The game of destiny - 2 books and stories free download online pdf in Gujarati

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 2

આનંદવન નામના જંગલ નજીક વિસનગર ગામમાં ગરીબ ખેડૂત દેવદાસ એની બીજી ગુણવાન પત્ની શ્યામા અને ત્રણ સંતાનો, બે દીકરી (શ્યામા ની કુખે જન્મેલી)અને એક દીકરો વૈભવ (પેહલી પત્ની નું સંતાન)જોડે રહેતો હતો. ગરીબ હોવાથી બધાનું પેટ એકલા હાથે ના ભરાતું હોવાથી એને દુઃખી જોઈ શ્યામા એની મદદ કરવા સુનંદા (મોટી દીકરી)જોડે જંગલ માં લાકડા કાપી અને વેચી જે આના મળે એનાથી પતિ ને મદદરૂપ થવાનુ નક્કી કરે છે.

આનંદવન ની સફર

બીજા દિવસે વહેલી સવારે શ્યામા ઉઠીને દાંતણ કરી સુનંદા અને દેવદાસને
ઉઠાડ્યા અને શિરામણ કરાવી સાથોસાથ બપોરના રોટલા પણ કરી નાખ્યા હતા અને ત્યારબાદ
વૈભવ ને ઉઠાડીને કહ્યું, 'જો સાંભળ દીકરા, આજે હું અને સુનંદા છેક સાંજે પાછા ઘરે આવશું અને તારા બાપુ ને પણ આવતા થોડું મોડું થઈ જશે. તો તું અનુ નું (અનુરાધા) ધ્યાન રાખજે અને આ પેટી માં રોટલા અને શાક મુક્યા છે. જયારે ભૂખ લાગે ત્યારે બેન -ભાઈ ખાઈ લેજો અને હા, હું આગળ
થી દરવાજે તાળું મારતી જઈશ. કોઈ પણ ખખડાવે તો ખોલીશ નઈ. હું કે તારા બાપુજી અવાજ
દઈએ તો જ ખોલજે અને બન્ને વેળાસર જમી લેજો. આટલું કહી શ્યામા સુતેલી અનુરાધા ના
કપાળે હેતભર્યું ચુંબન કરી એના ગાલ ઉપર હાથ ફેરવી પછી સુનંદા ને કહે છે, 'બેટા આજે તારે
મારી સાથે જંગલ માં લાકડા કાપવા આવવાનું છે. સુનંદા તો નાનપણ થી જ સમજુ હતી એણે કાંઈ પણ જીદ કર્યા વગર જ માઁ જોડે જવા રાજી થઈ ગઈ. આમ શ્યામા ધણી દેવદાસ અને પોતે બન્ને
માઁ-દીકરી માટે ભાતું તૈયાર કરી બારણે તાળું મારી જંગલ તરફ જવા રવાના થઈ.

ખેતર જંગલ ને અડી ને જ હતું એટલે ખેતર સુધી દેવદાસ જોડે માઁ દીકરી
ચાલીને ખેતર સુધી ગઈ પછી ત્યાં થોડો વિસામો ખાઈ પછી જંગલમાં લાકડા કાપવા નીકળી ગઈ. શ્યામા તો જંગલ ના એક-એક રસ્તા અને ખૂણા થી પરિચિત હતી. આથી એ સુનંદા ને ચાલતા -ચાલતા કેહતી જતી હતી કે, જો બેટા, હું પણ નાની હતી ત્યારે મારી માઁ સાથે આ જંગલમાં લાકડા કાપવા આવતી. મેં આ જંગલ માં જ મારું બાળપણ વિતાવેલુ. એવુ કહી શ્યામાને જંગલ માં કંઈક ગોતી રહી જોઈ અચાનક સુનંદા એ નિખાલસ ભાવથી પૂછ્યું, માઁ, આટલા બધા વૃક્ષો તો છે તો પછી હવે શુ ગોતે છે?દીકરી નો આવો નિખાલસ પ્રશ્ન સાંભળી શ્યામા દીકરી માથે હાથ ફેરવી કહ્યું, 'જો બેટા, મારી એક વાત યાદ રાખજે કે જંગલ માં જ્યાં સુધી સુકાઈ ગયેલ વૃક્ષ મળે ત્યાં સુધી લીલા વૃક્ષ ને કાપવું નઈ. જો બધા આવા લીલાછમ વૃક્ષો કાપવા લાગે તો આ જંગલ ની રમણીયતા નાશ પામે.એટલે દીકરી આપણે એની કાળજી લેવી જોઈએ.'સુનંદા તો જાણે માઁ ની વાતો ને ધ્યાનથી સાંભળી રહી હતી એમ એની સામે એકી નઝર થી જોઈ રહી હતી.

થોડીવાર આમતેમ ફાંફા માર્યા પછી શ્યામા ને એક સુકાયેલ ઝાડ દેખાણું,
પછી એણે સુનંદા ને ત્યાં બાજુમાં બેસવાનું કહી પોતે એ ઝાડ ને કાપવા લાગી. થોડીવાર પછી
શ્યામા એ જે લાકડા કાપ્યા હતા તેને સુનંદા માઁ ના કહ્યા વગર ભેગા કરવા લાગી. દિકરી ની આવી
સમજ અને નિષ્ઠા જોઈ શ્યામા ની આંખ નો ખૂણો જરાક ભીનો થઇ ગયો. હવે તો સૂર્ય પણ માથે
આવી ગ્યો તો એટલે શ્યામા એ સુનંદા ને કહ્યું, 'ચાલ સુનંદા હવે ભૂખ લાગી હશે,ભાતું ખોલ એટલે
જમી લઈએ. સુનંદા એક ઝાડ નીચે રાખેલ ભાતું લઈને આવી અને માઁ ની બાજુમાં બેસી ગઈ. બન્ને એ ભેગા મળી ખાધું પછી થોડી વાર આરામ કરી ફરી કામે લાગી ગઈ.
આ બાજુ વૈભવ અને અનુરાધા જેમ ચાતક વરસાદ ની રાહ જોતું હોય એમ પોતાની માઁ શ્યામા ની રાહ જોઈ રહ્યા હતા કારણ કે માઁ અને બહેન વગર આખો દિવસ ઘરમાં
વિતાવવો એમના માટે જાણે કે જેલ માં પુરાવા બરાબર હતું.વળી, આજે તો એના માટે સાવ પહેલીવાર હતું. આ બાજુ દેવદાસ પણ ખેતર ના કામમાં પરોવાયેલો હતો.
હવે સૂર્ય પણ ઢળી રહ્યો હતો સાંજ થવા આવી હતી.બધા પશુ -પક્ષીઓ પણ પોતાના ઠેકાણે જઈ રહ્યા હતા.શ્યામા પણ લાકડા નો ભારો ગામમાં લુહાર ને ત્યાં વેચી સુનંદા સાથે ઘરે આવી રહી હતી. શ્યામા જેવી ઘરની ડેલી પાસે પોહચી કે અનુરાધા દોડતી આવી અને જેમ ગાય નું વાછરડું ગાય ને વળગી જાય એમ એ પણ શ્યામા ને વળગી ગઈ. શ્યામા પણ એને છાતી સરખી છાપી હેત વરસાવવા લાગી.ત્યારબાદ શ્યામા એ એની ઓઢણી ના છેડે બાંધેલા જાંબુ કે જે એણે અને સુનંદા એ વૈભવ અને અનુરાધા માટે જંગલ માંથી તોડ્યા હતા એ તેઓ બન્ને ને આપ્યા. પછી શ્યામા હાથ -પગ ધોઈ રોજ ની માફક ચૂલે રસોઈ કરવા બેસી ગઈ. આ બાજુ હવે દેવદાસ પણ ખેતરે થી આવ્યો જ હતો કે સુનંદા પાણી નો લોટો બાપુજી ને આપ્યો. ત્યારબાદ વૈભવ, અનુરાધા અને સુનંદા ઓસરીમાં રમતા હતા.

આમ ને આમ હવે દિવસો વીતવા લાગ્યા હતા. ત્રણેય સંતાનો પણ મોટા થવા માંડ્યા હતા. હવે વૈભવ પંદર વર્ષનો,સુનંદા દસ વર્ષની અને અનુરાધા સાત વર્ષ ની થઈ ગઈ હતી. હવે તો અનુરાધા પણ મોટી થઈ ગઈ હોવાથી વૈભવ એને ખેતરે લઇ જઈને ત્યાં રમવા બેસાડી પિતા દેવદાસ ને ખેતરના કામમાં મદદરૂપ થતો.આ બાજુ સુનંદા પણ હવે શ્યામા ને લાકડા કાપવામાં મદદ કરાવતી હતી.

એક દિવસ ની વાત છે શ્યામા અને સુનંદા જ્યારે જંગલ માં લાકડા કાપી બપોર નું ભોજન લેવા બેઠા ત્યાં એક ઘેટાં નું બચ્ચું ત્યાં આવી ચડેલું અને માઁ દીકરીને ભેગા ખાતા જોઈ એની સામે ટગર ટગર તાકવા લાગ્યું. સુનંદા તો હવે આ જંગલના બધા પશુ પક્ષીઓ સાથે મિત્રતા થઈ ગઈ હતી. એટલે એણે તો એ બચ્ચા ને પોતાના ખોળામાં લીધું અને અને સ્નેહ થી પંપાળવા લાગી. બચ્ચા પ્રત્યે આમ સુનંદા નો સ્નેહી ભાવ જોઈ શ્યામા ને સંતોષ ની ટાઢક મળી અને એ મનમાં વિચારવા લાગી કે હવે તો સુનંદા આ જંગલ સાથે પરિચિત થઈ ગઈ છે અને નીડર પણ બની ગઈ.પણ બચ્ચા ને પંપાળવામાં માઁ દિકરી જમવાનું જ ભુલી ગયું હોય એમ એને રમાડવા લાગ્યું. ત્યાં જ એક અવાજ આવ્યો, 'સેતુ.... સેતુ..... ક્યાં છો તું?.... અવાજ કોઈ નાના દસ -બાર વર્ષ ના છોકરા નો હોય એવું જણાતું હતું.

હવે આ સેતુ કોણ? અને અવાજ કોનો હશે?... આવતા ભાગ-2....... 'પરિચય'..... માં