rudra.....radhika...pritthi panetar sudhini safar... - 4 books and stories free download online pdf in Gujarati

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 4

રુદ્ર રાધિકાને જોઈ રહે છે. ડાર્ક ગ્રીન ડિઝાઈનર સાડી, સ્ટાઇલ કરેલા ખુલ્લા વાળ, હળવો મેકઅપ, ગળામાં સિમ્પલ ડાયમંડ નેકલેસ અને તેની સુંદરતામાં વધારો કરતી એની મીઠી મુસ્કાન સાથે તે ખુબજ સુંદર લાગી રહી હતી. રુદ્ર તો બે ઘડી જોઈ જ રહ્યો. તેને એ સમયે બસ રાધિકા જ દેખાઈ રહી હતી.

આ જોઈ શિવથી રહેવાયું નહીં, “વાહ ભાઈ ભાભી તો આ મોર્ડન જમાનાની સીતા છે હો બાકી સ્પેશિલ છે અને બધાથી અલગ જ.....(વેસે સાથ વાલી સુંદરી ભી સુંદર હૈ😜)” હવે લક્ષ્મણજીને સીતાભાભીના બહેન ઊર્મિલા ના ગમે એ તો બને જ નહીં. 🤣🤣

હા તે બધાથી અલગ છે એટલે જ સ્પેશિયલ છે અને મારા માટે દુનિયાની સૌથી ખુબસુરત યુવતી છે. તેને જોઈને કંઈ જોવાનું મન જ ન થાય. એક કવિની કલ્પના સમાન છે એ. મેં બસ આ બધું સાંભળ્યુ હતું. આજે હું કવિની કલ્પના ને સાક્ષાત નિહાળું છું શિવ. એ બસ મારી રાધિકા છે.”☺️

“વાહ ભાઈ તું તો રુદ્ર નહીં રોમિયો નીકળ્યો. મારી રાધિકા....હેં.....” 😜

“શિવવવવ...”🤨

“હશે ભાઈ હશે. હવે એ વિચાર તારી લવસ્ટોરી આગળ કેમ વધશે. તું તો પેલા જ એની નજરમાં પોતાની ઈમેજ બગાડીને બેઠો છે”

“હવે સુધારીશ, તું બસ જોતો જા હવે આ રુદ્રપ્રતાપસિંહ રાણા રોમિયો બનશે.” 😎

“વાહ મેરે શેર જા ઓર જાકર મેરા નામ રોશન કર.” 😁

“મને લાગે છે તને માર ખાવાની ઉતાવળ છે.” 🤨

“ના ભાઈ હું તો મોટિવેશન માટે......” 🤢

“એમ મોટિવેશન.....?” 🤨

“ના ભાઈ મજાક મજાક.” 😁

રુદ્ર આત્મવિશ્વાસથી ભરપુર રાધિકા તરફ આગળ વધ્યો અને તેના સામે જઈને બોલ્યો, “મિસ.રાધિકા તે દિવસ માટે im sorry મારુ ધ્યાન નતું અને હું અથડાય ગયો im realy very sorry.”🥺🥺

રાધિકાએ રુદ્ર પાસેથી આવી અપેક્ષા રાખી જ નહોતી. તેણે તો રુદ્ર જરા પણ સારો વ્યક્તિ નહોતો લાગતો. પણ તેના એ વિચારોને રુદ્રએ તેની માફી માગીને ખોટા સાબિત કરી દિધા હતા. તે રુદ્રને જોઈ જ રહે છે ત્યાં જ બેકગ્રાઉન્ડમાં સોન્ગ ચાલુ થાય છે.

આંખો મેં તેરે અજબ સી અજબ સી અદાયે હૈ....
આંખો મે તેરે અજબ સી અજબ સી અદાયે હે.....
દિલ કો બનાદે જો પતંગ સાંસે યેહ તેરી વોહ હવાયે હૈ....
આંખો મે તેરે અજબ અજબ સી અદાએ હે....
આંખોમે તેરે અજબ સી અજબ સી અદાયે હે....

રુદ્રએ પોતાના વિચારોમાં રાધિકા સાથે પુરી જિંદગી જીવી લીધી અને એ બસ રાધિકાને જોઈ રહ્યો. જ્યારે રાધિકા પણ રુદ્રને જોઈ રહી. વ્હાઇટ શર્ટ અને બ્લુ ડેનિમમાં એના સેટ કરેલા વાળ અને મોટી મોટી કથ્થાઈ આંખોમાં રાધિકા ખોવાય ગઈ.

તું હો જાયે મેરા...તોહ મિલ જાયે વજહ જીને કી....
તું દેદે જો રઝા તોહ મીલ જાયે વજહ જીને કી....
તું હો જાયે મેરા...તોહ મિલ જાયે વજહ જીને કી....

અને શ્રુતિ ના કોણી મારવાથી તે વાસ્તવિકતા માં આવી અને બોલી "

"હમ્મ itsok ભૂલ મારી પણ હતી હું જોઈને ના ચાલી એટલે એવું થયું ચાલે હવે. "રુદ્ર ની આવી નિખાલસતા જોઈને રાધિકા રહી ના શકી તેને પોતાના પર જ ગુસ્સો આવ્યો કે તેણે રુદ્ર પર ગુસ્સો કર્યો.

આ સાંભળી રુદ્ર ખુશ થયો અને બોલ્યો.

"સો ફ્રેન્ડ્સ? કહી તેણે પોતાનો હાથ રાધિકા તરફ લંબાવ્યો "

"રાધિકા એ પણ હસતા હસતા હા કહી અને રુદ્ર ના લંબાયેલા હાથ સાથે હેન્ડશેક કર્યું અને જાણે વીજળી નો કરંટ લાગ્યો હોય એવું લાગ્યું બંને ને "


થોડે દુર ઉભો શીવ પણ કોઈને જોઈને મનમાં જ મુસ્કુરાઈ રહ્યો હતો અને પોતાના દિલ પર હાથ રાખી એક ઊંડો શ્વાસ ભર્યો.....



તો શું લાગે છે મિત્રો...કોણ છે શિવની સતી?!!!


કેટલે પહોંચશે રુદ્ર🖤રાધિકાનો સંઘ😅😅😅


વેલ બધા સવાલના જવાબ જાણવા માટે રાહ જુઓ આવતા અંકની....ત્યાં સુધી મોજ કરો ચા પીવો મસ્ત રહો.....