IN THE MIDST OF CONFLICT - 2 books and stories free download online pdf in Gujarati

સંંઘર્ષની વચ્ચે ભાગ - ૨

તેની જ શાળામાં પ્રવેશ તો લિધો. પણ હજુ તે ક્યા વર્ગમાં હશે અને વિરંચી તથા વિરલનો નંબર ક્યા વર્ગમાં આવશે તેની ખાત્રી નહોતી. બંન્નેનો નંબર એક જ વર્ગમાં નહી આવે તો એક જ શાળામાં હોવા છતા કેવી રીતે તેને જોઈ શકશે? કે જેનું નામ પણ હજુ તેને ખબર નહોતી. છતા આશા અમર છે એ વિધાન જાણે સાચું પડતું હોય તેમ વિરંચી અને વિરલ શાળાના પથમ દિવસે શાળામાં તો ગયા પણ વિરંચીનું મન શાળામાં નહોતું. તેની નજર બસ એક જ જગ્યાએ ચોટેલી હતી. તે સતત પોતાના વર્ગખંડના દરવાજા તરફ જ જોઈ રહ્યો હતો. હજુ તે ના આવી. બસ તેના મગજમાં એક જ વિચાર આવ્યા કરતો હતો કે તે ક્યારે આવશે? શું તે પણ મારા જ વર્ગમાં આવશે? એવામાં વિરંચીના વર્ગખંડ બાજુ કોઈ આવી રહ્યું હોય તેવો પગરવ સંભળાવા લાગ્યો. આજુબાજુના તમામ વિદ્યાર્થિઓ પોતપોતાની વાતોમાં રત હતા. પરંતુ એ પગરવનો અવાજ માત્રને માત્ર વિરંચીને મહેસુસ થતો હતો. પરંતુ આ શું? પોતે જેની રાહ જોઈ રહ્યો હતો તેની જગ્યાએ કોઈ બીજું જ વર્ગમાં આવી ચડ્યું. વર્ગશિક્ષક વર્ગમાં આવી ગયા હતા. વિરંચીનું હ્રદય ભારે થઈ ગયું હતું. વર્ગશિક્ષક બધા જ વિદ્યાર્થિઓને તેમનો પરિચય પુછી રહ્યા હતા. વિરંચીનો પણ વારો આવ્યો. પણ આ શું? તેણે પોતાનો પરિચય આપવાને બદલે પોતે જ વર્ગશિક્ષકને પ્રશ્ન પુછી લીધો. “સર! મારે મારો વર્ગ બદલાવવો હોય તો તેના માટે મારે શું કરવું પડે?”

વર્ગ શિક્ષક નિલેશભાઈ મહેતા પણ અચંબિત થઈ ગયા. અને પુછવા લાગ્યા કે, “કેમ આ વર્ગમાં નથી ગમતું?”

વિરંચી કેવી રીતે જવાબ આપે કે તેણે જેના કારણે આ શાળામાં પ્રવેશ લીધો તે જ પોતાના વર્ગમાં નથી તો મારૂં મન કેવી રીતે આ વર્ગમાં લાગે. હજુ તો પોતે આવું વિચારતો હતો ત્યાં જ કોઈ નો મધુર અવાજ તેના કાને પડ્યો, “સર! શું હું અંદર આવી શકું?”

આ અવાજ કાને પડતા જ જાણે વિરંચીને શું કરવું તે વિચારી જ ન શક્યો. તે તો જાણે તેની પાસે જઈ ને કહેવા મઆંગતો હતો, “હું ક્યારનીયે તારી રાહ જોઉ છું. તને એ વાતની ખબર છે. મારા મન પર અત્યાર સુધીની ક્ષણો કેવી રીતે પસાર થઈ?” પણ આ બધું તે તેને કહી જ કેવી રીતે શકે? હજુ ક્યાં તે બંન્નેનો પરિચય થયો હતો. પણ હવે વિરંચી ખુશ હતો. આ ક્ષણ તેના માટે અદભુત હતી. તેના માટે તેના વર્ગખંડમાં જાણે સ્વર્ગ રચાઈ ગયું હોય તેવો અહેસાસ થતો હતો.

મહેતા સર દ્વારા ફરી પોતાનો પરિચય પુછવામાં આવતા તેણે જણાવ્યું કે, “મારૂં નામ વિરંચી અંશુલભાઈ ઉપાધ્યાય છે.”

હવે પોતાના વર્ગખંડમાં આવનાર નવી વિદ્યાર્થિનીના પરિચયનો વારો હતો. આજે કેટલાય સમય બાદ વિરંચીને પોતે જેના માટે આટલો બધો તડપતો હતો તેનું નામ જાણવા મળવાનું હતુ. તેણે પોતાનો પરિચય આપતા જણાવ્યું કે, “હું વિભુતિ નિશ્ચલભાઈ ઠાકર છે.”

આ સાંભળીને જાણે વિરંચીને ઉછળી પડવાનું મન થતું હતું. પણ હજુ તેને આવું તેની સાથે કેમ થાય છે તેની જાણ ન હતી. તે નહોતો જાણતો કે તે તેને પ્રેમ કરી રહ્યો છે. આ એ જ ચાહના છે કે જેમાં ચાતક જેમ વરસાદની રાહ જુએ છે તેમ જ તે વિભુતિની રાહ જોઈ રહ્યો હોય છે. હવે તો વિરંચી એ વાતે પણ ખુશ હતો કે પોતાનું અને તેનું એમ બેયના નામોના પહેલા અ‍ક્ષરો પણ સમાન જ હતા. તેના મનમાં એક અજાણ્યાજ તરંગો ઉઠી રહ્યા હતા.

(શાળાના સમય દરમ્યાન હવે આગળ શું થાય છે? તે હવે પછીના અંકમાં.)