lagni bhino prem no ahesas - 32 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 32

છેલ્લા એક કલાકથી તે આયના સામે ઊભી રહી પોતાના ચહેરાને નિહાળી રહી હતી. આજે આ ચહેરો ખાસ કોઈ માટે તૈયાર થઈ રહયો હતો. પહેલીવાર કોઈ જોવા આવવાનું છે ને સ્નેહા આટલી સરસ રીતે તૈયાર થઈ રહી હતી. બ્લેક કલરનું ટોપ ને રેડ કલરની લેગિજ સાથે તે થોડી નહીં પણ વધારે ખુબસુરત દેખાય રહી હતી. આજે તેમની ખુબસુરતી નો નિખાર કોઈ બીજા નહીં પણ પોતાના જ મનના મિત એવા શુંભમ માટે હતો. કેટલા સમય પછી આજે પહેલીવાર તે મળવાના હતા.

ઈતજાર વધતો જ્ઇ રહયો હતો. સમય બસ એમ જ ભાગી રહયો હતો. કલાકો પછી મિનિટો ગણાય રહી હતી. તે તૈયાર થઈ દર થોડિક મિનિટે બાલકનીમા નજર કરી લેતી. તેની નજર બસ શુંભમને જોવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી. જે સમયે શુંભમે કિધું હતું તે સમય આખરે પુરો થઇ ને ધડિયાળનો કાટો થોડો ઉપર ચાલવા લાગ્યો હતો.

મહેમાન આવવાના છે એ જાણી ઘર પર તેના સ્વાગતની બધી જ ત્યારી થઈ ગઈ હતી. બસ હવે તે લોકો આવે તેનો જ ઈતજાર હતો. ઘર આખું પહેલાથી જ ભર્યુ હતું. સ્નેહાના મોટા પપ્પા, તેમના કાકા આ બધા જ આખા પરિવાર સાથે શુંભમને જોવા માટે પહેલાથી જ આવી બેસી ગયા હતા. તેમની વાતોનો દોર એમ ચાલતો હતો. તે બધામાં ચુપ બેસેલી સ્નેહાની નજર શુંભમના આવવાનો ઈતજાર કરી રહી હતી.

ગાડીનો અવાજ આવતાની સાથે જ બધાની નજર બહાર ગઈ. મહેમાન આવી ગયા એ સાંભળતા જ સ્નેહાનું દિલ જોરશોરથી ઘબકવા લાગ્યું. તે સીધી જ ઊભી થઈ બહાર બાલકનીમા દોડી ગઈ. શુંભમે ગાડી સીધી શેરીમાં જ પાર્કે કરી ને તેમના મમ્મી -પપ્પા તે ગાડીમાંથી બહાર નિકળ્યા. તેની પાછળ શુંભમ પણ ગાડીમાંથી બહાર આવ્યો ને તેમને તેમની નજર સીધી જ ઉપર ઊભેલ સ્નેહા પર કરી.

ચાર આખો એકસાથે ભેગી થતા દિલ વધારે તોફાન મચાવા લાગ્યું. બંનેનું દિલ એકસાથે ધબકી ઉઠયું ને વગર વાતે બંને વચ્ચે કેટલી વાતો થઇ ગઈ. બ્લેક પેન્ટ ને વાઈટ ટીશર્ટમા શુંભમ પણ હેન્ડસમ લાગી રહયો હતો. નજર જુકતી નહોતીને ઉપર બધા તેમનો ઈતજાર કરી રહયા હતા. શુંભમે ગાડીને લોક કર્યોને તે દાદર ચડી તેમના મમ્મી- પપ્પા સાથે ઘરમાં આવ્યો. સ્નેહા હજું બાલકનીમા જ ઊભી હતી. તે લોકો રૂમમાં ગયા બધાને મળી લીધા પછી સ્નેહા રૂમમાં આવી. શુંભમના મમ્મીને નમસ્તે કરી તે પાણી લેવા રસોડામાં ગઈ.

એક પ્લેટમાં પાણીના ગ્લાસ મુકી તે બધા બેઠા હતા તે રૂમમાં આવી. નજર તેમની જુકેલી હતી. કંઈક તેની નજર શુંભમ સામે મળી ના જાય તે ડરે તેમને એકપણ વખત ઊચી નજર ના કરી. તે જાણતી હતી જો તેમની નજર શુંભમને મળશે તો તે બધું જ ભુલી જશે ને અહીં કોણ બેઠું છે તેનું પણ ભાન નહીં રહે. તે ચુપચાપ બધાને પાણી આપી રૂમમાં જતી રહી.

થોડીવાર પછી સપનાએ તેમને બોલાવી "સ્નેહા અહીં બધા સાથે બેસ. તારા થનારા સાસુંને તારી સાથે વાતો કરવી છે. "

સ્નેહા બધા સાથે બેસવા તો આવી પણ તે કંઈ બોલી ના શકી. તેનો પરિવાર નહોતો આ વાત જાણતો પણ શુંભમનો પરિવાર તો આ વાત જાણતો હતો. એટલે તેને વધારે થોડું લાગી રહયું હતું. તે ચુપચાપ આવી બસ શુંભમના મમ્મી પાસે બેસી ગઈ. શુંભમ તેમની સામે જ બેઠો હતો. તે બસ સ્નેહાને જોઈ રહયો હતો. થોડીક નજર જુકાવી સ્નેહા પણ તેને જોઈ લેતી પણ બંનેની નજર એક ના થાય તે વાતનું તે થોડું ધ્યાન પણ રાખતી.

ખરેખર આ પ્રેમ કહાની થોડી અજીબ છે. પ્રેમ હોવા છતાં પણ નજર જુકાવી પડતી હતી. લાગણીઓ વહી રહી હતી છતાં તેમને ચુપાવી પડતી હતી. કંઈક તેમની વાત બહાર ના આવી જાય તે ડરે પ્રેમને થોડીવાર માટે ખામોશ બનાવી તે બેઠી હતી.

શુંભમના મમ્મીએ સ્નેહાની સાથે વાતની શરૂઆત કરી. સ્નેહાએ પહેલીવાર તેમના થનારા સાસુને આજે જોયા હતા. તેમની મમ્મીની ઉમરના હોવા છતા પણ તેમને સલવાર સુટ જ પહેર્યા હતા. જયારે અહીં તેમના ઘરે તેમની ભાભીને પણ તે ઈજાજત નહોતી. તો પછી તેમની મમ્મીની વાતતો અલગ રહે. અહીં લોકોની વિચારસરણી હજું જુની જ હતી. જયાં બધા બદલી રહયા હતા ત્યાં તેમના ઘરે હજું મર્યાદાના નામે લાજ કાઠવાનો રિવાજ ચાલી રહયો હતો.

સ્નેહાને એ વાત સારી લાગી કે તેમના સમાજમાં કોઈ તો એવું છે જે આઝાદ અને અત્યારના સમય પ્રમાણે જીવે છે. તે આજે થોડી જ નહીં વધારે ખુશ હતી. શુંભમના પરિવાર તેમને સ્વિકારી લીધી હતી. હવે શાયદ તેમનો પરિવાર પણ આ સંબધને સ્વિકારી લેઈ તે પળનો ઈતજાર બાકી હતો.

બધા પોતપોતાના રીતે વાતોમાં લાગી ગયાં હતા. સ્નેહાના દાદાનો છોકરો મતલબ તેમનો મોટો ભાઈ શુંભમને તેમના કામ વિશે વાત કરી રહયો હતોને શુંભમ શાંતિથી તે બધા જ સવાલના જવાબ આપી રહયો હતો. અહીં સંબધ ખાલી બે વ્યિકત વચ્ચે નહોતો. અહીં એવા કેટલા લોકો સાથે સંબધ જોડાઈ રહયો હતો. વાતો બસ એમ ચાલતી હતી ને શુંભમનું મન સ્નેહાને મળવા ઉતાવળું બની રહયું હતું.

સ્નેહાએ ઊભા થઈ ચા બનાવી ને બધા માટે તે ચા લઇ ને આવી. અહીં કપ રકાબીનો રિવાજ નહોતો. અહીં કિટલીમા ચા ભરી બધાને રકાબીમા પીરસવામાં આવતી હતી. એક પછી સ્નેહાએ બધાને ચા આપી. પછી તે શુંભમને આપવા ગઈ ત્યારે તેમની નજર શુંભમ સાથે અઠડાઈ ગઈ. આખિર જેનો તેમને ડર હતો તે જ થયું. કિટલીમાંથી ચા શુંભમના હાથ ઉપર થોડી ઠોળાઈ ગઈ. પણ શુંભમની નજર સ્નેહા પર હતી એટલે તેને બળવાનો અહેસાસ ના થયો. તે બંને એકબીજામા ખોવાઈ ગયા હતા.

"સ્નેહા, થોડુંક સંભાળીને તો આપ." તેમના કાકાનો અવાજ કાને પડતા તે નજર ફેરવી ગઈ. ત્યારે શુંભમને ખ્યાલ આવ્યો કે તેમનો હાથ પર ચા ઠોળાયેલ છે.

"રકાબી અહીં મુકી દો ને બહાર હાથ ધોતા આવો. સ્નેહાનું ધ્યાન નહીં રહયું હોય એટલે તેનાથી થોડી ભુલ થઈ ગઈ. " તેમના ભાઈ્એ શુંભમને કહયું ને શુંભમ બહાર હાથ ધોવા માટે નિકળ્યો.

સ્નેહા રસોડામાં જ ઊભી હતી ને તેમની નજર ફરી ટકરાઈ ગઈ. ઈશારામા બંનેએ એમ જ વાતો કરી લીધી ને શુંભમ તેમની જગ્યાએ આવી બેસી ગયો. ચા પીઇ થોડીવાર એમ જ બેઠા પછી શુંભમના પપ્પાએ કહયું.

"તમારા લોકોની જો ઈચ્છા હોય તો શુંભમ સ્નેહા સાથે બેસી વાતો કરી લેઈ. "

"હા વાતો તો કરવી જ પડે ને અત્યારના સમય પ્રમાણે થોડું ચાલવું જરુરી છે. પછી છોકરા છોકરીને પસંદ ના આવે તો આપણને જ કહે. સપના શુંભમની અને સ્નેહાને વાત કરવા લઇ જા તું. " સ્નેહાના મોટાપપ્પાએ કિધું એટલે પછી કોઈ જ તેમની વાત વચ્ચે કાપી ના શકયું ને શુંભમ ઊભો થઈ પાછળની રૂમમાં ગયો.

સ્નેહા ત્યાં તેમની રાહ જોઈને બેઠી જ હતી. સપનાને તેમની સાથે જ રહેવાનું કહયું હતું પણ તે જાણતી હતી કે આ બંનેની વાતોમાં ખલેલ પડે એટલે તે બધાની સામે બેસવા ના આવી પણ બાલકનીમા જતી રહી.

નજરથી નજર મળીને દિલ બેહાલ થઈ ગયું. થોડીવાર માટે કોઈ કંઈ જ ના બોલી શકયું. બસ એક બીજાનો ચહેરો જોવા માટે આખો એમ જ સ્થિર રહી ગઈ. વાતની શરૂઆત કોણ કરે અને કયાંથી કરે કંઈ સમજાય નહોતું રહયું. મન કહેતું હતું મન ભરી આજે વાત કરી લેવાનું. પણ દિલ કંઈક અલગ જ વિચારી રહયું હતું.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
ફાઈનલી આજે સ્નેહા અને શુંભમની મુલાકાત થઈ ગઈ ત્યારે શું તે બંને વાતો કરી શકશે કે એમ જ એકબીજાનો ચહેરો જોવામાં સમય પુરો કરી દેશે..?? શું સ્નેહા તેમને હક કરી શકશે..?? શું સ્નેહાનો પરિવાર આ વાત જાણી શકશે કે સ્નેહા અને શુંભમ પહેલાથી એકબીજાને ઓળખે છે.. ?? શું થશે હવે સ્નેહા અને શુંભમની જિંદગીમા તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ "