Tran Vikalp - 12 books and stories free download online pdf in Gujarati

ત્રણ વિકલ્પ - 12

ત્રણ વિકલ્પ

ડો. હિના દરજી

પ્રકરણ : ૧૨

નિમિતા ઝાંપાની અંદર આવી હોસ્ટેલના પગથિયાને પગે લાગે છે. હેમાની ઓફિસમાં આવે છે ત્યારે હેમા બે છોકરીઓ સાથે વાત કરતી હતી. “રૂપલ તારે આજે રાકેશ સર જોડે જવાનું છે અને સીમા તારે અજય સર સાથે કામ કરવાનું છે... તમે બન્ને એમને કોઈ ફરિયાદ કરવાનો ચાન્સ મળે નહીં તેનું ધ્યાન રાખજો.” નિમિતા એક નઝરમાં હેમાની ઓફિસનું નિરીક્ષણ કરે છે. ‘ઓફિસ બહુ સાદી રીતે સજાવેલી છે. પણ સુંદર લાગે છે.’ નિમિતા એક હેન્ડબેગ લઈને આવી હતી તે ત્યાં એક ખુરશી ઉપર મૂકે છે. એ કાલીમાતા અને દ્રૌપદી વસ્ત્ર-હરણ બન્ને ફોટા જુએ છે. વસ્ત્ર-હરણનો ફોટો જોઈ એને અણગમો થાય છે, જ્યારે કાલીમાતાના ફોટાને આંખ બંધ કરી દર્શન કરે છે.

બે છોકરીઓ બહાર જાય છે પછી હેમાનું ધ્યાન નિમિતા તરફ જાય છે, એ ફોટાને પગે લાગતી હતી. એ સમયે હેમાની ઓફિસમાં એક હેન્ડસમ યુવાનની એન્ટ્રી થાય છે. પાંચ ફૂટ દશ ઇંચની ઊંચાઈ, ખડતલ બાંધો, ચાલીસ ઇંચની છાતી, મજબૂત ખભા, ટૂંકમાં જીમમાં કસરત કરવાથી શરીરના બધા અંગ કસાયેલા દેખાતા હતા, રતાશ પડતો ત્વચાનો રંગ, વાંકોડિયા ઘેરદાર વાળ, હલકી દાઢી, આંખો પર સનગ્લાસ પહેરેલા હતા. બ્લેક કલરનું જીન્સ પેન્ટ, આછા ક્રીમ કલરની ટીશર્ટ, પગમાં સ્પોર્ટ્સ સૂઝ, ગળામાં સોનાની ચેઇન, જમણા હાથમાં સોનાની લક્કી, એક આંગળીમાં રિયલ ડાયમંડની વીંટી, ડાબા હાથમાં ઘડિયાળ દેખાતું હતું. પહેલી નજરમાં એ પુરુષ સોહામણો લાગે એવું એનું વ્યક્તિત્વ હતું.

હેમા યુવાનને જોઈને થોડી મૂંઝવણ અનુભવે છે. એની ઈચ્છા નહોતી કે એ યુવાન નિમિતાને જુએ. પણ જે થવાનું કિસ્મતમાં લખાયું હોય તેને કોઈ રોકી શકતું નથી. એ યુવાનની દ્રષ્ટિ નિમિતા પર પડી ચૂકી હતી. રૂમમાં આવતી વખતે એ યુવાન પેન્ટના ખીસાંમાંથી સિગારેટનું પેકેટ કાઢતો હતો. નિમિતાનો સાઈડફેઇસ જોઈને એનો હાથ ગજવામાં ગુંદરની જેમ ચોંટી ગયો.

પાંચ ફૂટ પાંચ ઇંચની ઊંચાઈ, ત્વચાનો રંગ દૂધ જેવો ઉજળો એમાં વીજળીના ચમકારા જેવી આંખો અંજાઈ જાય એવી ચમક. વીજળીનો ચમકારો જોયા પછી આંખ બંધ કરો તો પણ અંધારામાં એ ચમક પીછો ના છોડે. રેડ કલરનું લેડિઝ પેન્ટ, બ્લૂ કલરની અંદર રેડ અને ઓરેન્જ કલરના ફૂલોની પ્રિન્ટ વાળું ઇન્સર્ટ કરેલું લેડિઝ શર્ટ, બ્લૂ કલરના લેડિઝ શૂઝ પહેર્યા હતા. સાઈડથી નિમિતાનો ચહેરો આખો દેખાતો નહોતો પણ એ યુવાનને ખાતરી થઈ હતી કે આ યુવતી ખૂબ સુંદર દેખાય છે.

નિમિતા આંખો ખોલીને હેમા તરફ જાય છે. “હેમાબેન હું આવી ગઈ… મારે તમારી પાસેથી થોડું માર્ગદર્શન લેવું છે... તમે મને થોડી હેલ્પ કરશો?” એ યુવાનને એ વખતે નિમિતાની પીઠ અને પાછળનો ભાગ બરાબર દેખાયો હતો. મુલાયમ રેશમી સ્ટેપ કટ વાળ છૂટા રાખ્યા હતા. સ્કીન ટાઈટ જીન્સ અને શર્ટમાં નિતંબ અને કમરનો આકાર સટીક દેખાતો હતો. કમર ઉપર હાથ વીંટળવવા માટે કોઈ પણ પુરુષ આતુર થાય એવી કામુક દેહ-રચના હતી. હજી પણ નિમિતાનું પૂરું શરીર આગળથી જોવાનું બાકી હતું.

હેમાનું સમગ્ર ધ્યાન નિમિતાની વાતો ના બદલે પેલા યુવાન તરફ હતું. “તમે અત્યારે અહીં આવ્યા? કોઈ કામ હોય તો મને કહી દેવું હતું... આજે તમે સ્ટુડિયોમાં કામ કરવાના છો એવું કહ્યું હતું મને...” હેમાને આગળ શું વાત કરવી તે સમજાતું નહોતું. હેમાબેન કોની સાથે વાત કરે છે તે જોવા નિમિતા પાછળ ફરે છે. ત્વરાથી પાછળ જોવાના કારણે એના વાળ હવામાં લહેરાય છે. હેન્ડસમ યુવાનને જોઈને નિમિતા સ્માઇલ કરે છે. એ યુવાન ક્યારનો નિમિતાનો ચહેરો જોવા માટે અધીરો થયો હતો. છોકરીનો ચહેરો અને એની સ્માઇલ જોઈને એ યુવાનની આંખો પલક ઝપકવાનું બંધ કરે છે.

લીસા ચરબીયુક્ત લાલ ગાલ, ભરાવદાર ગુલાબની પાંદડી જેવા હોઠ, મનમોહક સ્મિત, માછલી જેવી લાંબી પાણીદાર આંખો, નકસીદાર ઘાટીલું નાક, ચમકદાર કપાળ, દાઢીની વચ્ચે નાનો ખાડો આખા ચહેરાની સુંદરતામાં વધારો કરતો હતો. શર્ટને ચોંટીને રહેલા ચુસ્ત સ્તન જોઈને સ્વર્ગની અપ્સરાને જોતાં હોય એવું લાગે. સુડોળ, ટટ્ટાર, પાતળી, કમર એની દેહદ્રષ્ટિને મોહકતા પ્રદાન કરતી હતી. પેટ ઉપર ચરબીનો કોઈ અંશ નહોતો. પેટ જોઈને કોઈ પણ પુરૂષને બન્ને હાથ વચ્ચે લઈને મસળી નાંખવાની ઈચ્છા થાય. એના તમામ અંગ સંતુલિત અને સુગઠિત હતા. એનું સૌંદર્ય એક સ્ત્રીની સંપૂર્ણતાની સાક્ષી પૂરતું હતું.

એ યુવાન નિમિતા સામે અપલક નયનથી જોતો હતો એ જોઈને હેમા ફરી બોલે છે: “તમારે કશું કામ હતું? મને ફોન કરીને કહ્યું હોત તો ચાલત...”

નિમિતાને પણ ખબર પડે છે કે એ યુવાન એકીટશે પોતાની સામે જોઈ રહ્યો છે. એ વર્તન નિમિતાને પસંદ નથી આવતું: “હેમાબેન આ ભાઈ કોણ છે?” હેમાને હવે એકબીજાનો પરિચય કરાવ્યા વગર નહીં ચાલે એવું લાગે છે: “એ સવિતા કોસ્મેટિક્સ કંપનીના માલિકના મોટા દીકરા અનુપ સર છે... અનુપ સર આ નિમિતા છે... મારી બહેનપણીની દીકરી... મને મળવા આવી છે...”

કંપનીના માલિકનો દીકરો એટલે કંપનીના માલિક સામે ઊભી છે તે જાણીને નિમિતાની આંખો પહોળી થાય છે. મોઢું ખુલ્લુ થાય છે અને બન્ને હાથ ખુલ્લા મોઢા ઉપર આવે છે. આશ્ચર્યચકિત થઈને અનુપને તાકી રહે છે. સામે અનુપ પણ મોઢું ખુલ્લુ રાખીને નિમિતાની સુંદરતાને આંખોથી શેકી રહ્યો હતો. એના હાથ ક્યારના નિમિતાના વક્ષસ્થળ ઉપર ફરવા માટે આતુર હતા. અનુપ પોતાના ઉપરનો કંટ્રોલ ખોઈ બેસે તે પહેલાં હેમા અનુપ અને નિમિતાની વચ્ચે આવે છે.

હેમા: “નિમિતા, આજે વાત કરવી મુશ્કેલ છે... મારે બહુ કામ છે... તારે જે કઈ પણ પૂછવું કે જાણવું હોય તે ફરી કોઈ દિવસ રાખવું પડશે... હું તને ફોન કરીને સમય આપીશ...”

નિમિતાને કોઈ જાતની ઉતાવળ કરવી ઠીક ના લગતા એ જવા લાગે છે. અનુપ પણ કાચો નહોતો. એને સમજતા વાર ના લાગી કે હેમા જાણીજોઇને નિમિતાને જવા માટે કહે છે. એની આંખોમાં લાલાસ તરી આવે છે. એ છલાંગ લગાવીને દરવાજા આગળ જઈને ઊભો રહે છે. નિમિતા એક સેકન્ડ વહેલી દરવાજા સુધી આવતી તો અનુપ સાથે અથડાઇ હોત. અનુપ આ રીતે રસ્તો રોકશે એવી ધારણા નિમિતાને નહોતી. હેમા પણ સ્તબ્ધ ઊભી રહે છે. એને તો તોફાનનો એંધાણ અનુપ આવ્યો ત્યારથી થયો હતો.

અનુપ પણ છોકરીઓને ફોસલાવીને પોતાની જાળમાં ફસાવવામાં કુશળ હતો. સીધી નિમિતા સાથે વાત કરવાના બદલે હેમા સામે જોઈને બોલે છે: “અરે હેમાબેન તમારા મહેમાનને આમ ઉદાસ થઈને જવા ના દેશો... આપણે પછી કામ કરી લઈશું...” ધીરેથી હેમા ઉપરથી નજર નિમિતા સામે કરે છે: “તમને મદદ કરીને હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ... થોડું પુણ્ય કમાવવાનો મોકો આપીને મહેરબાની કરશો તો મને ખૂબ ગમશે... તમે પૂછી શકો છો, શું માર્ગદર્શન લેવા આવ્યા હતા?”

નિમિતા પણ આ પ્રશ્નની વર્ષોથી રાહ જોતી હતી. એના નાદાન દિલને ક્યાં ખબર હતી કે વાઘના મોંઢામાં હાથ નાંખી રહી છે. “સર હું હિરોઈન બનવા માંગુ છું એના માટે મોડેલિંગથી શરૂઆત થાય તો મારે કરવી છે... એક સારી અને પ્રખ્યાત મોડેલ બનવા માટેનું માર્ગદર્શન લેવા આવી હતી...” એની હેન્ડબેગમાંથી એક આલ્બમ કાઢે છે જેમાં એના જુદા જુદા કપડાં તથા સુંદર અદાઓ સાથે પડાવેલા ફોટા હોય છે. આલ્બમમાંથી અનુપ ફોટા જોતો હોય એવો દેખાવ કરે છે, પણ એનું સમગ્ર ધ્યાન નિમિતાના લોહીચુંબક જેવા દેહ ઉપર હતું. આલ્બમના પાનાં ફેરવવાના બહાને એ નિમિતાનો હાથ અડકે છે. એના પૂરા શરીરમાં ચારસો ચાલીસ વૉલ્ટનો શૉટ લાગે છે. હેમા પણ અનુપને સારી રીતે જાણતી હતી.

હેમા એકાએક અનુપના હાથમાંથી આલ્બમ લઈને પોતાના ટેબલ ઉપર મૂકીને બોલે છે: “નિમિતા સર શાંતિથી જોઈ લેશે... હું તને પછી ફોન કરીશ.” નિમિતાને હેમાનું આ રીતે આલ્બમ ઝાપટ મારીને ખેંચી લેવાનું બિલકુલ પસંદ નથી આવતું. કારકિર્દી રાતોરાત નથી બનતી એને બનાવવા માટે અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. એ સહન કરવાની અને મનસૂબા પાર પાડવા માટે અથાગ પરિશ્રમ કરવાની તૈયારી પણ નિમિતાએ રાખી હતી. એ મોહક સ્મિત આપીને બન્નેને બાય કહીને હોસ્ટેલથી જતી રહે છે. નિમિતા ગેટની બહાર જાય છે તરત મીના હોસ્ટેલમાં આવે છે.

નિમિતાનું એક્ટિવા જ્યાં સુધી દેખાવાનું બંધ ના થાય ત્યાં સુધી અનુપ એને જોઈ રહે છે. જેવી નિમિતા દેખાતી બંધ થાય છે તરત અનુપ ઓફિસમાં જઈ હેમાનું ગળું પકડી ઢસડીને દીવાલ ઉપર એનું માથું પછાડે છે. અનુપની આ હરકત જોઈ મીના દંગ રહીને ઓફિસના દરવાજા બહાર સંતાઈ જાય છે. એનું શરીર ઠંડુ થવા લાગે છે. જ્યારે અનુપના શરીરમાંથી આગ ટપકવા લાગી હોય છે.

અનુપ હાથની પકડ વધારે મજબૂત કરીને બોલે છે: “હેમાબેન તમે બરાબર નથી કર્યું... મને ખબર પડે છે કે એ તમારી બહેનપણીની છોકરી છે એટલે તમે એને મારાથી બચાવવા માંગો છો... એ તમારી છોકરી હોત તો પણ હું એની સાથે બધી રંગરલિયાનો આનંદ લેવાનું ચૂકતો નહીં... તમે તમારી રક્ષા કરવા માટે પણ સક્ષમ નથી... ઉપરથી બીજી છોકરીઓને મારાથી બચાવો છો...” અનુપના હાથમાંથી છૂટવા માટે હેમા હવામાં હવાતિયા મારતી હતી. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો હતો. આંખો લાલ અને ચહેરો પરસેવાથી ભીનો થયો હતો. અનુપ ગળું છોડીને હેમાનો બ્લાઉસ પકડે છે. હેમા કશું સમજે એ પહેલાં અનુપ બ્લાઉસ અને સાડીનો છેડો ખેંચે છે. છેડો લટકે છે અને બ્લાઉસના ચાર હૂક તૂટે છે સાથે હેમાની છાતીનો ભાગ બહાર દેખાવા લાગે છે.

અનુપનો ગુસ્સો હજુ શાંત થયો નથી, હેમાના બન્ને હાથ મજબૂત રીતે પકડે છે: “એ છોકરીને બચાવવાનો પ્રયત્ન બિલકુલ કરશો નહીં... જેટલો સમય જોઈતો હોય એટલો લો પણ... એ છોકરી મારે સ્ટુડિયોના બેડરૂમમાં જોવી છે અને તમે જ એને લઈને આવશો... નહીંતો આ હોસ્ટેલ છોડવા માટે તૈયાર રહેજો... યાદ રાખજો હોસ્ટેલ છોડતા પહેલાં તમારા સંપૂર્ણ નગ્ન-અવસ્થામાં ફોટા પાડીને ઇન્ટરનેટ ઉપર અપલોડ કરીશ... પછી મોઢું સંતાડીને રહો કે આપઘાત કરો મને કોઈ ફરક પડતો નથી... પણ એ છોકરી મને નહીં મળે તો તમને બહુ બધો ફરક પડશે એ યાદ રાખજો... આજે તમને છોડું છું પણ માફ નથી કર્યા... હું જાઉં છું છોકરીને લાવવામાં વધારો મોડુ કરશો નહીં.” આટલું બોલીને અનુપ હેમાને ધક્કો મારે છે, એ નીચે પડે છે. કોણીમાં થોડી ઇજા થાય છે અને લોહી નીકળે છે. હેમા પોતાની સાડી સરખી કરવાની કોશિશ કરે છે અને અનુપ સિગારેટ મોઢામાં દબાવીને બહાર નીકળે છે.

અનુપના ગયા પછી હેમા કેટલીય વાર સુધી નીચે બેસી રહે છે. એવો પણ સમય આવશે જ્યારે અનુપ એના કપડાં ફાડી નાખશે એવી કલ્પના નહોતી કરી. અત્યાર સુધી કેટલીય છોકરીઓને મજબૂર કરીને અનુપની હવસ સંતોષવામાં મદદ કરી હતી. નિમિતાને બચાવવા માટે પોતે અનુપની સામે થશે એવું પણ વિચાર્યું નહોતું. શું હતું છોકારીમાં એ દ્વિધામાં હેમા ઉપર લટકતા પંખાને જોયા કરે છે. અનુપ ધમકી આપીને ગયો છે. નિમિતાને કેવી રીતે લાવી શકાય? મીના પોતાની દીકરીને નર્કમાં શું કરવા મોકલે? મીના સાથે નજર એક કરીને વાત પણ થાય એવું નથી. ચોક્કસ હોસ્ટેલ છોડીને જવું પડશે. પોતે કોઈ બચત પણ કરી નથી. ક્યાં જશે? માટીના દરમાં કીડી-મંકોડા ઉભરાય એમ એક પછી એક વિચાર હેમાના મગજમાં ઊભરાતા રહ્યા. મનમાં મીના અને નિમિતાને હજારો ગાળો આપી. મીના મળી એમાં બધી મુસીબત થઈ. ના મળી હોત તો સારું હતું. એમાં પણ એની છોકરી કેટલી સુંદર છે. એ પણ રંગીન દુનિયાના સપના જુએ છે. જેમાં બસ અંધકાર છે એવી સમજ પડશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે.

અનુપના ગયા પછી હજી પણ મીના સ્તબ્ધ થઈને દરવાજાની બહાર સંતાઈને ઊભી હતી. અનુપનું રાક્ષસ જેવું વર્તન જોઈને એના હોશ ઊડી ગયા હતા. નિમિતાને મોડેલિંગ કરવા માટે કોઈ માર્ગદર્શન કે ઓફર ના આપે એવું હેમાને કહેવા મીના હોસ્ટેલ આવી હતી. અનુપની વાત અને હેમાની હાલત જોઈ એ ત્યાંથી કોઈ વાત કર્યા વગર ઘરે પાછા જવાનું વિચારે છે. આનંદને બધી વાત કરવી કે નહીં તે પણ વિચારે છે. પણ બીજી ક્ષણે એના શેતાની મગજમાં નિમિતાથી હંમેશાં માટે છુટકારો મેળવવા માટેનો ખતરનાક માર્ગ દેખાય છે. એ બસ એટલું સમજી હતી કે અનુપ એની સાથે સહવાસ કરવાની ઇચ્છા રાખતો હતો. અનુપનું વર્તન જોઈને એ પણ સમજી હતી કે એ પોતાની વાસના સંતોષવા માટે રાક્ષસ બની શકે છે. નિમિતાને હેરાન કરવાના એના તમામ કાવતરા અત્યાર સુધી સફળ થયા નહોતા. રૂપ અને અભિનયની રાણી પોતાને ગણે છે. જો અનુપ એકવાર પણ દુષ્કર્મ કરે તો નિમિતાનું અભિમાન તૂટે. સાથે મને ખૂબ સંતોષ થાય.

મીના ઓફિસમાં પ્રવેશ કરે છે. હેમા આધાતમાંથી બહાર આવી નહોતી. મીનાને જોઈને હેમા હાથ જોડે છે: “મીના, તું તારી છોકરીને સમજાવ અહીં ફરીથી આવવાની ભૂલ ના કરે... મને લાગે છે ત્યાં સુધી તેં મારી અને અનુપની બધી વાત સાંભળી છે... તારી દીકરી છે એટલે તને સાવધાન કરું છું.”

મીના હસીને હેમાને પોતાનો દુપટ્ટો ઓઢાડે છે. કોણી હાથમાં લઈને લોહી સાફ કરે છે: “હેમાબેન તમારા અનુપ સર શું બધી છોકરીઓ સાથે એક જ કામ કરે છે? વાસના સંતોષવાનું?” હેમા તરત અનુપ અને એના મિત્રોનું સ્ત્રીઓ સાથેનું વર્તન અને કામ બધુ જ મીનાને કહે છે. જેમ મીના વાત જાણે છે એમ મનમાં વધારે ખુશ થાય છે. “હેમાબેન તમે ચિંતા ના કરશો... તમારે આ હોસ્ટેલ છોડીને જવાનું નહીં થાય... નિમિતા મારી સગી છોકરી નથી... મારા પતિની પહેલી પત્ની ની છોકરી છે... અનુપ જે કહે છે તમે કરી શકો છો... બસ એક વાર એ રૂપનો ટુકડો અહિયાં રહેવા આવે, પછી એ પાછી મારા ઘરે આવવી ના જોઈએ... જે કામ હું વર્ષોથી નથી કરી શકી, તે કામ એ જાતે કરશે... હેમાબેન એ બહુ ચબરાક છે... એને અનુપના ઈરાદાઓની ગંધ આવશે તો હાથમાં નહીં આવે... અનુપને બહુ મહેનત કરવી પડશે... હેમાબેન હું તો તમને એને કોઈ કામ ના આપશો એ કહેવા આવી હતી... પણ હવે હું તમને લીલી ઝંડી આપું છું... એ છોકરીનું કાસળ કાઢી નાંખો.”

***

બીજા દિવસે જ હેમા ફોન કરીને નિમિતાને સ્ટુડિયો આવવા માટે કહે છે. નિમિતાના હાથમાં મોડેલિંગની ઓફરનો પત્ર આપે છે. અનુપ સ્ટુડિયોમાં હતો પણ નિમિતાની સામે આવ્યો નહીં. મીનાનાં કહ્યા પ્રમાણે એને ધીરજથી કામ લેવું પડશે એવું હેમાએ સમજાવ્યું હતું. નિમિતા ઓફર મળવાથી ખુશ થઈ હતી. સ્ટુડિયોમાં બધા સાથે હાથ મિલાવી પરિચય આપ્યો. થોડી વાર રોકાઇ ઘરે જાય છે. અનુપ, અજય અને રાકેશ ઓફિસનાં કાચમાંથી નિમિતાને જોતા હતા. ત્રણેયનાં મોઢામાંથી લાળ ટપકતી હતી.

***

ઘરે આવીને નિમિતા ઓફરલેટર બતાવીને વાસંતીને બે-ત્રણ પપ્પી કરતી બોલે છે: “દાદી તમે જોજો હું એટલું સરસ કામ કરીશ બધા મારા વખાણ કરશે... મને મોટા બજેટની ફિલ્મ માટેની ઓફર આવશે... આમિરખાન, સલમાનખન, અક્ષયકુમાર બધા મારી સાથે કામ કરવા લાઇન લગાવશે... દાદી મારા બધા સપના પૂરા થવાની શરૂઆત થઈ છે... જોજો હું કેટલી ઊંચી ઉડાન ભરું છું.”

મીનાનાં મનમાં ફટાકડા ફૂટે છે. ‘હા તારા રોકેટની ઉડાન બહુ ઊંચી થવાની છે. તું એકવાર આ ઘર છોડીને જા, પૂરું જીવન ચકરડીની જેમ ગોળ ગોળ ફરતી રહીશ. તારામંડળના તણખા ઝરી જાય પછી એ તાર કાળો પડે અને કચરાપેટીમાં જાય. એ તાર ગરમ હોય ત્યાં સુધી હાથ દઝાડે અને ઠંડો તાર હાથ કાળો કરે. એ તારની જેમ તારું જીવન બરબાદ થાય એટલે મને શાંતિ થાય.’ મીના મનમાં દિવાળી ઉજવતી હતી ત્યારે અનુપ, અજય, રાકેશ અને હેમા ચારેય નિમિતાને કેવી રીતે ફસાવી શકાય એ માટેના ઉપાયો વિચારતા હતાં.

ક્રમશ: