દાબેલી વર્લ્ડકલાસ મેનુ માં પોતાનું નામ નોંધાવી ચૂકી છે ત્યારે બંદરિય નગરી માંડવી માં આ દાબેલીની શોધ કરાઈ હતી
એ ઐતિહાસિક બહુજ રસપ્રદ વાત છે જ્યારે આઝાદી બાદ ભારત પાકિસ્તાનના ભાગલા વખતે એક સિંધી પરિવાર કચ્છના માંડવી બંદરે આવી અને પોતાના પરિવાર સાથે વસવાટ કર્યું હતું અને પોતાના જીવન બસર કરવા માટે તેણે માંડવીના સાંજીપડી વિસ્તારમાં બેકરી ની શરૂવાત કરી હતી રૂપન ભાટીયા નામ ના આ શખ્સ આમ તો રમૂજી અને ખાવાપીવાના શોખીન હતા તેમના મિત્રો તેમને રૂપન શેઠ ના નામે સંબોધતા હતા એ અરસા માં માંડવી માં મોહનભાઈ બાવાજી નું મસાલાવાળા બટાકા નું શાક ખુબજ પ્રખ્યાત હતું રૂપન શેઠ અને મોહન બાવાજી એક સારા મિત્ર થતા હોઈ બાવાજી એ જણાવ્યુ કે રૂપન હમણાં તો ધંધામાં કોઈ મજા જેવી વસ્તુ રહી નથી હવે કંઈક નવી વાનગી બનાવી વેચાણ કરૂ તેવું વિચારું છું તારા મગજ માં કોઈ નવીન વાનગી સુજેતો મને કહેજો તો કંઈક નવું વિચારશું આમ કહી મોહન બાવાજી ત્યાંથી જતા રહ્યા હતા
ત્યાર બાદ બેકરી પર વધુ કામ હોવાના કારણે રૂપન શેઠ જમવા માટે ઘેર ન પહોંચી શક્યા વિચાર આવ્યું કે આજ રોજ મિત્ર મોહન બાબાજીના બટાકા મંગાવી અને પોતાની બેકરીમાં બનાવેલા પાવ ને કાપી અને વચ્ચે બટાકા ભરી ને પાવ સાથે ખાતા હતા ત્યારે બહુ જ સ્વાદિષ્ટ સ્વાદ આવતા તરતજ રૂપન શેઠ ના મન માં મોહન બાવાજીની નવીન વાનગી વાળી વાત યાદ આવતા તરત જ તેણે બેકરી માં કામ કરતા માણસ ને કહ્યું કે મોહન બાવાજીને સમાચાર આપ રૂપન શેઠ યાદ કરે છે અને બેકરી આવી તમે મળી જજો મોહન બાવાજી બેકરી પર આવતા શેઠે તેમને બટાટા સાથે નો પાવ ખવડાવતા મોહન બાવાજી ને નવા સ્વાદ ની અનુભુતી થતા હર્ષ સાથે આશ્ચર્ય પામ્યા હતા અને બને મિત્રો એ એવું નક્કી કર્યું કે બૅકરી ના પાવ અને બટેકા નો શાક સાથે વેચીએ તો આમ લોકો ને કેવી મજા આવે છે.તેનું નિરીક્ષણ કરીયે ત્યાર બાદ આપણે દરરોજ આ નવી વાનગી વેચીએ તેવો આત્મવિશ્વાસ બને મિત્રો માં જોવા મણતા તેઓ એ નકકી કર્યું કે આ નવીન વાનગી ને આપણે દાબેલી નું નામ આપીયે એ રીતે દાબેલી નું પ્રથમ વખત માંડવી મધે સંશોધન થયો હતો
આજે પણ રૂપન શેઠ ભાટીયા ના મોટા દીકરા દિલીપભાઈ ના દિકરા વિજયભાઈ નલિયામાં બેકરી ના વ્યવસાય કરી રહ્યા છે આમ રૂપન શેઠની હાલે ત્રીજી પેઢી બેકરી વ્યવસાય સાથે જોડાયેલી છે અને નામના પણ મેળવી છે .મોહન ભાઈ નું દેહાંત થોડા વર્ષો પહેલા થઈ ગયું છે.આજે માંડવી ની દાબેલી જગવિખ્યાત બની છે ત્યારે બંદરીય નગરી માંડવીમાં મુલાકાતે લઇએ તો ગલીએ-ગલીએ દાબેલી ની લારીઓ જોવા મળે છે સમય અનુસાર દાબેલી મસાલા,દાબેલી ની સિંગ ની દાળ જેવી વિવિધ આઇટમો નું વેચાણ પણ દાબેલી સાથે થઈ રહ્યું છે અહીં ફરવા આવતા લોકો અચુક દાબેલી નો સ્વાદ માણે છે સમય ની જેમ આજે દાબેલી ને લોકોએ નવા નવા રૂપો અને અલગ અલગ સ્વાદ આપ્યા છે જેમાં ચીઝ દાબેલી ,જેમ્બો દાબેલી બટર દાબેલી જેવા અનેક નામો સાથે વેચાય છે.
આમ આ બંદરીય નગરી માંડવીમાં થી શરૂ થયેલી દાબેલી અને રૂપન શેઠ ભાટીયા ના વિચારો ને આજે લાખો લોકો એ અપનાવી અને દાબેલી નું વેચાણ કરી ને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે આમાંથી ગણા લોકોને રોજીરોટી મળે છે આ માટે જ માંડવી ના લોકો દાબેલી ને હુલામણા નામે એટલે કે ડબલરોટી કહી સંબોધે છે
આજે દેશ ના વિવિધ રાજ્યો માં મહારાષ્ટ્ર,રાજસ્થાન,મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ કે પરદેશ માં પણ જો દાબેલીનો વ્યવસાય કરવો હોય અને જો સફળ થવું હોય તો તેને માંડવી દાબેલી અથવા કચ્છી દાબેલી નું નામ આપવું જ પડે છે આમ રૂપન શેઠ ભાટીયા અને મોહન બાવાજી આ બે મિત્રો ની જોડી ના લીધે દાબેલી નો આવિષ્કાર થયું તે માટે આ બંને મહાનુભાવોને નમન કરવાનું મન થાય છે. તે સ્વાભાવિક છે.
ભાગ્યેજ કોઈ વિચાર્યું હસે કે આ દાબેલી માં રાષ્ટ્ર પ્રેમ સાથે મિત્રતા ની અનેરી ઝલક જોવા મળે છે તેનું એક માત્ર કારણ એ છે કે આ દાબેલી મિત્રતા નું પ્રતીક એટલા માટે છે કે એક મિત્ર ની બનાવટ પાવ છે તો જ્યારે બીજા મિત્ર ની બનાવટ ચટાકેદાર બટેકા નું શાક છે. આ બને નું સમન્વય એ દાબેલી નું ઉદ્દભવન સ્થાન છે.
શબ્દસંકલન -અજય ખત્રી
Kajay1560@gmail.com