The turn of destiny - 2 books and stories free download online pdf in Gujarati

નસીબ નો વળાંક - 2

"ભાઈ-ભાભી નાં ત્રાસ થી જંગલ તરફ ભાગી ગયેલી બન્ને બહેનો સુનંદા અને અનુરાધા સાથે હવે કુદરત શું પગલું ભરસે ચાલો જોઈએ...."

"નવી સવાર, નવો વળાંક"

જેમ આગળ નાં ભાગ માં કહ્યું તેમ સુનંદા તો શ્યામા (એની માં) જોડે જંગલ માં લાકડા કાપવા જતી એટલે લગભગ અડધા જંગલ થી તો એ પરિચિત હતી. પણ, આ વાતને થોડાક વર્ષો વિતી ગયેલા તો હવે એને થોડું અજાણ્યું પણ લાગતું હતું. છતાં અનુરાધા ને નિરાશ નાં થવા દેવા એ કેહતી,' ચાલ અનુ, આ જંગલ મારા માટે કઇ અજાણ્યું નઈ અને આપડે બન્ને કંઇક ને કઈક રસ્તો શોધી લઈશું...તું જરાય ચિંતા ના કર...."આમ જાણે પોતાને જ આશ્વાશન આપી રહી હોય તેમ સુનંદા ઝાંખી પડવા લાગી.

હવે સુનંદા એ અનુરાધા ને પોતે જ્યાં સુધી જંગલ નાં રસ્તા થી પરિચિત હતી એટલે સુધી તો પહોંચાડી દીધી. અને બન્ને એ જ જગ્યા એ આવી ને ઉભી રહી જ્યાં પહેલા સુનંદા, વીરુ અને સેતુ જોડે રમતી.. જ્યાં વીરુ અને સુનંદા ની મિત્રતા ની પહેલ થયેલી.... જ્યાં વીરુ જોડે મીઠો ઝગડો, મીઠો ઠપકો, મીઠી વાતો કરેલી..
... થોડી વાર તો સુનંદા સાવ પોતાના માં જ ખોવાય ગઇ હોય અને એની આજુબાજુ નું વાતાવરણ સાવ શાંત થઇ ગયેલું હોય અને પોતે વીરુ સાથે નાં મિત્રતા ના દિવસો નાં વંટોળ માં પરોવાઈ ગઇ.

સુનંદા ની આંખ ના ખૂણા માં શબનમ નાં બુંદ સમાં આસુ તો આવી જ ગયેલા... હવે માત્ર પ્રેમ નું ઝરણું જ વહેવાની વાર હતી.... આમ, પોતાની નીડર અને સાહસી બહેન ની આંખો માં પ્રેમ ની ઝાલક જોઈ અનુરાધા થી નાં રહેવાયું... એણે પૂછી લીધુ,"કેમ બેન!! શેના વિચારો માં ખોવાય ગઇ??? શું આગળ નો રસ્તો નથી જાણતી?? કેમ આમ અચાનક જ આંખો માંથી ગંગા-જમના વહેવા લાગી??

સુનંદા એ અનુરાધા ની વાતો જાણે સાંભળી જ નાં હોય એમ પોતાના જ મનના વિચારો માં વ્યસ્ત હતી. આમ હવે અંધારું થવા આવ્યું હતું... એટલે અનુરાધા એ સુનંદા ને એના વિચારો ની દુનિયામાંથી હકીકત માં લાવવા એના ખભા ઉપર હાથ મૂકી કહેવા લાગી,' બેન.. હવે, આગળ ક્યાં જવું?? શું કરવું?? કંઇ વિચાર્યું???

સુનંદા તો જાણે ઊંઘ માંથી ઝબકી હોય એમ અચાનક આમતેમ જોવા લાગી અને હકીકત માં આવી ગઇ.... હવે, ખરેખર સુનંદા ને પણ આગળ નો રસ્તો સાવ અજાણ્યો હતો.. કારણ કે સુનંદા એનાથી આગળ ક્યારેય ગયેલી નહતી. હવે એણે અનુરાધા ને પ્રેરણદાયી શબ્દો માં કહ્યું કે,' આમ પણ હવે જિંદગી સાવ નર્ક જેવી જ છે અને હવે આપણો કોઈ સહારો પણ નઈ તો આમ પણ એક દિવસ તો બધા એ મરવાનું નું જ છે... પણ જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી આગળ ચાલીએ નસીબમાં લખ્યું હશે તો કઈક રસ્તો મળી જશે.. બાકી તો આપણા ભાગ્ય!!!! આમ કહી બન્ને આગળ ચાલવા લાગી.

હવે સાવ અંધારું થઈ ગયેલું.... અનુરાધા તો ગભરાઈ ગયેલી અને મનોમન વિચારવા લાગી,' મારો જ વાંક છે... મે જ ભાગી જવાની જીદ કરેલી...!! એનાથી તો ત્યાં કામ કરત અને બાકી ભાભી નો ત્રાસ સહન કર્યા કરત... આ સાવ જંગલ માં તો નાં રહેવું પડે?? આમ વિચારી ફરી પોતાને જ આશ્વાશન આપી રહી હોય એમ વિચારવા લાગી કે,' નાં નાં બધું બરોબર જ કર્યું.... આમ પણ જે થાય એ સારા માટે જ થાય છે..!! અને હવે જે થશે એ પણ સારા માટે જ થશે!!! આમ વિચારી એ ચાલવા લાગી..

હવે બન્ને બહેનો ને થોડેક દૂર એક દીવો બળતો હોય એવું દેખાય છે. બન્ને નાં ચહેરા ઉપર તો જાણે એક આશા નું કિરણ છવાઈ ગયું હોય તેમ બન્ને નાં ચહેરા થોડી વાર તો એકદમ મુરઝાયેલા છોડ માંથી નિખરી ને ખીલી ઉઠ્યા..!! બન્ને એ દીવા નાં પ્રકાશ તરફ આગળ વધવા લાગી. હવે બન્ને ત્યાં સાવ નજીક આવી ને ઉભી રહી...

અરે અહી હવે આ બન્ને શું જોવે છે????

શું આ પ્રગટતા દિવડા તરફ જઈ ને એની જેમ હવે આ બન્ને બહેનો નાં નસીબ માં પણ નવી જિંદગી ની જ્યોત સળગશે?? શું હશે ત્યાં?? શું આ એક સળગતો દીપક આ બન્ને બહેનો નું નસીબ પ્રગટાવી દેશે???

જાણો આવતાં ભાગ-૩ ..."નસીબ નો દીપક".. માં