પૂજા જેવું નામ તેવુંજ વ્યક્તિત્વ, જ્યાં જાય ત્યાં દીવા જડ હળે, જેને મળે એનું દિલ જીતી લે, ને કૃષ્ણ ની દિવાની, કૃષ્ણના પ્રેમી, કૃષ્ણ વસે એના નસ નસ માં, કૃષ્ણ બસ એના શ્વાસ મા, રાધા ને મીરાંને પણ કદાચ ઈર્ષા આવે એવી દિવાની એવી પાગલ કૃષ્ણ પાછળ. પૂજા ના પિતા એક ટ્રાન્સપોર્ટ કંપની માં ડ્રાઇવર તરીકે કામ કરતા તા, મમ્મી ટ્યુશન ટીચર હતી, ને ભાઈ એનાથી પન 6 વર્ષ નાનો હતો, પૂજા એના પપ્પા ને મમ્મી ની ખુબજ લાડકી હતી, ને પાછી કૃષ્ણ ઘેલી એટલે કંઇ પણ કરે સૌથી પેલા કૃષ્ણ ને પૂછે વાત કરે. ભાઈ ને પણ ખુબજ લાડ કરે, ખુબજ પ્રેમથી સાચવે.
હવે પૂજા મોટી થવા લાગી છે, ભણવામાં પણ અવ્વલ હોશિયાર પૂજા ૧૦ માં ધોરણમાં ૯૦% લાવી, એના પપ્પા તો ગદગદ થઈ ગયા, પૂજા આગળ ભણવા માંગતી તી પણ ઘરની આર્થિક પરિસથિતિને ધ્યાનમાં રાખીને વિચાર માંડી વાળ્યો, એના પપ્પાને પોતાની વિવશતા પર ઘણો અફસોસ થતો પણ બિચારા કઈ કરી શકતા નોતા. પૂજા ખુબજ સમજદાર હતી એણે ઘરે રહી ને મમ્મી સાથે ટ્યુશન લેવા લાગી સાથે સાથે રસોઈના નાના મોટા ઓર્ડર લેવા લાગી, જે પણ કમાઈ થતી એ બચત રૂપે જમાં રાખતી, હવે એનું રૂપ પણ ઉંમર સાથે નીખરતું જતુ તુ, જેમ ચંદ્રનું રૂપ ખીલે તેમજ પૂજાનું રૂપ પણ દિવસે ને દિવસે રંગ લાવતું તું, એકદિવસ જ્યાં પૂજા રસોઈ નો ઓર્ડર આપવા ગઈ ત્યાં તેને એક દંપતી જોયા કરે છે, પૂજા ના જતાં તે લોકો યજમાન ને પૂજા વિશે પૂછપરછ કરે છે, તો એલોકો તો પૂજાના ખુબજ વખાણ કરે છે, હવે એલોકોને પૂજા પસંદ આવી ગઈ હોય છે પોતાના દીકરા માટે.
આ દંપતી એટલે ચિરાગ ભાઈ ને મીના બેન, એમની 3 સંતાન, મોટી છોકરી સોના, પછી દીકરો શિવ, પછી નાનકો નીતીશ, સોના ના લગ્ન થઈ ગયા હતા, હવે શિવ ની વારી હતી. શિવ જેવું નામ એનાથી વિરોધી વ્યક્તિત્વ સ્વભાવે શાંત પણ ને ગુસ્સા વારો પણ, સમજદાર પણ ને નાદાન પણ. ચિરાગભાઈ ને મિના બેન ઘરે આવી ને શિવ ને પૂજા વિશે વાત કરે છે શિવ એમની વાત સાંભળીને પૂજા ને મળવા વિશે હા કહે છે, હવે ચિરાગભાઈએ જ્યાં પૂજા ને જોઈ તી એ યજમાન ને પૂજા ના મમ્મી પપ્પા સાથે વાત કરવા કહે છે, એલોકો પણ પૂજા ના ઘરે વાત કરે છે, ને બંને પરિવાર ની સંમતિ થી ચિરાગભાઈ પોતાના બંને દીકરા સાથે ન પત્ની સાથે પૂજા ના ઘરે આવે છે વાત આગળ વધારવા.
ચિરાગ ભાઈ એમના પરિવાર સાથે પૂજા ના ઘરે આવે છે, પૂજાના માતા પિતા મેહમનોનું સત્કાર ભર્યું સ્વાગત કરે છે, ત્યાજ પૂજા પાણી લઈ ને આવે છે, ચિરાગ ભાઈ ને મીનાબેન તો નાજુક નમણી પૂજા ને જોતાજ રહી જાય છે ને મનમાજ વિચારે છે કે જો આ પૂજા આપણા ઘરની વહુ બની જાય તો to સાક્ષાત લક્ષ્મી જ ઘરે આવી જાય. મીનાબેન પૂજાને પોતાની બાજુમાં બેસાડે છે ને વાતો કરે છે, આબાજુ શિવ તો બસ એક જ નજરથી પૂજાને જોતો હોય છે, જ્યારે પૂજાનું ધ્યાન શિવ પર ગયુ શિવ નજર જુકવી દીધી.આ મીનાબેન જોઈ જાય છે, એટલે એમણે પૂજાના મમ્મી પપ્પા ને કહ્યું કે હવે પૂજા ને શિવ ને એકબીજાથી જે કંઈ પૂછવું હોય તો એ લોકો અલગ જઇ ને વાત કરી શકે છે,આ વાત સાંભળી બંને શરમાઈ જાય છે, એટલે પૂજાના પપ્પા પૂજાને કહે છે કે બેટા શિવ ને અંદર રૂમમાં લઈ જા ને આરામથી તમે બંને વાતું કરો અહી તારી મમ્મી સાંભળી લેશે.
હવે શિવ પૂજા એકબીજાને શું પૂછે છે, એ જાણવા આવતા એપિસોડ માં મળીએ, ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏
ક્રમશ:
વાચક મિત્રો આ મારો પ્રથમ પ્રયાસ છે કદાચ ઘણી બધી ભૂલો હશે, તમે તમારા અભિપ્રાય કોમેંટ્સ કરી ને આપજો જરૂર. તમારા અભિપ્રાય મારા માટે અમૂલ્ય છે.
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏