A hope of life - 1 in Gujarati Novel Episodes by Meera Soneji books and stories PDF | એક આશ જિંદગી ની - 1

એક આશ જિંદગી ની - 1

જય શ્રી કૃષ્ણ દોસ્તો, "અધૂરી કહાની" , "લાગણીની હૂંફ" અને "સુંદર માળો" જેવી મારી વાર્તાને તમે બધા એ પ્રેમથી આવકારી, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તમારા ખૂબ જ સારા પ્રતિસાદ ની પ્રેરણા રૂપે આપની સમક્ષ એક એવી નવલકથા લઈ ને આવી છું જેમાં અખૂટ ધીરજ અને હિંમત સાથે એક દીકરીના જીવન મરણ જેવા સમયે ઇશ્ચર સામે જંગે ચડેલા મા બાપ ની કરુણ અને લાગણીશીલ સંવાદિતા ધરાવતી કહાની છે. આ મારી પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ કે ઉણપ રહી હોય તો માફ કરજો, ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા વિનંતી.આશા છે કે આપ સૌને મારી નવલકથા જરૂર ગમશે ને હા તમારો કિંમતી પ્રતિભાવ જરૂર આપજો જેથી કરી ને મારો ઉત્સાહ વધે ને મને વધુ સારું લખવાની પ્રેરણા મળે...

સાંજ ના6:30 વાગ્યા છે રીમાને લોહીની ઊલટીઓ થઈ રહી છે.રીમા ના પપ્પા પ્રદીપ રીમા ની હાલત જોઇને એકદમ ગભરાઈ જાય છે. જલ્દી જલ્દી તેમના ફેમિલી ડોક્ટર સંજય શાહને ફોન કરે છે..

પ્રદીપ:-હેલો ડોક્ટર સંજય શાહ? ડોકટર હું રીમા નો પિતા બોલું છું પ્રદીપ જોષી. મારી દીકરી રીમા ને લોહીની ઊલટીઓ થઈ રહી છે. પ્લીઝ ડોક્ટર તમે જલ્દી ઘરે આવો. કંઈક કરો મારી દીકરી રીમા ને બચાવી લ્યો please..

ડોક્ટર સંજય શાહ:-હા હા પ્રદીપ હું હમણાં જ નીકળું છું તું ચિંતા નઈ કર તારી રીમા ને હું કઈ જ નઈ થવા દઉં.બસ જો આવું જ છું તમે લોકો ધીરજ રાખો કંઈ નહીં થાય તમારી રીમા ને...

રીમા પ્રદીપ અને અંજના ની એક ની એક લાડકી દીકરી છે. સ્વભાવની ખુબ જ નટખટ અને શેતાની છોકરી આખો દિવસ તોફાન કર્યા કરે. રીમા ની મમ્મીની તેના ભણવા બાબતે કાયમ complain રહેતી. પ્રદીપ જ્યારે પણ ઓફિસથી આવે એટલે અંજના દીકરીના કારનામાં કહી સંભળાવે.આખો દિવસ ધમાલ મસ્તી. છતાં પણ જો રીમા એક દિવસ પણ ઘર થી ક્યાંય દૂર પિકનિક પર કે કયાંય ગઈ હોય તો અંજના ને આખું ઘર જાણે ખાવા દોડે. રીમા વગર નું ઘર સાવ સૂનું પડી જતું ને આજે કર્મ ની કઠણાઈ તો જોવો 12 વર્ષ ની માસૂમ રીમા આજે જિંદગી ને મોત વચ્ચે ઝોલા ખાઇ રહી છે પોતાની જિંદગી માટે મોત સામે લડી રહી છે..
એક દિવસ રીમા ની સ્કુલ માંથી એના મેડમ નો ફોન આવે છે ને કહે છે કે હેલો પ્રદીપભાઈ તમારી રીમા ને ખૂબ જ તાવ આવે છે અમે એને તાવ ની દવા તો આપી દીધી છે પણ તમે એને ઘરે લઈ જાવ અત્યારે પણ એ સખત તાવ થી ઘગે છે. તમે આવો ને એને તમારા કોઈ ફેમિલી ડોક્ટર હોય તો એને બતાવી દયો..

પ્રદીપભાઈ :- હા હા મેડમ હું હમણાં જ આવું છું ને રીમા ને લઇ જાવ છું..

પ્રદીપ રીમા ને લઇ ને ઘરે આવે છે.અંજના તો રીમા ને આવી હાલત માં જોઈ ને ગભરાઈ જાય છે ..

અંજના:- શું થયું રીમા ને! બાપરે આટલો બધો તાવ સવારે ઘરે થી નીકળી ત્યારે તો કંઈ જ નોતું અચાનક આટલો બધો તાવ કેમ ?..

પ્રદીપ:- તું ચિંતા નઈ કર અંજના હું હમણાં જ રીમા ને આપણા ફેમિલી ડોક્ટર સંજય શાહને ત્યાં લઈ જઉં છું.હમણાં મારી દીકરી પેલા ની જેમ તોફાન મસ્તી કરતી થઈ જશે..જો જે તું...

અંજના:- હા ચાલો હું પણ તમારી સાથે આવું છું..
અંજના અને પ્રદીપ રીમા ને તેમના ફેમિલી ડોક્ટર સંજય શાહ પાસે લઈ જાય છે.ડોક્ટર સંજય શાહ રીમા ને તપાસતા કહે છે કે પ્રદીપ આપણે રીમા ના થોડા ઘણા રિપોર્ટ કરાવી લઈએ આટલો સખત તાવ છે એટલે આપણે જરા પણ ટાઈમ બગાડવા કરતાં થોડાક રિપોર્ટ કરાવી લઈએ જેથી ખબર પડે છે કે આ તાવ શેના કારણે આવ્યો છે.અત્યારે તો હું એક ઇન્જેક્શન આપી દઉં છું જેથી તાવમાં રાહત થઈ જશે..
પ્રદીપ અને અંજના રીમા ના રિપોર્ટ માટે લેબ માં જાય છે ને લોહી ના સેમ્પલ આપી ને ઘરે જાય છે.ઘરે જઈ ને પણ રીમા ને તાવ માં કઈ ખાસ રાહત નથી મળતી.તાવ વારે ઘડી ચડ ઉતર થયા જ રાખે છે.પ્રદીપ ને અંજના દીકરી ની સેવા માં આખી રાત એની પાસે જાગે છે.બીજે દિવસે સાંજે રીમા ના રિપોર્ટ ડોક્ટર સંજય શાહ ના હાથ માં આવે છે ને રિપોર્ટ જોઈ ને ડોક્ટર પ્રદીપ ને ફોન કરે છે..

ડૉ સંજય શાહ:- હેલો પ્રદીપ! તારી દીકરી ના રિપોર્ટ આવી ગયા છે.તારે અત્યારે જ મારા ક્લિનિક પર આવું પડશે.તું જલ્દી આવી જા મારે તને રીમા ના હેલ્થ વિષે વાત કરવી છે..

પ્રદીપ:- શું થયું ડોકટર બધું બરાબર તો છે ને રિપોર્ટ માં?

ડૉ સંજય શાહ:- તું મારી ક્લિનિક પર આવ હું તને બધું જાણવું છું..

પ્રદીપ:- ok તો હમણા જ હું અંજના ને લઈને તમારી ક્લિનિક પર આવું છું.

ડૉ સંજય શાહ:- અરે! ના ના પ્રદીપ તું અંજના ને લઇ ને ના આવ તો તું એકલો જ આવજે please..

પ્રદીપ:- હા હા ok હું હમણાં જ આવું છું..
ક્રમશ...
એવું તો શું આવ્યું હશે રિપોર્ટ માં કે ડૉ પ્રદીપ ને એકલો જ બોલાવે છે? જોઈશું આવતા ભાગ માં જો તમને મારી વાર્તા ગમી હોય તો તમારા કીમતી પ્રતિભાવ આપવા વિનંતિ.આપનો ખૂબ ખૂબ આભાર🙏

Rate & Review

Krishvi

Krishvi Matrubharti Verified 5 months ago

👌🏾👌🏾👌🏾👌🏾👌🏾✍🏽

Kaamini

Kaamini Matrubharti Verified 1 year ago

Denish Jani

Denish Jani Matrubharti Verified 1 year ago

Sachin Sagathiya
Ami

Ami 1 year ago