dard-ruzayelo ek tajo ghaav books and stories free download online pdf in Gujarati

દદઁ-રુઝાયેલો એક તાજો ઘાવ

• મિત્રો,ઘાવ અને રુઝાયેલ ઘાવ આ બંને શબ્દો આપણા વાસ્તવિક જીવન સાથે ખૂબ જ સંકળાયેલા છે.આ માત્ર એક એક રચના નથી,પણ ખરેખર દરેકે જીવવમાં ગંભીરતાથી ઊતારવા જેવી શીખ છે.

•આપણને શરીર પર કંઈ પણ વાગે છે,ત્યારે ત્યાં એક ઘાવ જેવું નિશાન બની જાય છે અને ઘણી દવાઓ અને સારવાર પછી તે ઘાવ રુઝાવવા લાગે છે,તેથી ધીમે ધીમે શરીર પર જ્યાં વાગ્યું હોય ત્યાં સાજુ થવા લાગે છે.

•મિત્રો,આ તો થઈ શરીર પરના ઘાવની વાત પણ જ્યારે આપણા જીવનમાં કોઈને માનસિક ઘાવ વાગે છે તે સમયસર રુઝાય તો જાય છે પણ સમયે સમયે તે તાજું પણ થઈ જાય છે.

•કહેવાય છે કે,"નાના બાળકોનું મન કોરી પાટી જેવું હોય છે."તેથી તમે તેને જે કહો તેની સીધી તેના મન ઊપર અસર કરે છે અને ક્યારેક તો આ અસર બાળકોના મન ઊપર ભયાનક ઘા પણ છોડી જાય.

•વાત છે ધોરણ:-૪માં અભ્યાસ કરતાં માનસની એક દિવસ માનસના સ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો,પરંતુ માનસને ફક્ત ભણવામાં જ વધારે રુચિ હતી.આ જ કારણથી તે રમત-ગમત અને બીજી બધી પ્રવૃત્તિઓથી દૂર રહેતો.તે પ્રોગ્રામમાં બાળકોની સાથે તેમના વાલીઓને પણ સ્કુલ તરફથી પ્રોગ્રામમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું,તેથી પ્રોગ્રામમાં માનસની સાથે તેમના મમ્મી-પપ્પા પણ આવ્યા હતાં.

•પ્રેગ્રામના થોડા સમય પછી એક નાનો વિરામ આવ્યો ત્યારે ચા-નાસ્તા માટે બધા બાળકો અને તેમનાં મમ્મી-પપ્પા સાથે સ્કુલના નાસ્તા ભવનમાં એકઠાં થાય છે.

•માનસને ફક્ત ભણવામાં જ રસ હોવાથી તે સમગ્ર સ્કુલમાં હંમેશા પ્રથમ ક્રમાંકે જ આવતો હતો,તેથી સ્કુલમાં તેને બધા "ભણેશ્વરી" કહીને હેરાન કરતાં અને આ જ કારણથી માનસને તેના વર્ગમાં તથા સ્કુલમાં કોઈ સારો મિત્ર ન હતો.

•બધા બાળકો તેના મમ્મી-પપ્પાને તેના મિત્રોના મમ્મી-પપ્પા સાથે પરિચય અપાવતાં હતાં,પણ ફક્ત માનસ અને તેના મમ્મી-પપ્પા જ સાઈડમાં ઊભા હતાં અને આ જોઈને;

માનસના મમ્મી:-"બેટા,સ્કુલમાં તારો કોઈ મિત્ર છે કે તેના મમ્મી-પપ્પા નથી આવ્યા?"(ગુસ્સામાં)

માનસ:-"મમ્મી મારા માટે સરસ્વતી માતા જ મારા મિત્ર છે,કેમકે આ બધા ભણવા કરતાં બીજી પ્રવૃતિઓમાં ધ્યાન વધારે આપે છે,જે મને પસંદ નથી એટલે મારું સ્કુલમાં કોઈ મિત્ર નથી."(વિનમ્રતાથી)

માનસના મમ્મી:-"બેટા ભણતરની સાથે થોડી ઈતર પ્રવૃતિઓમાં પણ ધ્યાન આપતો જા."(ગુસ્સામાં)

માનસના પપ્પા:-"બસ હવે બાળકને જે પસંદ છે તે જ કરવા દે ખાલી ખોટી તેને ટોક-ટોક ન કરે રખાય."

•તેટલામાં માનસના વર્ગનો જ છોકરો રાહુલ અને તેના મમ્મી-પપ્પા ત્યાંથી નીકળે છે.રાહુલ માનસને જોવે છે.

રાહુલ:-"મમ્મી...મમ્મી....જો પેલો માનસ અમારા વર્ગનો અને સ્કૂલનો ભણેશ્વરી!(જોર જોરથી હસતાં હસતાં)

•મિત્રો,આપણે જાણીએ જ છીએ કે દુનિયામાં અમુક લોકોનું કામ બસ બીજાને નીચા બતાવીને તેનું અપમાન કરવાનું જ હોય છે.અહીં પણ રાહુલના મમ્મી-પપ્પા આ જ ઊદે્શથી માનસના મમ્મી-પપ્પા પાસે આવે છે.

રાહુલના મમ્મી:-"કેમ છો ભાભી?"(સ્મિત સાથે)

માનસના મમ્મી:-"બસ,મજામાં તમે કહો?"(સ્મિત સાથે)

રાહુલના મમ્મી:-"ભાભી,આ તો રાહુલ અવારનવાર કહેતો હોય કે અમારી સ્કૂલમાં એક હોશિયાર છોકરો છે અને અમે અહીંથી નીકળ્યા તો રાહુલની નજર પડી તો મે કીધું ચાલો થોડો પરિચય થઈ જાય."(જોરદાર કટાક્ષમાં)

માનસના મમ્મી:-હા,ભાભી સારું થયું.(સ્મિત સાથે)

રાહુલના મમ્મી:-"ભાભી,આ તો મારાથી ન કહેવાય પણ તમારા બાળકના ભવિષ્ય અને સારા માટે છે,આખો દિવસ તમારો દિકરો ભણ-ભણ જ કરે છે.ક્યાંક તેને ઈતર પ્રવૃતિ અને બીજા બાળકો સાથે રમત-ગમતમાં મન લગાડવાનું કામ તેના મમ્મી-પપ્પાનું જ હોય છે,માટે તમે માનસ ઊપર ધ્યાન આપો નહિતર તે ઘરની ચાર દિવાલો અને પુસ્તકોના પાનામાં જ ખોવાઈને પાગલ થઈ જશે.હવે આજનો દાખલો જોવો સ્કૂલનો આટલો મોટો કાર્યક્રમ જેમાં દરેક બાળકોએ ભાગ લીધો છે એક માનસને છોડીને.અટલે થોડું ધ્યાન આપો તો તે બધા સાથે હળીમળી શકશે."(કટાક્ષમાં)

•રાહુલના મમ્મીએ એક જોરદાર કટાક્ષ સાથે બહું જ મોટી વાત કરી નાખી.રાહુલના મમ્મીનો આ જ કટાક્ષનો ઊંડો ઘા માનસ અને તેની મમ્મીના મન ઊપર પડે છે.

માનસ:-"પપ્પા ચાલો,ઘરે મારે નથી જોવો કોઈ પ્રોગ્રામ.(ઉદાસી સાથે)

માનસના પપ્પા:-"તું આવું ટેન્શન ન લે દુનિયાનું કામ તો બોલવાનું જ છે તું માનસને સંભાળ અને ચાલ હવે ઘરે."(પ્રેમથી)

•પછી માનસ અને તેના મમ્મી-પપ્પા પ્રોગ્રામ અધૂરો છોડીને ત્યાંથી ઘરે જાય છે.પણ માનસના મમ્મીના મન ઊપર પડેલો ઘા રુઝાઈ તેમ ન હતો અને તે ઘા નો પ્રત્યાઘાત માનસના મન,ભણતર અને તેની જીંદગી ઊપર પડવાનો હતો.

•બીજા દિવસે રવિવાર હતો,તેથી માનસ રજાના દિવસે પોતાના રૂમમાં ફક્ત ભણવાનું કામ જ કરતો આખો દિવસ.તે દિવસે માનસના કાકી માનસના ઘરે આવ્યા હતા.

માનસના કાકી:-"ક્યાં માનસ નથી દેખાતો?"

માનસના મમ્મી:-"તે તેના રૂમમાં ભણે છે."

માનસના કાકી:-"આ તો મારાથી ન કહેવાય પણ એક સાચી વાત છે કે,બાળકોને આખો દિવસ ઘરમાં ખાલી ભણતરમાં જ ન રખાય તેને બીજા બાળકો સાથે રમવા અને બીજી પ્રવૃતિઓમાં ભાગ લેવા ઉત્સાહિત કરાય.પોતાના બાળકની જવાબદારી માતા ઊપર જ હોય છે.માટે થોડું માનસ ઊપર ધ્યાન આપો."

•અને આટલું જ સાંભળતા માનસના મમ્મીના મન ઊપર વાણીનો બીજો એક ઘાવ વાગ્યો અને આ ઘાવ હવે માનસની જીંદગી બદલવાનો હતો.સાંજનો સમય થયો અને માનસના મમ્મી માનસના રૂમમાં ગયા.

માનસના મમ્મી:-"બેટા,આખો દિવસ ચોપડી લઈને ન બેસાય જા થોડો ગાડઁનમાં રમી આવ એટલે તારું મન ફ્રેશ થઈ જાય.પછી તને ભણવામાં વધારે મન લાગશે."(પ્રેમથી)

માનસ:-ના મમ્મી,મારું રમવામાં મન નથી.મારે ભણવું જ છે!

માનસના મમ્મી:-"છોકરા આખો દિવસ ઘરમાં ન શોભે માટે જા રમવા.(ગુસ્સામાં કહીને માનસના હાથમાંથી ચોપડી લઈ લે છે અને પલંગ પરથી ઊભો કરી મૂકે છે.)

•માનસ ઊદાસ થઈને બહાર ગાડઁનમાં જાય છે અને ત્યાં રમતાં બીજા બાળકો માનસને પોતાની સાથે રમાડે છે.આવું બે-ત્રણ રવિવાર ચાલ્યું પછી માનસના પણ મિત્રો બનવા લાગ્યા અને માનસ હવે ભણવામાં ઓછું ધ્યાન આપીને રમવા અને રખડવામાં વધારે ધ્યાન આપવા લાગ્યો.હવે સ્કૂલમાં પણ માનસનો પ્રથમ ક્રમાંક આવવાના બદલે દસમો ક્રમાંક આવવા લાગ્યો.માનસનું આવું બદલેલું રુપ તેના પપ્પાને ચિંતા કરાવતું હતું પણ માનસના મમ્મીને તે સારું લાગતું હતું.

•મિત્રો,માનસના મમ્મીના મગજ ઊપર પડેલા ઘાવોએ માનસના મગજ અને જીંદગી ઊપર અવા ઘાવો છોડ્યા કે જેમાં માનસનું અને તેના મમ્મી-પપ્પાનુ ભવિષ્ય પણ જોખમાઈ ગયું.

•માનસ હવે કોલેજના પ્રથમ વર્ષમાં આવ્યો અને તેણે તેના પપ્પાને એક બાઈક અને મોબાઇલ લઈ આપવાનો ઓડઁર કર્યો પણ તેના પપ્પાએ તેને થોડો સમય રોકાવા કહ્યું,પરંતુ માનસ માન્યો જ નહિ અને ધમકીઓ આપી આપીને જબરજસ્તીથી બાઈક અને મોબાઈલ લઈને તેના ભાઈબંધો સાથે રખડવું અને પૈસા ઊડાવવાનું કામ કરવા લાગ્યે.કેમકે માનસનું મિત્રમંડળ માનસને બહૂ જ ખરાબ મળ્યું હતું.એક કહેવત છે કે,"સંગ હોય તેવો રંગ આવે."અને માનસ સાથે પણ આવું જ થયું હતું.

•હવે તે કોલેજમાં પણ નાપાસ થવા લાગ્યો જે હવે તેના મમ્મી-પપ્પાને પણ નહોતું ગમતું તેથી,

માનસના મમ્મી:-તમને કહું છું,માનસને થોડું સમજાવો કે રખડવાનું મૂકીને થોડું ભણવામાં ધ્યાન આપે તો સારી ક્યાંક નોકરી મળે."

માનસના પપ્પા:-આ બધા તારા જ માનસના મગજ ઊપર કરેલાં ઘાવો છે.બિચારા છોકરાને નાનપણથી જ ભણવામાં શોખ હતો,પણ તે દુનિયાના લોકોના કહેવાથી માનસના મગજ ઊપર દુનિયાદારી અને બીજા ઘણા આકરા ઘાવો માર્યા હતા તે ઘાવો હવે રુઝાય તો ગયા છે પણ સમયે સમયે તે તાજા થશે જ."(ગુસ્સામાં)

•આ સાંભળીને માનસના મમ્મીને પણ ઘણો પસ્તાવો થાય છે,પણ હવે તે શું કામનો?

•એટલે જ મિત્રો,નાના બાળકોને જેમાં રુચિ છે તેમાં જ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો દુનિયા તો બધું બોલશે,પરંતુ તેના કહેવાથી કોઈના મન ઊપર વાણીના આકરા ઘાવ ન મારતાં કેમકે મનના ઘાવો રુઝાઈ તો જશે પણ સમયે સમયે તે પાછા તાજા થઈ જાય છે.માટે હંમેશા સામેવાળી વ્યક્તિનું વિચારીને બોલવું ભલે થોડું બોલવું પણ સારું બોલવું.બને ત્યાં સુધી કોઈ ખરાબ વ્યક્તિને પણ આકરું બોલીને મગજ ઊપર આકરા ઘાવો ન મારવા કેમકે સમય આવતા મગજના રુઝાયેલા ઘાવો પાછા તાજા થાય જ છે.

સાર:-જ્યારે પણ કોઈ વ્યક્તિને કંઈ પણ બોલવાનું થાય તો હંમેશા વિચારીને જ બોલવું કેમકે વાણીથી મગજ ઊપર કરેલા ઘાવો રુઝાયા છતાં એક દિવસ તાજા જરૂર થાય છે,માટે જે બોલો તે સો વાર વિચારીને બોલો.કેમકે એક કહેવત છે કે,"કમાનમાંથી છૂટેલું તીર અને મોઢમાંથી નીકળેલ વાણી ક્યારેય પાછા આવતા નથી."

-જયરાજસિંહ ચાવડા