lagni bhino prem no ahesas - 39 books and stories free download online pdf in Gujarati

લાગણી ભીનો પ્રેમનો અહેસાસ - 39

સંગાઈની રસમો પુરી થઈ ગઈ હતી ને સ્નેહા તે સંગાઈના કપડાં બદલી એક નવા લુકમાં આવી ગઈ. બપોરના ત્રણ વાગતા જ શુંભમ તેમને લેવા માટે આવી ગયો. બંને એકલા જ પહેલાં અંબાજી મંદીર ગયા. માતાજીના દર્શન કરી શુંભમે તેમની ગાડી ડુંમસ તરફ ચલાવી. આખો રસ્તો બંનેની વાતો એમ જ ચાલતી હતી. જિંદગી ની આ સફર અહીં જ શરૂ થઈ ગઈ હતી. કેટલું બધું બદલાઈ ગયું હતું આ એકપળમાં. હવે ખાલી તેમની વચ્ચે પ્રેમનો જ સંબધ નથી હવે જિંદગી ભરનો સથવારો બની ગયા હતા.

ડુંમસના દરિયા કિનારે શુંભમે ગાડી પાર્ક કરી ને બંને દરીયાની લહેરોની સાથે મસ્તીમાં, હાથમાં હાથ અને એકબીજાની બાહોમા આ ખુબસુરત પળને માણી રહયા હતા. નજારો પ્રેમનો હતો. આસપાસની દુનિયા કયાં દેખાવાની હતી તેમને. અહીં ખાલી સ્નેહાને શુંભમ અને શુંભમને સ્નેહા.

ઉછળતા કુદતા ને મસ્તીમાં લહેરાતા આ દરીયાની વચ્ચે બે પ્રેમીઓ આજે પોતાનો પ્રેમનો ઈજહાર કરવાની તૈયારી કરી રહયા હતા. પણ શરૂઆત કોણ કરે તે વાતની બંને રાહ જોઈ રહયા હતા. ફોન પર તો દિવસમાં બે વખત આ્ઈ લવ યું બોલાઈ જતું જયારે આજે સામે હતા ત્યારે એકપણ વખત તે શબ્દ બોલાઈ નહોતો રહયો. વાતોનો સિલસિલો તો એમ જ શરૂ હતો. પણ જે કહેવું જોઈએ તે હજું કહેવાતું નહોતું.

આ પ્રેમની કેવી અજીબ વાત છે. જયાં સંબધો જોડાઈ ગયા છે. લાગણીઓ બંધાઈ ગઈ છે. દિલ અહેસાસથી ધબકી રહયું છે. વગર કહયે બધું જ સમજાય રહયું છે છતાં પણ કંઈક દિલના ઉડા ખુણામાં તે અવાજ નથી ગુંજી રહયો જે ખરેખર હોવો જોઈએ.

સાંજના છ વાગી ગયા ને સૂર્ય તેની દિશામાં જવાની તૈયારી કરી રહયો છે. દરિયાની સામે ઊભેલ આ બંને પ્રેમીઓ તે ડુબતા સૂર્યની ઝાંખી કરી રહયા છે. શબ્દોની આપ લે થંભી ગઈ ને બંને એક જ નજરે તે નજારો જોવા માટે આખોને સ્થિર કરી ઊભા છે. હાથમાં હાથ છે ને લાગણીઓ બસ ધબકી રહી છે. આ ખુબસુરત પળ સાંજના સૂર્યના ડુબતા કિરણ સાથે વધું રોમાંચક બનતી જ્ઈ રહી છે.

ધીમે ધીમે સૂર્ય દરિયાની અંદર છુપાઈ રહયો છે ને અંધારું થવાની તૈયારી કરી રહયું છે. દરીયા કિનારે ભીડ હજું એમને એમ જ જામેલ છે. શુંભમને અમદાવાદ જવાનો સમય પણ થઈ રહયો છે ને સ્નેહા થોડિક મિનિટ કરતી કરતી સમયને વધારતી જ્ઇ રહી છે. તે શુંભમથી એકપળ પણ દુર થવા નથી માગતી.

અંધારું ઘેરાઈ ગયું ને દરિયાનો નજારો થોડો બદલાઈ ગયો. સૂર્યની રોશની કંઈક છુપાઈ ગઈ ને ચાંદની શિતળ બની ધીમે ધીમે પ્રકાશ બની ફેલાવાની તૈયારી કરી રહી છે.

"સ્નેહા, હવે જ્ઈ્એ....મને જવામાં લેટ થઈ જશે તો સવારે પછી દુકાને પણ નહિ જવાય."

"પ્લીઝ શુંભમ થોડીવાર હજું મારા માટે...!!"

"શું કરવું છે તારે...?? છેલ્લા એક કલાકથી તું મને અહીં એમ જ ઊભા રહેવા કહી રહી છે. એમાં પણ ખાલી શાંત બની બસ મને અને દરીયાને જોઈ રહી છે. આસપાસ નજર તો કર લોકોની ભીડ પણ ઓછી થઈ રહી છે. "

"આટલું શું જલદી છે તમારે.......??અહીં હું તમારી સાથે થોડો સમય વિતાવવા માગું છું ને તમને જવાની જલદી છે.. શું તમને મારો સાથ પસંદ નથી..?? "

"ઠીક છે હવે એકવખત પણ નહીં કહું. જયારે તારું મન કહે ત્યારે આપણે જ્ઈશું. કાલે જે થશે તે જોયું જશે." શુંભમ આટલું જ કહી ચુપ થઈ ગયો ને તે દરીયાની લહેરોને બસ જોઈ રહયો.

ધીમે ધીમે દરિયા કિનારે લોકોની ભીડ ઓછી થવા લાગી હતી. કે પછી લાઈટના અંજવાળા લોકો નજરે નહોતા આવી રહયા. લાઈટના પ્રકાશમાં આસપાસ કોણ ઊભું છે તે ઓછું દેખાય રહયું હતું. સ્નેહાને શુંભમ હજું એમ જ શાંત બની કંઈ બોલ્યા વગર બસ ચુપ ઊભા હતા.

"આટલી વાતનું આટલું બધું ખરાબ લાગી ગયું કે મારી સાથે વાતો પણ બંધ કરી દીધી. " થોડીવારની ચુપી પછી સ્નેહાએ મજાક કરતા કહયું.

"ના તો. " શુંભમે એમ જ સ્નેહાની સામે જોયા વગર જ જવાબ આપ્યો.

"તો તમારો ચહેરો આટલો ખામોશ કેમ છે..??ઓ.....સોરી તમને લેટ થઈ રહયું છે......" સ્નેહાએ ફરી એકવાર મજાક કરી પણ આ વખતે શુંભમે કોઈ જવાબ ના આપ્યો ને બસ તે એમ જ ઊભો રહયો.

સ્નેહા તેને બસ જોઈ રહી. એક નજર તેમને આસપાસ કરી જોઈ. બંને હાથ એકસાથે તેને શુંભમના પકડી અને તે શુંભમની સામે આવી શુંભમની આંખોમાં આંખ નાખી ઊભી રહી. ચાર આંખો એકસાથે ભેગી થઈ. નજર સામે ખાલી એકબીજાનો ચહેરા સિવાય બીજું કંઈ જ ના હતું. બે ઘડી બસ બંને એકબીજાને જોઈ રહયા. શુંભમને તો કંઈ જ સમજાય નહોતું રહયું કે સ્નેહા શું કરવાની કોશિશ કરે છે. તે બસ શાંત બની એક જ નજરે સ્નેહાને જોઈ રહયો.

અંધારી આ ચાંદની રોશની અને લાઈટના આછા પ્રકાશમાં બે દિલ દરીયાની લહેરો વચ્ચે એકમેકમા ખોવાઈ રહયા હતા. થોડીવારમાં બધું જ ભુલાઈ રહયું હતું. સ્નેહાએ ફરી એક નજર કિનારે ઊભેલ લોકો પર કરી. લોકોની ભીડ ઓછી હતી પણ કોણ ઊભું છે તે આ લાઈટના અજવાળે બરાબર દેખાય નહોતું રહયું. તેમના ઘબકારા જોરજોરથી ધબકી રહયા હતા.

બે નજર ફરી એક થઈ ને સ્નેહાએ તેમની આખો ને બંધ કરી. શુંભમની આખો હજું એમ જ સ્થિર સ્નેહાને જોઈ રહી હતી. તેનું દિલ કંઈ કરવાનું વિચારે તે પહેલા જ સ્નેહાએ તેમના હોઠ શુંભમના હોઠ મુકી દીધા. એક અજીબ આલિંગન બે હાઠોનું રેલાઈ ગયું ને શરીર કંપન બની ધ્રુજી ઉઠયું. શરીરના અંગોને આ અજીબ આકર્ષણ જકડી રહયું હતું. લાગણીઓ પળમાં ભાન ભુલી બની ગઈ ને દિલ વધું જોરથી ધબકી ગયું.

બે દિલનું મિલન આજે હાઠોના ચુંબન સાથે જ પુરું થઈ રહયું હતું ને બંને એકબીજાથી દુર થયા. સ્નેહાના ચહેરા પર શરમની થોડી રેખા ઉપસી ગઈ ને શુંભમનો ચહેરો ખુશીની લાગણી બની ખીલી ઉઠયો. એકપળ ના શુંભમ કંઈ વિચારી શકયો ના સ્નેહા કંઈ શકી. બસ બંને એકબીજાની સામે નજર જુકાવી રહયા હતા. શુંભમે સ્નેહાનો હાથ પકડયો. ફરી અહેસાસ ખીલી રહયો હતો.

"આ્ઈ લવ યું સ્નેહા...." શુંભમના શબ્દો કાનમાં ગુજી ઉઠયાને સ્નેહાએ તરત જ શુંભમને હક કરી લીધો" આ્ઈ લવ યુ ટું. "

એકબીજાની બાહોમા દિલનો અહેસાસ પ્રેમ બની ઊભરાઈ રહયો હતો. શબ્દો એમ જ સરી રહયા હતા ને લાગણી એમ જ વરસતી જ્ઈ રહી હતી.

"જવું જરૂરી છે. કાલનો દિવસ અહીં રોકાઇ જાવ ને."

"મારું ચાલે તો હું તને છોડી કયારે પણ કંઈ ના જાવ. બસ આમ જ તારી બાહોમા બેસી રહી બસ તને જ જોયા કરું. પણ અત્યારે જવું જરૂરી છે. આ બધો પ્રેમ એક જ દિવસમાં પુરો થઈ જશે તો આખી જિંદગી પછી શું આપણે ઝઘડો કર્યા કરીશું." શુંભમે સ્નેહાને તેમનાથી દુર કરી તેનો હાથ પકડી ગાડી તરફ આગળ વધ્યો.

સ્નેહાએ તેના પગને ફરી ત્યાં જ થંભાવી દીધા. શુંભમ તેને જોઈ રહયો. તે ખામોશ બની બસ શુંભમને જોઈ રહી. " હવે શું થયું ફરી..?? આખી રાત અહીં જ રોકાવાનો વિચાર છે કે છું..??"

"તમને શું લાગે કે આ પ્રેમ ખાલી એક દિવસ પુરતો છે એમ...!! નહીં શુંભમ. મને આવો જ પ્રેમ આખી જિંદગી જોઈએ છે. પ્લીઝ એક પ્રોમિસ કરો કે તમે મારાથી કયારે પણ દુર નહીં થાવ. "

"એવું લાગતું હોય તો ચલ મારી સાથે અમદાવાદ આપણે કાલે સવારે જ કોર્ટ મેરેજ કરી લેઈ્એ. સ્નેહા જાણું છું મે પહેલાં તારી સાથે એવું બહું વખત કર્યું છે એટલે તું મારા પર વિશ્વાસ નહીં કરી શકે. પણ આ્ઈ પ્રોમિસ હું તને કયારે પણ નહીં છોડું. "

દરીયાની સાક્ષીએ શુંભમ આજે સ્નેહા સાથે એક બંધન બાધી રહયો હતો. આ પ્રેમ પરનો અતુટ વિશ્વાસ હતો જે કયારે ડગમગવાનો નહોતો. છતાં પણ સ્નેહાના મનના વિચારો કંઈક અલગ જ સંકેત આપી રહયા હતા.

♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥♥
પ્રેમ સફરની શરૂઆત થઈ ગઈ છે પણ બંને અલગ અલગ શહેરમાં હોવાથી તેનું મળવું થોડું મુશકેલ છે તો શું સ્નેહા શુંભમથી હવે દુર રહી શકશે..?? કયારે જોડાશે તે હવે લગ્ન જીવનમાં..???શું આ સફર પ્રેમની આમ જ હસ્તી અને ખીલતી રહશે કે હજું પણ તેમની વચ્ચે કોઈ કસોટી આવશે..?? શું થશે સ્નેહા અને શુંભમની આ નવી જિંદગીની રાહ પર તે જાણવા વાંચતા રહો "લાગણી ભીનો પ્રેમનો અહેસાસ"