pain of daughter books and stories free download online pdf in Gujarati

દીકરીની વ્યથા

હેપી રક્ષાબંધન...

પ્રેમ અને સ્નેહનો અતુટ તાંતણો જે ક્યારેય ન તૂટે એવું કહેવામાં આવ્યું છે .. પણ શું દરેકને એ લાગુ પડે છે..
શુ ભાઈ બહેનનો પ્રેમ આમ આજીવન ટકી રહી છે..?

માફ કરશો આ વાત સાથે હું સહમત નથી..
મેં એવા કેટલાય કિસ્સા સાંભળ્યા છે જ્યાં ઘણી વાર બહેનને નિઃસહાય અવસ્થામાં જોઈ છે..

ભાઈને દોમ સુખ સાહ્યબી હોય છે પણ જ્યાં બહેનને આજીવન રાખવાની વાત આવે છે ત્યા બધા સ્નેહના તાંતણા તૂટીને મોતી વિખરાઇ જતા હોય છે..

મારી એવી પણ ફ્રેન્ડ્સ છે જ્યાં પહેલા અતિ સ્નેહથી રહેતા ભાઈ બહેન મોટા થતા જાય પછી એમનામાં હું પણું આવી જતું હોય છે..

બહેનને સાસરે વાળાવવી એ એક ફરજ માત્ર સમજીને એ કાર્ય નિપટાવવામાં આવે છે.. જ્યારે બહેનનું ગોઠવાઇ જાય તો કશો વાંધો નથી આવતો પણ જો કોઈ કારણસર એ મોટી બહેન હોય અને સગપણમાં વિલંબ કે કોઈ કારણોસર એ કુંવારી રહેવાનું નક્કી કરેછે ત્યારે ઘરમાં રોજ ઘમાસાણ યોજાય છે..

પડોશીઓ સાગવહાલાઓ અને અન્ય પરિચિત લોકોની વણજોઈતી સલાહો- સૂચન આવવા લાગે છે..
કુંવારી કે છૂટાછેડા લીધેલ દીકરી જાણે દુષમન બની ગયી હોય ઘરની ભાઈની જિંદગીમાં આવતા શુભ કર્યોની જાણે એ અવરોધ બની ગયી એમ એને પ્રેઝન્ટ કરવામાં આવેછે..

દીકરાનું માગું તો સારું જ આવે છે પણ એ લોકોનું કહેવું છે કે..
મોટી દીકરી હજુ ઘેર છે.. એ અમારી દીકરીના સંસારમાં. ક્યારેક આગ લાગવી શકે છે.. પહેલા એના સગપણ ગમે ત્યાં ગોઠવી લો.. હવે ક્યાં સુધી રાહ જોવાની.. મા બાપે હવે દીકરીની મરજી જાણવાની ના હો જલ્દી વળાવો એટલે એના નાના ભાઈ બહેનને પણ સારું મળે..આ દીકરી તમારા અન્ય દીકરાઓના સગપણમાં વિઘ્ન સમાન છે.. એને કાઢો..એવા શબ્દો પ્રયોજી ને એક ખૂણામાં ઉભી સાંભળી રહેલ એ બહેન પર શુ વિતાતી હશે એતો એજ જાણે.

કદાચ એ દીકરી ભાઈના સંસારમાં આગ લગાડે ના લગાડે પણ તમે તો હજુ તમારી દીકરીને મોકલ્યા પહેલાજ એના સંસારમાં આગ ફૂંકવાનું કામ કરી ચુક્યા છો..

આ સાંભળીને દીકરી ના ગમતા કે એને લાયક ન હોય એવા જોડે કોમ્પરોમાઈઝ કરીને લગ્ન પણ કરે પણ પછી એને દુઃખ પડે એટલે જે વેદના થતી હોય એ મૂંગા મોઢે સહન કરતી હોય છે

..કારણ કે.. એને સમજાઈ ગયું હોયછે.. હવે પિયરમાં એનું કોઈ નથી.. એના દરવાજા એના માટે વિદાય વેળા જ બંધ થઈ ગયા હોયછે..
વિચારો શુ હાલત થતી હશે એ દીકરીની.. એટલેજ આત્મહત્યા જેવો વિકલ્પ એ અપનાવતી હશે..મરતા મરતા પણ પોતાના લોકોની ઇમેજને ઉની આંચ નથી આવવા દેતી..

મેં ગયા વર્ષે જ એક ફ્રેન્ડ કમ બહેન એ રીતે ખોઈ છે..2 ફૂલ જેવા બાળકોને મૂકી સવર્ગનો શાંતિ. આપે એવો રસ્તો અપનાવીને અનંત સફરે નીકળી પડી.. મને એ સાંભળી ખૂબ દુઃખ થયેલું..

પણ એક વાત કે.. જેના માટે જીવનમાં બધા જ દરવાજા બંધ થઈ ગયા હોય એને માટે મહાદેવનો દ્વાર ખુલ્લો જ હોય છે એ આનંદની વાત સમજાઈ..

હું એના આ નિર્ણય માં કોઈ સૂચન નહીં આપું કદાચ એ કપરી પરિસ્થિતિમાં શ્વાસ લેવું ભારે પડ્યું હશે એટલે જ એ રસ્તો અપનાવ્યો હશે..
કારણકે.. એના માટે એનાથી સારો વિકલ્પ હતો નહી..

પછી એના મૃત્યુ પછી સ્ટેટ્સમાં પિક મૂકીને દુઃખ વ્યક્ત કરનારા એ ભાઈઓ પ્રત્યે મને સહેજ અણગમો પણ થયો..

શુ કરવાનું એવો ભેદભાવ દીકરા-દિકરીમાં
દીકરાને શિરપાવ ને દીકરીને તિરસ્કાર.. શુ એકવીસમી સદીમાં જવાને બદલે સમાજ હજુય પાછળ બેકવર્ડ થતો જાય છે..કે અન્ય લોકોનું સાંભળીને પોતાનાજ ઘરમાં આગ લગાવવી શાંતિ ભંગ કરવી..?

તમે જ વિચારો.. આવું બનવા પાછળ કારણ..

એકસમયે ..જીવથીય વ્હાલી બેનને પછી લોકોના કહેવાથી મહેણાં-ટોણા મારીને વારંવાર અપમાનિત કરવામાં આવે છે.. ક્યારેક એ બહેન ચુપચાપ સહન પણ કરે છે ને ક્યારેક એનાથી બે શબ્દો કહેવાઈ જાય તો યુદ્ધ જેવી સ્થિતિ નિર્માણ થાય છે..

મારી અન્ય એક ફ્રેન્ડ પણ ડિવોર્સ બાદ ઘેર છે પણ સેમ એને પણ આ રીતે રોજ મહેણાં મારીને અપમાનિત કરવામાં આવે છે..

અન્ય એક ફ્રેન્ડ કે જેને એક વરસ પહેલાં કુંવારી છતાં ડિવોર્સ લીધેલ જોડે આવા જ કારણોસર લગ્ન કર્યા કહેવાતા સમાંજના લીધે પણ એને પણ સાસરે શાંતિ નથી.. પણ એ સહન કરે છે કારણ એના પિયરમાં દરવાજા બંધ છે..
આમાં દોષ કોનો? બહેનનો , પરિવારનો.. કે કહેવાતા સભ્ય સમાજનો?

શુ આ જ સ્થિતિ હોય છે સમાજમાં દીકરીઓની જ્યાં જન્મી કે જ્યાં પરણી ત્યાં બન્ને જગ્યાએ એનું કાઈ જ અસ્તિત્વ નથી..
તો પછી શું કરવાના આવા તહેવારો.. ભાઈ બહેનના ? ફક્ત ફેશન પૂરતા કે સ્ટેટ્સમાં મુકવા પુરતા??

વિચારો સમાજને કે હું ખૂટે છે તમારી વિચારધારા માં
સમાજમાં ખરેખર સુધારાની તાતી જરૂર છે.. ત્યારે જ સાચી રક્ષાબંધન ઉજવાશે..
સમાનતા દરેકને હોવી જોઈએ..

" હશે દીકરા દીકરી સમાન ..
તોજ રચાશે આંગણે વ્રજધામ.."

લેખ ગમેતો શેર લાઈક જરૂર કરજો..

તમારા આશીર્વાદ હશે તો ...મારી કટાર કલમ આમજ ચાલતી રહેવાની છે.

..એક દીકરી..ની કલમ✍️
જયભીમ🙏
જય હિન્દ

#દોષારોપણ