The game of destiny - 8 books and stories free download online pdf in Gujarati

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 8

'ઓળખાણ '

બીજા દિવસે બપોરે જમીને જયારે સુનંદા શ્યામા ના ખોળામાં માથું રાખીને સૂતી હોય ત્યારે વીરુ સાથે એક એની ઉંમર ની જ છોકરી ને આવતા જોઈ ઉભી થઈ જાય છે.
હવે, વીરુ અને પેલી છોકરી, શ્યામા અને સુનંદા ની સાવ નજીક આવે છે. વીરુ સુનંદા ની સામું જોઈ પૂછવા લાગ્યો, 'કેમ આજે પેલી બાજુ ના આવી?અમે બન્ને ક્યારના તારી રાહ જોતા હતા!'
શ્યામા સુનંદા નો જવાબ ભરતી હોય એમ કેહવા લાગી કે, 'બેટા, અમે આવવાના જ હતા હમણાં,થોડીવાર આરામ કરીને. ત્યાં તું આવી ગયો.સારું હવે અહીં આવી જ ગયા તો એક કામ કર અહીં જ રમો પછી આપડે બધા જોડે જ પેલી બાજુ જશુ'.આમ કહી શ્યામા થોડી વાર ઝાડ નીચે ભારા નું લૂગડું પાથરી આરામ કરવા લાગી.
સુનંદાની નજર તો પેલી છોકરી સામે જ હતી.આમ એકી નજર થી સુનંદા ને એની સામું જોતા જોઈ વીરુ અચાનક જ બોલી ઉઠ્યો, 'અરે હું આની ઓળખાણ કરાવવાનું તો સાવ ભુલી જ ગયો !આ પ્રિયંવદા છે.મારાં મામા ની છોકરી.કાલે મામા-મામી ભેગી આવેલી તો હવે થોડાક દિવસ અહીં જ રહેશે'અને પછી છોકરી સામું જોઈ બોલ્યો, 'પ્રિયંવદા, આ સુનંદા છે હું તને જેના વિશે વાત કરતો હતો એ'.
આમ ઓળખાણ થઈ ગઈ પછી સુનંદા બોલી,'સારું, આપડે એક મિત્ર વધુ'એમ કહી ત્રણેય રમવા લાગ્યા.સેતુ પણ ત્યાં પોહચી ગયેલો એટલે તે પણ તેઓની રમત માં જોડાય ગયો.
થોડી વાર થઈ એટલે વીરુ ને પાણી ની ખૂબ તરસ લાગી એટલે એણે સુનંદા ને કીધું, 'પાણી લાવ્યા છો તમે? 'જોગાનુજોગ તે દિવસે જ શ્યામા અને સુનંદા ઘરેથી પાણી ભરી લાવતા ભુલી ગયેલા. આથી વીરુ એ કીધું, 'તમે ત્રણેય રમો, હું એકલો પાણી પી ને હમણાં જ અહીં આવુ'.
આમ કહી વીરુ પાણી પીવા જતો હતો ત્યાં એની પાછળ સેતુ પણ જવા લાગ્યો એટલે વીરુ એ એને પણ જોડે લઇ લીધો. હવે અહીં પ્રિયંવદા અને સુનંદા એકલા બેઠા હતા.
સુનંદા એ વધુ ઓળખાણ કાઢતા પ્રિયંવદા ને પૂછ્યું, 'તું વીરુ ના સગા મામાં ની છોકરી છો??'પ્રિયંવદા એ હસતા કહ્યું, 'હાસ્તો !સગા મામાં ની જ ને!અમે બન્ને જોડે જ હતા સાવ નાના હતા ત્યારના, આતો હમણાં કેટલાક મહિનાથી વીરુ અને ફુઆ (વીરુ ના પિતા )બન્ને પોતાના ગામડે આવ્યા. મારાં માઁ અને બાપુજી તો અવારનવાર અહીં વીરુ ની ખબર લેવા આવતા જ હોય. આ વખતે હું પણ એની જોડે આવી'
સુનંદા ને તો જાણે વીરુ વિશેની બધી માહિતી મેળવવી હોય એમ પૂછવા લાગી, 'વીરુ કેવો છોકરો છે આમ?? સ્વભાવે તો સારો લાગે છે 'આમ પોતે જ પ્રશ્ન પૂછી પોતે જ જવાબ આપતી હોય એમ સુનંદા પ્રિયંવદા ને કહેવા લાગી.
પ્રિયંવદા થોડી વાર મૌન રહી પછી કહેવા લાગી, 'વીરુ ને હું નાનપણ થી જ ઓળખું છુ. એ સ્વભાવે ખૂબ હેતાળ અને દયાળુ છે અને વળી પશુ પ્રેમી પણ ખરો !!એ નાનપણ થી જ આ ઘેટાંબકરા ભેગો રમ્યો છે અને એ જ એના મિત્રો પણ છે બાકી તો એ કોઈ જોડે નથી રહ્યો. આ તો તારી એક જોડે એને અચાનક મિત્રતા થઈ ગઈ બાકી એ મને એક ને જ મિત્ર માનતો, અને વળી એ સ્વભાવે ખૂબ નીડર અને સાહસી પણ છે'. આમ કહી પ્રિયંવદા સુનંદા સામું જોઈ કહે છે, 'પણ તું કેમ આમ એના સ્વભાવ વિશે પૂછે છે? '
સુનંદા પાસે એના પ્રશ્ન નો કાંઈ જવાબ જ ના હોય એમ, 'કાંઈ નહિ એમ જ 'આવુ કહી ચૂપ થઈ ગઈ. પ્રિયંવદા વધુ કાંઈ ના પૂછતાં બોલે છે, 'આ વીરુ હજુ કેમ ના આવ્યો??'.
સુનંદા તો જાણે કશુ સાંભળી જ ના હોય એમ પોતાના વિચારો માં જ ખોવાયેલી હતી. ત્યાં જ પ્રિયંવદા સામે ના રસ્તા પર નજર કરી બોલવા લાગી, 'જો સેતુ ને વીરુ આવે જ છે... '
વીરુ નું નામ પડતા જ જાણે સુનંદા ઝબકી ગઈ હોય એમ ઉભી થઈ વીરુ ને જોવા લાગી.વીરુ અને સેતુ બન્ને ની નજીક આવ્યા ત્યાં પ્રિયંવદા કહેવા લાગી, 'જોને વીરુ આ
સુનંદા ક્યારનીય ક્યાંક દૂરના વિચારો માં ખોવાય ગઈ.. !સારું થયું તમે બન્ને આવી ગયા'.
વીરુ સુનંદા સામું જોઈ કટાક્ષ માં કહેવા લાગ્યો, 'એ તો એમ વિચારતી હશે કે કાલે ના રમવા આવવાનું શુ બહાનું કરું?? નઈ સુનંદા..???'
પ્રિયંવદા ને કાંઈ સમજાણું ના હોય એમ લાગતા વીરુ વિસ્તાર પૂર્વક સમજાવતા કહેવા લાગ્યો કે, 'જો પ્રીયુ(પ્રિયંવદા), સુનંદા હમણાં એક દિવસ આવી જ નહતી અહીં, હું અને સેતુ આખો દિવસ એની રાહ જોઈ ને બેઠા હતા અને બે વખત તો હું અહીં પણ આંટો મારી ગયેલો અને આજે પણ ત્યાં તો આવી જ નઈ. આજે પણ છેવટે મારે જ અહીં આવવું પડ્યું'.
પોતાના ઉપર આવો આક્ષેપ સાંભળતા સુનંદા થી ચૂપ ના રહેવાયું એ તરત બોલવા લાગી,'ઓહો, તો તમે પણ કાલે એવું જ કરેલું સાહેબ !!હું પણ આખો દિવસ તમારી રાહ જોઈ છેવટે આજે ના મળવાનું વિચારી ઘરે ગયેલી.અને મારે તો એવું તે થોડું કાંઈ હતું?? હું તો આવવાની જ હતી પણ માઁ ને અચાનક જ બહારગામ જવાનુ થયું એટલે ના આવવાનું થયું'.
વીરુ નો પક્ષ લેતા પ્રિયંવદા તરત બોલી, 'વીરુ તો કાલે અહીં આવવા ખૂબ આતુર હતો પણ મેં જ પરાણે એને ઘરે રોકી લીધો '.
આ બધી વાતચીત થી વીરુ અને સુનંદા ને એટલો અંદાજો તો આવી જ ગયેલો કે બન્ને એકબીજાને મળવા આતુર હતા. બન્ને એકબીજા સામું મંદ મંદ સ્મિત કરી રહ્યા હતા.
આમ બન્ને ની આંખો થોડીવાર તો એક થઈ ગઈ. બન્ને એકબીજા માં જ પરોવાયેલા હતા. જાણે કે આનંદવન ના બધા પ્રકૃતિ તત્વો એમની આંખો થી થતી વાતો સ્તબ્ધ થઇ ને સાંભળવા બેસી ગયા હોય એમ વાતાવરણ માં પણ નીરવ શાંતિ છવાયેલી હતી.
આમ બન્ને નું ધ્યાન ભંગ કરવા પ્રિયંવદા એ ખોખારો ખાધો અને કહ્યું, 'વીરુ ચાલ હવે મોડું થાશે, ફુઆ રાહ જોતા હશે. વળી મોડું થાશે તો વઢશે '.વીરુ તો કાંઈ બોલ્યા વગર સુનંદા ની સામું જોઈ હસતો હસતો પ્રિયંવદા અને સેતુ જોડે જવા લાગ્યો.
સુનંદા પણ ત્યાં ઉભી ઉભી એકી નજર થી વીરુ ને જોઈ રહી હતી ત્યાં અચાનક શ્યામા એ બુમ પાડી, 'સુનંદા,ચાલ હવે ઘર ભેગા થઈએ,વળી મોડું થઇ જાશે '.હવે બન્ને ઘરે જતી રહે છે.

હવે બીજા દિવસે શુ થાશે...... આવતા ભાગ-9......."અદેખાઈ ".......માં