The suffering of the farmer books and stories free download online pdf in Gujarati

વ્યથા અન્નદાતા ની

અરે વજુભાઇ , આવી ગરમીમાં ખેતરમાં કામ કરો છો… તમારા બંને છોકરા મહેન્દ્દ અને ધર્મેન્દ્ર ક્યાં ગયા ?”


“અરે ભાઈ … છોકરાઓ ને તે કાંઈ ખેતરમાં કામ કરાવાતું હશે ? એમને તો ખુબ ભણાવી ને મોટા સાહેબ બનાવાના છે.. મારી જેમ ખેતર માં કાળી મજૂરી નહીં કરે… આપણી જેમ અનાજ મેળવવા કયી આવી ગરમી માં તુટસે નહિ એતો ડાયરેક્ટ દુકાન માંથી કે મોલ માંથી જ મંગાવી લેશે....”

અમારી વચ્ચે ના આ સાવ સામાન્ય લાગે એવા વાર્તાલાપ માં ભવિષ્ય માં ભારતભર માં અનાજ માટે જે અછત સર્જાવાની છે એવું મને લાગી રહ્યું હતું. અને તેના પરિણામો કેવા આવે છે તેની ભયાવહતા જોવી હોય તો હાલના સોમાલિયા દેશની હાલત જોઈ લો…

વર્તમાન સમયમાં કૃષિપ્રધાન દેશ ભારતની દુર્દશા એવી છે કે…


ડૉક્ટરનો છોકરો ડૉક્ટર, સી.એ.નો છોકરો સી.એ. અથવા વકીલનો છોકરો વકીલ બને છે. પણ કોઈ ખેડૂતનો છોકરો ખેડૂત બનવાના વિચારથી પણ દૂર ભાગે છે, હા છે ગણ્યા ગાંઠ્યા ખેડૂતો જે એવું વિચારે છે કે એમના સંતાનો ખેતી કરે કેમકે અમને ખબર છે કે આવનારો સમય કેવો વિકટ આવવાનો છે એટલે. .....

ભારત દેશમાં લગભગ ૬૫ ટકા વસ્તી આજે પણ ગામડાંઓમાં વસે છે. તે ગામડાંઓ શહેરોના પાકા મકાનો, પહોળા રસ્તા, ભવ્ય ઈમારતો, મોલ, સિનેમાઘરો અને હૉટલોની ચમક-દમકમાં અંજાઈને તૂટી રહ્યા છે. શહેરમાં રહેતો હોય કે ગામડાંમાં કે જંગલમાં.. બે વાર જમવાનું તો દરેકને જોઈએ જ ને !

સાહેબ દરેક વ્યક્તિ એમ જ વિચારે કે અનાજ તો રૂપિયા દઈ ને મળી જશે. પાણી તો નગરપાલિકાના નળમાંથી આવે. દૂધ તો ડેરીમાંથી આવી જ જાય ને. પણ શું આ વાસ્તવિકતા છે ?


અનાજ પેદા કરવાવાળો ખેડૂત વિકરાળ ગરીબીનો સામનો ન કરી શકતા આત્મહત્યા કરી રહ્યો છે. ખેડૂતો ની આવનારી પેઢી આવી અસહ્ય મુશ્કેલી માં ખેતી કરીને ગરીબી માં જીવવા નથી માંગતી એટલે e લોકો આ મારગ છોડી રહ્યા છે. તો અનાજ વાવશે કોણ ?


તળાવો પૂરીને ત્યાં કોન્ક્રીટ ના જંગલો ઉભા કરવામાં આવી રહ્યા છે. જુના કુવા ની જાળવણી ન કરાવથી એ વાપરવા ની હાલત માં નથી. નવા કૂવા ખોદવામાં સરકારી તંત્રને કે નગરજનોને રસ નથી. શહેરોમાં દરેક જગ્યા એ આરસીસી રોડ થઈ ગયા છે. જેના લીધે વરસાદનું પાણી જમીનમાં ઉતરતું નથી, એટલે હવે પાણી ની સખત અછત વર્તાઈ રહી છે અને આપણને તો બસ એટલુંજ આવડે છે કે સરકાર કઈ કરતી નથી પાણી પૂરું પડવું એ તેમની જિમ્મેદારી છે, પણ મારા વ્હાલા....જમીન માં કે જળાશયો માં પાણીજ નથી તો સરકાર ક્યાંથી લાવે પાણી..?

આપણે જ આપણી જિમ્મેદારી સ્વીકારવા તૈયાર નથી અને દોષ નો ટોપલો બીજા પર ચઢાવીએ છીએ, આ પરિસ્થિતિ માટે સરકાર એકલી નહિ પણ દરેક માણસ સરખે ભાગે જવાબદાર છે.


જે ગાયને પુરાણો અને શાસ્ત્રો માં "માં" નો દરજ્જો આપવામાં આવ્યો છે અને હકીકત માં પણ જે પશુપાલન વ્યવસાય ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે તે ગાયની, અરે તેના વાછરડાંની નિર્દય તાથી હત્યા કરીને; તેનું માંસ ખાતા શરમ નથી આવતી અને નિર્લજ્જતાથી કહે છે કે ‘આ તો અમારો ખાવાનો અધિકાર છે’ કહેતા લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે..

સાહેબ ગાયો, ભેંસો નહીં હોય તો આ સમાજ ને દૂધ, દહીં, પનીર, ચીઝ ક્યાંથી મળશે એવું એ લોકો સહેજ પણ નથી વિચારતા એમને મન તો બસ આ બધું દુકનો માંથી અને મોલ માંથી મળી જશે નહીં ..? પણ આ પરિસ્થિતિ માટે જવાબદાર કોણ ? આ અજ્ઞાનતા અને અણસમજ માટે જવાબદાર કોણ ?


ખેતીપ્રધાન દેશમાં સરકાર અનાજ આયાત કરી રહી છે અને શાકાહારની છાપ ધરાવતો દેશ માંસ નિકાશ કરી રહ્યો છે.કેવી શરમ ની વાત કેવાય..? ખેડૂત પોતાના લોહી નું પાણી કરી ને અનાજ ઉગાડે છે મોંઘા મોંઘા બિયારણ વ્યાજવા રૂપિયા લાવી ને વાવે છે પોતાના ખેતર માં,સારા એવા ભાવ ની આશા એ પોતાની નીપજ બજાર માં લાવે છે પણ એ અનાજ વેપારી કે સરકાર સાવ નજીવા ભાવે ખરીદે છે એ ભાવ પણ કેવો જેમાં કરેલા ખર્ચ નીકળતા પાછળ કઈ ના વધે.....પણ એજ અનાજ સરકાર કે વેપારી ગ્રાહકો ને ઊંચા ભાવે વેચીને પોતાના ઘર ભારે છે અને ખેડૂતો ને આત્મહત્યા કરવાનો વારો આવે છે સાહેબ ...

સરકાર ગમે એની હોઈ પણ ખેડૂતના પાક નાશ થવાના વળતર પેટે બેશરમીથી લોલીપોપ જેવી સહાય રજૂકરે છે આથી ગરીબની આંતરડી દુભાવાનું પાપ દરેક સરકારે કર્યું છે.


સાહેબ હવે સમય થઇ ગયો છે કે સરકાર અને સમાજ નો જાગૃત નાગરિક પોતાના ભાઈઓ અટલ કે ખેડૂતની વ્યથાને સમજે અને તેના પડખે ઊભો રહે.ચંદ્ર પર જવાના સપના જોવામાં અને એના ખર્ચા માં કરોડો નો દુમાડો કરવો કરતા કોઈ ખેડૂત ભાઈ ના ઘરમાં સહેજ ચાંદ જેવી શીતળતા ફેલાવો તો વ્હાલા એના જેવી ખુશી બીજી ક્યાંય નહિ મળે.

ગામનો માણસ ગામમાં જ કમાય તેવો માહોલ તૈયાર કરે સરકાર. " વિકાસ ને ગાંડો નહિ આપણે વિકાસ ને ડાહ્યો ડમરો કરવું નો છે. નહીં તો આજે જે કારમી અને કફોડી સ્થિતિ ખેડૂતનો ભોગ લઈ રહી છે તે આપણો અને આપણી આવનારી પેઢીનો કાળ બનશે.


કાળી મજૂરી કરવા છતાં તેમને યોગ્ય ભાવ ના મળે એટલે બાપડો ખેડૂત રોસે ભરાઈ ને રસ્તા પર ઉતરે અને સરકાર નો વિરોધ કરે છે અરે આંદોલનો કરવા માટે મજબુર બને છે.....ત્યારે આ શહેર નો માણસ કહે છે કે એ ગામડા ના અભણ અને અણસમજુ માણસ ને શુ ખબર કે શહેર માં કેટલો વિકાસ થયો છે....? અરે ભાઈ તમને શુ ખબર ખેડૂત ની આ વેદના, તમે જો મહિના માં ૩૦ દિવસ ઓફિસે જાવ અને ૧૦૦% કામ કરો પછી તમારો બોસ તમને તમારા પગાર માં થી ૫૦% કાપી લે તો તમને કેવું લાગશે. ..? શુ તમને એ મંજુર હશે..? શુ તમે એનો વિરોધ નહિ કરો....? હા, તમે વિરોધ કારસો જ, તો શુ તમે અભણ અને નાસમજુ થાઈ ગયા...? નહિ ને. ...?


તો પછી ખેડૂત કેમ નાસમજુ કહેવાય..? એ પણ એનું યોગ્ય વળતર જ માંગે છે.


અને તું જે વિકાસ ની વાતો કરે છે ને એ ગામડા માં જઈ ને જો....ખબર પડશે વિકાસ સુ છે ખેડૂત ના ઘરે જો જરા ખબર પડશે. ...અને હા તને શુ ખબર કે તારા ઘરનું અનાજ ક્યાંથી આવે છે એ આ ખેડૂત નિજ દેન છે. જો તું એટલો બધો સમજુ હોઈ તો જાતેજ અનાજ વાવજે ખબર પડે....

સાહેબ મહેરબાની કરીને જો તમે કોઈ ના દુઃખ માં ભાગીદાર ના બની શકો તો કઈ નહિ પણ એમનું દુઃખ વધારવાની ની કોસીસ ના કારસો. જો આ દેશ નો અન્નદાતા જે દિવસે રૂઠશે ને વ્હલા તેદી પ્રલય આવી જવાનો છે.....ખાવા ના ફાંફા પડી જશે હો....


માટે એક ખેડૂત પુત્ર તરીકે મારી ચાલુ સરકાર અને આગળ આવનારી સરકારો ને દિલ થી અપીલ કે અન્નદાતા ની પરિસ્થિતિ સુધારે અને એના જીવન માં હરિયાળી આવે એવા પ્રયાસ કરે.


" જય જવાન , જય કિસાન " - પુ. લાલ બહાદુર શાસ્ત્રી