The game of destiny - 11 books and stories free download online pdf in Gujarati

પ્રારબ્ધ નો ખેલ - ભાગ 11

" મહાસંકટ "

આગળ નાં ભાગ માં જોયું કે અનુરાધા ની જીદ ને કારણે આજે સુનંદા ની જગ્યા એ અનુરાધા શ્યામા જોડે જંગલ માં જાય છે.પણ સાંજે અંધારું થયા છતાં બન્ને ને ઘરે આવેલી નાં જોઈ દેવદાસ ચિંતાતુર બની જંગલ તરફ જાય છે.

હવે, આગળ

દેવદાસ જેવો જંગલ નાં કેડે પોહચે છે કે એને સામેથી કોઈ બે માણસો આવતાં દેખાય છે. જેમાંથી એક ઘાયલ થયેલ સ્ત્રી ને લઈને આવતો હોય છે એની પાછળ બીજો માણસ એક છોકરી ને કે જે રોતી હોય છે એને તેડી ને પોતાની (દેવદાસ) તરફ આવતો દેખાય છે.

દેવદાસ નાં મનમાં તો ઘણા બધા સવાલો નો ઉબળો આવ્યો હોય એમ આંખો નાં ઝબકારા માર્યા વગર સ્તબ્ધ બની ને ત્યાં જ ઊભો રહી ગયો. એને તો જાણે બધું જ ઝાંખું દેખાવા લાગ્યું હોય એમ પોતાની આંખો ને હાથો વડે ચોળી ભરીથી એકી નજર થી પેલા માણસો ને જોવા લાગે છે.

હવે એ માણસો સાવ દેવદાસ ની નજીક આવી ગયેલા.... અરે આ શું.... પેલી રડતી છોકરી બીજું કોઈ નઈ પણ અનુરાધા જ હતી અને પેલી ઘાયલ સ્ત્રી શ્યામા જ હતી. આમ પોતાની જ પત્ની અને દિકરી ની આવી હાલત જોઈ દેવદાસ થોડી વાર તો બધું જ ભાન ભૂલી ગયો. ત્યારબાદ અનુરાધા દેવદાસ ને જોઈ એની તરફ દોડી રોતા રોતા કહેવા લાગી કે,' બાપુ મારી માં...... બાપુ માં ને........!!!આમ કહેતા કહેતા અનુરાધા ખૂબ જ રોવા લાગે છે.

હવે પેલા બન્ને માણસ ને અનુરાધા ને દેવદાસ સામુ જોઈ બાપુ.. બાપુ... બોલતા સાંભળી અંદાજો તો આવી ગયેલો કે દેવદાસ જ એના પિતા છે અને આ ઘાયલ સ્ત્રી આમની જ પત્ની છે.

એટલે એમાંના એક માણસે અનુરાધા નાં માથે હાથ રાખી દેવદાસ સામુ જોઈ કહેવા લાગ્યો કે,' ભાઈ અમે જંગલ માંથી પસાર થતા હતા ત્યાં અમને આ તમારી છોકરી અને આ સ્ત્રી જંગલ માં બેભાન અવસ્થામાં મળેલાં.... અમે બન્ને માથે પાણી છાંટ્યું તો આ છોકરી જાગી ગયેલી પરંતુ આ સ્ત્રી હોશ માં નાં આવી.. ત્યારબાદ આ છોકરી ને પૂછતા એણે રડતા કહ્યું કે અમે, બન્ને લાકડા કાપીને બપોરે વિસામો ખાવા બેસેલા ત્યાં એક સાપે આવીને મારી માં ને ડંખ મારેલો હું ખૂબ જ ડરી ગયેલી પછી શું થયું મને નઈ ખબર!!!!

આમ કહી પેલા માણસે અંદાજો લગાવતા કહ્યું કે,' મને લાગે છે તમારી પત્ની ને સાપે ડંખ માર્યો હોવાથી એના ઝેર નાં કારણે એ બેભાન થઇ ગઇ હશે અને આ છોકરી એ માં ની આવી હાલત જોઈ બેભાન થઇ ગઇ હશે. અમે એને જગાડી ત્યારે એ ખૂબ જ ગભરાયેલી અને ભાવુક બની ને એની માં ને ઉઠાડવા લાગેલી.'

દેવદાસ તો જાણે બેબાકળો બની ગયો હોય એમ સ્તબત થઈ ને ઉભી ગયો. અને એને તો જાણે વાતાવરણ માં સન્નાટો થઈ ગયો હોય એવો આભાસ થવા લાગ્યો હતો.

ત્યારબાદ અનુરાધા નો જીણા અવાજ થી અને કરુણતા ભર્યું રુદન જાણે દેવદાસ નાં હૈયા ને વધુ બેબાકળું બનાવી રહ્યું હોય એમ અચાનક દેવદાસ ભાન માં આવી અનુરાધા ને માથે હાથ ફેરવીને એને ઘરે પોહચડવા પેલા માણસો ની મદદ માગે છે અને એના ઘર નો રસ્તો દેખાડી એને ઘરે મૂકવા જવાની વિનતી કરે છે.

ત્યારબાદ એમાંનો એક માણસ અનુરાધા ને એના ઘરે મૂકવા જતો રહે છે અને દેવદાસ અને બીજો માણસ શ્યામા ને લઈને ગામનાં વૈધ પાસે સારવાર માટે જાઈ છે.

વૈધ શ્યામા ની નાડ તપાસે છે અને નિરાશા ભરી નજર થી દેવદાસ સામુ જોઈ કરુણ અવાજે બોલે છે,' ભાઈ તમે આને લાવવામાં ખૂબ મોડું કરી દીધું. જેવો સાપ કરડ્યો એવા તરત જ લાવ્યા હોત તો હજુ એનો કંઇક ઉપાય અને ઉપચાર થાત. પણ, ભાઈ આ બધું તો એક બહાના રૂપ છે, બાકી ભાઈ પેલું કેહવાય છે ને કે "વિધાતા નાં લેખ માં કોઈ મેખ નાં મારી શકે" . ભાઈ હવે તો બીજું શું કરી શકાય.??? આટલું કહી વૈધ નિરાશા થી શ્યામા ની ખુલી રહી ગયેલી આંખો બંધ કરી દે છે.

આ બાજુ હવે ત્રણેય સંતાનો આતુરતા થી માં - બાપુ ની રાહ જોતા હતા. અનુરાધા તો રોઈ રોઈ ને સાવ આંખો લાલ થઈ ગયેલી અને કશું બોલતી જ ન હતી. વૈભવ અને સુનંદા ક્યારના એને પૂછતા હતા કે શું થયું???માં - બાપુ ક્યાં ગયા?? તને કેમ પેલો માણસ અહી છોડવા આવેલો???

પણ, અનુરાધા ને તો જાણે કઈ સંભળાતું જ નાં હોય એમ એ તો સાવ એના વિચારો ના વાંટોલ માં ફસાયેલી હતી.

આ બાજુ દેવદાસ શ્યામા ને મરેલી ઘરે કેમ લઈ જવી અને છોકરાવ ને શું જવાબ આપવા??? એના વિચારો થી સાવ દિશાસુગ્ધ બની ગયેલો હતો.

હવે ઘરે પોહચતા ની સાથે જ ત્રણેય સંતાનો બાપુ ને ભેટી પડયા અને એકી સાથે એમના હૈયામાં ઉદ્ભવેલા તમામ સવાલો નો વરસાદ બિચારા એકલા દેવદાસ ઉપર વરસાવ્યો..

દેવદાસ જોડે એની પાછળ ગામનાં થોડાક લોકો શ્યામા નાં મૃત દેહ ને લઈને આવેલા હતા. આમ ત્રણેય સંતાનો પોતાના ઘર માં પેહલી વાર આવું અદભૂત દ્રશ્ય જોઈ એકદમ ગભરાઈ ગયા અને વાતાવરણ માં પણ સાવ નીરવ શાંતિ છવાઈ ગઈ હતી.

હવે દેવદાસ તો બાળકો નાં વરસાવેલા સવાલો નો જવાબ આપવા સાવ અસમર્થ હતો એટલે ત્યાં આવેલા માણસો એ એ ત્રણેય ને સમજાવ્યા અને શ્યામા ને વિધિ પૂર્વક અગ્નિસંસ્કાર આપ્યા.

આ વાત ને એક અઠવાડિયું થઇ ગયેલું. શ્યામા વગર ઘરમાં સાવ સુનું સુનું હતું. હવે તો બધી જ વિધિ પુરી થઇ ગયેલી. ધીમે ધીમે હવે ત્રણેય સંતાનો અને દેવદાસ પોતાની જાત ને મનોમન મનાવી અને જીવવા લાગ્યા.

હવે આ વાત ને લગભગ છ મહિના થઈ ગયા હતા. સુનંડા ને અચાનક વીરુ ની યાદ આવી.. શ્યામા નાં ગયા પછી ક્યારેય સુનંદા જંગલ માં ગઇ નહતી. એટલે એને થયું હવે વળી પાછું મારે માં ની જગ્યા એ લાકડા કાપવા જાવું જોઈએ બાપુ એકલા નાં પોહચી વળે..!!!

આમ વિચારી સુનંદા એ દેવદાસ સમક્ષ પોતે અને અનુરાધા નાં જંગલ માં લાકડા કાપવા જવાનો પ્રસ્તાવ મૂક્યો. પણ, દેવદાસ તરત જ માથું હલાવી ના પાડતા કહ્યું,' નાં , એ જંગલ માં મે એક ને તો ખોઈ હવે તમને બન્ને ને એકલી નાં જવા દવ..!!! આમ કહી દેવદાસ જાણે પોતાની આંખ નો ભીનો થયેલો ભાગ બન્ને દિકરી થી છુપાવતો હોય એમ પાછળ ફરી એનું કામ કરવા લાગ્યો.

હવે શ્યામા નાં ગયા પછી દેવદાસ ની તબિયત પણ બહુ બગડી હતી તો બાપુ ને વધુ કઈ નાં કહેતા સુનંદા એ જંગલ માં જવાનું માંડી વાળ્યું.

ધીમે ધીમે હવે દેવદાસ ની તબિયત ખૂબ જ બગડવા લાગી. એટલે દેવદાસે વિચાર્યું મને ઉપરવાળો બોલાવી લ્યે ઇ પેલા હું વૈભવ નાં લગ્ન કરાવી દવ તો ઘર માં નવી વહુ પણ આવી જાય અને મારી બન્ને દિકરી ઓ ને એની માં ની ગેરહાજરી પણ નાં વરતાય. આમ વિચારી એ બીજા દિવસે વૈભવ નાં મામા નાં ઘરે જાય છે અને અનસૂયા જોડે કરેલ વૈભવ ની સગાઈ ને હવે લગ્ન જીવન માં તબદીલ કરવા પ્રસ્તાવ મૂકે છે.

મામા ખૂબ જ સમજુ હતા એટલે એને કંઈ પણ આનાકાની કર્યા વગર અનસૂયા અને વૈભવ નાં લગ્ન માટે હા પાડી દીધી. આમ વૈભવ નાં બધી જ રીતિરિવાજો સાથેઘડિયાં લગ્ન લેવાયાં. નવી વહુ પણ ઘરે આવી ગયેલી.

આમ હવે સુનંદા અને અનુરધા પણ ભાભી (અનસૂયા)સાથે રેહવાં લાગી અને ખૂબ જ શાંતિ થી એમનું જીવન ચાલતું હતું.

થોડાક મહિનાઓ માં હવે દેવદાસ પણ અકાળે મૃત્યુ પામ્યો. દેવદાસ નાં મૃત્યુ પછી ઘરમાં માત્ર ભાઈ ભાભી સાથે સુનંદા અને અનુરાધા રેહવ લાગ્યા.

પણ, હવે અચાનક ભાભી નું વર્તન કઈક બદલવા લાગ્યું હતું. વૈભવ પણ હવે બદલાયેલો લાગતો હતો.

હવે શું હશે બન્ને પતિ પત્ની નાં આવા અચાનક બદલવાનું કારણ..???? અને શું હવે આવશે સુનંદા અને અનુરાધા નાં જીવન માં નવો વળાંક..?.. જાણો આવતાં ભાગ 12 " " અસૂયા "... માં