Breakups - Ek navi sharuaat - 18 books and stories free download online pdf in Gujarati

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 18

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(18)

આફ્ટર ફોર યર્સ હું મારા ગામમાં પહોંચ્યો હતો. ખરેખર ખુદની યાદો જે મટ્ટી સાથે જોડાયેલી હોય એ સ્થળે વારંવાર જવાનું ફાવે. અને મારું તોહ, બાળપણ અહીં જ વીત્યું છે. અહીં જ મેળાઓ જોયા છે. અહીંયા જ ગાયો સાથે અમે પણ સાંજ સુંધીમાં આખી સીમ ફર્યા છીએ. અહીંનું જ પાણી પીધું છે. અને અહીંનું જ પીતા ફાવે છે. મારા ગામ જેવી મીઠાશ ના તોહ, એ પહાડોમાં છે કે ના તોહ મારા શહેરમાં. અહીં જ દાદાની પંચાયતો જોઈ છે. અહીં જ દાદાનો સાચો ન્યાય જોયો છે. અહીં જ જોઈ છે એ માનવીમાં મીઠાશ. અહીં જ કર્યું છે જીંદગીનું મહત્વપૂર્ણ પ્રવાસ. અહીં જ લોકગીતો છે. અહીં જ લોક ગાયકો છે. ભજન મંડળીની ધુનમાં લીન થયેલાં લોકો પણ અહીં જોવા મળે છે. શાહરુખની ચેન્નઈ એક્સપ્રેસ પણ અહીં જોવાય છે. ઈંગ્લીશ ગીતો સાંભળનાર યુવાનો પણ અહીં છે. અને શોલેના ગીતોમાં લિન થઈ જનાર પણ અહીં છે. રામાયણ અને મહાભારત ધારાવાહિકથી જોવા મળતી એકતા પણ અહીં છે. અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કેટલાંક કિરદારો પણ અહીં જ છે. હા! અમારા ગામમાં તમે જાઓ તોહ, એક થી એક નમૂનાઓ જોવા મળશે. ચંપક ચાચા જેવી શકલ ધરાવનાર પણ અહીં જ છે. અને તેમના જેવું અભિનય કરનાર પણ અહીં જ છે. અંતે ગામ વિષે એટલું જ કહીશ કે, અમારા મનુમાં સોરી મેન્યુમાં બધું જ જોવા મળશે. દરેક પ્રકારના ભાવતા ભોજન અહીં મળશે. પ્રકૃતિનું સૌંદર્ય પણ અહીં જ જોવા મળશે. સાચા માનવીઓનો મિલન પણ અહીં જ જોવા મળશે. ઘણાં વખાણ કરી નાખ્યા નહીં? હવે, સ્ટોરીમાં આગળ વધીએ.

તમને છેલ્લે જણાવ્યા મુજબ અમે ગામમાં પહોંચી ગયાં. દેવેન્દ્ર ના ઘેર આશરો લીધો. પ્રોગ્રામ તો અહીં પાંચ કે છ દિવસ રહેવાનો હતો. પરંતુ, પિતાજી ક્યારે મને શહેર બોલાવી લે? એનું કંઈ જ નક્કી નહોતું. દેવેન્દ્રના ઘેર સામાન મુકી અને અમે અમારા સ્પેશિયલ ચાય મેકર પાસે પહોંચી ગયાં. નામ અબ્દુલ ચાચા. નાનપણથી જ અમે તેમની પાસે ચાય પીવાની આદત બાંધી હતી. અને ખાસ વાત તોહ, એ હતી કે એ અમારી પાસેથી ચાયનો એક પણ પૈસો માંગતા નહીં. હવે, ચાય મફત મળે છે એ મહત્વનું નથી. તેમની લાગણીઓ મફત મળે છે એ મહત્વનું છે. અને અનલિમિટેડ લાગણીઓ મળે છે.તેમની એક નાનકડી દુકાન હતી. ત્યાં આસપાસ લીમડાનાં વૃક્ષો હતાં. અને આરામ હી આરામ સાથે જ્ઞાન હી જ્ઞાન પણ મળતું. કારણ કે, અબ્દુલ ચાચાની દુકાન પર ગામ આખાનો વૃદ્ધ વર્ગ એકઠો થતો. મારા મતે, તેઓ વૃદ્ધ વર્ગ નહીં અનુભવી વર્ગ હતો. તમેં ત્યાં જઈને બેસો તોહ, આખો દિવસ ત્યાં જ પસાર થઈ જાય. અમે પહોંચ્યા અબ્દુલ ચાચાની દુકાન પર.

"ઔર ચાચા કૈસા ચલ રહા હૈ સબ?" દેવેન્દ્રએ પ્રશ્ન કર્યો.

"અરે, બધા બરાબર ચાલતા હૈ. આ ચાય કા હાટ(દુકાન) ખોલ કે બેસા હું તોહ, એજ ચાલતા હૈ ને." અબ્દુલ ચાચાએ કહ્યું.

આમ, અબ્દુલ ચાચા ગુજરાતી જ છે. અને તેઓ શાળાએ ગયા જ નથી. માટે તેમને ગુજરાતી અને કચ્છી સિવાય એકેય ભાષા નહીં આવડતી હોય. પરંતુ, અમે ભણેલા છીએ એમ સમજી તેઓ અમારી સાથે હિન્દીમાં વાત કરવાનું પ્રયાસ કરે. અને અમેય પણ તેમની સાથે મજાક કરવા માટે હિન્દીનો જ ઉપયોગ કરીએ. જોકે તેમને હિન્દી આવડતી નથી. તેઓ બાળપણથી આવું કરતાં આવ્યા છે. પરંતુ, અમને પણ આમાં રશ પડે છે. મજા આવે છે. આવી હિન્દી ક્યારેક જ સાંભળવા મળે છે. પરંતુ, તેમની લાગણીઓ છે. લાગણીઓ હોય ત્યાં બધાય પહોંચી જાય છે. માનવી પ્રેમનો જ ભૂખ્યો હોય છે. બાકી પૈસાથી આનંદ ખરીદી શકાતું નથી.

"તોહ, બસ. બાકી પહેચાના ઈસ કો? મૈં ઔર શંકર તોહ, યહી રહતે હૈ. પર યહ ભાઈ સાબ સાલો બાદ આએ હૈ. આપ સાયદ ભૂલ ગએ હો."

"અરે, દિકરા આને કૈસે ભૂલી શકતા હૈ? છ વર્ષ પેલા શેર(શહેર) મેં મળ્યા થા. તબ ઓળખી ગયાં થા મુજે. ત્યાર સે ઈસકી શકલ યાદ હૈ. અને તમને તા ખબર હૈ કે, ચાચા એક વખત કોઈની શકલ યાદ રાખી લેતે હૈ તોહ, ભૂલતા નહીં હૈ. બાકી કેવા ચલ રહા સે સબ?"

"અરે, કાકા. આપણે તોહ મોજ, મસ્તી અને ધમાલ બીજુ શું હોય. તમે ક્યો આજે ગપ્પા જ મારવાના છો કે, ચા પણ પીવડાવશો?" મેં કહ્યું.

"અરે, હમણાં જ લાયો. બે મિનિટ ખમ. તારા કાકાની સ્પેશ્યલ ચા પી."

અબ્દુલ ચાચા સાથે વાતચીત કરી અમે વિદાય લીધી. ગામના પાદરે જઈ અને બેઠાં.

"અરે, ભાઈઓ મને એક વિચાર આવ્યો છે. કેમ ના આપણા સ્કુલ ફ્રેન્ડ્સ ફરી રિયુનિયન કરીએ? બાળપણની યાદો તાજા થઈ જશે અને વર્ષો બાદ, એક બીજાને મળી પણ લઈશું." મેં કહ્યું.

"વિચાર સારો છે. અને હા! આપણાં બધા ફ્રેન્ડ્સ અહીં જ છે. તારા અને કપ્પુ સિવાય ગામ છોડીને કોઈ ગયું જ નહોતું. માટે કપ્પુને ઈનવાઈટ કરવામાં થોડી તકલીફ આવશે. પરંતુ, મીરાંને કહીશ એ બધું મેનેજ કરી લેશે." દેવેન્દ્રએ કહ્યું.

"તોહ, ઠીક છે. બે કે ત્રણ દિવસમાં આ ફંક્શન રાખીએ. થઈ શકશે બધું મેનેજ?"

"અરે બે કે ત્રણ દિવસ? કાલે જ રાખીએ ફંક્શન. કપ્પુ તોહ, અહીં પાસેના શહેરમાં જ છે. એ આવી પણ જાય. અને બાકી બધા તોહ, ગામમાં જ છે. સો કાલનું જ કરીએ બધું."

શાળાના મિત્રો સાથેનો રિયુનિયન યાદગાર થવાનું છે. કેટલાંક વર્ષો બાદ, આમ અચાનક કોઈ ઓળખીતાઓના મળી જવાથી જે આનંદ મળે છે. એ કદાચ, આજકાલની સુપર હિટ ફિલ્મ જોવા પર પણ મળતું નથી. સો ફાઈનલી એ સમય આવી જ ગયો. જીસ સમય કા આપકો બેસબ્રિ સે ઈંતેજાર હૈ વહ એન્ડ મેં આયેગા. પરંતુ, બરહાલ ઈસ સમય કો ઈન્જોય કરીએ. ફંક્શનની શરૂઆત કરવામાં આવી. ધીરેધીરે મારા દરેક મિત્રો અહીં એક બુક કરેલ હોલમાં આવી પહોંચ્યા. સૌ પ્રથમ અમે એક બીજાને મળ્યા, ભેટ્યા, ભવિષ્ય અને ભુતકાળ વિષે પણ પુછી લીધું. ફંક્શનમાં બધા જ હાજર હતા. બસ કપ્પુની ગેરહાજરીએ અમને ચિંતામાં મુકી ધીધા હતા. એ નીકળી ગયો હતો. કાલે જ નીકળી ગયો હતો અહીં આવવા માટે. પરંતુ, હજું એ અહીં નહોતો પહોંચ્યો. માટે અમે થોડા ચિંતામાં હતા. અને ત્યારે જ મારૂતીની કોઈ ટોપ મોડેલની કારમાં એક વ્યક્તિનું આગમન થાય છે. સી.આર. સેવન બ્રેન્ડના સનગ્લાસેસ ચઢાવેલા હતા. રેમન્ડ કંપનીનું શુટ પહેર્યું હતું. લાગી રહ્યો હતો કોઈ કંપનીનો માલીક. સ્ટાઈલીસ હેયર સાથે, ગોરી ચામડી એ વ્યક્તિની સોભા વધારી રહી હતી. એને બધા પહેચાનવામાં અસમર્થ હતા. ત્યારે એ આવ્યો અને અમને ભેટી પડ્યો. નામ બતાયાં કપ્પુ.

"બે કપ્પુ? તું છે? મને તો વિશ્વાસ નથી આવતું. ટોપા તું એજ છે ને? જેના નાકમાંથી લગાતાર દ્રવ્ય વહ્યા કરતું. મને તોહ, વિશ્વાસમાં નથી આવતું. તું તોહ, માણસ થઈ ગયો બ્રો." દેવેન્દ્રએ કહ્યું.

"બે માણસ છું તોહ, માણસ જ થાઉં ને. અને તું ક્યાં નાનો વ્યક્તિ છે જ? ઈંજરી ના થઇ હોત તોહ, નેશનલ ટીમમાં રમતો હોત. અને તું! યશ. તારા વિષે સાંભળીને દુઃખ થયું. મીરાંએ જણાવ્યું બધું. કોઈ નઈ દોસ્ત. જીવન તને ત્રીજી તક પણ આપશે." કપ્પુએ કહ્યું.

"હવે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. કે, મને એકેય તક આપતા નહીં.નહીંતર હવે હું પણ મારા પરનો આપો ખોઈ બેસીસ. ચલો આ વાતોને છોડો. હવે, કેક કાટના હૈ. ઔર ઉસકે બાદ, તેરી ફેવરેટ આઈસ્ક્રીમ ભી તો ખાની હૈ."

અમે એ રાત્રે ખુબ એન્જોય કર્યું. એન્જોય! આ શબ્દ આખરે સંભળાયો. મારા જીવનમાં તોહ, જાણે આનંદ નામક શબ્દ જ ગાયબ થઈ ચુક્યો હતો. પરંતુ, બાળપણના મિત્રોને મળ્યા બાદ જીવન જીવવાનું એક અલગ કારણ મળી ગયું હતું. લાગી રહ્યું હતું કે, કોઈ તો છે. જે, આજેય મને યાદ કરે છે. મારા મિત્રો! ક્યારેય ભૂલી નહીં શકું આમને. બાકી, આ જીવન આમ જ ચાલતું રહેશે. ચલો, આતે હૈ.

ક્રમશઃ