછીનું મુહૂર્ત ચાલશે.


ભૂમિના મમ્મી : પણ સગાઈની તૈયારીઓ ?


છોકરાના પપ્પા : એ બધુ થઈ જશે બસ તમે તમારા જે સંબંધીને બોલવવાના છે એમનું લિસ્ટ અમને આપી દો. અમે લોકો બધું હેન્ડ ઓવર કરી લઈશું.


બસ આમ તેમ સગાઈની તૈયારીઓ થવા લાગે છે.


ચૂંટકી : ( સાંજે મને કોલ કરે છે ) Drecu યાર.


હું : શું થયું બોલ ને ?


ચૂંટકી : અરે દીદીની સગાઈની તારીખ આવી ગઈ છે અને બે દિવસ પછીનું મુહૂર્ત નીકળ્યું છે.


હું : અરે વાહ. ખરેખર સારું કહેવાય હો.


ચૂંટકી : યાર તું એક વાર વિચારી લે જે હો.


હું : અરે કહી વિચારવું નથી. આમ પણ હું કામમાં છું તને પછી ફોન કરીશ અને હા થેંક્યું.


ચૂંટકી : હા બાય. ગુડ નાઇટ. ધ્યાન રાખજે તારું.


હું : તું પણ.


બીજા દિવસે ભૂમિના મમ્મી અને ભૂમિ બંને સાથે બેઠા હોય છે. એટલામાં જ ભૂમિના મમ્મી બોલે છે.


" એ ભૂમી પેલા તારા ફ્રેન્ડને કહ્યું કે નહીં કે મારી સગાઈ છે એમ ?


ભૂમિ : કોણ મમ્મી ?


ભૂમિના મમ્મી : અરે એજ જે આપણી ઘરે જમવા આવ્યો હતો અને ઘણી મસ્તી કરતો હતો.


ભૂમિ - ઓહ ના મમ્મી એને નથી કહ્યું હજુ.


ભૂમિના મમ્મી : તું પણ શું ભૂમિ ? એમ ફ્રેન્ડ ને ભૂલી જવાય ? એક કામ કર મારી સામે ફોન કર અને એને કહે કે તારે મારી સગાઈમાં આવવાનું છે.

ભૂમિ : કોણ હું ?

ભૂમિના મમ્મી : હા તું જ. તારે જ ફોન કરવાનો છે અને તારે જ તારી સગાઈનું આમંત્રણ આપવાનું છે.


ક્રમશઃ

Big Sorry For Late Publish..
need ur Support.
follow me on Instagram

@dhaval_limbani_official