the revenge of a sprit's anger - 2 books and stories free download online pdf in Gujarati

આત્માના ક્રોધનો પ્રતિશોધ - 2


કહાની અબ તક: નવા આવેલ પોલીસ ઓફિસર નિશાંત ને નિર્જન હાઇવે પર એક લાવારિસ કાર મળે છે, એ ડ્રાઈવર ને શોધે છે; પણ એક છોકરી એણે એની જિએફ જેવી જ મળી જાય છે! નિશાંત વિચારમાં પડી જાય છે કોઈ કેટલી હદ સુધી એક જેવું દેખાઈ શકે! એ મુન્નાને કોલ કરી ને બોલાવી લે છે. પોતાની જીએફ મળી ગઈ હોય એમ ઘેલો થયેલ નિશાંત એ તરફ તો જોતો જ નહિ જે તરફ એ છોકરી રહેતી હોવાનું કહેતી! એ છોકરી ને કહી જ દે છે કે એનો ચહેરો તો હૂબહૂ એની જીએફના જેવો જ છે! એટલામાં મુન્નો દૂરથી બાઈક પર આવી હું આવી ગયો એમ નિશાંત ને કહે છે. ફરી ને નિશાંત આ બાજુ જોવે છે તો ત્યાં કોઈ જ નહિ હોતું! એ બહુ જ ડરી જાય છે! એની જીએફ જેવી જ લાગતી એ છોકરી અચાનક આમ ક્યાં ગાયબ થઈ ગઈ હતી?! પણ હજી તો એનાથી મોટો ઝટકો પણ એને લાગવાનો હતો! સાથે જ એની લાઇફ ના પણ ઘણા રાઝ ખૂલવામાં હતા, જે ચોંકાવનારા હતા!

હવે આગળ: "અરે સર... તમે જ્યારે ફોન પર કહ્યુંને કે તમે આ જગ્યા પર છો તો હું તો ખાવાનું મૂકીને દોડ્યો છું!" મુન્નાએ ભારી શ્વાસો લેતા કહ્યું. એની વાતોમાં ચિંતા જોઈ શકાતી હતી!

"કેમ શું છે આ જગ્યા પર?!" નિશાંતએ સ્વાભાવિક જ પૂછ્યું.

પ્રિયાંશીએ જે દિશામાં આંગળીથી ઈશારો કર્યો હતો ત્યાં જ મુન્નાએ પણ આંગળીથી બતાવ્યું તો નિશાંત તો હેવતાઈ જ ગયો! એણે એની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો! ત્યાં સ્મશાન હતું! ડર ની એક લકીર એના કપાળે આવી ગઈ અને શરીરે એક અજાણી ધ્રુજારી અનુભવી!

"મુન્નાને આ બધું હમણાં કહીશ તો એ ગભરાઈ જશે!" એવું મનમાં વિચારીને એણે મુન્નાને કહ્યું - "જો આ કાર મળી છે... જો તો આજુ બાજુ કોઈ એવિડન્સ (સબૂત) તો નથી ને!"

મુન્નાએ આજુ બાજુ દૂર સુધી ખૂબ તપાસી કરી થોડી વાર પછી એણે ઝાડીઓમાંથી કોઈ દુર્ગંધ આવી રહી હોય એવું લાગી રહ્યું હતું. એણે બૂમ પાડીને નિશાંતને બોલાવ્યો.

ઝાડીઓમાંથી એક લાશ મળી એ લાશને ચહેરા પરથી જ નિશાંત સમજી ગયો કે એ બીજું કોઈ નહિ પણ ખુદ નરેશ જ હતો! હા, એ જ નરેશ જે ખુદ પ્રિયાંશીનો જ ભાઈ હતો!

અરે જ્યારે પ્રિયાંશી આમ અચાનક જ એક્સીડન્ટમાં મરી ગઈ હતી, ત્યારે એણે જ તો એણે ફૂલ સપોર્ટ આપ્યો હતો! આ બધું વિચારીને નિશાંતની આંખોના ખૂણા પણ ભીના થઇ ગયા.

એણે નરેશની ડેડ બોડીના પેન્ટના પોકિટમાંથી નરેશનો ફોન કાઢ્યો અને નરેશની પત્નીને કૉલ કરી દીધો. એણે બધું જ કહી પણ દીધું.

થોડી વારમાં નરેશની પત્ની ત્યાં આવી ગઈ. એણે એવું એવું કહ્યું જે નિશાંતને જાણવું બહુ જ જરૂરી હતું!

"અરે આ તો એક નંબરનો રાક્ષસ છે... આને જ તમારી જીએફ અને ફ્યુચર વાઇફ પ્રીયાંશીનું મર્ડર કરી દીધું હતું! બંને ભાઈ બહેન હતા, પણ બંનેમાં ક્યારેય બન્યું જ નહિ! નરેશ હંમેશા ડ્રિંક કરતો અને જુગાર રમ્યા કરતો.

એણે ત્યારે વધારે ગુસ્સો આવ્યો જ્યારે એણી જગ્યાએ કંપનીમાં ચીફનું સ્થાન એની બહેન પ્રિયાંશીને મળ્યું! એણે પ્લાનિંગથી પ્રિયાંશીને આ જગ્યા પર બોલાવી અને એણે દોરડીથી બાંધીને અહીં જ આ જ જગ્યા પર જીવતી જલાવી દીધી!

જ્યારે નરેશનો લાસ્ટ કૉલ આવ્યો તો એ મને કહી રહ્યો હતો કે એ મને નહિ છોડે, એ મને મારી જ નાંખશે! જ્યારે મેં કહ્યુ કોણ તો એણે પ્રિયાંશી એમ કહ્યું હતું!"

નિશાંતને હવે બધું જ બરાબર સમજાઈ ગયું હતું.

(સમાપ્ત)